Naresh h. solanki's Blog (18)

geet --- naresh solanki

સર સર સરી પડ્યો એ વાતનો લીસ્સો પરપોટો લે તને દઉ

ધુમ ધતીંગ ધમ ધમ થાતો અટવાતો આ ઓટો લે તને દઉ



ખરી પડ્યાનુ સુખ પીપળનુ પાન હવાની હરખે હરખે ફરકે

કોઇ અજાણી કીડી આતમરામ બનીને હળવે હળવે સરકે



ખખડેલા ખંડેરે લટકત ટળવળ ખળભળ ફોટો લે તને દઉ



પાસડીયું તોડી મલક તો મોય દાંડીયે રમતુ બોલો તમે થવાના રાજી

વાત વિષયને વસ્તુ નામે તાંદુલ ક્યાં તો કહી દઉ હળવેથી નાજી



ખખડાવ્યો જે આગળ પાછો એ…

Continue

Added by naresh h. solanki on May 29, 2013 at 1:13am — 1 Comment

geet---- naresh solanki

અમે મુઠ્ઠી ભરીને વ્હાલ વાવ્યુ તું કાલ આજે ગાડુ ભરીને પાક લણશું

કલબલતા નેવે રોજ સુરજ દદડે છે એની ભીની આંગળીયુંને ગણશું



પાનેતર ઓઢીને બેઠેલા જીવતરની માથેથી બેડુ ઉતારશું

બેઉ કાંઠે ઢોળાતા સુખદુખના પુર વચ્ચે નાનકડી હોડીને તારશું



અમે હાથ હાથ દઇ રોજ ઇંટુ ઉપાડીને નાનકડી મેડીને ચણશું 

અમે મુઠ્ઠી ભરીને વ્હાલ વાવ્યુ તું કાલ આજે ગાડુ ભરીને પાક લણશું



ચીતરેલી ભીંત ઉપર આખુ આકાશ કૈં કંકુ…

Continue

Added by naresh h. solanki on May 19, 2013 at 9:03am — No Comments

gazal --- naresh solanki

यु तो सब अपने घर में हे
देखे तो जिंदा कबर में हे

छु छु कर बता रही हे सबकुछ
अन्धेरी रात सफर में हे

वहा बैठकर बातें करता हूँ
इंसानीयत सुके सजर में हे

आँसू के भुकंप की बातें
सुब्ह की पहेली ख़बर में हे

बात फैलायी तेरे आने की
एक धुंध सारे नगर में हे

-- नरेश सोलंकी

Added by naresh h. solanki on April 23, 2013 at 1:49am — No Comments

gazal--- naresh solanki

યે કૈસા રોના ધોના હૈ
જો હોના હે વો હોના હૈ

મૈને દેખા લડતે સબકો,
મજહબ કોઇ ખિલોના હૈ?

તેરે સપને નુકીલે હૈ
અબ જાઓ મુજકો સોના હૈ

અંધેરે કી ખુશ્બુ ફૈલી
વો મેરે મન કા કોના હૈ.

મુફ્ત ભી કોઇ લે ન પાયા
જો તેરી બાતે સોના હૈ.

