Bhavik kama's Blog (31)

‘બેફામ’ જ્યાં ચણાયો હશે એમનો મહેલ, એની જ નીચે મારી કબર હોવી - બરકત વિરાણી ‘બેફામ’

ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ,

આ વાતની તને ય ખબર હોવી જોઇએ.

એક રોશની રહે છે સતત મારા પંથમાં,

મારા ઉપર તમારી નજર હોવી જોઇએ.

લાગે છે ઠોકરો ને છતાં દુઃખ થતું નથી,

બસ આ જ તારી રાહગુજર હોવી જોઇએ.

નિષ્ફળ પ્રણયનો દોષ તો દઉં હું તને મગર,

મારી ય લાગણીમાં કસર હોવી જોઇએ.

ચાલું છું એમ થાઉં છું મંઝિલથી દૂર હું,

ઊલટી દિશાની મારી સફર હોવી જોઇએ.

હટવા દો અંધકાર, એ દેખાઇ આવશે,

આ રાતમાં જ ક્યાંક સહર હોવી જોઇએ.

આ બહારનું જગત તો જૂઠાણાંનો…

Continue

Added by bhavik kama on April 1, 2014 at 3:17pm — 1 Comment

કેવું હોય છે આ નામ વગર ના સંબંધો નું ચાહ્યું મળે નહિ ને મળે ઘણું ચાહ્યા વગર,

સંબંધ એક ચાલ્યા કર્યો કઈ કારણ વગર

મંઝીલે પહોચીશું કે નહિ એના તારણ વગર,



લાગણી ની અફડા-તફડી માં ખ્યાલ ના રહ્યો કે'

મગજ સંવેદનશીલ બની ગયું ભારણ વગર,



એકા-એક જ ખૂટી ગયો રસ્તો -

એક-મેક ની સાથે કદમ મિલાવ્યા વગર..



કેવું હોય છે આ નામ વગર ના સંબંધો નું

ચાહ્યું મળે નહિ ને મળે ઘણું ચાહ્યા વગર,



જીવી શકાતું હતું આમ જ તોય જણાવ્યું:

કરું છું પ્રેમ તને કહ્યા વગર …



Continue

Added by bhavik kama on February 11, 2014 at 12:40am — 1 Comment

વાત છે આ સાવ અંગત, કોઈને કે’તા નહીં.

વાત છે આ સાવ અંગત, કોઈને કે’તા નહીં.

લ્યો, પડી છે આપની લત કોઈને કે’તા નહીં.



આયના હારી ગયાં છે, એકસો ને આઠ વાર,

સાદગીનું એટલું સત, કોઈને કે’તા નહીં.



આપની બસ યાદમાં, ટીપુંયે લોહી ક્યાં બચ્યું?

આજ શાહીથી લખ્યો ખત, કોઈને કે’તા નહીં.



શ્વાસથી નખશિખ નવડાવી, પ્રથમ ને એ પછી,

આંખથી એંઠી કરે, ધત્ત, કોઈને કે’તા નહીં.



આપની આંખે રહેવાનું, થયું છે આજકાલ,

જોઈ લીધી મેં ય જન્નત, કોઈને…

Continue

Added by bhavik kama on February 11, 2014 at 12:28am — No Comments

તને જોવાય તો જિવાય છે હ​વે, બાકિ ક્યાં કઈં સેહવાય છે હ​વે

તને જોવાય તો જિવાય છે હ​વે,
બાકિ ક્યાં કઈં સેહવાય છે હ​વે


તારી નજર થી જ તો પરખાય છે હ​વે ,
બાકિ તો ખાક્!! અનુભ​વાય છે હ​વે,


તારા શબ્દો થી જ તો બોલાય છે હ​વે,
બાકિ તો મૌન જ  રૃંધાય છે હ​વે


નથી ખાસ દિવસો વિતા​વ્યા તમારી સાથે,
તોય કેમ "ભાવિક" જ વગોવાય છે હ​વે.

"Bhavik"

Added by bhavik kama on February 11, 2014 at 12:23am — No Comments

ખોબો ભરીને અમે એટલું હસ્યાં

ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.

ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.

ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?

કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.

-જગદીશ જોષી

Added by bhavik kama on February 8, 2014 at 10:08pm — No Comments

એક વેળા ઈશ્વરે પૂછયું તને શું જોઈએ ? માગવામાં છેતરાયો, કોઈને ક્હેશો નહીં.

