Made in India
હવે તો જામશે અહી મેહફીલ દુશ્મનો ની,
દોસ્ત બધા ક્યારના ઉઠી ને ચાલી ગયા છે
અજાણ્યા જ કદાચ છેક સુધી બેસે, જોવા જાણવા
શુભચિંતકો દરવાજે થી જ પાછા વળી ગયા છે
હું નશામાં રહું તો કોઈ ને શું ફર્ક પડે છે ક્યારેય ?
એક પછી એક ઘણાય જામ ગળે થી ઉતરી ગયા છે
બેહોશ છું કે હોશ માં હતો જ નહિ, તું નક્કી કર "દિપ "
નામ નથી યાદ, ચેહરા બધા…
Added by દિપ @ એકલતા ના કિનારા on December 19, 2013 at 7:12pm — No Comments
આંખ ના બંધ થાય, તો હું શું કરું ?
શમણું ના કોઈ બંધાય, તો હું શું કરું ?
રાત ની નીરવ શાંતિના અંધકાર માં ,
જીવતા શ્વાસ વળી રૂંધાય, તો હું શું કરું ?
મજબૂરી નથી કે ના કોઈ બંધન છે
પણ છતાયે શબ્દો ના રેલાય, તો હું શું કરું ?
એકલતા ના કિનારે ઉભા રહી, દિપ
ડૂબી જવાય કે ના તરી શકાય, તો હું શું કરું ?
લશ્કર પડ્યું મારી સામે તારી યાદ્દો…
Added by દિપ @ એકલતા ના કિનારા on December 18, 2013 at 6:35pm — No Comments
તારા હોઠ પર સ્મિત જોઈ ,
મારી આંખો માં આંસુ હતા, કોણ માનશે ?
વાત ફક્ત તારી ને મારી હતી,
જાહેર માં ચર્ચા કરીશું , કોણ માનશે ?
તું આમ જ અલિપ્ત થઇ ગઈ ,
એક અભિન્ન અંગ હતું મારું , કોણ માનશે ?
તરછોડી મને તું ખુશ છે ?
સાચું કહે ? હવે મારી વાત કોણ માનશે ?
કોના પર કરું ભરોસો, "દિપ"
તેં જ છોડી દીધો છે હાથ, કોણ માનશે ?
---"દિપ"
Added by દિપ @ એકલતા ના કિનારા on December 18, 2013 at 6:26pm — No Comments
લાશની ઈચ્છા ક્યાં કદી પુછાય છે?
એની તો બસ કાઢી જવાની રાહ જોવાય છે
તને વહેમ છે કે તારા વગર જીવું છુ, "દિપ"
બાકી મોતને વરસો થયા ફક્ત શ્વાસ લેવાય છે
---"દિપ"
Added by દિપ @ એકલતા ના કિનારા on December 18, 2013 at 6:20pm — No Comments
Added by દિપ @ એકલતા ના કિનારા on December 17, 2013 at 9:04pm — 3 Comments
Added by દિપ @ એકલતા ના કિનારા on December 17, 2013 at 8:17pm — No Comments
પ્રેમ માં અવતરણ ચિન્હ ક્યાં મુકું,તું કહે ત્યાં અલ્પવિરામ મુકું
કેહવાની શરુ કરી છે મેં આપની વાત સૌને,તું કહે તો એમાય હવે પૂર્ણવિરામ મુકું
--"દિપ "
Added by દિપ @ એકલતા ના કિનારા on December 17, 2013 at 7:11pm — No Comments
વરસો પછી પણ એટલી જ હશે મારા પ્રેમ ની પાત્રતા
હોઈ જો તારી પાસે કોઈ માપ-દંડ એવા, માપી જોજે
તું જે રસ્તા પર આગળ વધે છે મને છોડી ને
એક વાર પાછા ફરી એ અંતર કાપી જોજે
ખુલ્લી આંખે કરેલી ગણતરી તારી ઉંધી વળી જશે
કોઈ વાર આંખ બંધ કરી મારા સવાલ નો જોજે
શમણાં આંખો ને દગો આપી જાય છે કાયમ,
છેતરવા માંગે કડી ખુદ ને દગો આપી જોજે
હું તો એમેય માટી નો માણસ, "દિપ "
માટી માં મળી માટી બની જઈશ
તને ગમતીલા રમકડા નો ઘાટ મને આપી જોજે…
Added by દિપ @ એકલતા ના કિનારા on December 17, 2013 at 7:06pm — No Comments
એ આવે છે ને આવીને તૂટી જ પડે છે ,
તારી યાદો ક્યાં મારા થી વિખુટી જ પડે છે ?
