દિપ @ એકલતા ના કિનારા's Blog (166)

અગ્નિદાહ


 

  સંબંધ તોડવો હતો, તો કેહવું તો હતું ?
  આમ અધવચ્ચે સાથ કોણ આપશે ?

  બોલ્યા ય નહિ તમે એક શબદ પણ
  મારી વાત માં તારી વાત કોણ આપશે ?

  સુકીભઠ્ઠ છે હૈયા ની ધરતી સનમ
  તું નથી તો, વરસાદ કોણ આપશે ?

  ડૂબાડી દીધી નૈયા મારી મઝધારે
  હવે મને તરવા હાથ કોણ આપશે ?

  ત્યજી દઉં હાલ મારા શ્વાસ "દિપ"
  દેહ ને મારા અગ્નિદાહ કોણ આપશે ?

  ---"દિપ"
  02.01.2014

Added by દિપ @ એકલતા ના કિનારા on January 2, 2014 at 5:12pm — No Comments

એનું નામ



તારી જેવું તો હું ક્યાંથી કરું ?

તું ના હોય તોય, હું તો હવામાં બાથ ભરું

તું આવ સોણલાં માં મારા,

ને પછી બંધ પાંપણને આઝાદ કરું

પથારી કરી છે મેં અગાસીએ આજે

તારાઓ ગણી ને તારી વાત…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on January 2, 2014 at 12:02pm — No Comments

એક ઝલક


ભાર હૃદય નો હળવો થઇ શકે
જો એની એક ઝલક મળી શકે

ધરતી પર રાખે જે એ કદમ
વિશ્વ આખું ને ફલક મળી શકે

ઈશ નો ભરોષો જેને મળ્યો
એતો તકદીરની ફેરબદલ કરી શકે

જેણે હાથ થામ્યો છે સાચ નો
એને તો અપશુકન પણ ફળી શકે

ભુલભુલામણી છો રહી દુનિયા
સૌને ભુલાવી એ અલગ નીકળી શકે

આજ પ્રેમ ની અસર છે દોસ્ત
પ્રેમ કરે એ મૌત ને છળી શકે

---"દિપ"

Added by દિપ @ એકલતા ના કિનારા on January 1, 2014 at 4:38pm — No Comments

શોધી વળીશ તને



  ધગધગતા અંગારા જેવી છે મારી લાગણીઓ

  દુર રેહશો તો તેજ , નજીક આવશો તો બાળશે

  દઝાડે છે મને, તો વેદના કેમ તમારા ભાગે આવે ?

  લાગે છે આજે એ મને ફના કરી ને જપ વાળશે

  ક્યાંય પણ છુપાઈ ને તું બેસી જા, શોધી વળીશ તને

  હવે ક્યાં સુધી એ ખુદા તું મારી ગુલામી ટાળશે ?

  તારો હાથો નથી બનવું, મારે કોઈનું દિલ તોડવા

  ક્યારેક તો એ મારી અંદર ઝાંખી, સચ્ચાઈ ભાળશે

  વહી જવા દો વેહતા પાણી ને, રોકી ને શું થશે ? 

  હું છું આંસુનો ભરેલો દરિયો, મને વહેતા કોણ…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on January 1, 2014 at 3:33pm — No Comments

HAPPY NEW YEAR

Purity in birth of a thought always turn in to selfless action to embrace acstasy beyond words.



Let us begin this new year with introspection to enrich purity if our thought.



Wisdom for someone else may be an immoral action for other one. 



Let us rise above gain and loss to make this new year an initiative to enrich…
Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on January 1, 2014 at 9:37am — No Comments

મજા છે



  આમ તો તારે ને મારે વરસો નો નાતો

  પણ અજાણ્યાં બની મળવા માં મજા છે

  દિલ ની અમીરાતની જાહેરાત શું કરવી ?

