Aarti Bhadeshiya's Blog (67)

આજના યુગની મુશ્કેલ ભરી ઓળખ..!

અસહનશીલતા.........!
સહન થતુ નથી કે.......,
કરવું નથી ?

અણસમજ.............!
સમજ શક્તિ નથી કે.....,
સમજવું નથી ?

અવિશ્વાસ.................!
વિશ્વાસ રાખવો નથી......,
કે કરાતો નથી ?

આરતી ભાડેશીયા.(12.12.2013)

Added by Aarti Bhadeshiya on December 12, 2013 at 6:20pm — No Comments

શરદ પૂનમની સૌને શુભકામનાઓ.................

આજે રૂળી શરદ પૂનમની રાતળી,
ચંદ્ર રેલાવે આજ શીતળની ચાંદની.

પૂર્ણિમાં બની શ્વેત પ્રકાશની રાતળી,
કુદરતની કવિતાનું સૌદર્ય એ પામતી.

આરતી ભાડેશીયા.(18.10.2013)

Added by Aarti Bhadeshiya on October 18, 2013 at 4:42pm — No Comments

ચંચળ ચિત્ત

આ ચંચળ ચિતડું ભટકતું રહે છે ભાગી ભાગી,
વાસ્તવિક જીવન કાલ્પનિક સુખમાં રાજી રાજી.

આ ચંચળ ચિતડું સુખદ ભ્રમમાં રહે જારી જારી,
કાલ્પનિક જીવન ઈચ્છાનો શોર કરે ભારી ભારી.

આરતી ભાડેશીયા.(15.10.2013)

Added by Aarti Bhadeshiya on October 15, 2013 at 7:24pm — No Comments

સાચો વિજેતા.......

ધ્યેય કેવળ જીતનું નહી, ઈજ્જતનું પણ રાખો,
કપટવેળાથી પડતી આવી, ઊભો ન થયો પાછો.

ખરાબ ઘટનાને ભુલી જઈ આગળ વધતાં રહો,
અન્યાયી સામે બદલા માટે સમયને ના ખર્ચો.

સમય અને ટેલેન્ટથી પણ સેવાની તક ના છોડો,
“થોડામાં પણ ઘણું જ છે”, એવી ક્ષમતા પામો.

આરતી ભાડેશીયા.(11.9.2013)

Added by Aarti Bhadeshiya on September 11, 2013 at 6:02pm — No Comments

વરસાદનું પુર્નઆગમન..........................,

સૌ કોઈએ વિચાર્યુ !

આ વરસાદ ક્યાં ખોવાયો ?

કાળા વાદળોને ફર્માયુ !

આ વરસાદ ક્યાં રોકાયો ?

પંખીના કિલ્લોલે ઉચાર્યુ !

આ વરસાદ ક્યાં સમાયો ?

તરસતી ભૂમિથી કહેવાયું !

આ વરસાદ ક્યાં સમાયો ?

મેધનું થયું આગમન સવાયું !

વરસાદથી આનંદ છવાયો.

આરતી ભાડેશીયા.(24.8.2013)

 

Added by Aarti Bhadeshiya on August 24, 2013 at 5:02pm — No Comments

ઈશ્વર છે કે નહી ?

ઈશ્વર છે કે નહી ? તે ભેદ ઉકેલાતો નથી,

આસ્તિક ને નાસ્તિકમાં છેદ સંકેલાતો નથી.

આસ્તિક તને શોધતાં-શોધતાં થાકતો નથી,

નાસ્તિક શોધવા માટે ક્યાંય ભાગતો નથી.

ગીતામાં કહ્યુ છે કે...................................,

ભક્ત-જ્ઞાની જીવમાત્રમાં મને જોયા વિના રહેતો નથી,

શ્રધ્ધા હોય પુરી તો કણેકણમાથી હું કદી ખસતો નથી.

આરતી ભાડેશીયા.(23.8.2013)

 

Added by Aarti Bhadeshiya on August 23, 2013 at 5:05pm — No Comments

રક્ષાબંધનની શુભકામનાઓ.................,

સૂતરના તાંતણામાં કશુંક રહસ્ય ગૂંથાયુ,

આવા તંતુ ભેગા કરીને રક્ષાસુત્ર રચાયુ.

રાખડીએ રક્ષણકેરા પ્રેમનું મહત્વ અપાયુ,

કાચા કેવાતા દોરાએ અતૂટ બંધન બનાયુ.

આરતી ભાડેશીયા.(20.8.2013)

 

                                                                  

Added by Aarti Bhadeshiya on August 20, 2013 at 7:28am — No Comments

માનવ જીવનની રચના.............,

સવારે ઊઠતાં જ નિત્ય કર્મ કરૂ છું,
સુ:ખ-દુ:ખની જોડને પ્રેમથી સહું છું.