લાખ કોશિશ કરું બાંધી ને રાખવાની ,
યાદો નો ભારો છૂટી જ પડે છે
રોજ કહે છે નહિ આવું આજે,
ને કાયમ એ તો જુઠ્ઠી જ પડે છે
દુહાઈ આપું તારા નામ ની ,
તારી યાદો છે ને, છુટી જ પડે છે
નસ્તર બની ચુભ્યા આંસુ જે વહ્યા
દિવસ રાત હવે તો એ ય ખૂટી જ પડે છે
હું તર્પણ કરી ચુક્યો મારું ,"દિપ"
મારી હાજરી અહી ખોટી જ પડે છે
---"દિપ"
Added by દિપ @ એકલતા ના કિનારા on December 17, 2013 at 6:40pm — No Comments
દિલ તૂટતું જતું હતું ને અમે આંસુ ના દોર થી એને સીવતા રહ્યા, |
જીવવું તો હતું અમારે, પણ છતાં પલ પલ તારી ખાતર અમે મરતા રહ્યા.. |
હતું એ ઝેર તારા વિરહ નું છતાં , મિલન નું અમૃત માની… |
Added by દિપ @ એકલતા ના કિનારા on December 14, 2013 at 3:58pm — No Comments
દુર રેહશો તો તડકા જેવું લાગશે |
મળશો તો પલળવા જેવું લાગશે |
ચુપ રેહશો તો આંખો બોલવા લાગશે |
ને શબ્દ ધરશો તો… |
Added by દિપ @ એકલતા ના કિનારા on December 14, 2013 at 2:55pm — No Comments
આ સંબંધ નો સેતુ ફરી બાંધી શકીશું?
તૂટેલા દિલ ના તાર ફરી સાંધી શકીશું?
નહિ યાદ કરીએ કે નહિ યાદ આવીએ ,
પણ દિલ ના દરવાજા બંધ રાખી શકીશું ?
રસ્તા આપણે બદલી નાખ્યા જાણી ને ,
અજાણ્યા બની ને સામે આવી શકીશું ?
નજર મિલાવી હજાર સવાલ કરીશું,
આંખો થી વેહતા જવાબ ને ખાળીશકીશું ?
કદમ ભલે ઉપાડ્યા મેં જુદી દિશાના,
ફરી તારા શહેર માં પાછા આવી શકીશું ?
ફક્ત દફન થવાથી નથી વિસરાતી હસ્તી, 'દિપ'
તારા નામ થી જીવતી 'લાશ' ને બાળી શકીશું…
Added by દિપ @ એકલતા ના કિનારા on December 14, 2013 at 2:15pm — 1 Comment
પ્રેમ ની સાબિતી કોઈ કેવી રીતે આપે ?
આંખ ના ઊંડાણ ને કોઈ કેવી રીતે માપે ?
શબ્દો માં ઢંકાયા છે ગુઢ રહસ્યો બધા
મૌન ના સત્ય કોઈ કેવી રીતે ઢાંકે ?
અરસ-પરસ થી જ ઓળખાયા આપણે
આપણને હવે જુદા કોઈ કેવી રીતે રાખે?
છુપાવી લઉં તને દિલ ના કોઈ ખૂણા માં
જોઉં મારું હૃદય કોઈ કેવી રીતે કાપે ?
અટકવું નથી ક્યાય, બસ ચાલવું તારી સાથે
હાથ ઝાલી ને નીકળી પડું તું જે મારગ આપે
---"દીપ" @ એકલતા ના કિનારા
Added by દિપ @ એકલતા ના કિનારા on December 13, 2013 at 12:38pm — No Comments
હસો તો એવું હસો કે પ્રસન્નતા ની એ મેહફીલ માં આંસુ ને ય આવવાનું મન થાય
ને
રડો તો એવું રડો, એવી રીતે રડો કે આંસુ જેવા આંસુ ને ય એની જાણ ના થાય....
