Made in India
તે આપેલા દર્દ ને ચા સમજી ને પીવું ખુબ ગરમ પડ્યું ... ,
ઠારવા ની ફૂંક માં બધા શ્વાસ ખર્ચાય ગયા , તોય દાઝી ગયો !!
સ હ જ
Added by simply S A H A J on June 29, 2013 at 8:56am — No Comments
અગાસીએ દોરી ઉપર ભીના કપડા ને ટીંગાયેલા જોઈ ને ... ,
નીતરતી મારી આંખો ને કોઈક નો નાજુક ખંભો યાદ આવ્યો ... !!
- સહજ
Added by simply S A H A J on June 29, 2013 at 8:55am — No Comments
તને " મંઝીલ " બનાવી પામવા માં શું કમાલ ??
તો ચાલ , તું અજાણ્યો રસ્તો બની જા ,
અને હું બસ " ભટકી " જાવ તો કંઈક મજા આવે !!
- સ હ જ ...
Added by simply S A H A J on June 29, 2013 at 8:54am — No Comments
હૃદય માં લાગણીઓની તબાહી ખરેખર "પુષ્કળ" પ્રમાણ માં થઇ છે ,
પણ , "સતાવાર-આંકડા" ની જેમ પ્રગટ હમેશા ઓછી જ કરું છું ... !!
- " સ હ જ "
Added by simply S A H A J on June 29, 2013 at 8:53am — No Comments
कुछ सुलगती यादों को …
सिगारेट बना के पी ली …
फिर दिल के किसी सख्त हिस्से में ,
उसे मसल कर बुझा दी …
उसका धुंवा आज भी अश्क बनकर ,
कभी कभी इन आँखों से निकलता है …
और कुछ तस्वीरे धुंधली सी दिखने लगती है …
" स ह ज "
Added by simply S A H A J on June 29, 2013 at 8:52am — No Comments
એક બે પીછા નો ભાર હોઈ ,તો ખંખેરી ને ઉડી શકાય .,
પણ ફેલાવું પાંખો અને એમાજ વજન હોઈ તો હું શું કરું ... ?
- સહજ
Added by simply S A H A J on June 29, 2013 at 8:51am — No Comments
તું ફૂલ બની ને ખીલી ને મહેકતી રહેજે તારી મૂળ જગ્યા એ ... ,
હું તને પામ્યા વગર પણ શ્વાસ માં તારી સુગંધ ને ભરી લઈશ ... !!
મારા સપના માં રોજ રાતે હું રૂબરૂ તારા માં ભળી જઈશ ... ,
મારા જીવન માં તારી ગેરહાજરી થી હું આમ હવે લડી લઈશ ... !!
" સ હ જ "
Added by simply S A H A J on June 24, 2013 at 8:47am — No Comments
"ઘટના" એવી હતી કે આંખો માં ઉગ્યું "ગુલાબ".....
એ પછીના "બનાવો" બધા "સુગંધિત" હતા .... !!!
- સ હ જ
Added by simply S A H A J on June 23, 2013 at 9:49am — No Comments
"પાણી" જેવો સ્વભાવ છું ,પારદર્શક એક પ્રવાહી છું ..,
ડૂબવું હોઈ તો "દરિયો" છું ,ઊછળતો અને ગહેરો છું ..,
પીવા ની જો તલપ હોઈ તો હું એક મીઠી "તરસ" છું ..,
સમજી શકો તો "જળ" છું ,ના સમજો તો " જડ " છું .. !!
" સ હ જ "
Added by simply S A H A J on June 23, 2013 at 9:48am — No Comments
તું ખુદ સલામત નથી તારા જ "શહેર" માં ..
તું પોતે પણ તણાયો તારા જ "કહેર" માં ..
જ્યાં માનતા ઉતારી અને પ્રસાદ ધરાતો ,
એજ મંદિર માં ભક્તો ની જિંદગી હોમાણી ..
ગંગા તને પવિત્ર હવે કોણ માનશે ?
કેટલી ડૂબી લાશો એ હવે કોણ ગણશે ?
"અસ્થી" ની બદલે તે "આસ્થા" પધરાવી,
ગંગા તે ભાન ભૂલી ને કેમ મર્યાદા વટાવી ?