--- નરેશ સોલંકી

Added by naresh h. solanki on April 20, 2013 at 2:07am — No Comments

farithi

ફરીથી

ચકલીએ ઉપાડી

સુક્કીભઠ્ઠ સળી સુર્યની

રજોટાયેલ અજવાળુ ઉપાડે મજુર ટૉપલીમા

કર્કશ વાદળુ બારીઓમા ડોકા તાણે

મો સુજેલુ મોંસુંજણુ રડે

દારુની ગંધ ફુલો પર 

નક્કર હકીકતની માખીઓ અખબાર પર મણમણે

ચા નહી લોહી પીવે ઘરની ઉદાસી

બારણુ ખોલવાનો ભય ચશ્મા સંતાડે

કેવુ જીવ્યા બતાવે લાઇટ બીલ

મારી તારી…

Continue

Added by naresh h. solanki on April 18, 2013 at 2:00pm — No Comments

ફરીથી

ફરીથી

ચકલીએ ઉપાડી

સુક્કીભઠ્ઠ સળી સુર્યની

રજોટાયેલ અજવાળુ ઉપાડે મજુર ટૉપલીમા

કર્કશ વાદળુ બારીઓમા ડોકા તાણે

મો સુજેલુ મોંસુંજણુ રડે

દારુની ગંધ ફુલો પર 

નક્કર હકીકતની માખીઓ અખબાર પર મણમણે

ચા નહી લોહી પીવે ઘરની ઉદાસી

બારણુ ખોલવાનો ભય ચશ્મા સંતાડે

કેવુ જીવ્યા બતાવે લાઇટ બીલ

મારી તારી વચ્ચે…

Continue

Added by naresh h. solanki on April 9, 2013 at 4:51pm — No Comments

હવે કેટલીવાર,બાંધવ

હવે કેટલીવાર,બાંધવ હવે કેટલીવાર

ભુતકાળની જમીન ખેડી, ઉગ્યુ નહી લગાર, બાંધવ 

હવે કેટલીવાર



રાહ જુએ છે અગનઝાળ કે

આવો ભળભળ બળીએ

અંધારાની ખીણ કહે છે

આવો દળદળ દળીએ



આગળ ચાલો આગળ ચાલો બુમ પાડે કતાર બાંધવ, 

હવે કેટલીવાર



લાંબીલચ્ચક જીભલડીથી ખોપડીઓને ચાંટી

કૈ કેટલીય કાળી રાતો દીવસ અંદર દાટી



જાતભાતનું મેનુ…

Continue

Added by naresh h. solanki on April 1, 2013 at 9:13am — No Comments

પાસે આવીને સ્હેજ

પાસે આવીને સ્હેજ પુછ્યુ કે કેમ છો ને મારામા આવ્યુ તું પુર

બોલે તે શબ્દો સાવ ઝરણુ થઈ જાઇ અને આંખોમા વાંસળીના સુર

 

ઉઘડેલી બારીનો  ઓસરી તડકો પણ ફીલમનો પરદો થઇ જાય

શાહરુખને કાજલ બેય ગાતા હોઇ ગીત એવુ મારામા કોઇ આવી ગાય

 

તુટે તડાક દઈ કાચનુ કોઇ વાસણ એમ થઈ જાવ છું હુય ચુર ચુર

પાસે આવીને સ્હેજ પુછ્યુ કે કેમ છો ને મારામા આવ્યુ તું પુર

 

રોડ ઉપર નીકળેલા વાહનો બધાય મને પંખી ટોળુ હવે લાગે

નીતરતા ઝાડ જેમ ઓગળુ છુ રોમરોમ મારામા કૈંક હવે…

Continue

Added by naresh h. solanki on March 22, 2013 at 8:03pm — No Comments

પળ - 1 sar riyal / ગીત

પળ / ગીત



પડી નહી એ,જડી નહી એ, ઢળી નહી એ ક્યા છે ?

.......ને મળી નહી એ ક્યા છે?



ના ના અહી જ અહી જ હશે, શોધુ, પકડુ...ક્યા છે..

ધબ ધબ..છત ઉપરને પંખે ફર ફર, લટકુ...ક્યા છે...



ખરી પડે એ, દળદળ દળદળ દળી હતી એ ક્યા છે?

.......ને મળી નહી એ ક્યા છે?



અટકે ચટકે બટકે...ઝળહળ ઝળહળ આંખોમા અટવાય ક્યાં છે?

