Hemshila maheshwari's Blog (73)

गझल

वो रंग का तरझुमा न आया
फिर दीन वो खुशनुमा न आया

जिस राह पर गुमसुदाँ हुआ था
उस राह पर रहनुमा न आया

काफी उडाने भरी यहाँ पर
फिर वो नजर आसमा न आया

था कुछ अनूठा इश्क तुम्हारा
बिच में हमारा गुमां न आया

रास्ते मे कुछ हमसुखन मिले थे
बस एक वो बदगुमाँ न आया

जब जिंदगी का हिसाब जोडा
हिस्से हमारे जमा न आया



हेमशीला माहेश्वरी "शील"

Added by Hemshila maheshwari on January 29, 2017 at 10:11pm — No Comments

એકલતા

Added by Hemshila maheshwari on January 8, 2017 at 4:09pm — No Comments

છે હજી

વાત મારી લો અસરમાં છે હજી 
યાદ થોડી તો  જિગરમાં છે હજી 

આવશે એ મુજ હયાતી બાદ ક્ષણ
એ પ્રતીક્ષા પણ  કબરમાં છે હજી 

આજ લઈ ચાલ્યા તમે યાદો ઘણી 
સાચવેલી   બે'ક   ઘરમાં  છે  હજી

હું કણેકણમાં તને જોવા  મથું 
તું સદા મારી નજરમાં છે હજી

'શીલ'ને  બસ  આવડે છે બંદગી
આ ચરણ તારી સફરમાં છે હજી

હેમશીલા માહેશ્વરી "શીલ"

Added by Hemshila maheshwari on January 4, 2017 at 10:15pm — No Comments

प्यार करने दो हमे

आज खुद से प्यार करने दो हमे
दिल-ए-गुलगुलजार करने दो हमे ।।

स्वार्थ के पंछी, कहाँ का घोंसला
दिल जले, त्योहार करने दो हमे ।।

रात की तन्हाईयाँ रंगीन हो
लबगिले रुखसार करने दो हमे ।।

इंतजारे-वस्ल हमसे ना कटे
खत-खबर-दीदार करने दो हमे ।।

बेचैनियाँ तुम्हारी मिट जायेंगी ,
बातें तो दो - चार करने दो हमें ।

हेमशीला माहेश्वरी "शील"

Added by Hemshila maheshwari on January 3, 2017 at 5:52pm — No Comments

ગઝલ:- આપના આવ્યા પછી

વાહ ! શું સર્જન થયું છે આપના આવ્યા પછી

જીવવાનું મન થયું છે આપના આવ્યા પછી



આયખું સ્પંદન થયું છે આપના આવ્યા પછી

શ્વાસમાં નર્તન થયું છે આપના આવ્યા પછી



ગત્ સમય ચિંતન થયું છે આપનાઆવ્યાપછી

બોજ હળવું મન થયુંછે આપના આવ્યા પછી



આંખ આસું પાડતી'તી રોજ ના બે ચાર ત્યાં

ધોઇદિલ પાવન થયુંછે આપના આવ્યાપછી



મેં કરી ભક્તિ ખરી તંબૂર ધડકન નો લઈ

શ્વાસમાં કીર્તન થયું છે આપના આવ્યા પછી



જાતને ઠોકર ઘણી વાગ્યા કરી એકાંતમાં

અંકુશિત યૌવન… Continue

Added by Hemshila maheshwari on January 2, 2017 at 8:37am — 3 Comments

સ્ત્રી

આખા દિવસની

થાકી હારી હું

જ્યારે મને પથારીને

હવાલે કરું છું...

મારા ચહેરે ઝળકે છે

સંતુષ્ટિના ભાવ,કે

ચાલો આજનો દિવસતો

વીતી ગયો...સૌના ચહેરે

મુશ્કાન પાથરવામાં....

સ્વજનોની સાચવેલી

સગવડની સાબિતી એટલે,

પગની ખેંચાયેલી નસ

અને કમ્મરની અક્કડ.....

