દિપ @ એકલતા ના કિનારા's Blog (166)

શોર


આ શોર  કોણ કરે છે ?
મધરાતે ભોર કોણ કરે છે ?

મારી નિંદ્રા માં ખલેલ પાડી
મને જગાડવાનું જોર કોણ કરે છે  ?

કોણ દુશ્મન બન્યું છે મારું ?
મારા નામે ચોર ચોર કોણ કરે છે ?

નક્કી આ એજ છે મારું ચેન હણી જનાર
વરના આવો મારી સામે તોર કોણ કરે છે ?


---"દિપ"
24.12.2013

Added by દિપ @ એકલતા ના કિનારા on December 24, 2013 at 5:59pm — No Comments

એક ઘા ને બે કટકા

ક્યારેક તલવાર નહિ એની ધાર-ધાર જુઓ ,

ઉગામતા પેહલા ખુદ પર કરી એક વાર જુઓ,



એક ઘા ને બે કટકા કરો એવું બની શકે,

કોઈ ખાલી જાય, જાણીને એવો કરી વાર જુઓ



બંધાતા વાર નથી લગતી કદી, દિલ થી દિલ

તૂટી ગયા પછી ના સંબંધો નો કરી વિચાર જુઓ



 કાયમ તમે જ ફાયદા માં રહો એમ વર્ત્યા તમે

કોઈ વાર ખોટ ખાઓ પછી લોકો ના વ્યવહાર જુઓ



શાણા માનો છો પણ થશે તમને ખુદથી નફરત

"દિપ" તમે કોઈ વાર પાગલ પ્રેમી નો પ્યાર જુઓ



નાની અમથી વાત છે, હું શું સમજાવી શકું…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 24, 2013 at 5:02pm — No Comments

missing friends

" The pain of missing friends
is realized when
.
.
.
.
. .
.
.
.
.
. .
.
.
U r standing some where nd see a
group of friends having fun.......

U smile nd say to urself .
.
'HUM TO ISSE BHI JYADA KAMINEY THE'

Added by દિપ @ એકલતા ના કિનારા on December 24, 2013 at 4:33pm — No Comments

કશુંક

હળવેથી આ મનમાં તૂટ્યું કશુંક,
આંખોમાં કણા જેવું ખૂંચ્યું કશુંક.

ફરીયાદ તો નથી વિષાદ રહ્યો
મળ્યું ઘણુ તે છતાં ખૂટ્યું કશુંક.

કાંચનું તો ન જ હતું હૃદય મારું,
જાણે કેમ, કશેક તો ફૂટ્યું કશુંક.

ન્હોતું નસીબમાં તેને ચાહ્યું મેં,
છોડ્યું ઘણુંય જગમાંચૂંટ્યું કશુંક.

Added by દિપ @ એકલતા ના કિનારા on December 24, 2013 at 4:30pm — No Comments

નાસ્તિક





ભૂલો પડી ભટક્યો હું રણ માં

શોધ્યો તને સઘળે

ક્યાંય ના જડ્યો તું તારણ માં



હજારો યુગો થી એક જ ફરિયાદ અમારી

કેમ નથી દીસતો તું કોઈ ઝIરણ માં



તું છે કે નથી એના કોઈ પુરાવા નથી

હોય જો તું તો આવી જI સામે બારણ માં



તારી હસ્તી અમારા હોવાથી છે, વરના

કોઈ ના માને તને કોઈ પણ કારણ માં



તું ખુદા છે એથી શું થયુ ?

