S.k.solanki's Blog (10)

આવડવું જોઇએ ....

માનુ છું કે તોફાનો વચ્ચે તરતાં આવડવું જોઇએ ,

પરંતુ , નજર સામે ચોક્કસ કિનારો હોવો જોઇએ .

 

હા, દરેક તકને મજબૂત પકડતાં આવડવું જોઇએ ,

પરંતુ , પામી શકે જે ધારદાર નજર હોવી જોઇએ .

 

હર દુ:ખમાં સુખી ક્ષણોને શોધતાં આવડવું જોઇએ ,

પરંતુ ,  હ્રદય પાસે ખાસ મોકળાશ હોવી જોઇએ .

 

આફતોને  અવસરમાં બદલતાં આવડવું જોઇએ ,

પરંતુ , પ્રભુ !  તારોય કંઇક ઇશારો હોવો જોઇએ .

 

‘આશિષ’જીન્દગીને સ્મારક થતાં આવડવું જોઇએ ,

પરંતુ ,…

Continue

Added by S.k.solanki on November 19, 2013 at 3:42pm — No Comments

દુનિયાનો સૌથી સુખી માણસ અહિ રહે છે !



સુખ અને સમૃધ્ધિના અર્થોમાં લોકોએ ભેળસેળ કરી નાખી છે. માત્ર આર્થિક સમૃધ્ધિને સુખ કહેવાની પ્રથા ફૂલીફાલી છે.  મોંઘાદાટ રાચ-રચીલાથી ભર્યા વિશાળ આવાસોના મોટર માલિકોને સુખી ઘરના કહેવાનો રીવાજ છે. આવા વિશાળ આવાસોને તકતી મઢ્યા નામ પણ હોય છે. કેટલીક સૂચનાઓના બોર્ડ પણ ખરાં !   જેમકે   ‘શહેરના ફલાણા વિભાગના જાણીતા ફલાણાભાઇ અહિ રહે છે.’ આજસુધી કોઇએ પોતાની ખડકીને…
Continue

Added by S.k.solanki on April 28, 2013 at 7:23am — No Comments

લાગણી

વહી રહી છે લાગણી,

થઇ ઝરણું તમારી.

તણાઇ જવાનો અવસર,

એક નાનુ તરણુ બની.

ગુમાવુ દૂર રહીને,

એટલો હું બુઝદિલ નથી.

પાંગરી રહી કૂંપળો થઇ,

પ્રેમની સરવાણીએ તું.

જતન કરી ખીલવુ નહી,

એટલો હું આળસુ નથી.

પ્યાર તારો પામતાં

કોઇ આફત જો,

મોત થઇ આવશે તો,

કબર મહિં કોકની

સોડ તાણી શકે ના,

'આશિષ'-એટલો કમજોર નથી.

-'આશિષ' શીવાભાઇ સોલંકી.

Added by S.k.solanki on April 24, 2013 at 6:13pm — No Comments

હાઇકુ......

 

 

ચૈત્ર વરસ્યો

વાટકી વહેવાર

ચોમાસે કીધો.

 

ભર ઉનાળે

વાદળ પરસેવ્યાં

ધરતી ભીની

 

પરોણાગત

ચૈતરના આંગણે

અષાઢ આયો !

 

રંગમાં ભંગ

ઉનાળાની આબરૂ

માવઠે લીધી.

-'આશિષ' શીવાભાઇ સોલંકી

Added by S.k.solanki on April 22, 2013 at 4:57pm — No Comments

કવિતા છે આપણી !

કવિતા છે આપણી.....!

એમ કર, તુ તારૂ કર હું મારૂ…! ખોટી ફરીયાદ ના કર. અર્થોના અનર્થ ના કર, શબ્દોને બેહાલ ના કર. કવિતા છે આપણી ! ગમે તો તુ પ્યાર કર, મને ગમે તો હુ કરૂ. સપનામાં રાતને હેરાન ના કર, સવારને એની જાણ ના કર. લયનાં ઝૂમખાં દબાવ્યા ના કર, પંક્તિઓને તું રડાવ્યા ના કર. કવિતા છે આપણી ! ગમે તો તુ પ્યાર કર, મને ગમે તો હુ કરૂ. નજરની સફર રોક્યા ના કર, ચિત્રોને એના ટોક્યા ના કર. રંગોને જેમતેમ ઢોળ્યા ના કર, સેંથાને તુ વગોવ્યા ના કર. કવિતા છે આપણી ! ગમે તો તુ પ્યાર કર, મને ગમે તો હુ કરૂ.…

Continue

Added by S.k.solanki on April 16, 2013 at 4:51am — No Comments

જીંદગી

પ્રસન્નતાનુ મુજ પાસે હતુ જે પોટલું;

સ્મશાન પણ શોધ્યા કરે છે જીંદગી.