એક મોકો મેં ગુમાવ્યો, કોઈને ક્હેશો નહીં,

હું મને ના ઓળખાયો, કોઈને ક્હેશો નહીં.



આંખને બદલે હૃદયથી એ મને વાંચી ગયો,

મેં અભણ એને ગણાવ્યો, કોઈને ક્હેશો નહીં.



શબ્દ કેવળ દૃશ્યથી કૈં શ્લોક થઈ જાતો નથી,

ક્રોંચવધ હું જોઈ આવ્યો, કોઈને કહેશો નહીં.



બસ ખુશીથી જાળમાં એ માછલી કૂદી પડી,

જીવ પાણીથી ધરાયો, કોઈને કહેશો નહીં.



આયનો પ્રતિબિંબ મારું જોઈને બોલ્યો હતો,

જાતમાં…

Continue

Added by bhavik kama on January 5, 2014 at 8:04pm — No Comments

જીવનને જીવવાની તો કદી નવરાશ પણ નહોતી, મળ્યો કેવી રીતે બેફામ મરવાનો સમય તમને ?

સતત ઝંખ્યા કરે છે રાતદિન મારું હૃદય તમને,

થશે તમને ય આવું, થઇ જશે જ્યારે પ્રણય તમને.



હું તમને સાથ દેવા એટલા માટે જ આવ્યો છું,

કદી લાગે ન મારી જેમ એકલતાનો ભય તમને.



મહોબ્બતમાં મને મારો જ આ સદગુણ નથી ગમતો,

કશું કહેવા નથી દેતો કદી મારો વિનય તમને.



મને એથી જ કંઇએ દુઃખ નથી મારા પરાજયનું,

ખુદાની પાસે મેં માગ્યું હતું આપે વિજય તમને.



જગતમાંથી હવે હું જાઉં છું સર્વસ્વ…

Continue

Added by bhavik kama on January 2, 2014 at 10:39pm — No Comments

પણ ત્યાં સુધીમાં હું હસવાનું ભૂલી જઈશ તો?

વાવાઝોડું તો પસાર થઈ જશે
સમય પડખું પણ બદલશે
શનિ દશા, રાહુ અન્તર દશા જશે ને
ગુરુ ધીમાં ધીમાં પગલાં પણ મૂકશે પ્રાંગણમાં
વાદળો તો ખસશે આકાશમાંથી
પણ સૂરજના ઊગવામાં હું
શ્રદ્ધા ખોઈ બેસીશ તો?
શાણા માણસો કહે છે:
બધું ઠીક થઈ જશે થોડા સમયમાં,
પણ ત્યાં સુધીમાં
હું હસવાનું ભૂલી જઈશ તો?

-વિપિન પરીખ

Added by bhavik kama on December 28, 2013 at 1:10pm — No Comments

જીવન માં એક જ ભૂલ હમેંશા કરુ છું, લાગણીશીલ છું એટલે બધાને યાદ કરુ છું.

ફુલ છું પણ પાંદડા પર વિશ્વાસ રાખુ છું,
ઝીંદગી છું પણ મોત પર વિશવાસ રાખુ છું,
જીવન માં એક જ ભૂલ હમેંશા કરુ છું,
         લાગણીશીલ છું
    એટલે બધાને યાદ કરુ છું.

Sometime feeling like being more sentimental is your weakness and the same thing become your strength.

What i experienced is that its depends on the person with whom that sentiments attached.. :)

Added by bhavik kama on December 28, 2013 at 12:22pm — 2 Comments

ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા, શું આંસુનો ભૂતકાળ હતો – શું આંસુનાં પણ નામ હતાં.

ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા,

શું આંસુનો ભૂતકાળ હતો – શું આંસુનાં પણ નામ હતાં.



થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,

ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.



હું ચાંદની રાતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,

કંઈ મંઝિલ પણ મશહૂર હતી – કંઈ રસ્તા પણ બદનામ હતાં.



જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,

બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.



પેલા ખૂણે બેઠા છે એ…

Continue

Added by bhavik kama on December 25, 2013 at 10:34pm — No Comments

અનુભવ ખુબ દુનિયાનો લઇને હું ઘડાયો’તો, ખબર ન્હોતી તમારી, આંખ મુજને છેતરી જાશે.

ચમન તુજને સુમન, મારી જ માફક છેતરી જાશે,

પ્રથમ એ પ્યાર કરશે, ને પછી જખ્મો ધરી જાશે.



