Soniya Thakkar's Blog (41)

જે કરવાનાં હતાં જ નહી એ કામ કર્યાની માથાકૂટ છે, મોરપિચ્છને હડસેલીને મુકુટ ધર્યાની માથાકૂટ છે. – કૃષ્ણ રોજ પ્રતિજ્ઞાની શૈયા પર સૂતી વખતે એને થાતું, ઈચ્છાને આધીન રહી આ નહી મર્યાની માથાકૂટ છે. – ભીષ્મ …

જે કરવાનાં હતાં જ નહી એ કામ કર્યાની

માથાકૂટ છે,

મોરપિચ્છને હડસેલીને મુકુટ ધર્યાની

માથાકૂટ છે. – કૃષ્ણ



રોજ પ્રતિજ્ઞાની શૈયા પર સૂતી વખતે

એને થાતું,

ઈચ્છાને આધીન રહી આ નહી મર્યાની

માથાકૂટ છે. – ભીષ્મ



સમજણની નજરેયથી ના સમજે તો સમજી

લેવાનું

પુત્રમોહમાં આંખોએ અંધાર વર્યાની

માથાકૂટ છે. – ધૃતરાષ્ટ્ર



આંખો પર પાટા બાંધો એ દ્રષ્ટિનું

અપમાન જ છેને

આમ જુઓ તો હકીકતોથી રોજ ડર્યાની

માથાકૂટ છે. –… Continue

Added by Soniya Thakkar on February 18, 2016 at 1:38pm — 1 Comment

સપનાનું ઘર હો…. – મુકુલ ચોકસી

સપનાનું ઘર હો, ભીંતોથી પર હો,

છત ને છજાઓ, દિશાઓ વગર હો.

આંગણમાં ઝૂલો ને મઘમઘતાં ફુલો,

નદીના કિનારાની ભીની અસર હો….

ગગનમાં સિતારાઓ ચમકી રહ્યા છે,

ધરા પર એ આપણને તાકી રહ્યા છે.

રમતિયાળ ચાંદાને ખોળામાં લઈને,

જુઓ વાદળો વ્હાલ વરસી રહ્યા છે.

ઋતુઓ બધી અહીં એકસાથે આવે,

દિલના ઝરૂખે તને ને મને ઝુલાવે,

મીઠું મીઠું એ સતાવે.

આંગણમાં ઝૂલો ને મઘમઘતાં ફુલો,

નદીના કિનારાની ભીની અસર…

Continue

Added by Soniya Thakkar on November 21, 2014 at 8:39pm — No Comments

નથી ગમતું મને – ખલીલ ધનતેજવી

બોલવા ટાણે જ ચૂપ રહેવું નથી ગમતું મને,
પણ બધાની રૂબરૂ કહેવું નથી ગમતું મને.

એકલો ભટક્યા કરું છું, એનું કારણ એ જ છે,
ઘરની વચ્ચે એકલું રહેવું નથી ગમતું મને.

આંખમાં આવીને પાછા જાય એનું મૂલ્ય છે,
આંસુઓનું આ રીતે વહેવું નથી ગમતું મને.

આમ તો કૂદી પડું છું હું પરાઈ આગમાં,
મારું પોતાનું જ દુ:ખ સહેવું નથી ગમતું મને.

મિત્ર અથવા શત્રુઓની વાત રહેવા દે ખલીલ,
એ વિશે તો કાંઈ પણ કહેવું નથી ગમતું મને.

-  ખલીલ ધનતેજવી

Added by Soniya Thakkar on November 9, 2014 at 1:24pm — 1 Comment

વાયરો – સુરેશ દલાલ

આવ્યો આવ્યો ને વળી ચાલ્યો,

વાયરો કેમે કરી નહી રહે ઝાલ્યો.

માંડ હજી બેઠા’તા વાળી પલાંઠી

ત્યાં મહેફીલનો ઉડી ગયો રંગ

ભરદોરે આસમાને ઊડતો’તો કેવો

ત્યાં કોણે મારો કાપ્યો પતંગ?

હોઠ પર આવેલા મારા પ્યાલાને કહો

કોણે આમ ધરણી પર ઢાળ્યો?

ઘોડા પર બેસીને આવ્યો અસવાર

ત્યાં પેંગડે ભરાવ્યા પગ પાછા

વહી જાતી ઉડતી આ ધૂળમાં હું જોઉ છું

ચહેરાના રંગ બધા આછા

હોંશે રચેલા મારા રંગ રંગ મહેલને

કોણે કહો અગ્નિથી બાળ્યો?

