Hardik Vora's Blog (25)

ગઝલ

પ્રેમ માં વ્યાપારી ભાષા બોલ નઈ,

લાગણી છે, ત્રાજવે થી તોલ નઈ.

જાત સાથે એકલો સંવાદ કર,

બંધ મુઠ્ઠી ગામ વચ્ચે ખોલ નઈ.

આંખને રડવાની પણ તક આપ તું,

દર્દ ને ધરબી તું છાતી છોલ નઈ.

કાનમાં એકાંત આવી બોલતું ,

ગુંજતો એ ખાલીપો છે ઢોલ નઈ.

એ અધૂરા સ્વપ્ન ને જઈ ને કહો,

કે 'હૃદય ' માં શૂળ જેવું…

Continue

Added by Hardik Vora on December 20, 2013 at 12:43am — 1 Comment

"સૂરજ "

"જો મળવું હોય મુજને આજ, તો આવી બપોરે મળ,
 હું સૂરજ છું કરું સાબીત ,જો આવી બપોરે મળ !

તું શીતળ સાંજ ની ઘેલી ,ખબર એની મને પણ છે,
જલુ છું રોજ ભડ ભડ , હવે તો આવી બપોરે મળ "

-હાર્દિક વોરા

 

Added by Hardik Vora on April 27, 2013 at 12:33pm — No Comments

"નગર ઉભું"

નગર વચ્ચે નગર ઉભું ,
અઢારે જે - વરણ ઉભું !

તમાશો જોઈ ,ક્યાં જાતું ?
આ માનવ ને ,ગ્રહણ ઉભું !

આ ઘટના પામવા માટે ,
જીવન રોકી , મરણ ઉભું !

પ્રગટશે કાલ,ઘાટા શબ્દ,
ખબરનું અવતરણ ઉભું !

હૃદય ધબકાવતું રાખે ,
એ માનવનું ,ઝરણ ઉભું !

માનવતા બની મૃગજળ ,
જગત જો થઇ ને રણ ઉભું!

-હાર્દિક વોરા 

(લગાગાગા ,લગાગાગા)

Added by Hardik Vora on April 27, 2013 at 12:25pm — No Comments

કવિ

'કવિ'

હું એક અજાણ્યા ટાપુ પર વસુ છું ,
હું ટોળા માં એકલો છું ,
ને હું એકલો એક ટોળું છું ,
હું માણસ ની એક જુદી જાત છું ,
હું મારામાં મારો વિસ્તાર છું ,
હું જાહેર માં હસું છું ને કાગળ પર રડું છું
હું વાહ વાહ માં નીકળતી એક આહ છું ,
હું વિચારો નો ગુલામ છું
હું કલમ ન જડે તો ,
બેબસ , લાચાર છું!!

-હાર્દિક વોરા (10-4-13)

Added by Hardik Vora on April 10, 2013 at 11:08pm — 2 Comments

અદ્રશ્ય દીવાલો

હું અને મારો મિત્ર  છગન ,

નાનપણ ના મિત્રો  ,

સાથે રમ્યા ,સાથેમસ્તીગમ્મત કરતા ,

હવે બંને મોટા થઇ  ગયા ,

એ પહેલા જેવો છગન નથી ,

ને હું એ નો એ જ મગન ,

એના ઉઠવા બેસવાનો વર્ગ હવે અલગ છે ,

એ એના status ની દીવાલો માં કેદ છે ,

હું આ ઉંચી દીવલો કુદી નથી શકતો ..

અને એ આ દીવાલોની બહાર જોઈ નથી શકતો ,

હું મિત્ર ને ખોઈ બેઠો છું ,ને એ પણ!

આ અદ્રશ્ય દીવાલો કોણે  ચણી છે !

હે ઈશ્વર આ દીવાલો શું તે ચણી  છે…

Continue

Added by Hardik Vora on April 9, 2013 at 3:56pm — No Comments

તું છે , તું છે !

કારણ માં શું છે , તું છે , તું છે 

મારા માં વસતું નગર પ્રેમ નું છે !



દિલમાં વધી છે બેચેની જે -

ને થઇ છે જોવા જેવી પછી જે ,

તારણ માં શું છે , તું છે તું છે - કારણ માં શું છે ...



દરિયાની ખારાશ આંખે અડી છે ,

પાસે બોલાવી મને એમ પૂછે !

તું નહિ તો અશ્રુ ભલા કોણ લૂછે ? - કારણ માં શું છે ...



તારી નજર માં આગળ વળી જે ,

ગલી માં ગલી…

Continue

Added by Hardik Vora on April 6, 2013 at 3:02pm — No Comments

ધબકાર નીકળ્યો

 

આપણા પ્રેમનો ,એ સાર નીકળ્યો ,

જોડતો હૃદય ને, જે તાર નીકળ્યો !



શોધતો અંતરે,જે તાર તાર માં ,

નામનો તે બધે ,રણકાર નીકળ્યો !



રાતના ખીલતી ભરપુર ચાંદની ,

એમના રૂપ નો,આધાર નીકળ્યો !