અનુભવ ખુબ દુનિયાનો લઇને હું ઘડાયો’તો,

ખબર ન્હોતી તમારી, આંખ મુજને છેતરી જાશે.



ફના થાવાને આવ્યો’તો, પરંતુ એ ખબર ન્હોતી,

કે મુજને બાળવા પ્હેલાં , સ્વયમ્ દીપક ઠરી જાશે.



ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,

હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે.



મરણની બાદ પણ ‘કૈલાસ’ ને બસ રાખજો એમ…

Continue

Added by bhavik kama on December 23, 2013 at 10:22pm — No Comments

રોજ બદલ્યો મને થોડોથોડો, ને હવે કહે છે ‘તું બદલાઈ ગયો’!

દર્દ જીરવી ગયો, ગમ ખાઈ ગયો,
એક પ્રસંગ એ રીતે સચવાઈ ગયો…

સાચુ બોલ્યો તો વગોવાઈ ગયો,
જૂઠ કહેવા જતાં પકડાઈ ગયો…

સાવ ખૂણામાં મને નાખી દઈ,
પૂછે છે ‘કેમ તું નંખાઈ ગયો?’…

રોજ બદલ્યો મને થોડોથોડો,
ને હવે કહે છે ‘તું બદલાઈ ગયો’!

એનું પથ્થરપણું વધતું જ ગયું,
પાંચ માણસમાં જે પુજાઈ ગયો…

જે સતત સ્વપ્નમાં રમમાણ રહ્યો,
આખરે ઊંઘતો ઝડપાઈ ગયો…

- હેમંત પુણેકર

Added by bhavik kama on December 22, 2013 at 10:11pm — No Comments

કેમ દિલને રોજ ખોટું લાગતું? પ્રેમથી સાચું મનાવે તો કહું.

લો, કરું કોશિશ ને ફાવે તો કહું,*

લાગણી થોડી બતાવે તો કહું.



કેમ દિલને રોજ ખોટું લાગતું?

પ્રેમથી સાચું મનાવે તો કહું.



યાદમાં રાખે બધા તો શું નવું?

કલ્પના ભીતર સમાવે તો કહું.



નાં સુણાવો ધર્મગીતા યુદ્ધ મહી,

પ્રેમગીતા તું સુણાવે તો કહું.



કેદમાં તું અક્ષરોને રાખમાં,

શેર, ગઝલોમાં ચણાવે તો કહું.



...પ્રશાંત…

Continue

Added by bhavik kama on December 22, 2013 at 1:09pm — No Comments

આપણો દેશ ‘ને રાજ પણ આપણું પોતાનું, એ સાચું છે પણ અફવા જેવું લાગે છે… - ખલીલ ધનતેજવી

ત્યાગમાં ક્યાં કંઇ મહિમા જેવું લાગે છે,

ભઇ આમાં તો હસવા જેવું લાગે છે…

આજે કોઇ જોઇ રહ્યું છે મારા તરફ,

આજે કંઇ ઝળહળવા જેવું લાગે છે…

એક દિવસ તો ખાબોચિયાએ પૂછ્યું મને,

મારામાં કંઇ દરિયા જેવું લાગે છે…

ભઇ આ તો છે મંદિર મસ્જિદ જેવું કશું,

પાછો વળ, અહિં ખતરા જેવું લાગે છે…

આપણો દેશ ‘ને રાજ પણ આપણું પોતાનું,

એ સાચું છે પણ અફવા જેવું લાગે છે…

ચાલ ખલિલ, આ અંધારાને ખોતરીએ,

આમાં કંઇ અજવાળા જેવું લાગે છે… - ખલીલ ધનતેજવી

Added by bhavik kama on December 21, 2013 at 5:00pm — No Comments

હવે જિંદગીભર રૂદન કરવું પડશે, કે મોકા પર આંખોમાં આંસુ ન આવ્યા -મરીઝ

જુઓ શી કલાથી મેં તમને છૂપાવ્યા !

ગઝલમાં પણ આવ્યા તો નામે ન આવ્યા.



હવે જિંદગીભર રૂદન કરવું પડશે,

કે મોકા પર આંખોમાં આંસુ ન આવ્યા.



સફળતાના કિસ્સામાં રંગ લાવવાને,

કહો એ પ્રસંગો તમે જ્યાં ન ફાવ્યા.



જીવન આવું ટૂંકું ને લાંબી પ્રતીક્ષા,

મેં તેથી પળેપળનાં વર્ષો બનાવ્યાં.