- કવિ શ્રી સુરેશ દલાલ

aa…

Continue

Added by Soniya Thakkar on May 31, 2014 at 6:51pm — No Comments

પ્રિયતમ… મારા પ્રિયતમ… – મુકુલ ચોક્સી

પ્રિયતમ… મારા પ્રિયતમ…

પ્રિયતમ… મારા પ્રિયતમ…

તુ ક્યાં છે કહે, તને મારા સમ…

હૈયાથી હોઠોના રસ્તા પર

અટકીને ઊભી છે આ સફર

ચાલે નહીં, આગળ કદમ

તુ ક્યાં છે કહે, તને મારા સમ…

ઓ રે કાનુડા.. તોરી ગોવાલણ

મુરલીમાં લલચાણી રે

આભમાં ઝીણી વીજળી ઝબૂકે

મનમાં તારી યાદ રે

ભીના ભીના શમણાઓ જાગે

હોઠે તારું વાદ્ય રે

ઓ રે કાનુડા.. તોરી ગોવાલણ

મારી આજ તું, મારી કાલ તુ

મારો પ્રેમ તુ, મારું વ્હાલ તુ

જેનો ટેકો લઇને હું બેઠી…

Continue

Added by Soniya Thakkar on May 17, 2014 at 7:32pm — 2 Comments

જીવી જાણો તો જિંદગી

લાંબી આ સફરમાં જિંદગીનાં ઘણાં રૂપ જોયા છે,

તમે એકલાં શાને રડો છો સાથી અમેય ખોયાં છે.

આપ કહો છો આમને શું દુઃખ છે આ તો સદા હસે છે,

અરે! આપ શું જાણો આ સ્મિતમાં કેટલાં દુઃખ વસે છે.

મંઝિલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો,

અરે ચાલવા મળ્યો રસ્તો તમે એટલા તો સુખી છો.

આપને છે ફરિયાદ કે કોઈને તમારા વિશે સૂઝયું નથી,

અરે અમને તો ‘કેમ છો?’ એટલુંય  કોઈએ પૂછયું નથી.

જે થયું નથી એનો અફસોસ શાને કરો છો,

આ…

Continue

Added by Soniya Thakkar on May 6, 2014 at 1:41pm — No Comments

આહા આવ્યું વેકેશન…

આહા આવ્યું વેકેશન, જુઓ રજાની મજા

શું શું લાવ્યું વેકેશન, આવી મજાની રજા

રજાની મજા, મજાની રજા, રજાની મજા

સાથે ભેરુઓની ટોળી

સાથે સખીઓની જોડી

એ તો ડુંગર ઉપર દોડી

ઉપર ટોચે જઇને લાગી દુનિયા જોવા

જો જો મમ્મી તો બોલાવે,પાછળ પપ્પાને દોડાવે

તો પણ આવીશ નહીં હું હાથમાં

અમે તો મુંબઇ જવાના

અને ચોપાટી ફરવાના

ભેળપૂરી ખાવાના

આખો દરિયો ડોળીને દૂર દેશ જવાના

આખો દરિયો ડોળીને દૂર દેશ જવાના

દૂર દેશ જઇ ભારતના ગુણ ગાવાના

આહા આવ્યું…

Continue

Added by Soniya Thakkar on May 5, 2014 at 11:38pm — No Comments

લીલોછમ ટહુકો – જયશ્રી મર્ચન્ટ

લીલોછમ ટહુકો ઊડ્યો છે પાંખમાં,

લઈને આકાશ આ આખું

મને દઈ દો, આ ટહુકાનું આયખું!

મેઘધનુષનું એક આખું નગર વસે.

પેલે પાર વાદળિયા, ધૂંધળિયા દેશમાં!

ને વીજલડી! તારા ને ચાંદાની ઓથે,

ઊઘડતું બ્રહ્માંડ આખું!

મને દઈ દો આ ટહુકાનું આયખું!

યમુનાને કાંઠે, કદમના પાન પાન,

સખી માધવની મુરલીએ મ્હાલે!

ને રાધિકાની રગરગમાં વાસંતી ટહુકો,

ઊતરે લઈ આકાશ આખું!

મને દઈ દો આ ટહુકોનું આયખું!

