Made in India
મુજ આત્મન કાતિલ મૌન ના પડઘાં પડે
હોઠ સીવી રાખું તોય શબ્દો ના ઝઘડાં પડે
છાતીસરસા ચાંપી રાખ્યા તારા સ્પંદનો
સ્પર્શ કરું ને રક્ત્ભીના શમણાં અગળા પડે
વીતી ગઈ મુજ પર ઘણી એવી યાતનાઓ
પાંપણ ઉંચી કરું ને તુજ યાદો ના ઝરણાં પડે
કોરાણે મૂકી રાખી છે દર્દ ની…
ContinueAdded by દિપ @ એકલતા ના કિનારા on January 16, 2014 at 11:42am — No Comments
આ વર્ષ ઉત્તરાણ માં , મારો પતંગ કપાઈ જશે
મારા હાથે જ મારો પેચ મારી સાથે લડાઈ જશે
તું સામે આવશે મારી જો , ગુંચ ઉકેલાશે કે નહિ ?
કે પછી નવી જ કોઈ ગાંઠો જીંદગી ની બંધાઈ જશે ?
વિપરીત થઇ જશે પછી તો પવન ની દિશા પણ
જો તું દોર રાખીશ મારી હાથમાં તો હવા માં રેહવાઈ જશે
સૌ પોતપોતાની રીતે મને કાપવા અધીરા બનશે
એક જ અગાસી પર જીવનમરણ ના ખેલ ખેલાઈ…
Added by દિપ @ એકલતા ના કિનારા on January 13, 2014 at 2:06pm — No Comments
Dil ne tume chaha bhi bahut hai,
Hum ne tume maanga bhi bahut hai,,
Chahe tou pooch lo apne dil se,
Hum ne tume pukara bhi bahut hai,,
Andheri si raat mein awaaz si aayi,
Iss raat ke baad ujaala bhi bahut hai,,
Dur huye tou yeh ehsaas hua,
Yeh dil udaas bhi bahut hai,,
Raha bhi nahi jata aik pal dur tumse,
Kya karen…
Added by દિપ @ એકલતા ના કિનારા on January 13, 2014 at 12:13pm — No Comments
તારા હોઠ પર સ્મિત જોઈ ,
મારી આંખો માં આંસુ હતા, કોણ માનશે ?
વાત ફક્ત તારી ને મારી હતી,
જાહેર માં ચર્ચા કરીશું , કોણ માનશે ?
તું આમ જ અલિપ્ત થઇ ગઈ ,
એક અભિન્ન અંગ હતું મારું , કોણ માનશે ?
તરછોડી મને તું ખુશ છે ?
સાચું કહે ? હવે મારી વાત કોણ માનશે ?
કોના પર કરું ભરોસો ?
તેં જ છોડી દીધો છે હાથ, કોણ માનશે…
Added by દિપ @ એકલતા ના કિનારા on January 13, 2014 at 12:12pm — No Comments
એ પસાર થઇ ગયા સામેથી
ને કોઈ અણસાર પણ નાં આવ્યો
એકવાર પાછુ વળી ને જુવે
એવો એને વિચાર પણ ના આવ્યો
હું અહી રાહ જોઈ ઉભો એની
એ ખયાલ માં કે મળશે ફરી અહીજ એ
એમણે રસ્તો બદલી નાખ્યો
કઈ રાહ ચીંધી એમણે એ સમાચાર પણ ના આવ્યો
રાહ જોતો રહ્યો કબર માં
મને જીવતો કરે ફરી એવો ચમત્કાર પણ ના આવ્યો
---"દિપ"
11.01.2014
Added by દિપ @ એકલતા ના કિનારા on January 11, 2014 at 3:02pm — No Comments
Kabar me dafnaate hi,
Sare rishte tut jate h
Chand dino mein apne
Apno ko bhul jate h
Koyi nahi rota umar
Bhar kisi ke liye
Waqt ke sath aansu
Bhi sukh jate hain
Added by દિપ @ એકલતા ના કિનારા on January 9, 2014 at 5:04pm — No Comments
એ આવ્યાં , જોયું , જોઈ ને જતા રહ્યાં
ઉજ્જડ તો હતું શહેર, હવે વેરાન થયું
વસતી હતી અહી ભીની લાગણીઓ
સુની ગલીયો માંય યુદ્ધ ધમાસાન થયું
દીવાલો ઉભી રહી, ખંડેર બન્યું ઘર
સજાવટ ને જરાય ના નુકસાન થયું
રહી તારી ને મારી તસ્વીર અકબંધ
નેસ્તોનાબૂદ દરેક નામો-નિશાન થયું
કાળો કેર વર્ત્યો દિલ ની ધારા પર
હસતું-રમતું નગર ખેદાન-મેદાન થયું
એવી તો શું ઈર્ષા તને મારી આવી ?