  લુંટાવી દેવાની ગરીબાઈ માણવાં માં મજા છે

  તારું-મારું , મારું-તારું બહુ થયું હવે

  આપણું -આપણું રમવા માં પણ મજા છે

  ખિસ્સાં ખાલી કરી નાખ્યાં અમે એમ જ

  નીલામી માં ખુદ ની બોલી બોલવા માં મજા છે

  અલ્યા હવે તો તું ચિંથરેહાલ થઇ ગયો, સૌ એ કીધું

  જાણું છું પણ એમ રેહવા માં જ મજા છે 

  રેહવા દો નથી કરવી કબુલાત પ્રેમની,…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 31, 2013 at 5:48pm — No Comments

વરંડા ની ઉદાસી

ઘણાં દિવસે જયારે હું ઘરે પાછો આવ્યો

ઘર જાણે ક મને વળગી ને રોઈ પડ્યું

દરેક દીવાલ જાણે મારી સાથે વાત કરવા લાગી

ડ્રોઈંગ રૂમ મને ગમતા ગીતો ગાવા લાગ્યો

બેડરૂમ તો જાણે હરખઘેલો થઇ ઝૂમવા લાગ્યો

કિચન મારી મનપસંદ રસોઈ કરવા લાગી ગયું

સ્ટોરરૂમ આપમેળે બધું એની જગ્યા એ ગોઠવવા મંડી પડ્યું

બસ, એક વરંડો એમ ને એમ બેસી રહ્યો મારી જેમ ઉદાસ

મેં પૂછ્યું કેમ ?

એને કહ્યું તું ભીતર થી ઉદાસ છે , ખોખલી ખુશી તું ચેહરા પર લાવી રહ્યો છે ઘરે આવવાની ,...

વરંડા ની…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 31, 2013 at 4:12pm — No Comments

ખુદા તને આવું થયું છે કદીયે ?

  સાવ અડોઅડ બેસી ને અનુભવેલી એ તારી લાગણીઓ

  એ સ્પર્શ, એ સ્પંદન , એ ચુંબકીય આકર્ષણ

  નસે નસ માં દોડવા લાગ્યા અગણિત તરંગો

  અજાણ્યા ડર થી પાછો ખેંચાયેલો હાથ

  એ સમય નું થંભી જવું, એ આંખો નું અનિમેષ તાકવું

  ધબકારા નું અચાનક જ બમણી ઝડપ થી ધડકવું

  સોંસરવી ઉતરી જતી તારી નજર ને મારા અધરો નું વિચલિત થવું

  દિલ ના આંદોલનો ને ધમની -શીરાઓ નું તૂટવું

  ઝુકી જવું તારું મુજ પર ને બે ભિન્ન ઉર્જાઓ નું મિલન થવું

  સદીયો માં એકાદ વાર…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 31, 2013 at 2:12pm — No Comments

સવાલો ના ખંજર

રાતભર ઓશીકું મારું, તારી યાદો થી ભીંજાય છે

દરિયા ની બધીયે ખારાશ આંખો માં ઉતરી જાય છે

લાખ કોશિશ કરું, દર્દ ક્યાં રોક્યું રોકાય છે

એ તો ઝેર બની લોહી સાથે શરીર માં પ્રસરી જાય છે

મારા વાયદાઓ તો આજેય છે અકબંધ છે

કિન્તુ તારા સવાલો ખંજર બની, દિલ પર ઘા કરી જાય છે

તું મારા પ્રેમ ની કસોટી કરી શકે છે, તારી મરજી

યાદ…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 31, 2013 at 12:09pm — No Comments

મારી જેમ તારો કોઈ સનમ નથી

ચાલો હવે જવાનો સમય થઇ ગયો..

મળીશું ફરી ક્યારે એ નક્કી નથી

પણ જેટલો સમય આપનો સાથ મળ્યો

એ કોઈ બંદગી થી કમ નથી

ઘણું આપ્યું તમે બસ હુંફ આપી ને

દોસ્તો ની ભીડ ઓછી થઇ નથી

દુશ્મનો ય જુઓ મારી નનામી એ આવ્યાં

એ કોઈ પુરષ્કાર થી કમ નથી…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 28, 2013 at 12:59pm — No Comments

પેહલા જેવો દીવાનો


  આજે એને સમય છે મને મળવાનો
  પણ હું ક્યાં છું પેહલા જેવો દીવાનો

  એણે મારી વાત ક્યાં કદી સાંભળી છે ?
  કે આજે મારો સુર એને પહોચવાનો ?

