Made in India
‘ હું ઘેર જાઉં છું, તમે આવો છો કે પછી... ‘ આ પંક્તિનો ઉલ્લેખ કરતાની સાથે જ જાણે દર્શનનું હૈયું સ્તબ્ધ થઈ ગયું, આંખો સ્થિર થઈ ગઈ, દિલ અહોભાવથી વ્યાપ્ત થઈ ગયું. એ વિદાયની ક્ષણ જાણે આંખો સામે તરી આવી ઘરમાંથી વિદાયતો જાણે દિકરીની નહિ દિકરાની થઈ, બાળપણ અને માતા-પિતાનો લાડ યાદ આવવા લાગ્યો.
દર્શનના પિતાએ દર્શનને ભણાવવા અને લગ્ન માટે લીધેલ લોન ચુકવવા, ઘર ચલાવવા, માતા-પિતા અને પત્ની તેમજ ભાવી બાળકોના સુઃખ માટે દર્શનને વિદેશ જવું પડ્યું હતું. પણ આખરે આજે તો લોનના પૈસા પણ ચુકવાઈ ગયા…
ContinueAdded by Aarti Bhadeshiya on March 26, 2013 at 4:43pm — No Comments
હાલો હવે હોળી રમીશું,
તહેવારમાં આનંદ કરીશું.
રંગોની ભરમાર કરીશું,
પીચકારીની ધાર કરીશું,
હાલો હવે હોળી રમીશું...
ખુશીઓનો વરસાદ કરીશું,
મીઠાઈનો રસથાળ કરીશું,
હાલો હવે હોળી રમીશું...
મસ્તીમાં સૌ નાચ કરીશું,
દુશ્મનને પણ સ્નેહ કરીશું,
હાલો હવે હોળી રમીશું...
તહેવારમાં આનંદ કરીશું.
આરતી
Added by Aarti Bhadeshiya on March 25, 2013 at 4:00pm — No Comments
'કોણ ભલાને પુછે છે અહિં,કોણ બુરાને પુછે છે ?
મતલબ થી બધાને નિસ્બત છે, અહિં કોણ ખરાને પુછે છે ?
અત્તરને નિચોવી કોણ પછી, ફુલોની દશાને પુછે છે ?
સંજોગ ઝુકાવે છે નહિતર, એહિં કોણ ખુદાને પુછે છે ?
Added by Aarti Bhadeshiya on March 24, 2013 at 5:30pm — No Comments
" આખરે અહિં શું મળી જવાનું
આ ખોળીયુ પણ છે બળી જવાનું "
" તેથી જ વૃક્ષો એ પણ કરી લીધો છે નિયમ
કે આપણે હર વર્ષ ફળી જવાનું "
" નહિ રોજ બોલાવી કહે મને ઉલેચો
મારે હમણા જ ખારા જળે ભળી જવાનું "
" આ જીવતર ની ભાત ઓળખી લે "માનવ"
જીવ તો દિવેલ છે હમણા બળી જવાનું "
આખરે અહિં શું ! મળી જવાનું.....
Added by Aarti Bhadeshiya on March 20, 2013 at 7:26pm — No Comments
દરેક વ્યકિત એ શીખવા જેવી વાનગી................... સૌ પ્રથમ 1 કિલો પ્રેમ લઈ એમાં 200 ગ્રામ સ્મિત ઉમેરો.આથો ચડી રહે પછી તેમાં ચાર ચમચી વિશ્વાસ અને 30 ગ્રામ જેટલી સહાનુભુતિ તથા 1/2 લિટર સચ્ચાઈ ઉમેરો. જે મિશ્રણ તૈયાર થાય તેને બરાબર ઘુંટી ને ઘટ્ટ થવા દો. પછી તેમાં તેટલા જ વજન નો આંનદ રેડી ને ઠીક ઠીક સમય સુધી વૈરાગ્યના ફ્રીજમાં મુકી રાખો.થોડાક કલાક પછી યોગ્ય કદનાં ચક્તાં પાડીને શત્રુઓ તથા મિત્રો માં વહેંચવા માંડો.આવી સ્વાદિષ્ટ વાનગી નું નામ જીવન છે.
Added by Aarti Bhadeshiya on March 17, 2013 at 7:31pm — 1 Comment
શિસ્તને English માં ' DISCIPLINE' કહેવાય છે.
આ શબ્દ પોતે પણ કહે છે કે હું 100% શિસ્ત છું.
તમે 100 થી નિચે ન લાવો. મારો મોભો જાળવો. તમે વિચારશો કે આ શબ્દ 100 ટકા શિસ્ત કેવી રીતે જાળવે છે ? એ.બી.સી.ડી. ના ક્રમાંકમાં D નો નંબર 4 છે. એ રીતે I નો 9 છે. S નો 19, C નો 3, I નો 9, P નો 16, L નો 12, I નો 9, N નો 14, E નો 5 છે. આ બધા આંકડાનો સરવાળો કરી જુઓ.
4+9+19+3+9+16+12+9+14+5=100 થશે.…
Added by Aarti Bhadeshiya on March 15, 2013 at 4:07pm — 1 Comment
લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે
તમે એકલા શાને રડો છો, સાથી તો અમેય ખોયા છે
આપ કહો છો આમને શું દુઃખ છે, આ તો સદા હસે છે
અરે! આપ શું જાણો આ સ્મિતમા કેટલા દુઃખ વસે છે
મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો
અરે! ચાલવા મળ્યો રસ્તો તમને, એટલા તો સુખી છો
આપને ફરિયાદ છે કે કોઇને તમારા વિશે સુઝ્યુ નથી
અરે! અમને તો “કેમ છો?” એટલુંય કોઈએ પુછ્યું નથી
જે થયું નથી એનો અફસોસ શાને કરો છો,
આ જીંદગી જીવવા માટે છે, આમ રોજ રોજ શાને મરો…
ContinueAdded by Aarti Bhadeshiya on March 9, 2013 at 6:00pm — 2 Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service