હજી હજી હમણા તેને જોઇ જોઇ ને…

Continue

Added by naresh h. solanki on March 21, 2013 at 1:20am — 2 Comments

અફવા / ગીત

ચકલીની ચીં હવે વેંચાતી મળશે એવી અફવાનુ બળ વધે રોજ

વીજળીના તાર હવે છ્મ છ્મ નાચેને પીપળાને આવી ગઇ મોજ



કૈ હશે કંપનીને કેવુ પેંકીગ એ

ચર્ચાથી ગાંડુ છે ગામ

છાપાની કોલમમા ચીતરાતી વારતા કે 

કેટલાક હોવાના દામ 



ભણેશ્રી છોકરાઓ નોકરીએ લાગશે જે કેદુના કરતાતા ખોજ



ભીખો ભરાળી હાળો ગાંડો થીયો છે એને 

લેવી છે ડીલરશીપ જ્યારથી

ઠેર ઠેર પુછે…

Continue

Added by naresh h. solanki on March 16, 2013 at 6:55pm — 1 Comment

ગીત - નરેશ સોલંકી

અનિલ જોશીનુ ગીત હોઇ એમ મારી આંખોના ગીત કોઇ ગાય છે

મારા સરનામે કાગળ લખાય છે



ચારેકોર અચરજના ધોધમાર છાંટાને નીતરતા ઝાડ હેઠ ઉભો

લોટરીની જેમ મને લાગ્યુ છે ઝરણુને ઝરણાથી ઝળહળ છે કુબો



બત્તીની જેમ હવે ઓન તમે થશો એવી ઘર અંદર સ્વીચ એક નખાય છે

મારા સરનામે કાગળ લખાય છે



ચેકેલી વારતાનો અંત એવો જડ્યો કે આખુય ગામ થશે રાજી

આપણાય ઓરડામા વાંછટનો રંગ અને પાછી લીલાશ થશે તાજી



પીંછાને,…

Continue

Added by naresh h. solanki on March 8, 2013 at 10:22pm — No Comments

abasrd gazal / naresh solanki

મેલા ઘેલા, વેલા, પેલા લાવ્યા સુક્કા, ભુક્કા...

જોયુ,રોયા, ખાલી થેલા લાવ્યા સુક્કા,ભુક્કા...



લીલપ ઉડે વરાળ થઈને પકડો પકડો તેને

નેવે દળદળ ચડતા રેલા લાવ્યા સુક્કા,ભુક્કા...



ત્રણ પગારી ખુરશી ઉપર ઉધયનુ છે રાજ..

ઇશ્વરજી શું શું ખેલા લાવ્યા સુક્કા, ભુક્કા...



કચડ કચડ શું પાન નીચે કઇ કીડી ગાતી રાતી

ધક્કામુક્કી વચ્ચે ઠેલા લાવ્યા સુક્કા,…

Continue

Added by naresh h. solanki on March 7, 2013 at 7:24pm — No Comments

gazal

આપણુ હોવુ સમયની ભીંતથી ઉતારવું.

ખુબ અઘરુ હોઇ છે ‘આ કૈંક’ વેંચી નાખવું.



ટેરવે ટપકી રહ્યુ એ માત્ર બસ અણસાર છે,

તે નથી જોયુ હજી આ આભ વચ્ચે ફાટવું.



તેની રજકણ સુર્ય થઇને શ્વાસમાં ઉડી રહી.

હું જરા નીકળુ અને તારુ ફળીયુ વાળવું.



હું જરા બોલુ તો તેના શ્વાસ કા ટુંપાઇ છે.

શ્હેરના પથ્થર ઉપર હું કેમ ખુશ્બુ ઠાલવું.