- જયશ્રી મરચંટ

aa sundar geet ne sambhalva mate nicheni link par…

Continue

Added by Soniya Thakkar on April 7, 2014 at 8:29pm — 2 Comments

એક દી સર્જકને આવ્યો ~ શૂન્ય પાલનપુરી

એક દી સર્જકને આવ્યો કૈં અજબ જેવો વિચાર

દંગ થઈ જાયે જગત, એવું કરું સર્જન ધરાર



ફૂલની લીધી સુંવાળપ, શૂળથી લીધી ખટક

ઓસથી ભીનાશ લીધી, બાગથી લીધી મહક



મેરૂએ આપી અડગતા, ધરતીએ ધીરજ ધરી

વૃક્ષથી પરમાર્થ કેરી, ભાવના ભેગી કરી



બુદબુદાથી અલ્પતા, ગંભીરતા મઝધારથી

મેળવ્યો કંકાસ મીઠો, મોજના સંસારથી



પ્રેમ સારસનો ઉપાડ્યો, પારેવાનો…

Continue

Added by Soniya Thakkar on March 19, 2014 at 3:35pm — 1 Comment

વિચારસૌરભ

પુસ્તકાલયમાં થતો પ્રવેશ એટલે ફૂલોની સુગંધથી મઘમઘતા ઉદ્યાનમાં …

Continue

Added by Soniya Thakkar on March 11, 2014 at 8:35pm — 2 Comments

એક વિચાર

દરરોજ સવારે તમારા મનમાં આવતો સારો વિચાર વર્તમાનપત્ર જેવો હોય છે. જેમ સવારના વર્તમાનપત્રનો ઉપયોગ કરો કે ન કરો તે સાંજે પસ્તીમાં જ ફેરવાઈ જાય છે. જો સારા વિચારને અમલમાં મૂકશો તો તે ઉપયોગી થશે અથવા સાંજે તે પણ પસ્તી જ બની જશે ! Soniya...

Added by Soniya Thakkar on March 9, 2014 at 9:03am — No Comments

રંગ

મારા ડાબા હાથ કરતાં

મારા જમણા હાથમાં મૂકેલી …

Continue

Added by Soniya Thakkar on March 6, 2014 at 8:35pm — No Comments

વિચારબિંદુઓ – મૃગેશ શાહ

* મન એ સમુદ્ર છે. દેવ અને દાનવ જેવા વિચારો તેને ચોવીસેય કલાક મથ્યા જ કરે છે. પરિણામ સ્વરૂપે તેમાંથી ક્યારેક હળાહળ વિષ જેવા તો ક્યારેક અમૃત જેવા વિચારો પણ નીકળે છે. લક્ષ્મીની પ્રાપ્તિ પણ મનથી થાય છે. આ મન સમુદ્રની જેમ અનેક સ્મૃતિઓને સંગ્રહીને બેઠું છે. ખરેખર, મન જ માણસની સાચી ઓળખ આપી દે છે.

*  કેટલીક આડઅસરોને કારણે અમુક દવાઓ સવારે ખાલી પેટે લઈ ન શકાય તેવી હોય છે. નોંધવા જેવી વાત એ છે કે સવારે મન પણ ખાલી હોય છે. એ શાંત અને પવિત્ર મનમાં રોજ સવારે અખબાર અને ટીવીના હિંસા, બળાત્કાર, ચોરી,…

Continue

Added by Soniya Thakkar on February 27, 2014 at 6:17pm — No Comments

ગુજરાતી થઇ… ગુજરાતી કોઇ… – અવિનાશ વ્યાસ

ગુજરાતી થઇ, ગુજરાતી કોઇ, બોલે નહીં બરાબર,

ભાષાની મીઠાશ નહીં, જાણે બોલે કાગડો, કાબર…

ઉત્તરમાં પાટણની પ્રભુતા, અંબાજી સાક્ષાત,

અને દક્ષિણમાં આદીવાસીઓ ભાષાથી અજ્ઞાન..

અને અમદાવાદમાં ચીપી ચીપીને….

(પવાલામાં પાણી પીશો…?? )

અમદાવાદમાં ચીપી ચીપીને બોલે બ્ર્હામણ નાગર…

નર્મદનું સુરત જુઓ….

નર્મદનું હુરત જુઓ, તો બોલે બોલે બોબડું.

તું ને બદલે ટટ્ટુનો ટું, જ્યારે બોલે ત્યારે તોતડું

તપેલી ને એ કહે પતેલી

(મારી લાયખા… બટાકાનું હાક..!!)

તપેલી ને એ કહે…

Continue

Added by Soniya Thakkar on February 21, 2014 at 8:32pm — No Comments

પ્રેમ એટલે કે… – મુકુલ ચોક્સી

પ્રેમ એટલે કે,

સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.

સ્વપ્નમાં પળાય એવો કાયદો…

પ્રેમ એટલે કે,

તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાશી લાખ વહાણોનો કાફલો

ક્યારે નહીં માણી હો,

એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે,

એ પ્રેમ છે.

દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે,

એ પ્રેમ છે.

પ્રેમ એટલે કે,

સાવ ઘરનો જ એક ઓરડો… ને તોય આખા ઘરથી અલાયદો…

કાજળ આંજીને તને જોઉં તો તું લાગે,

એક છોકરીને તે શ્યામવર્ણી

વાદળ આંજીને જોતાં એવું…

Continue

Added by Soniya Thakkar on February 14, 2014 at 8:30pm — 5 Comments

સુંદર મુક્તક..