કફનની આબરૂને સો-સો સલામ હો;

ભેગા મળે સૌ પછી દફનાવે જીંદગી.

-‘આશિષ’ શીવાભાઇ સોલંકી

Added by S.k.solanki on April 15, 2013 at 12:02am — 1 Comment

આકાશનુ સામ્રાજ્ય !

આકાશનુ સામ્રાજ્ય...

આકાશનુ સામ્રાજ્ય એટલે સ્વરાજ્ય અને સુરાજ્યનો સુમેળ કહેવાય. અણુયુધ્ધ કે કોલ્ડવોરનો ખતરો ક્યારેય નહી ! સૂર્ય,ચંદ્ર,તારા,ગ્રહો,નક્ષત્રો સૌની સ્થિતિને સૌ સ્વાધિન.અનુશાસનનુ અનુસરન બાકાયદા પાક્કું. અનુશાસનના સિધ્ધાંતોની કલમોની ગોખણપટ્ટી કરનાર વકિલો કે અનુસંધાન ટાંકીને જજમેંટ આપવાં પડે તેવા જજોની જરૂરીયાત ત્યાં પડતી નથી, કારણ કે એકબીજાની ભ્રમણકક્ષા છોડીને કોઇની સીમારેખા ઓળંગી જવાની દુષ્ટતાનો જન્મ ત્યાં થયો નથી.એટલે તો નિ:સીમ નિરાંત હોય છે. બસ, એટલે જ તો લોકો સ્વર્ગ…

Continue

Added by S.k.solanki on April 14, 2013 at 5:45am — No Comments

ગાળ માણસ નામની !

 

શિયાળે ઉષામાં સૂકાતી રેતમાં ,

બચ્ચું એક ધ્રુજતું પડ્યું હતું-ખિસકોલીનુ...

સહજભાવે હાથમાં લીધું, જીવતું હતું !

ઘડિક્માં કળ વળીને ઊંચે જોયુ ,

હાશ ! થયુ મને ને આભાર માન્યો પ્રભુનો...

ખાવા આપ્યુ તો ચકચક ચણવા લાગ્યુ ,

લાગણી બતાવવા મેંય હળવેથી પૂછ્યુ-

“તું ય માણસ થૈ ને જન્મ્યું હોત ...તો ?”

ચમક્યું ,…

Continue

Added by S.k.solanki on April 13, 2013 at 4:08pm — No Comments

વસંતનાં વધામણાં...

વસંતનાં વધામણાં...!

વ્હાલપનાં મોતીડાં ચારેકોર વેરાય અને વગડો આખ્ખે-આખ્ખો મ્હેંકે એ જ તો વસંતનો વરતારો . વસંતના આખા પરિવારને રૂબરૂ મળવાની મજા કંઇક ઓર હોય છે. આપણને સમયના હોય તો બારીમાંથી ડોકિયું કરી એકાદ મોહક સ્મિત આપી જવાનુ એ ચૂકતી નથી. સામે એક પળનોય વિલંબ કર્યા વિના સસ્મિત એક ઊનુઊનુ ચુંબન ચોડી દેવામાં વાંધો નહી. ખરી મજા તો એના આંગણે !

ફૂલને -‘કેમ ? મજામાં ? –પૂછવાની હિંમત થાય ખરી!  સુગંધના પરફેક્શનને પડકારાય ખરુ ? ટહૂકાને પબ્લિસીટી ડાઉન થવાનો ભય સતાવતો નથી. વળી, પતંગિયાને…

Continue

Added by S.k.solanki on April 13, 2013 at 3:00pm — 1 Comment

હું અને તું !

હું અને તું..................!

શ્વાસે શ્વાસે શબ્દ તમે ;

ને ઉશ્વાસે તે હું.

શબ્દે શબ્દે અર્થ તમે;

ને ઉદ્દગારે તે હું.

અર્થે અર્થે પ્રેમ તમે;

ને આનંદે તે હું.

પ્રેમરૂપે  પ્રકાશ તમે;

ને ઝળહળુ તે હું.

ઝળહળ ઝળહળ જ્યોત તમે;

ને જોઇ રહ્યો તે હું.

અનહદે છો નાદ તમે;

નાચી રહ્યો તે હું.

‘હું’ જ્યાં જ્યાં ત્યાં તમે;

ને તુંહીં તે તે હું.      –‘આશિષ’શીવાભાઇ સોલંકી (૭/૪/૨૦૧૩)

 

Added by S.k.solanki on April 13, 2013 at 2:56pm — No Comments

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service