કેટલી વાર હું ,દઉં દોષ લોક ને ,

શોધતો શત્રુ તે ,હુંકાર નીકળ્યો !



માનતો જેમને, પાષાણ તું 'હૃદય ',

એમના દિલમહી,ધબકાર નીકળ્યો !



-હાર્દિક વોરા 'હૃદય…
Continue

Added by Hardik Vora on April 5, 2013 at 10:00pm — No Comments

ગઝલ

પ્રેમની આશા ઠગારી નીકળી ,
સાવ પોકળ વાત તારી નીકળી!

રાત ભર છે જાગવા ની વાત તો,
ઊંઘ ની સાદી બિમારી નીકળી !

યાદ માં જાગ્યા કરું છું ,જેમની ,
ઘાવ દઈ, ભાગી જનારી નીકળી !

દર્દ ને કિન્તુ , દવા નું નામ દે ,
કેટલી જૂની બિમારી નીકળી !

યાદ તારી કેટલી વિહવળ કરે,
આજ તો, એ એકધારી નીકળી !

શબ્દને, તોલી -તોલી લખ 'હૃદય',
ગઝલની આજે સવારી નીકળી !

-હાર્દિક વોરા 'હૃદય'

Added by Hardik Vora on April 4, 2013 at 7:51pm — 4 Comments

"મુંજવણ"


કઈ જ સમજાતું નથી હું શું કરું ?
જાવ સંકોરાઈ, કે હું વિસ્તરું !

કેદ માં છે ગામ આખું જેમની ,
એમની સામે હું બાજી પાથરું !

દર્દ માં તો દર્દ જેવું કઈ નથી ,
હેતની આ હેલ જોઈ થરથરું !

હોઈ ભલે હાથ વેત માં બધું ,
કઈ રીતે, આ વાડ મનની ચાતરું ?

કંઈક તો હશે ઈલાજ પ્રેમ નો ,
ફરિયાદ, એની કઈ જગાએ જઈ કરું ?

હાર્દિક વોરા - 03-04-13

Added by Hardik Vora on April 3, 2013 at 3:00pm — 4 Comments

મૌન ભરેલું માટલું

મૌન ભરેલું માટલું એમાં,

                           પાણી કોણે ભર્યું ?

ધીરે ધીરે જુઓ એમાં,

                           શું શું આવી તર્યું ?

પરોઢિય પોઢેલું મન ,

                          ને  રાતડીયે જાગેલું ,

વગડા માં જીવેલું રણ ,

                          ને રણ માં જીવેલ ઝરણું,

કાગળની કોરી પાટી માં ,

                          અક્ષર થઇ અવતર્યું ! - મૌન ભરેલું 

પાદર માં આવેલું ગામ ,

                             …

Continue

Added by Hardik Vora on March 31, 2013 at 10:30am — 2 Comments

શબ્દ ના શિકાર માં છું

શબ્દ ના શિકાર માં છું ,

હુ તો તારા વિચાર માં છું !

આભ માં ડૂબતો રહું છું ,

ચંદ્ર છું ઉગ્યો સવાર માં છું !

એકલો સાવ પડી જાવ છું ,

જિંદગી તણી  રફતારમાં છું !

મૌન ગળતું રહેશે આમ જ ,

હું મૌન ના આધાર માં છું !

ડૂબવું કે તરવું ? શું કરવું ?

હું તો  હવે મજધાર માં છું !

-હાર્દિક વોરા 

Added by Hardik Vora on March 29, 2013 at 2:00am — 1 Comment

"હું એકલો તું એકલી "

મૌન ના આકાશ માં, હું એકલો તું એકલી ,

ને પછી પ્રવાસ માં ,હું એકલો તું એકલી !

રાતભર સહવાસ  માં સાથ નિભાવી લીધો,

ને પછી પરભાત ના ,હું એકલો તું એકલી ?

વાટ ખોવાયા પછી મળશે નહિ પાછી કદી,

ને જડી જો જાય તો ,હું એકલો તું એકલી !

રત્ન તારા નામનું શોધ્યાં કર્યું મૃત્યુ લગી ,

મૃત્યુ પણ પડઘાય તો ,હું એકલો તું એકલી !

યાતના ના રણ છે , મારગ બધા ને ગલી ,

ક્યાં લાગી સંતાય રે ,હું એકલો તું એકલી !

મેં નથી કહ્યું  કદી કે મારાથી તું દૂર જા ,

ને દૂર થઇ જોય…

Continue

Added by Hardik Vora on March 27, 2013 at 1:21am — 3 Comments

"જોઉ છું "

કેટલી કાગળ ની નાવ જોઉ  છું ,

હું સતત આ આવ-જા ને જોઉ છું !



ડૂબવું નિશ્ચિત બન્યું છે જેમનું ,

એમને બેસી કિનારે જોઉ  છું !



સાવ સાદી રીત થી સમજાવ તું ,

હું તને કઈ અદા થી જોઉ  છું !



વાત વળગી જાય તો હું શું કરું ?

વાત ને આગળ વધારી જોઉ  છું !