ContinueAdded by દિપ @ એકલતા ના કિનારા on December 13, 2013 at 12:12pm — No Comments
એ ખુદા, આપે તો સઘળું મને જ આપજે,
કોઈ દર્દ ના રાખતો કોઈ માટે બાકી
માંગવા જ નીકળ્યો છું તારી પાસે,
તો એમાં મેં કોઈ શરમ નથી રાખી
એના દર્દ નો હિસાબ નથી મારી પાસે
નથી મેં જખમ આપવા માં કોઈ કમી રાખી
ચાહી એને દુનિયા થી પર થઇ ને કાયમ
આજે એને ખુદ થી પણ પર કરી નાખી
છુટા પાડવાનો નિર્ણય મેં જ સંભળાવ્યો છે
ને મેં જ એની આગળ છે પ્રસ્તાવના રાખી
જાણું છું એ તૂટી ને વેરવિખેર થઇ જશે
પણ મેં એની પણ પરવાહ નથી રાખી
એક તરફ મેં એને…
ContinueAdded by દિપ @ એકલતા ના કિનારા on December 13, 2013 at 11:14am — No Comments
જઈને આવ્યો આજે હું એના ઘર ના દરવાજે ,
પાછો વળી ગયો હું બસ એક ક્ષણ રોકાઈને ,
એના હોઠ પર હજુ પણ મારું નામ રમે છે ,
ને લાશ મારી જવા નીકળી છે એનાથી છુપાઈ ને
---"દિપક ઝાલા"
ContinueAdded by દિપ @ એકલતા ના કિનારા on December 12, 2013 at 4:34pm — No Comments
તારા થી દુર જવાની સજા મેં જાતે જ સ્વીકારી છે
હવે એથી વધુ તો કપરી સજા તું શું આપી શકીશ ?
તું જોજનો દુર છે મારાથી, આંખો થી ઓઝલ થઇ
સામ સામે છીએ તોય, દિલ નું અંતર માપી શકીશ ?
---"દિપક ઝાલા"
ContinueAdded by દિપ @ એકલતા ના કિનારા on December 12, 2013 at 4:13pm — No Comments
મને હતું કે એ રાહ જોતા હશે મારી,
કોને ખબર હતી કસોટી લેતા હતા મારી
ફક્ત મારી હાજરી નો જ હિસાબ રાખ્યો
દર્દ ની ક્યાં ગણતરી કરતા હતા મારી
પ્રેમ, એમના માટે ફક્ત એક રમત હતી
ખીલોના સમાન જરૂર રાખતા હતા મારી
મને તો મળી ગઈ મારા વિશ્વાસ ની સજા
એ તો ગયા કહી ને મજાક કરતા હતા મારી
જે ના હતું મારી સાથે મારી પાસે કદી
એજ હથેળી માં લકીરો ખીંચતા હતા મારી
---"દિપક ઝાલા
Added by દિપ @ એકલતા ના કિનારા on December 12, 2013 at 2:59pm — No Comments
આમ ના કર
હું મૌન થઇ જાઉ એવા સવાલ ના કર
બહુ રાહ જોઈ છે મેં તારી,
એકલો જ રહી જાઉં, એવા ખયાલ ના કર
નાની અમથી તિરાડ છે,
એને ભરી દે, આપણી વચ્ચે દીવાલ ના કર
---"દિપક ઝાલા"
ContinueAdded by દિપ @ એકલતા ના કિનારા on December 12, 2013 at 2:21pm — No Comments
કોઈ રાહ જુવે અહી,
ને એ આ તરફ નજર પણ ના કરે
અમારી અધીરાઈ
એમને કોઈ અસર પણ ના કરે
આકુળવ્યાકુળ અમે
એ દર્દ આપવામાં કસર પણ ના કરે
વીતી શું મુજ પર ?
ના પૂછે કે એ ખબર પણ ના કરે
---"દિપક ઝાલા"
Added by દિપ @ એકલતા ના કિનારા on December 12, 2013 at 11:21am — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service