પીધાં જગતના ઝેર તે શંકર બની ગયો
ને કીધાં દુ:ખો સહન તે પયંબર બની ગયો
મળતી નથી સિધ્ધી કદી કોઇને સાધના વિના
પણ તું ખરો કે આપમેળે ઇશ્વર બની ગયો

- જલન માતરી

Added by Soniya Thakkar on February 13, 2014 at 6:40pm — No Comments

અમે કાગળ લખ્યોતો પહેલ વહેલો – મુકેશ જોષી

અમે કાગળ લખ્યોતો પહેલ વહેલો છાનો છપનો કાગળ લખ્યોતો પહેલ વહેલો

કસ્તુરી શબ્દોને ચંદનમાં ઘોળયાતા ફાગણ જ્યાં મલક્યોતો પહેલો…. છાનો છપનો

સંબોધન જાણે કે દરિયાના મોજાઓ આવી આવી ને જાય તૂટી

સંબોધન છોડીને કાગળ લખ્યો ભલે કાગળમાં એક ચીજ ખુટી

નામજાપ કરવાની માળા લૈ બેઠાને પહેલો મણકો જ ના ફરેલો ..છાનો છપનો

પહેલા ફકરાની એ પહેલી લીટી તો અમે જાણી બુજીને લખી ખાલી

બીજામાં પગરણ જયાં માંડ્યા તો લજ્જાએ પાચે આંગળીઓને જાલી

કોરો કટ્ટાક મારો કગળ વહી જાય બેક લાગણીના ટીપા…

Continue

Added by Soniya Thakkar on February 8, 2014 at 5:30pm — 1 Comment

મૈત્રી એટલે સાથે મળીને મૂર્ખાઈ કરવાની મુક્તિ....

શેરલોક હોમ્સ અને ડો.વોટસનની જુગલ જોડી. હોમ્સ વિચક્ષણ, ચબરાક નિરીક્ષક જાસૂસ અને વોટસન એનો વિધ્વાન અભ્યાસુ સહાયક.

ડિટેકિટવ હોમ્સ અને વોટસન એક વાર કેમ્પિંગ ટ્રિપ પર ગયા. રાત્રે બંને એ લ્હેરથી ખાઈ પીને કેમ્પ ફાયર જલાવ્યો, ટેન્ટ ઊભો કર્યો મોજમસ્તી ભરી ગપસપ કરીને સૂઈ ગયા.

થોડા સમય પછી શેરલોક હોમ્સે જાગીને વોટસનને ઢંઢોળ્યો. 'વોટસન ઉપર આકાશમાં જો અને શું દેખાય છે એ મને કહે.' વોટસને જવાબ આપ્યો; ' મને તો લાખો ઝગમગતા સિતારાઓ દેખાઈ રહ્યા છે.'

'આ દ્રશ્ય તને શું કહી રહ્યું છે?' હોમ્સે…

Continue

Added by Soniya Thakkar on February 4, 2014 at 8:28pm — No Comments

વિચારબિંદુ

કોઈના ઘરે પુસ્તક મૂકી આવવું એ બૉમ્બ મૂકી આવવા બરાબર જ છે. કારણ કે એક ઉત્તમ પુસ્તકનું વાંચન કેટલીય ખોટી માન્યતાઓના ફૂરચા ઉડાડી દે છે. કેટલાય કુવિચારો બ્લાસ્ટ થઈ જાય છે અને માનવીની આખી ચેતનાનું રૂપાંતર થઈ જાય છે.- - મૃગેશ શાહ

vadhu vachava mate nicheni link par click karo....

http://http://www.readgujarati.com/2012/08/21/vichar-bindu6/

Added by Soniya Thakkar on January 25, 2014 at 12:09pm — No Comments

અધરાતે મધરાતે – હરીન્દ્ર દવે

અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહીં,

રાધાનું નામ યાદ આવ્યું,

રુક્મિણીની સોડ તજી ચાલ્યા માધવ

બંધ દરવાજે ભાન ફરી આવ્યું.

દ્વારકાના દરિયાનો ખારો ઘૂઘવાટ

દૂર યમુનાના નીરને વલોવે

સ્મરણોનું ગોરસ છલકાય અને માધવની

આજને અતીતમાં પરોવે.

કેદ આ અજાણી દિવાલોમાં, જાણીતી

કુંજગલી કેમ કરી જાવું ?

રાધાના નેણની ઉદાસીના કેફ તણી

ભરતી આ ગોકુળથી આવે

મહેલની સૌ ભોગળને પાર કરી માધવના

સૂનમૂન…

Continue

Added by Soniya Thakkar on January 21, 2014 at 8:35pm — No Comments

Monthly Archives

2016

2014

2013

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service