સૌની પાસે પોતપોતાની…

Continue

Added by naresh h. solanki on March 4, 2013 at 5:58pm — 2 Comments

એક સંયુક્ત ગીત / નરેશ સોલંકી અને ચિંતન શેલત



જોયુ જરાક અમે કુવાની ભીતરેને આખુ આકાશ મારી આંખમાં

કોઇ પડઘાતું બિંબ મારી પાંખમાં



આંગળી બોળીને કોઇ કાઢે છે માપ

એવી ખાલી સપાટીના ફોટા

આપણામા આપણે તો એવા દેખાયા કે 

દરીયામા હોઇ પરપોટા



ગુંગળાયેલ કાગળની હોડી બનાવીને ફેંકી દે ઠરતી આ રાખ માં

કોઇ પડઘાતું બિંબ મારી પાંખમાં



ઘરની દિવાલ ચૂસી નીકળે જે કાન 

એનો એક જ ઉપાય, કર્ણવેધ

જળના કિનારેથી…
Continue

Added by naresh h. solanki on March 2, 2013 at 9:13am — No Comments

gazal / naresh solanki

અવિરત રાતપાળીથી હવે થાકી જવાયુ છે

ક્ષણોની હાથતાળીથી હવે થાકી જવાયુ છે



બધા દ્રષ્યોને ભાળો કૈં જ ના બદલાય, તાળું છે

ખરેખર બંધ જાળીથી હવે થાકી જવાયુ છે.



સમયના બે જ રંગોમાં પ્રવાહીતાથી ઢોળાવું

રમત આ શ્વેત કાળીથી હવે થાકી જવાયુ છે



બદલવુ શું ય એ પ્રશ્નો ધુબાકા મારતા ભીતર

નરી શૈયા સુંવાળીથી હવે થાકી જવાયુ છે



હજી પણ એજ પીડાપર્વ ચાલે છે…

Continue

Added by naresh h. solanki on March 1, 2013 at 2:35pm — No Comments

આપણને હોય એવુ / geet

આપણને હોય એવુ ચાંદાને હોય એવુ વુર્ક્ષોને હોઇ એવુ ઘાસને

બોલો પુછી શકાય એ આકાશને?



પુછવાનુ મન મને વાદળને થાય તારુ ક્યાં છે મુકામ મને કોને

અવસરના ગામ છે કેટલાક દુર મારા પગલાની છાપ જરા જોને



પંખીની ચાંચથી કોતરાયેલ ડાળીને પુછો કે કેમ છે લીલાશને

બોલો પુછી શકાય એ આકાશને?



ચોમાસે ઉડીને તેતરનું ટોળુ મારી આંખોમાં આવીને બેઠું

જીવ લગી પાંખોએ…

Continue

Added by naresh h. solanki on February 27, 2013 at 10:36pm — No Comments

પળમા હતો ત્યાં/સોનેટ

વસંતતીલકા)



ખુલી રહી સમયની નવલી દીશાઓ

પાછું વળ્યુ કટક,દર્દ નથી હવાને

ફુલો ખીલ્યા પ્રણયદીપ સમા નશામાં

આવે સગા હ્રદયને ચુમવા ફરીથી



ખુલ્યા છે દ્વાર જલદી જલદી કશાના

લીલાશમાં અવનિને પીઉ છું હસીને

પંખી કરે તહુંકતી ઢગલી ઘરોમાં

શ્વાસો પરે ઝળકતી પગલી પડે છે



‘તું’’હું’વચાળ નવલું નવલું ઝુલે છે

લીલા પર્ણો હરખના મુખમાં ખીલે છે

દાઝી ગયેલ…

Continue

Added by naresh h. solanki on February 27, 2013 at 9:01am — No Comments

મારી ગુર્જરી ભાષાના ગુજરાતી ગીતને / ગીત

ગીતની ચબરખી એક ખોવાણી ભાઇ એ તમને જડે તો મને આપજો

એવી તે ભીડ મળી સામે કે ભાઇ આ ભીડને પણ થોડી સમજાવજો



ગીતની ઓળખ જરા આપુ જો તમને તો સીધુ સરળ તેનુ રૂપ છે

ર.પા.નુ મુખડુને અનિલનો અંતરો રાવજીનુ ઓળઘોળ દુખ છે



મારી ગુર્જરી ભાષાના ગુજરાતી ગીતને હૈયે લગાવી મમળાવજો

ગીતની ચબરખી એક ખોવાણી ભાઇ એ તમને જડે તો મને આપજો



ચકલીની ચીં જેવો નાનો છે સુનકારો ને ઉપર છે…

Continue

Added by naresh h. solanki on February 26, 2013 at 6:00pm — No Comments

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service