માનું તો જ તને

આવી ને સમજાવે કોઈ ઉદાહરણ માં



હું નાસ્તિક છું, ને તુંય જાણે છે મુજને

તારો ને મારો મેળ ના…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 23, 2013 at 6:09pm — No Comments

જ્યોતીર્બંધ છું હું



યાદ છે એમને કે હજી, છું હું

ટુકડાઓ માં વહેંચાયેલો, પણ અકબંધ છું હું



એમના માટે કોઈ રીતે જરૂરી નથી

છતાંયે એમનાંથી જ ઘેરાયેલો, નજરબંધ છું હું



મન બેહલાવા માટે તો ખરો જ ,

એમના તન-મન થી બંધાયેલો, કટિબંધ છું હું



હું નથી જીવતો કે નથી મૃત:પાય ,

લાશ તરીકે ઓળખાયેલો, કબરબંધ છું…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 21, 2013 at 6:53pm — No Comments

સંબંધના બંધન



કંઈ કહેવાનો અધિકાર ક્યાં આપો છો ?

હ્રદયમાં સ્થાન પણ ક્યાં આપો છો???



કેટલાય સવાલો પૂછી લીધા આજ સુધી -

સરકાર ! એના જવાબો ક્યાં આપો છો?



દરવાજા ખુલ્લા રાખી,કરી બારી બંધ

સંબંધના બંધનને નામ ક્યાં આપો છો?



નજરે કરેલ ગુનાનાં નથી મળતા પુરાવા

પાંપણો ઝુકાવી બયાન ક્યાં આપો છો?



વચન દઈ મિલનનું આવ્યા ન કદી -

શરાબીને વધુ મદિરા ક્યાં આપો છો?



જીવતર એળે ગયું,જીવાયું…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 21, 2013 at 6:36pm — No Comments

એક શેર થઇ જાય,

કહો છો તમે એક શેર થઇ જાય,
આવે યાદ પંક્તિ બે, લ્હેર થઇ જાય,

બેથી છે સ્થિર દ્રષ્ટીએ આખી મહેફિલ
ઈચ્છું છું મદિરા ને મન એક થઇ જાય

મહેફિલે ભૂલાઈ જાય આમ શેર-શાયરી
તો કવિને કવિતાથી વેર થઇ જાય

છતાય યાદ ના આવે શબ્દો 'તેમના' -
તો જિંદગી પર કેવો કેર થઇ જાય ?

શૂન્ય બની વિચારું ફક્ત એટલું જ ..
કે વાહ-વાહથી ન કદી પ્રેમ થઇ જાય .

Added by દિપ @ એકલતા ના કિનારા on December 21, 2013 at 6:33pm — No Comments

હવે વસંત નથી ખીલતી.....

તું

તારા મારી સાથે
ના હોવાને ...
ક્યારેય પાનખર નથી કહી,
તું છું એટલે હું છું
"તારું હોવાપણું "
મારામાંથી ચાલી જશે
ત્યારે જ માનીશ
હવે વસંત નથી ખીલતી.....

Added by દિપ @ એકલતા ના કિનારા on December 21, 2013 at 6:31pm — No Comments

મુદ્દત પછી,

એ જ તૂટેલો બાંકડો..

કેટલી સાંજ ઓગળી છે..

એ ચાલી ગઈ..કે હતી ?

કારણો વગરના બહાના...

સહેજ બદલાયેલી જણાઈ ...મુદ્દત પછી,

હાથ લંબાવ્યો ને એણે વીંટી દેખાડી....

હસવાના પ્રયત્નો

આંખોએ નજરોને છુપાવવા

પાંપણો બીડી દીધી...

વાંક એનો નહોતો

એ ઉભી હતી એ રેતી જ ચંચળ હતી

અને મેં વનવાસ ભોગવ્યો સીતા વગર....

કહું તને કે ના કહું હજી સ્પંદન ફરકે છે ...