" સ હ જ "
Added by simply S A H A J on June 21, 2013 at 9:30pm — No Comments
આ તારી આંખો ના બાણ , ને નજરું ના તીર ...
તારા હોંઠો ની તલવાર , ને ધાર કાઢેલું " સ્મિત "
કેશુઓ ના કાફલા અને ઉડતી "લટો" નું લશ્કર ...
આમંત્રણ એક મુલાકાત નું છે કે પછી " જંગ " નું ?
જરા'ક ચોખવટ કરી દે તો ખબર પડે કે ....
મારે "મળવા" આવવાનું છે કે " મરવા " ... !!!
- સ હ જ -
Added by simply S A H A J on June 21, 2013 at 8:58am — No Comments
આ ઉબડ-ખાબડ રસ્તા ઓ જિંદગી ના હવે મને માફક આવી ગયા છે ,
તારા "નામ" નો ખાડો પણ હું તારવી જઈશ "ગતિ" જરાક "ધીમી" કરી ને .. !!
- સ હ જ -
Added by simply S A H A J on June 21, 2013 at 8:57am — No Comments
પ્રેમ નું " ગ્રામર " તને જો બહુ અઘરું લાગતું હોઈ તો .. ,
કાના-માતર વગર ના આ " સ હ જ " ને પહેલા તું સમજી લે .. !!
સ હ જ
Added by simply S A H A J on June 21, 2013 at 8:57am — No Comments
આ ખુલ્લી કિતાબ ના પન્ના ને હવા પણ નહિ ફેરવી શકે ,
મેં વાર્તા ના પ્રકરણમાં તારા ઉલ્લેખ ને બહુ ભાર આપ્યો છે .. !!
સ હ જ
Added by simply S A H A J on June 21, 2013 at 8:56am — No Comments
બ્લેક-બોર્ડ ઉપર ચોક થી દોરેલો ખોટો વરસાદ નહિ ,
મને મારી અગાસી એ ગોરંભાયેલું એક આકાશ આપો ...!!
ડેલી એ ટપાલી હસ્તક નું તારું કોઈ પોસ્ટ-કાર્ડ નહિ ,
મારા બારણે તારા આગમન નો રૂબરુ એક ટકોરો આપો ...!!
દિલાસા નું માસ્ક પહેરી ને મારા ખભે હાથ મુકો નહિ ,
નેચરલી સ્માઈલ સાથે જરાક સાથ અને સહકાર આપો ..!!
સ હ જ
Added by simply S A H A J on June 21, 2013 at 8:55am — No Comments
પ્રેમ નાં રોગ નો ઈલાજ હું કરી લઈશ ,
એ હૃદય મારા .. તું ચિંતા ના કર ... !!
"ખારાશ" બની ને વહી જશે બધું દરદ ,
અશ્કો થી ઉપચાર ની આ પદ્ધતિ
હવે , મને પણ 'સહજ' આવડે છે .... !!
- સ હ જ
Added by simply S A H A J on June 21, 2013 at 8:51am — No Comments
એક હાથ માં "છત્રી" અને બીજા હાથ માં પલળવાની "ઈચ્છા"
જો હવે ... આ વરસાદ તો આવ્યો ....
હવે તું આવ તો ઈચ્છા ખોલું .... અને નાં આવ તો છત્રી .... !!
- સ હ જ
Added by simply S A H A J on June 16, 2013 at 2:50pm — No Comments
मेरी ग़ज़ल में तेरा ज़िक्र होना बहोत ज़रूरी है ..
सिर्फ़ ... ,
लफ्जों के पुर्ज़े जोड़ के जो लिखा जाये उसमे वो " वाह -वाह " कहाँ ??
- स ह ज -
Added by simply S A H A J on June 16, 2013 at 12:20pm — No Comments
માત્ર સુઈ જવા થી ક્યાં સવાર પડે છે ?
સુવા થી તો ફક્ત રાતો પસાર થાય છે ,
"સવાર" માટે તો મિત્રો "જાગવું" પડે છે . !!
- સ હ જ -
Added by simply S A H A J on June 16, 2013 at 12:17pm — No Comments
તારે જો તારું પલડું ઊંચું જ રાખવું હોઈ તો ... ,
બીજા પલડા માં હું મારા હૃદય નો "ભાર" મૂકી દઉં .. !!
- સ હ જ -
Added by simply S A H A J on June 16, 2013 at 12:16pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service