Made in India
આમ તો ઉડી જવું હતું ક્યારનું ય
પણ આ સુકાતા ઝાડની વેદના મને બાંધી રાખે છે.
સાથી પંખીઓ તો ક્યારના ય ઉડી ગયા
પણ આ ક્યાંક બચેલી લીલાશ મને પકડી રાખે છે.
પેલું એક બચેલું અર્ધ સુકાતું પાન જાણે ઝાડની આંખ
ફરફરતું રહે હવામાં, મને લાગે જાણે મારી જ છે પાંખ
હવે બચ્યું એક જ પાન બસ, ઝાડ ક્યાંથી જીવે?
ચારોતરફ પીળાશ ને ધુમ્મસ, ઝાડ ક્યાંથી જીવે?
આજ સાંજે હવે એ આખરી પાન પણ ખરી ગયું
ઝાડ…
Added by Girishchandra H. Joshi on March 18, 2013 at 1:48pm — No Comments
છુટી બંસરી હોઠેથી ને સાત ખોવાયા સૂર
હશે પાસમાં શોધો જલ્દી, જાય મારાથી દૂર
વધી વેદના વનરાવનની સૌ દુઃખી ઊભા ઝાડ
સુના જળ વહે જમનાના, ખળખળ ઉછળવા આતૂર
છુટી રાસલીલા અડધેથી એટલો દિલને આઘાત
હવે હોઠ પર લો બંસી ને સૂર છેડો રે ભરપૂર
દોડી આવતી રાધા જ્યાં જરા બંસરી છેડે ધૂન
ચહેરે ઉદાસી કે દિલ થયું, સૂર વિણ ચકનાચૂર?
નહીં આજ કોઈ બંસી બાજે, નહીં સાજે સૂર
ગણે રાધિકે શોકય બંસી, સૂર…
Added by Girishchandra H. Joshi on March 14, 2013 at 11:49am — 1 Comment
કોઈ જાગે છે કોઈ ઊંઘે છે, દુનિયાની આ સફરમાં
ખપ જોતું સૌને મળે છે, સૌ ઉપરવાળાની નજરમાં
જાગે જલ્દી જેનો માહ્યલો એ અદભુત સુખમાં મ્હાલે
જે ઊંઘે એ પણ જુઓ એની આ દુનિયામાં ચાલે
છે જાગવાવાળા ઊંઘવાવાળા, સૌએ એની અસરમાં
ખપ જોતું સૌને મળે છે, સૌ ઉપરવાળાની નજરમાં
કેવી કમાલ કે સઘળા સુખો જગમાં એણે રાખ્યા
કર્મ મુજબના પ્રાપ્તિક્રમમાં રે આગળ પાછળ નાખ્યા
છે સઘળું સામે પણ ના મળે, રહે કર્મ વિના…
Added by Girishchandra H. Joshi on March 13, 2013 at 1:43pm — No Comments
એણે કહ્યું કે જરૂર મળશું, મારા મનમાં આશ છે
મેં કહ્યું કે ક્યારે મળશું, જેનું નામ છે એનો નાશ છે
એણે કહ્યું કે સુખી થશું, મને પ્રભુમાં વિશ્વાસ છે
મેં કહ્યું કે ક્યાં છે સુખ, અહીં તો દુખ ને ત્રાસ છે
એ કહે કે બધું પ્રભુ કરે છે, એ આપણી આસપાસ છે
મેં કહ્યું કે શું કરશે પ્રભુ, તું કાંઈ પ્રભુની ખાસ છે?
એણે માગ્યું પ્રભુ પાસે જન્મોજન્મનો સાથ દે
મેં કહ્યું કે શું આપશે પ્રભુ ! તારો પ્રભુ તારો…
Added by Girishchandra H. Joshi on March 13, 2013 at 1:38pm — No Comments
ચાંદ તારા હાથમાં તોડી લાવું પણ થેન્ક યુ ના કહેજે
તાર દિલના આપણા જોડી લાવું પણ થેન્ક યુ ના કહેજે
થેન્ક યુ નો ભાર એવો કચડે જ્યારે થેન્ક યુ તું કહે છે
ભાર ધરતીનો શિરે ખોડી લાવું પણ થેન્ક યુ ના કહેજે
લાગણી કેરા નદીના જળ ખેંચે બે બાજુ ને તું પુકારે
ને કિનારે ડોલતી હોડી લાવું પણ થેન્ક યુ ના કહેજે
હોય બર્ફીલી હવા ને ધુમ્મસ ગાઢું, જાન લેવા પ્રસરતું
ત્યાં વસંતી વાયરા મોડી લાવું પણ થેન્ક યુ ના કહેજે
દ્વાર પર આવી હશું ઊભા જ્યારે ઓ અંત પળના…
Added by Girishchandra H. Joshi on March 11, 2013 at 11:55am — No Comments
વૈષ્ણવજન કેવો હોવો જોઈએ એ તો ખબર પડી
વૈષ્ણવજન ક્યાં મળશે? કોઈની એના પર નજર પડી ?
સજ્જન, સ્વજન, સંતો, મંદિર, મસ્જીદો શોધવા છતાં
આખર છેલ્લા વૈષ્ણવજનની યમુના તીરે કબર જડી
ગિરીશ જોશી
Added by Girishchandra H. Joshi on March 10, 2013 at 11:58am — No Comments
મુક્તક
સબંધો
સંવેદનો પણ લાકડા જેવું સુકાતા હોય
સળગાવતી નફરત વડે જે ધૂંધવાતા હોય
અભિમાન બળતામાં હવા ફૂંકે, અગન ફેલાય
સાચા ખુલાસા જળ સમા ત્યારે રચાતા હોય
ગિરીશ જોશી
Added by Girishchandra H. Joshi on March 10, 2013 at 11:56am — No Comments
એ કહેશે અ'લા ખેતરોમાં મશીનો ઉગાડો
બાજરી ને ઘઉં આપતાં સૌ મશીનો લગાડો
નીકળી જાય દુનિયા ઘણી દૂર એની પહેલા
રેસમાં આપણો એક ઘોડો-ગધેડો ભગાડો
લાવવા દેશની બેંકમાં (સ્વીસની બેંકમાં) ડૉલરો ને યુરો પણ
દેશને વેંચવા કાઢશું એ પહેલા ઉજાડો
આમ જનતા તણી ચીસને કાન ધરવી નકામી
ગાજરે પીપુડી, ઢોલ સાથે નગારા વગાડો
કંસ, રાવણ હવે મોજથી રાજગાદી સંભાળે !!
જાવ સો કૌરવો દ્રૌપદી ચીર હરવા…
Added by Girishchandra H. Joshi on March 6, 2013 at 1:37pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service