હ્રદય ઈચ્છે છે એ સાથ, હાથમાં…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 21, 2013 at 6:30pm — No Comments

નિમંત્રણ



હમ-કદમ સદીઓ વીતી
તારી હથેળીમાં મારી રેખાઓએ
તારામૈત્રક રચ્યું હતું આપણા મિલનનું ..
મજાક-મસ્તી, સંવેદના-લાગણી
ને છેલ્લે વેદના ...
જવાબો ના પુછાયા...
આજે પણ એવી જ રાત હતી,
તારે ઘેર રોશની ઝળહળાં હતી,
તાલ-સ્વર ઝૂમતા હતા
મેં કદમ ઉપાડ્યા તારા ઘર સુધી આવવા
ને
રોકાઈ જવાયું ...દરવાજેથી પાછા ફરી જવાયું
યાદ આવ્યું....
મને ક્યાં નિમંત્રણ હતું??

Added by દિપ @ એકલતા ના કિનારા on December 21, 2013 at 6:26pm — No Comments

તું ના રહ્યો તું



ખરબચડી હતી જે લાગણીઓ મારી,

બધી સુંવાળી થઇ ગઈ

હાશ, હવે ચેન મળશે અમને "દિપ"

એમની બાંહો માં પથારી થઇ ગઈ



સિતારા ગણતા આવડી ગયું અમને

ચાંદ સાથે ય દોસ્તી-યારી થઇ ગઈ

આકાશ ઓઢી ને સુતો હું

ચાંદની પણ હવે અમારી થઇ ગઈ



ચાહત મારી આ રંગ લાવશે નહતી ખબર

દિલ સાબુત…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 21, 2013 at 5:48pm — No Comments

હુકુમત

તું કેમ આવી રમત કરે છે ?

લાગે છે ફક્ત તું ગમ્મત કરે છે



માની જ, ના બેબાકળો બન

કાં શિશુ ની જેમ મમત કરે છે ?



એ તારા માટે નથી બનેલો

શા માટે પત્તાનાં મહેલ ની મરમ્મત કરે છે ?



સપનાંઓ ની તો હજી આ શરૂઆત છે

ને તું રાત પૂરી કરવા ની હિંમત કરે છે…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 21, 2013 at 5:32pm — No Comments

તારું ફરમાન



મારી આ ગઝલ માં તને અનેરું સ્થાન મળ્યું છે,

શબ્દો જ ફક્ત મારા છે, અર્થને તારું નામ મળ્યું છે



લાગણીઓની ક્યાય કમી નથી રાખી મેં એમાં

સ્મિત સાથે આંસુ ને ય સરખું માન મળ્યું છે ,



ઓળખી-પિછાણી મેં કરે છે વાત તારી સૌને,

ક્યાં તારા વગર કદી મને એવું ધ્યાન મળ્યું છે ?



અલ્લડ મસ્તી ભર્યો નિર્દોષ પ્રેમ છે મારો,

તે આંગળી ચીંધી ને અમને સ્વમાન મળ્યું છે



કેમ ના કરું ગર્વ હું, મારી આ રચના પર "દિપ"

જયારે ઘડાઈ એ, મને જીવનદાન મળ્યું છે



તું…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 21, 2013 at 5:25pm — No Comments

સર્જન - -”શૂન્ય” પાલનપુરી

સર્જન



એક દી સર્જકને આવ્યો, કૈં અજબ જેવો વિચાર

દંગ થઈ જાય જગત, એવું કરું સર્જન ધરાર

ફૂલથી લીધી સુંવાળપ, શૂળથી લીધી ખટક

ઓસથી ભીનાશ લીધી, બાગથી લીધી મહક

મેરુએ આપી અડગતા, ધરતીએ ધીરજ ધરી

વૃક્ષથી પરમાર્થ કેરી, ભાવના ભેગી કરી

બુદબુદાથી અલ્પ્તા, ગંભીરતા મઝધારથી

મેળવ્યો કંકાસ મીઠો, મોજના સંસારથી

પ્રેમ સારસનો ઉપાડ્યો, પારેવાનો ફફડાટ

કાગથી ચાતુર્ય લીધું, કાબરોથી કલબલાટ

ખંત લીધી કીડીઓથી, મક્ષિકાથી શ્રમ અથાગ

નીરથી નિર્મળતા લીધી, આગથી…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 20, 2013 at 5:46pm — No Comments