  એ બસ સમય સાથે પસાર કરતા'તા મને
  ના બદલ્યો અંદાજ , એક નજર જોવાનો

  હું એક રમકડું એમનું, કેમ કરી રમત રમવાનો
  એ તો ખુદા મારો , ક્યાં હું એને છોડી જવાનો?

  હવે એ મનફાવે એ કરી શકે છે મારી સાથે
  હું ક્યાં કદીયે એના સિવાય કોઈનો થવાનો ?


  ---"દિપ"
  28.12.2013

Added by દિપ @ એકલતા ના કિનારા on December 28, 2013 at 12:37pm — No Comments

અલ્યા દિલ



અલ્યા દિલ, તે આ શું કર્યું,

બીજું કંઈ ના આવડ્યું તને ?

તે કામ એમને ચાહવાનું કર્યું,..

ખાનગી વાત જાહેર કરી તે દોસ્ત

જરાય ના શરમ મારી ભરી

તું તો બચી ગયું, મને ફસાવાનું કર્યું,..

કેટલું માસુમ ને નાદાન હતું તું

હજી હમણાં સુધી તો ખાલી પણ,

કાં એમને એમાં વસાવા નું કર્યું ?



તારી મસ્તીમાં મસ્ત રેહતું 'તું

કોઈ ની ક્યાં પડી હતી…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 27, 2013 at 6:44pm — No Comments

શું લખું ?



લખું, તો શું લખું ?

તારું નામ લખું , કે

ફક્ત મારું નામ લખું ?

ક્યાં એ જુદા જુદા છે ?

અર્થ ભલે એના રહ્યા જુદા

અર્થ લખું? કે નામ લખું ?

તું મારી આત્મા નો અવાજ

હું તારા હોવાનું વજુદ

જીવ લખું ? કે નામ લખું ?



કેમ આટલી માથામણ છે,

શા માટે આવી મૂંઝવણ છે

ખાલી જગ્યા રાખું ? કે નામ લખું ?…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 27, 2013 at 6:18pm — No Comments

બે-પરવાહ



હું તારા દિલ માં પ્રેમ ના અંકુર રોપી શકું

તારી આંખો માં વસેલાં શમણાં છોડી ના શકું

તું આવે જો મારી સામે પ્રેમ બની ને, કાયમ માટે

જોડું દિલ થી દિલ ના તાર, દિલ તોડી ના શકું

તું જ એમની બેઠો છે મને બે-પરવાહ, ના જાણું કેમ ?

તારા માટે ની મારી લાગણીઓ, બીજી દિશામાં મોડી ના શકું

અદ્ધરતાલ વાત નથી કરવી મારે એમ, તારી સાથે

વાત શરુ કરું તો પૂરી જ કરું, અધુરી વાત છોડી ના શકું

જન્મજાત નબળાઈ છે મારી આ ચાહત ની

તું છે, બસ તું જ છે, મારી સાથે બીજું નામ…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 27, 2013 at 6:06pm — 1 Comment

અકારણ

મૌન રહું છું અકારણ , રોજીંદી આદત નથી,
હાથ અડાડી લે, જીવતો જ છું હું કંઈ ખતમ નથી

આ તો, એમના ઇનકાર નું હું માન રાખું છું
નહિતો મારી ચાહત કંઈ નશા થી કમ નથી

એ કહે છે ભૂલી જાઉં હું એને કાયમ માટે
એ કહે ને હું માની જાઉં ? એ વાત માં દમ નથી

ઝીલ્યાં છે સીધે સીધાં દિલ પર મેં તીર એના
વાર ખાલી જવા દઉં એના, એવો હું સનમ નથી

મંઝીલ પર પહોચીને જ રહીશ હું ઉભો, "દિપ"
અધવચ્ચે હાથ છોડી દઉં , એવો હમકદમ નથી

--"દિપ"
27.12.2013

Added by દિપ @ એકલતા ના કિનારા on December 27, 2013 at 5:09pm — No Comments

તમને કોણ અહી પિછાણે ?



આજ પાડી દીધો એમણે મને ઠેકાણે,

પછી પૂછે છે, તમને કોણ અહી પિછાણે ?