તે છતાંય. ...ચંચળ હરણી સમ

પૂરો દિવસ દોડાદોડ કરી

હમણા જે ખુશીની લહેર છે ને

મારા ચહેરા પર. ..બસ એજ છે

હા મગજ હજી કાર્યરત છે,

આવતીકાલની દિનચર્યા

ગોઠવવામાં

હર… Continue

Added by Hemshila maheshwari on December 29, 2016 at 4:54pm — No Comments

ગાંઠ

શમણાંના છેડે પૂંગવાના

પ્રવાસ માટે

ભેગા કરેલા સમયની

મુશ્કેટાટ બાંધેલી ગાંઠોને

જિંદગીની જાળીમાં સમેટી

ખભે ચડાવી

ખરબચડી ગાંઠો, જાળીના કાણામાંથી

ખભે ખૂબ ખૂંચતી રહી, પણ

સંભાવનાને આશાની લ્હાયમાં

આ ભાર વેંઢારવો જ હતો

ખબર નહી શું અને કેટલું

કે પછી ઘણું બધુ વિતતું ગયું

જિંદગીના પડદે

એક ભૂમિકા ભજવવામાં

સંવેદના, ધીરે ધીરે

પોતાનું હોવાપણું ગુમાવતી રહી

અપેક્ષાઓના ઉપલા થર પર

વારે ઘડીએ ઊગી આવી

અભિમાનની એક ગાંઠ

ને… Continue

Added by Hemshila maheshwari on December 28, 2016 at 6:47pm — 2 Comments

-: લડાઈ :- કેટલું સરળ હતું ! વિત્યા સમયમાં લડાઈ કરવું હથિયારો જાણતા હતા પોતાના વિરોધીઓને ,કે કોની સામે એમને લડવું છે દુશ્મનોનો પોતાનો એક મુલક ,રંગ અને જાતિ હતી . બોલેલા કહેણની પોતાની એક આગવી ઓળખ હતી…

-: લડાઈ :-



કેટલું સરળ હતું !

વિત્યા સમયમાં લડાઈ કરવું

હથિયારો જાણતા હતા

પોતાના વિરોધીઓને ,કે

કોની સામે એમને લડવું છે

દુશ્મનોનો પોતાનો

એક મુલક ,રંગ અને જાતિ હતી .

બોલેલા કહેણની

પોતાની એક આગવી ઓળખ હતી

પરંતુ. ...આજનો દુશ્મન

બહારથી નથી આવતો

એતો ઊગી નિકળે છે

સ્વાર્થની જમીનમાંથી,

વિચારોના પાક વચ્ચે

વેરરૂપી ઘાસ જેમ

જે નિરંતર વધતો રહી

પીડા આપે છે

ને ખૂંચે છે એક કાંટાની માફક

આ દુશ્મનોમાંથી

કેટલાક… Continue

Added by Hemshila maheshwari on December 24, 2016 at 6:24pm — 1 Comment

એ ઉતાવળમાં હતી ન જાણે ક્યાં જવું હતું તે બસ ભાગતી જતી હતી હિમશીખર એના પગે પડી આજીજી કરવા લાગ્યો. .તો એ તુચ્છકાર ભર્યુ હસી એના તળીયા ને આંગળીઓ વચ્ચેથી સરકીને નીકળી ગઈ વળતા જવાબ મળશે માની પૂછ્યું પણ. .…

એ ઉતાવળમાં હતી

ન જાણે ક્યાં જવું હતું તે બસ

ભાગતી જતી હતી

હિમશીખર એના પગે પડી

આજીજી કરવા લાગ્યો. .તો એ

તુચ્છકાર ભર્યુ હસી એના

તળીયા ને આંગળીઓ

વચ્ચેથી સરકીને નીકળી ગઈ

વળતા જવાબ મળશે માની

પૂછ્યું પણ. .કે. ."ક્યા જઈશ. ?