સાચવી ને રાખજો



ખોવાઈ છે એક જીવતી જાગતી લાશ ,

મળે જો ક્યાંય, એને સાચવી ને રાખજો



નથી એને દુનિયાદારી ની કોઈ સમજ ,

બની શકે તો એને સમજાવી ને રાખજો



હાડમાંસ નો જ બનેલો છે એ, ખોલી ને જોજો

માણસ જેવો લાગે તો મનાવી ને રાખજો



હસવાનું તો એ ભૂલી જ ગયો છે સાવ,

 એકાદ વાર એને રડાવી ને પણ રાખજો…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 20, 2013 at 5:21pm — No Comments

બસ એટલું બને



ભસ્મ થઇ જાઉં હું જો તું ધૂણી બને

એ વાત પણ કંઈ ના નાનીસુની બને



તું રાહ જો છે મુજ મંઝીલ તણી,

હું રાહગીર બનું જો તું સાથે રાહી બને



હાથ માં હાથ લઇ ને કપાઈ જાય રસ્તો

શરત એટલી, એમાં મેહંદી મારા નામ ની બને



તું ઝરણું બની ને વહીશ ના, હું ખારોપાટ છું

મીઠાશ મુજ માં ઉતરે જો તું નદી બને



ભીતર થી ટૂટી ને વેરવિખેર થઇ ગયો છું

તું જો મળે તો ખંડેર ફરી ઈમારત બને



એ મારા બને કે ના બને શું ખબર  "દીપ" ?

ફક્ત  હું એનો બની જાઉં બસ…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 20, 2013 at 5:05pm — No Comments

એક જ હૃદય

ક્યાં એની જવાની હતી પૂરી થવા માટે?

હતી ક્યાં ઉંમર એની મારવા માટે  ?



હજુ તો હમણાં જ એ ચાલતા શીખ્યો પડી પડી ને

ક્યાં જરૂર હતી એને મોત ની દોડ દોડવા માટે ?



ઠીક થી હજુ એ વાત પણ નહતો કરી શકતો

એને આપ્યા શબ્દો બોલવા ને તોલવા માટે…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 19, 2013 at 8:10pm — No Comments

મારો પડછાયો



જ્યાં સુધી જોયું ત્યાં સુધી બસ તું ને તું જ દેખાયો

હું ભાગતી રહી તું જ થી ને તું બની ગયો મારો પડછાયો



કદી જો એકલું લાગ્યું મને મારી સાથે

તું દીવાલ બની સંવાદ માં ઉતારી આવ્યો



તું પવન બની વેહવા લાગ્યો મારી આસપાસ

હરેક લહેર માં તારો જ અવાજ કાને અફળાયો



હું તો કેવળ સમય પસાર કરતી હતી

તું સમય બની…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 19, 2013 at 7:49pm — No Comments

રોકાઈ જા, "દિપ"



દરેક વખતે આવું થોડું જ થાય

કોઈ ની લાગણીઓ થી ના રમાય "દિપ"



શબ્દ બોલતા પેહલા તોલવો જરૂરી છે

આમ વજૂદ વિનાની વાત ના કરાય દિપ



કોણે કીધું કે કોઈને પ્રેમ કરવો ખોટું છે ?

પણ જેને ચાહિયે એને ના તરછોડાય "દિપ "



તું કોઈની હસી નું કારણ છે એ દોસ્ત

આંસુ થી એની આંખ ને ના ભીંજવાય "દિપ"



નહિ મળે ફરી એ હાથ એ સાથ એ એહસાસ

હજીયે રોકી જા, જો રોકાઈ  શકાય "દિપ"



પછી ખુદા પણ ના જુવે સામે તારી,

આમ કોઈનું પ્રેમભર્યું હૃદય ના તોડાય…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 19, 2013 at 7:32pm — No Comments

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service