કાલ સુધી જે હાથ માં હાથ લઇ ઘૂમતા'તા,

આજ મળે છે અમને, કિન્તુ પરાણે પરાણે

હાથ બતાવી કહી દીધું આવજો ફરી મળીશું ,

ના કહ્યું એટલું, ક્યાં ને કયા ઠામ ઠેકાણે ?

મેળાવડો જામ્યો છે અહી સ્વજનોનો ,

સભા છોડી જાઉં કેમ, કોઈ પણ બહાને

પ્રતિબિંબ ઝીલ્યું દિલ ના દરેક ટુકડા માં

જ્યાં જોઉં ત્યાં બસ ખુદ ને જ પેહ્ચાણે

મુજ ને મંજુર છે મારી એકલતા ના કિનારા

નથી હલેસાં  કે નાવિક કોઈ મારા…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 27, 2013 at 4:38pm — No Comments

અડીખમ છું તોય ઉભો

બદલવા નીકળ્યો દુનિયા ને, હું બદલાઈ ગયો

લાખો પ્રપંચીઓ વચ્ચે, હું જ ઓળખાઈ ગયો

મેં તો પ્રેમ થી દુનિયા ને બદલવા ચાહી હતી,

મારા પર નફરત ફેલાવાનો આરોપ મુકાઈ ગયો

આમ તો બચી બચી ને ચાલતો હતો સૌ થી,

પણ પોતાના ની જ મીઠી વાતો થી ભરમાઈ ગયો..

જાળ બિછાવી રાખી એમણે મને મ્હાત કરવા

છેડે છેડે ચાલ્યો તોય એમની જાળ માં સપડાઈ ગયો

હું જાણું છું કે કોણ મારી સામે પડ્યું છે આજે,

દુશ્મનો ની વાત છોડો હું તો દોસ્તોમાં જ અટવાઈ ગયો

અડીખમ છું તોય ઉભો આ જીંદગી…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 26, 2013 at 6:31pm — No Comments

દરિયા બધાં ખારા છે



વિધાતા તારા ખેલ બહુ નિરાળા છે,

સાગર ને એક કરતાં વધુ કિનારા છે

નદી ઓ બધી તોય તરસી રહી જાય

આટલાં મિલન છતાં દરિયા બધાં ખારા છે

વિશાળતા મારાં હૃદય ની કોણે માપી છે ?

બહું ઊંડા ભલે રેહ્યા, બધા ઘાવ તારા છે

તું આવે તો આવકાર આપું તને રોજ ની જેમ

અજાણ્યાં માટે તો દરવાજે થી જ જાકારા છે

અર્થ તો તું તને ગમે એવા કરી…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 26, 2013 at 5:57pm — No Comments

રોજ મળતા રહે


તમે મળ્યા બસ એજ બહુ થઇ ગયું,
બીજાં બધા ભલે આવી ને જતા રહે

રાત અધુરી રહે કે સવાર ના થાય
મને શું ? સપના રાહ જોઈ સુતા રહે

સુરજ ને મળવું હોઈ તો અહી આવે
ચાંદા તારા રાતભર ભલે રઝળતા રહે

ફૂલો ખીલી ને મુરઝાઈ જાય, તો હું શું કરું ?
પથારી માં પડેલા તારા વળ સળવળતા રહે

અજુગતું લાગે કદાચ મારું આવું રૂપ
પણ છો ને મારા અરમાન સળગતા રહે

એમના પ્રેમ કરવાના નિયમો કૈંક જુદા જ છે
રોજ એ મળી છૂટા પડે છે, તોયે રોજ મળતા રહે

---"દિપ"

Added by દિપ @ એકલતા ના કિનારા on December 26, 2013 at 5:33pm — No Comments

એનું નામ

એનું નામ આવ્યું જુબાન પર,

ને પછી દિલ પર કહેર વર્તાયો



હું ગુજર્યો જે રસ્તા થી એકલો

ચાલ્યો મારી સાથે એનો પડછાયો



મારી આશા-ઈચ્છાઓ અધુરી ભલે

છો આંસુ ના દરિયા થી હું ઘેરાયો



એના ભરોસે  તો મેં ઠુકરાવી દુનિયા

ભલે હું એના વિશ્વાસ માં છેતરાયો…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 24, 2013 at 6:51pm — No Comments

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service