ખુદા, તને કેમ આવું અરમાન થયું ?
તું કેહતો, તો હું…
ContinueAdded by દિપ @ એકલતા ના કિનારા on January 7, 2014 at 1:05pm — No Comments
જલ્યો રહ્યો હું દિવસ રાત થોડો થોડો
બુઝ્યો તોય આપ્યો ઉજાસ થોડો થોડો
ભરતો રહ્યો તેલ, બુંદ બુંદ લોહી થી
વાટ સાથે રહ્યો સંગાથ થોડો થોડો
ક્યારેક તોફાન આવી ને જતું રહ્યું
તો ક્યારેક રહ્યો મુજ માં રકાશ થોડો થોડો
Added by દિપ @ એકલતા ના કિનારા on January 6, 2014 at 5:27pm — No Comments
રોકી શકે તો રોકી લેને એને
કેમ ખોટી જીદ કરે છે તું ?
તારો શ્વાસ છે એ માની લે
કોશિશ એને રૂંધવાની શીદ કરે છે તું ?
પૂરી રીત થી ચાહી છે સદા
ફના થવાની આ નવી રીત કરે છે તું
હાથ ઝાલી લે એનો દોડીને
ખુલ્લા દરવાજામાં કાં ભીંત કરે છે તું ?
તરણું છે એ, પકડી લે ને તારી જા
નાહક…
Added by દિપ @ એકલતા ના કિનારા on January 6, 2014 at 2:57pm — No Comments
મારા જેવી જ તારી દશાજોઈ થયું ,
ખુદા તુંય ખરો કલાકાર લાગે છે
અજાણ્યો માન્યો તને આ ખેલ માં,
તું તો આ કળા નો જાણકાર લાગે છે
મારી જેમ તારુંય દિલ તડપ્યું છે
જોઈ તારા આવાં દીદાર લાગે છે
હું કરું ફરિયાદ મારી ને તું સાંભળે છે ?
કહે, તારા હાલ માટે કોણ જવાબદાર લાગે છે?
ઘટના આ નવી નથી…
ContinueAdded by દિપ @ એકલતા ના કિનારા on January 6, 2014 at 11:23am — No Comments
એના સ્મિત પર થી એવું લાગે છે ?
કે એનું દિલ મેં જ તોડ્યું હશે...
નથી જરા પણ પાણી આંખ માં એની
મેં જ હૃદય આંસુ ના મોતી થી જોડ્યું હશે
એક પલ પણ કેમ કરી ભૂલે કોઈ ?
જયારે એક શમણું રાખ માં રોળ્યું હશે,...
બસ એટલી જ રહી મારી વારતા
આખર થી અંત સુધી કોઈ શુળ ચોળ્યું હશે
કબર ખોદી મેં…
ContinueAdded by દિપ @ એકલતા ના કિનારા on January 6, 2014 at 10:36am — No Comments
માણવાં લાયક છે અમારી સંગત
એકાદ મેહફીલ ગોઠવી તો જુઓ
હારજીત ના બહાનાં ના રહે એમ
ચોપાટ પર પ્યાદાં ગોઠવી તો જુઓ
ખંડેર દિલ તમારું બની જશે મહેલ
ભીતર મારી તસ્વીર ગોઠવી તો જુઓ
હરયાળી છવાઈ જશે જીંદગી માં
સમય ના કાંટા ફરી ગોઠવી તો જુઓ…
Added by દિપ @ એકલતા ના કિનારા on January 4, 2014 at 2:46pm — No Comments
એ તારા એકલાની નથી , થોડી મારીય છે
એકલતા ક્યાં કદીયે કોઈનીવ્હાલીસગી હોય છે
સયાના બની ફર્યા કરો છો જગત માંહે
તમારી એ અદા માંય દીવાનગી હોય છે
જખમ મારાં મને હસાવી ગયાં સનમ
તમારી તો આવતા સાથે જ રવાનગી હોય છે
જાહેર કરી ને , શું મળશે તને કે મને ?
રોમાંચ એમાં આવે, જે લાગણીઓખાનગી હોય છે
---"દિપ"
04.01.2014
Added by દિપ @ એકલતા ના કિનારા on January 4, 2014 at 12:45pm — No Comments
ખડગ પથ્થર ધૂળ ને રસ્તો
જીવનનો બસ આજ સિરસ્તો
ડગો તો ઠોકર ખાવી પડે ને
ઘાવ મળે અમસ્તો અમસ્તો
કેડી ચાલ્યાં તો શું ચાલ્યાં ?