જીવન ર્નિવાહ માટે ખુણે-ખુણા ફરૂ છું,
દુનિયાના ખુણેથી ઘણું બધુ ચરૂ છું.

ક્યારેક વાચેલું, ક્યારેક જોયેલું વર્તુ છું,
ક્યારેક સારા કર્મોમાં નિમિત હું બનું છું.

ચોવીસ કલાકના આ વર્તુળમા રહું છું,
એક ક્ષણતો રોજ મારા માટે જીવું છું.

આરતી ભાડેશીયા.(18.8.2013)

Added by Aarti Bhadeshiya on August 18, 2013 at 6:41pm — 1 Comment

કહેવત............

પહેલા કહેવાતું હતું કે.................,
ચડતાં દિનનું પારખું, નિત આવે મે’માન,
પડતા દિનનું પારખું, ઘર ના’વે શ્વાન.

આજે કહેવાય છે કે.................,
ચડતાં દિનનું પારખું, ધનવાન બને મે’માન,
પડતા દિનનું પારખું, ઘરમાં રહે શેતાન.

આરતી ભાડેશીયા.(13.8.2013)

Added by Aarti Bhadeshiya on August 13, 2013 at 11:56am — No Comments

શ્રાવણમાં રાધાકિશનનો ઝૂલાઉત્સવ.................!

શ્રાવણમાસમાં રાધાકૃષ્ણને, ઝૂલાવાય જો,
પ્રીયા-પ્રીતમનો ઝૂલાઉત્સવ, ઊજવાય જો.

સુંદર પોષાકમાં શોણે શણગાર, પહેરાય જો,
ફળ,ફુલ,પાન અને શાકથી ઝુલો, સજાય જો.

હર્ષોલ્લાસથી વિધ-વિધ પકવાન, ધરાય જો,
માખણ અને મિસરી તો હરી રોજ, ખાય જો.

સાંયકાળે ધૂપ-દીપ કેરી આરતી, કરાય જો,
ભક્તો મંજીરાસહ રાધારમણ ગાન, ગાય જો.

મંદીરે અબીલ-ગુલાલ કેરા રંગો, છંટાય જો,
ચારેકોર ભક્તોને હૈયામાં હેત, ઊભરાય જો.

આરતી ભાડેશીયા.(9.8.2013)

Added by Aarti Bhadeshiya on August 9, 2013 at 8:17am — No Comments

શરૂ થયેલા શ્રાવણ માસની સૌ મિત્રોને શુભકામનાઓ.........,

શિવે પહેલીવાર સાંભળેલો શબ્દ એટલે “ૐ” .
સૃષ્ટિનો સૌથી પ્રાચીન અક્ષર એટલે “ૐ” .
વિશ્વનાં સર્જન વખતે સંભળાયેલો પહેલો અવાજ એટલે “ૐ” .
પ્રાચીનકાળમાં સહુથી પવિત્ર ગણાતો નાદ એટલે “ૐ” .
સૂર્યવંશી અને ચંદ્રવંશીની એકતા માટે બનાવેલ પ્રતીક એટલે “ૐ” .

Added by Aarti Bhadeshiya on August 7, 2013 at 12:07pm — No Comments

ઘટના..........!

માણસ રેતરૂપી દરીયામાં ઉતર્યો,

ડૂબતાં મૃત બની ઘટનામાં ફરર્યો.

ઘટના એટલે વહેતો કે ખૂટતો પડીયો,

પાંપણ અડતાં જ થાય આસુંનો દરીયો.

ઘટના એટલે કૂદતો કે ફૂટતો ફુગ્ગો,

રસ્તે પડેલ ફુલ કે પથ્થરનો ઢગલો.

ઘટના એટલે ભુલથી ચાલેલ રસ્તો,

પડછાયા કેરી છાયારૂપે એ ફરતો.

આરતી ભાડેશીયા.(5.8.2013)

Added by Aarti Bhadeshiya on August 5, 2013 at 6:53pm — No Comments

સૂર્યોદયનો સમય.......................!

રોગ અને શત્રુને ઊગતાં ડામી દઈએ,
પ્રેમને ભરોસાથી જીવનમાં પામી લઈએ.

મનમાં ઊઠતી નીરાશાને કાઢી દઈએ,
ઊગતાં સુર્યમાં જ આશાઓ પામી લઈએ.

આરતી ભાડેશીયા.(2.8.2013)

Added by Aarti Bhadeshiya on August 2, 2013 at 6:59am — No Comments

ખાડો ખોદે તે જ પડે..........!

ગામની પાસે સુંદર એક તળાવ,

તળાવની પારે મોટાં-મોટાં ઝાંડ.

બાળકો ત્યાં કરે આનંદ અપાર,                             

પક્ષીઓના માળાનો નહીં પાર.

સૌ પક્ષીમાં  હંસલો ગુણવાન,

કાગળો કરે  ઈર્ષાનો ગુણગાન.