શું કરીશ. ??

બેસ શાંતિથી...ગુસ્સો ન કર..

તારા ઉતારા સમેટી લે..થોડો શ્વાસ લે.."!

પણ કાંઈ ન સાંભળ્યુ ,ને કોઈ

બહાનું પણ ન બતાવ્યુ

બસ ભાગતી રહી. ..

ત્યાં સુધી કે રસ્તે આવતા

પથ્થરોની ઠેસને ચૂર-ચૂર… Continue

Added by Hemshila maheshwari on December 15, 2016 at 9:00pm — No Comments

એક  જ ટેબલની સામસામે બેઠેલા આપણે બે બસ વાતો કરતા રહ્યા... વાતો મૌસમની , સ્વાસ્થ્યની ને પરિવહનની. .. એ પણ આપણી પીડા અને જખમ છૂપાવીને. .. આપણે ચકલી , પતંગિયા , ઝાડ પાન ફળ ફુલ કે વેલ વિશે વાત ન કરી કરવા…

એક  જ ટેબલની સામસામે

બેઠેલા આપણે બે

બસ વાતો કરતા રહ્યા...

વાતો મૌસમની , સ્વાસ્થ્યની

ને પરિવહનની. ..

એ પણ આપણી પીડા અને જખમ

છૂપાવીને. ..

આપણે ચકલી , પતંગિયા , ઝાડ

પાન ફળ ફુલ કે વેલ વિશે વાત ન કરી

કરવા પણ નહોતા માંગતા

હાંફતા ઘોડા કે વરસતા વરસાદની

વાતો આપણે ન કરી

વીજળી ક્યાં પડી??સૂરજ કયારે

ઉગ્યો , આથમ્યો ?

આપણે ન પૂછ્યું

ઈચ્છા માછલીઓની , ઠગ બગલાની

વાતો આપણે ન કરી

કે ન કરી આપણા બદલાતા

મનોભાવની વાતો

આપણે… Continue

Added by Hemshila maheshwari on November 24, 2016 at 12:31pm — 1 Comment

લાગે છે કે મને હવે કહેવી પડશે એ વાતો ફરી એકવાર ફરી એકવાર મમળાવવા પડશે એ સપના,એ અખતરા, એ પ્રેમના ઘા,જે તે ગુજાર્યા મારા પર ક્યારેક વાળમાંથી ડોકાતો ચંદ્રમા શીતળતા કરતા જલન વધારે વરસાવે છે તો પણ એ સહેવો…

લાગે છે કે મને હવે

કહેવી પડશે

એ વાતો ફરી એકવાર

ફરી એકવાર મમળાવવા પડશે

એ સપના,એ અખતરા,

એ પ્રેમના ઘા,જે તે ગુજાર્યા

મારા પર ક્યારેક

વાળમાંથી ડોકાતો ચંદ્રમા

શીતળતા કરતા જલન

વધારે વરસાવે છે

તો પણ એ સહેવો પડશે

મારા હોઠે અડકાળી

મને ભેટમાં તે ધરેલ લાલ ગુલાબ

આજે પણ ટેબલ પર સાચવેલું પડ્યુ છે

અરીસો ધીરે-ધીરે તરડાતો જાય છે

મારી ઉદાસી ઝીલી-ઝીલીને

પણ તોય હું મને નિરખીશ

ના....ના તને નિરખીશ

વરસાદ મને ભીંજવવા… Continue

Added by Hemshila maheshwari on November 24, 2016 at 12:30pm — No Comments

સમયના ગુંચવાયેલા દોરાથી સ્વેટર ગુંથતી એ વિત્યા જમાનાની હતી . . . ક્યારેક એ પણ ઉછળકૂદ કરતી, અલ્લડતાને વરેલી હતી . . . હવે રસોડાના રાચ-રચીલામાં ગોઠવાઈ ગઈ છે .... ચલણ બહાર થયેલા સિક્કા જેવા એના સપનાઓ હવ…

સમયના ગુંચવાયેલા દોરાથી

સ્વેટર ગુંથતી

એ વિત્યા જમાનાની હતી . . .