શું હશે ? આ મૌન…
Continue

Added by Hardik Vora on March 26, 2013 at 7:00pm — 3 Comments

Happy Holi !

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,

ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના.

મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ,

દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !

આ એક તારા અંગે ને બીજો ચમન મહીં,

જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના !

મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,

મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !

ઊઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ,

હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !

ફાંટુ ભરીને સોનું સૂરજનું ભરો હવે,

પાછા ફરી ન આવશે તડકા વસંતના !

-કવિ શ્રી મનોજ…

Continue

Added by Hardik Vora on March 26, 2013 at 4:14pm — No Comments

"સવાર "

આકાશે એક પણ બારી નહોતી ,

મેં જોયું તું આકાશે,

એમાં એક પણ કિનારી નહોતી !

કળા ડીબાંગ વદળો હતા ,

જાણે કે સવાર પડવાની જ નહોતી !

પણ સવાર!!

સવાર તો પડી ,

ખુલ્લું સ્વચ્છ આકાશ ,

વાદળો ની દૂર દૂર નિશાની નથી !

જાણે કે રાત પડી જ નથી !!

-હાર્દિક વોરા 

Added by Hardik Vora on March 26, 2013 at 1:18am — No Comments

અરીસા ની અંદર

હું અરીસા ની અંદર જાવ છું  

થોડો ઠીકઠાક થાવ છું

વળી નીરખી ને જોવ છું 

ચહેરા ની કરચલી !આંખો માં કુંડાળા ! મુછ માં સફેદ વાળ !

ને સવાલો પૂર !!

સમય ની દોડ માં મેં ક્યાં મુક્યો છે ?

મારો ચહેરો કેમ બદલાઈ ગયો ?

આ હું તો નથી !! હું ક્યાં ગયો ?

------

નાં આ હું જ છું , હું બદલાઈ  ગયો છું 

હું રોજ થોડો થોડો બદલાઈ રહ્યો છું 

આજે હું કઈક છું , કાલે હું બીજું કૈક હોઈશ 

ને છતાં મારી અંદર શું એ જ હું હોઈશ…

Continue

Added by Hardik Vora on March 24, 2013 at 8:30am — No Comments

"બરફ "

બરફ એટલે થીજેલું જળ !

છે તારા હૃદય માં ને મારામાં પણ !

તું હસે  છે ને પીગળે છે એ  , 

તું રડે છે ને  ઓગળે છે એ  ,

તારા સ્પર્શથી વહેવા માંડે છે !!

લાગણીઓ નું 

ખળ ખળ વહેતું ઝરણું 

તો  પછી શાને "બરફ" થવા માંડે છે ?

-હાર્દિક વોરા 

Added by Hardik Vora on March 23, 2013 at 7:30pm — No Comments

દરિયો

દરિયો એટલે પાણી ભરેલો એક મોટો ખાડો ,

કીડીઓ !

ઉલેચી શકાય તો ઉલેચો ને કાઢો રસ્તો !

દરિયો એટલે આંખો નાખૂણે બાજેલી ભીનાશ - કરો સરવાળો !

દરિયો એટલે દર્દ નું ડૂસકું - મારી શકાય તો મારો ભુસકું !!

દરિયો એટલે ભીની પાપણ ઢાળી શકાય તો ઢાળો !

દરિયો એટલે તું ,દરિયો એટલે હું ,ને દરિયો એટલે આપણે બધા !

સીધો હિસાબ છે !

ધરતી કરતા પાણી નો હિસ્સો મોટો !

દરિયો એટલે પાણી ભરેલ એક ખાડો મોટો !

કીડીઓ !!

ઉલેચી શકાય તો ઉલેચો ને કાઢો …

Continue

Added by Hardik Vora on March 21, 2013 at 7:00am — 4 Comments

મુક્તક

આપણા પ્રેમ નો એ સાર નીકળ્યો ,

જોડતો હૃદય ને એક તાર નીકળ્યો !

અંતર નાતારતાર માં હું શોધવા ગયો,

તારા જ નામ નો બધે રણકાર નીકળ્યો !

-હાર્દિક વોરા 

Added by Hardik Vora on March 20, 2013 at 4:59pm — No Comments

"માનવી નું મૂળ"



નર બન્યો હશે આ વાનર થકી જરૂર ,
કારણ ગુલાંટ મારતો એ વાનરો થી તેજ!!

ફક્ત એટલીજ  વાત થી પુરવાર એ ના થાય,
કારણ બદલતો રંગ એ કાચીંડા થી એ તેજ !

સર્પ જેવા સર્પ થી એ  દંસ એનો તેજ ,
ને કરડવા જો નીકળે તો કુતરા થી એ બેજ !!

ઘુવડ ની જેમ રાત આખી જાગતો ફરે ,
ને ભેંસ ની અદાથી બધું ચાવતો ફરે !!

'હ્રદય' વિચારે એજ હવે જાનવર કયું ?
આ માનવી ના મૂળ નું કારણ બની ગયું !!??

હાર્દિક વોરા - 'હ્રદય'

Added by Hardik Vora on March 17, 2013 at 1:30am — 1 Comment

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service