તમે પણ કોઈ વાત મનથી ન કીધી,

અમે પણ કોઈ વાત મનમાં ન લાવ્યાં.



કદી એને મળશું તો પૂછી લઈશું,

વચન કોને દીધાં, ને ક્યાં જઈ નભાવ્યાં ?



‘મરીઝ’ આવું સુંદર લખે…

Continue

Added by bhavik kama on December 19, 2013 at 9:31pm — No Comments

છો ને હુ રહ્યો ફક્ત મંત્રણા માં જ તમારી, પણ તમને તો મુક્યા છે શમણાં માં અમારી - ભાવિક

My First creation ..

Something i never expect from me was  i ever write something???... hehehe... please bear it if in case its not good...just a first try..

છો ને હુ રહ્યો ફક્ત મંત્રણા  માં જ તમારી,

પણ તમને તો મુક્યા છે શમણાં માં અમારી,



હજી હમણાં જ તો મન​વ્યુ દિલ ને કે બધિ ભ્રમણાં જ છે અમારી,

પણ એમની એક નજર થી પાછું લાગ્યુ કે શુ આ જ પ્રસ્તાવના છે તમારી,



નહિ તો આવી રિતે જ કંઈ થોડી લખી દે ‌‌‌‌"ભાવિક",

કઇક‌ અલગ જ જાદુ રહ્યો…

Continue

Added by bhavik kama on December 9, 2013 at 11:54pm — 4 Comments

મારા હ્રદયમાં છે જ તું, ભટક્યા નહીં કરું , હું મંદિરોમાં જઈને તપસ્યા નહીં કરું.

મારા હ્રદયમાં છે જ તું, ભટક્યા નહીં કરું;
હું મંદિરોમાં જઈને તપસ્યા નહીં કરું.

તકદીરમાં હશે તો તું મળશે જ એક’દિ,
તું જોઈએ જ એવી હું ઈચ્છા નહીં કરું.

હું આદમી છું આદમી રૂપે જ મસ્ત છું,
સૂરજ થવાને માટે સળગ્યા નહીં કરું.

-પ્રમોદ આહિરે

Added by bhavik kama on December 8, 2013 at 5:33pm — No Comments

સ્પર્શ કેવળ તે કર્યો એની અસર જો , હું મને પણ હાથથી ખોઈ ચુક્યો છું .

ચાહવાની ક્ષણ બધી ખોઈ ચુક્યો છું ,

લાગણી એ આંખની ખોઈ ચુક્યો છું.



સ્વપ્નમાં દૃશ્યો બધા સારા હતા પણ ,

રાત તારાથી મઢી ખોઈ ચુક્યો છું .



હુંફ ,પીડા ,પ્રેમ ,ઝગડા એ બધું યે,

રૂપ ઈશ્વરનું ધરી ખોઈ ચુક્યો છું .



શ્વાસ ને બદલે તને શ્વસતો રહ્યો હું ,

એટલે લાગ્યું નહી ખોઈ ચુક્યો છું .



સ્પર્શ કેવળ તે કર્યો એની અસર જો ,

હું મને પણ હાથથી ખોઈ ચુક્યો છું .



~પીયૂષ…

Continue

Added by bhavik kama on December 8, 2013 at 3:02pm — No Comments

ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર, તું કેવો અક્સ્માતથી સર્જાય છે ઈશ્વર. સૌમ્ય જોશી

ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર,

તું કેવો અક્સ્માતથી સર્જાય છે ઈશ્વર.

હેઠો મૂકાશે હાથને ભેગા થશે પછી જ,

કોશિશ જ્યાં પતે ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર.

જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકાં,

લાગે છે તને દૂરનાં ચશ્માં ય છે ઈશ્વર.

કે’ છે તું પેલા મંદિરે છે હાજરાહજૂર,

તું પણ શું ચકાચોંધથી અંજાય છે ઈશ્વર ?

થોડા…

Continue

Added by bhavik kama on December 8, 2013 at 3:00pm — No Comments

એ ફોન પણ કરતો નથી કે ફેક્સ પણ કરતો નથી

you know...

if a writer can praise the god with their words..then sometime those hand can even write something just as a taunt to the god...

I  believe in god..mostly all people believe in god..

But the incidents like the one happen in KEDARNATH or anywhere else where some innocent people just loss their life without any guilty then always we think that ....

Ohhh ... Why This??? Whats the…

Continue

Added by bhavik kama on December 6, 2013 at 12:30am — No Comments

Monthly Archives

2014

2013

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service