ક્યારેક એ પણ ઉછળકૂદ કરતી,

અલ્લડતાને વરેલી હતી . . .

હવે રસોડાના રાચ-રચીલામાં

ગોઠવાઈ ગઈ છે ....

ચલણ બહાર થયેલા સિક્કા જેવા

એના સપનાઓ

હવે પીગી બેન્કમાંથી

ક્યારેય બહાર નહિ આવે, જે એણે

વર્ષો પહેલાં સાચવવા મૂક્યા હતા . . .

અરીસાથી ટેવાયેલી એ હવે

થાળી સાફ કરતાં

પોતાનો ચહેરો જોઈ લે છે,

ને બીજી જ ક્ષણે

ઉભરતા વિચારોને ઝટકો મારી

ભગાડી દે છે. .

એની… Continue

Added by Hemshila maheshwari on November 16, 2016 at 11:09am — 2 Comments

Continue

Added by Hemshila maheshwari on November 15, 2016 at 9:04am — No Comments

કોણ જાણે શું શોધી રહ્યો હતો એ ફંફોસી ફંફોસીને મારા શરીર પર. ... મને થયું ,કે કદાચ એ મારા આત્મા સુધી પહોંચવાનો રસ્તો શોધી રહ્યો હશે. ... પણ હું ખોટી ઠરી વાસ્તવમાં તો એ અટપટા વળાંકો માં ખોવાઈ ને ગમતું …

કોણ જાણે
શું શોધી રહ્યો હતો એ
ફંફોસી ફંફોસીને
મારા શરીર પર. ...
મને થયું ,કે કદાચ
એ મારા આત્મા સુધી
પહોંચવાનો
રસ્તો શોધી રહ્યો હશે. ...
પણ હું ખોટી ઠરી
વાસ્તવમાં તો એ
અટપટા વળાંકો માં
ખોવાઈ ને ગમતું શોધવા
ફાંફાં મારી રહ્યો હતો
જાણે આજે જ
મહાસાગરના તળ
તાગવાનું નક્કી કર્યુ હોય
એમ વારાફરતી ગોતા
લગાવતો રહ્યો
ને હું મારા જખ્મી આત્માના
ઉઝરડા ધોવા આંખ ઉલેચતી
રહી. ....

........શીલ...... Continue

Added by Hemshila maheshwari on November 15, 2016 at 8:58am — No Comments

Continue

Added by Hemshila maheshwari on October 26, 2016 at 6:35pm — No Comments

Continue

Added by Hemshila maheshwari on October 23, 2016 at 8:17pm — No Comments

હું મધ મીઠા અહેસાસ લખું વળી વિતી વાતો ખાસ લખું લખું સૂરજ ચંદ્ર તારલા નભ કે પછી જીવનની આશ લખું      લખું હસતું રમતું બચપણ      ઝઝૂમી ઉંમર પચાસ લખું      લખું મદમસ્ત ચૂર યૌવન      ઢળતી ઉંમર સત્રાંસ લખુ…

હું મધ મીઠા અહેસાસ લખું

વળી વિતી વાતો ખાસ લખું

લખું સૂરજ ચંદ્ર તારલા નભ

કે પછી જીવનની આશ લખું

     લખું હસતું રમતું બચપણ

     ઝઝૂમી ઉંમર પચાસ લખું

     લખું મદમસ્ત ચૂર યૌવન

     ઢળતી ઉંમર સત્રાંસ લખું

લખું સવારનું મધુર ગાણું

કે કળીઓની સુવાસ લખું

લખું ઝરમરતી એ મોસમ

કે વર્ષા ફાગ પલાસ લખું

     લખું વૃધ્ધ આંખ લાચારી

     નિતીમતા વનવાસ લખું

     લખું પૈસે નાચતી દુનિયા

     ભ્રષ્ટાચાર ગંદી વાસ લખું

લખું પ્રેમનો પાગલ… Continue

Added by Hemshila maheshwari on October 20, 2016 at 9:06pm — 1 Comment

સિંદૂર -લઘુકથા

અરીસામાં પોતાને અચંબાથી જોઈ રહી રાણકી.