દરિયો ઠેકો, શોધો નવો રસ્તો
જરા અમથી મરડો આળસ
પછી જુવો પગ કેમ નથી ખસતો ?
તું શું કામ મારી પડખે ઉભો ?
હું જ ખુદા ને હું જ મારો ફરિસ્તો
---"દિપ"
04.01.2014
Added by દિપ @ એકલતા ના કિનારા on January 4, 2014 at 12:15pm — No Comments
ચાહત પર મારી એને શંકા છે
ક્યાં જોઈ છે એણે ?
મુજ ભીતર ભડકે બળતી લંકા હોય છે
એની યાદો નો ખજાનો છે ભરપુર
મુફલિસી જુઓ આ અમારી
કાયમ દિલ ના દિલાવર આ નરબંકા હોય છે
જવા જોઈએ એને ત્યાં રોજે રોજ
કોઈ નથી હોતું જ્યાં
ત્યાં એના મળવા ની વ્યર્થ આશંકા હોય છે
વરસાદ તું ઋતુ મુજબ વરસી ગયો
ના ખીલી વસંત અહી
જ્યાં જળ જોયાં એ તો કેવળ ઝાકળઝંઝા હોય છે
અટકી જઉં તો ખતમ થઇ જઉ
ને ચાલી નીકળું તો
વાગતા ચારેકોર મારા નામના ડંકા હોય…
Added by દિપ @ એકલતા ના કિનારા on January 4, 2014 at 11:59am — No Comments
શાંત પાણી માં કાંકરી ના નાખ દોસ્ત ,
વમળ સર્જાઈ જશે,
શબ્દો ને થોડા પણ આડા અવળા ગોઠ્વીસ,
તો ગઝલ સર્જાઈ જશે..
આંખ ઉંચી કરી ને જોઈશ, જો મેહફીલ માં,
એનું નામ ચર્ચાઈ જશે,
પછી હું ઇચ્છુ કે ના ઈચ્છું, હર વાત માં
એનું જ નામ લેવાઈ જશે.
મારી સાથે એની પણ પરછાઈ ચાલી આવે છે,
ક્યારેક એ બંને અટવાઈ જશે,
કોઈ તોહમત નથી એના માટે,…
Added by દિપ @ એકલતા ના કિનારા on January 4, 2014 at 9:46am — No Comments
કોઈ કેમ આવું કરે છે ?
મને એના થી દુર કરે છે,..
મારી એવી શું ગુસ્તાખી
કાંચ જેમ મને ચકનાચૂર કરે છે
ચોરી કરી છે મેં એવી શું ?
કે તું સજા આપવા નો દસ્તુર કરે છે
હું તો નતમસ્તક ઉભો તારી સામે
તું કાં ખુદા હોવાનું ગરુર કરે છે ?
---"દિપ"
03.01.2014
Added by દિપ @ એકલતા ના કિનારા on January 3, 2014 at 5:29pm — No Comments
અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં,
છૂપાં રાખ્યાં છે એવાં કે પમરવા પણ નથી દેતાં.
ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી,
અમે રડીએ છીએ ને અશ્રુ સરવા પણ નથી દેતાં.
હવેના રાહબર પોતે જ ખોટા રાહ જેવાં છે,
સફર સાચી દિશામાં તો એ કરવા પણ નથી દેતાં.
ભલે મળતાં નથી, પણ એજ તારણહાર છે સાચા,
જે ડૂબવા તો નથી દેતા જ, તરવા પણ નથી દેતાં.
હવે આવા પ્રણયનો અંત પણ આવે તો કઇ રીતે?
નથી પોતે વિસરતાં કે વિસરવા પણ નથી…
Added by દિપ @ એકલતા ના કિનારા on January 3, 2014 at 3:08pm — No Comments
Yaadien aksar hoti hain satane ke liye, Koi rooth jaata hai phir maan jaane ke liye, Rishte nibhana koi muskil to nahi, Bas dilon me pyaar chahiye use nibhane ke liye…
GOOD MORNING
Added by દિપ @ એકલતા ના કિનારા on January 3, 2014 at 9:37am — No Comments
इस शहर की भीड़ में चेहरे सारे अजनबी; रहनुमा है हर कोई, पर रास्ता कोई नहीं;
अपनी-अपनी किस्मतों के सभी मारे यहाँ; एक-दूजे से किसी का वास्ता कोई नहीं;
बस चला जाता यूँ ही ज़िन्दगी का कारवाँ; यादों के टुकड़े हैं बस, दास्ताँ कोई नहीं।।
Added by દિપ @ એકલતા ના કિનારા on January 3, 2014 at 9:35am — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service