હંસને મારવા કાગ થયો તૈયાર,

યુક્તિ સુજતાં બીછાવી એક જાળ.

ચરકીને ઉડ્યો શિકારીના શીર,

નજરે ચડ્યો હંસલો ત્યાં સ્થિર.

શિકારીએ ધનુષે ચડાવ્યું તીર,

ત્યાં કર્યો વિંછીએ પગ પર વાર.

ઝેર ચડતાં થયો એ ભયભીત,

નિસાન ચુકતાં કાગ…

Continue

Added by Aarti Bhadeshiya on July 27, 2013 at 3:43pm — No Comments

આજનો સુંદર મૌસમ.........

વાદળો.......,
ઘેરાયેલા વાદળો તો વરસ્યાં રે લોલ....,
કાળા બની આજે કળક્યાં રે લોલ.......

મેઘરાજા........,
મેઘરાજા મન મુકી વરસ્યાં રે લોલ....,
ડેમોને પાણી ખુબ પીરસ્યાં રે લોલ.....

લોકો..........,
વીજળીથી થોડા સૌ ડરયાં રે લોલ.....,
પણ પાણીમાં છબછબયાં કર્યા રે લોલ....

આરતી ભાડેશીયા.(24.7.2013)

Added by Aarti Bhadeshiya on July 24, 2013 at 11:35am — No Comments

સુકાઈ ગયેલા વૃક્ષની યાદો......!

લીલીછમકેરી છાયામાં, લોકો કરતાં આરામ,

ડાળીઓ વચ્ચે માળામાં, પંખી કરતાં વસવાટ.

વાનરકેરી ટોળી ખાતી, કાચાં-પાકાં ફળફૂલ,

બાળ વાનર ચિચિયોરીઓથી, કરતાં કૂદાકૂદ.

થતું કષ્ટ જ્યારે ડાળીએ, વાનર હિંચકા ખાતાં,

વૃક્ષો એમની ખુશીમાં, આનંદવિભોર બનતાં.

ના અંબાતા પશુંઓ ખાતાં, ખરેલ પાનનો કચરો !

એ દિવસોને યાદ કરવાનો, ના રહ્યો હવે ફાયદો.

કુહાડીકેરા ઘા થકી, ઠૂંઠામાં મને બદલાવ્યું,

છાયા આપતા છત્રને, શત્રુ બની…

Continue

Added by Aarti Bhadeshiya on July 20, 2013 at 12:11pm — 1 Comment

આજના યુગનો વેગ........!

કાળની ગતિ આજકાલ વધતી જાય છે,
ઈતિહાસનો વેગ આ યુગમાં સો ગણો થાય છે.

જૂનું તે જલદી ને જલદી તે જૂનું બનતું જાય છે,
નવા પ્રશ્નો ઉકેલવા નવી બુદ્ધિનો આંક મપાય છે.

નવા યંત્રો ચલાવવા અતિ આવડત મંગાય છે,
નવી વિશ્વરચના કરવાં નવી હિંમત રચાય છે.

આરતી ભાડેશીયા.(17.7.2013)

Added by Aarti Bhadeshiya on July 17, 2013 at 6:31pm — 1 Comment

ભયંકર.........!

ઝેરી પ્રાણી જ ભયંકર નથી....!

ઝેરી વાણી પણ ભયંકર જ છે….!

જેમ જાનહાની કરવા સજ્જ કરે એજ “ અહં ” ભયંકર નથી......!

કોઈની પણ સાથે ‘તોડવા’ મનને તૈયાર કરે, એ “ અહં ” પણ ભયંકર જ છે....!

Added by Aarti Bhadeshiya on July 15, 2013 at 6:29pm — 1 Comment

થોડી સચ્ચાઈ.........!

કઠણ પદાર્થોને ખાવાની શક્તિ માંગે તે; “ આગ ”

સર્વ દોષોને પીવાની ઈચ્છા જગાવે તે; “ પ્રેમ ”

સુંદર ધરતી પર ઝેરકેરાં ઝાડ વાવે તે; “ દુ:ખ ”

સર્વ જીવોને પ્રેમ આપવાનું સર્જન કરે તે; “ માં ”

આરતી ભાડેશીયા.(11.7.2013)

 

Added by Aarti Bhadeshiya on July 11, 2013 at 11:36am — 1 Comment

અષાઢી બીજ...........!

આજે છે રૂળી અષાઢી બીજ,
ચડે આજે ભગવાન રથને શિર,
ફરતે થાય આજે ભક્તોની ભીડ,
ઊભરતી એમાં કલાઓની ગીચ,
મગ અને જાંબુના પ્રસાદની રીત,
આજે તો વરસે જ મેહુલાની પ્રીત,
આજે છે રૂળી અષાઢી બીજ.

આરતી ભાડેશીયા.(10.7.2013)

Added by Aarti Bhadeshiya on July 10, 2013 at 9:43am — No Comments

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service