જ્યારથી એ ઘરઘરની રમત રમતી હતી

ત્યારથી "મા" એની સેંથીમાં સિંદૂર પૂરવા લાગી હતી, પણ હવે એ થોડીક મોટી થતા

એને સિંદૂર ગમવા લાગ્યું હતું

એક જાતનું અભિમાન થતું જ્યારે મહોલ્લા ને ગામમાં સૌ એની ઈર્ષા કરતા,એમ કહીને કે જુઓ તો ખરા આટલી નાની ઉંમરમાં એને કેવું સરસ ઘર મળી ગયું. .

સાસરાવાળાએ થોડી ભણતર જોઈએ એમ કહી ભણવા સિફારીશ કરી ત્યારે તો એના પગ જમીન પર જ ન ટક્યા ને પૂરા આઠ વર્ષની એ ગામની પહેલી છોકરી હતી જે શાળા શિક્ષણ પામી.

નિશાળની… Continue

Added by Hemshila maheshwari on October 17, 2016 at 4:57pm — No Comments

સવાર ઉગતા પોતાના સાત ઘોડા સાથે આવી ..સૂરજે , નાના બાળક જેમ તોફાનવેડા ચાલુ કર્યા, જેમ કે. ... કિરણોને છેતરવા એણે ચકલીઓની ચીં-ચીં અહીંતહીં વિખેરી. .. કલમ, બરફ,પીંછી, હથોડી સુગંધ જેવી ચીજોને ઠેકઠેકાણે જ…

સવાર ઉગતા
પોતાના સાત ઘોડા સાથે
આવી ..સૂરજે ,
નાના બાળક જેમ
તોફાનવેડા ચાલુ કર્યા,
જેમ કે. ...
કિરણોને છેતરવા એણે
ચકલીઓની ચીં-ચીં
અહીંતહીં વિખેરી. ..
કલમ, બરફ,પીંછી, હથોડી
સુગંધ જેવી ચીજોને
ઠેકઠેકાણે જોતરી
પણ...
'મા' જેવી દિવડીએ
સાંજ થતા
રોષ છૂપાવી
થાક ખંખેરી
બધી વસ્તુઓને
ભેગી કરી
રોજની જેમ. ...

હેમશીલા માહેશ્વરી "શીલ" Continue

Added by Hemshila maheshwari on October 17, 2016 at 4:30pm — 2 Comments

ગમે ગામની એ ગલી સાંકડી વસે એક ત્યાં છોકરી ફાંકડી પહેલી નજરમાં ધવલ લાગતું અસલમાં તો આકાશ છે જાંબલી લગાતાર આવું મળો જો તમે જશે એક અફવા અહીં હર ગલી બલા ઈશ્ક શું છે ? જરા તો કહો લખી એ ગયા નામની કાપલી …

ગમે ગામની એ ગલી સાંકડી
વસે એક ત્યાં છોકરી ફાંકડી

પહેલી નજરમાં ધવલ લાગતું
અસલમાં તો આકાશ છે જાંબલી

લગાતાર આવું મળો જો તમે
જશે એક અફવા અહીં હર ગલી

બલા ઈશ્ક શું છે ? જરા તો કહો
લખી એ ગયા નામની કાપલી

જવું ને નીકળવું સહેલું નથી
પ્રણયની ગલી હોય છે સાંકડી

@ હેમશીલા માહેશ્વરી"શીલ" Continue

Added by Hemshila maheshwari on September 22, 2016 at 9:00pm — No Comments

Most Popular Blog Posts

Monthly Archives

2024

2023

2019

2018

2017

2016

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service