Hemshila maheshwari's Blog (73)

આખા દિવસની થાકી હારી હું જ્યારે મને પથારીને હવાલે કરું છું... મારા ચહેરે ઝળકે છે સંતુષ્ટિના ભાવ,કે ચાલો આજનો દિવસતો વીતી ગયો...સૌના ચહેરે મુશ્કાન પાથરવામાં.... સ્વજનોની સાચવેલી સગવડની સાબિતી એટલે, પગ…

આખા દિવસની

થાકી હારી હું

જ્યારે મને પથારીને

હવાલે કરું છું...

મારા ચહેરે ઝળકે છે

સંતુષ્ટિના ભાવ,કે

ચાલો આજનો દિવસતો

વીતી ગયો...સૌના ચહેરે

મુશ્કાન પાથરવામાં....

સ્વજનોની સાચવેલી

સગવડની સાબિતી એટલે,

પગની ખેંચાયેલી નસ

અને કમ્મરની અક્કડ.....

તે છતાંય. ...ચંચળ હરણી સમ

પૂરો દિવસ દોડાદોડ કરી

હમણા જે ખુશીની લહેર છે ને

મારા ચહેરા પર. ..બસ એજ છે

હા મગજ હજી કાર્યરત છે,

આવતીકાલની દિનચર્યા

ગોઠવવામાં

હર… Continue

Added by Hemshila maheshwari on September 15, 2016 at 12:33am — No Comments

વાદ ના કર થાય તો સંવાદ કર ઢોલ પીટી વાત નો નાદ ન કર બંધનો બાંધે તુ મુશ્કેટાટ કાં? છે બધા તારા સગા આઝાદ કર તે ઘડેલા આ ગલત આરોપ ને ઠીક ક્યાં છે તું હવે ફરિયાદ કર? બાગ કરમાયો કહો કોના થકી? એ અછત મૌસમ …

વાદ ના કર થાય તો સંવાદ કર
ઢોલ પીટી વાત નો નાદ ન કર

બંધનો બાંધે તુ મુશ્કેટાટ કાં?
છે બધા તારા સગા આઝાદ કર

તે ઘડેલા આ ગલત આરોપ ને
ઠીક ક્યાં છે તું હવે ફરિયાદ કર?

બાગ કરમાયો કહો કોના થકી?
એ અછત મૌસમ હતી કઇ યાદ કર

હો ન બંધારણ ખબર મૂંગો રહે
આવડે જો છંદ તો આસ્વાદ કર

વેદ ના સૌ જાણકારો છે અહી
પ્રેમનાતું ગ્રંથનો અનુવાદ કર


..હેમશીલા માહેશ્વરી:"શીલ": Continue

Added by Hemshila maheshwari on September 12, 2016 at 8:10am — No Comments

આંખમા થોડી શરમને રાખજે વાતમાં ભેળો પરમને રાખજે હાથથી આપી શકેના પાઈ તો દિલ હવાલે સત કરમને રાખજે માણસાઈના દિવા ઝગમગ કરી આંખ સામે એ ધરમને રાખજે પાણ પટકી જીવ કો' લેતો નહી મીણ માફક દિલ નરમને રાખજે હું ન હ…

આંખમા થોડી શરમને રાખજે વાતમાં ભેળો પરમને રાખજે હાથથી આપી શકેના પાઈ તો દિલ હવાલે સત કરમને રાખજે માણસાઈના દિવા ઝગમગ કરી આંખ સામે એ ધરમને રાખજે પાણ પટકી જીવ કો' લેતો નહી મીણ માફક દિલ નરમને રાખજે હું ન હોઉં ખોટ વરતાશે અહીં ભૂલ છે ધરબી ભરમને રાખજે હેમશીલા માહેશ્વરી "શીલ"

Continue

Added by Hemshila maheshwari on September 11, 2016 at 10:35pm — No Comments

આંખમા થોડી શરમને રાખજે વાતમાં ભેળો પરમને રાખજે હાથથી આપી શકેના પાઈ તો દિલ હવાલે સત કરમને રાખજે માણસાઈના દિવા ઝગમગ કરી આંખ સામે એ ધરમને રાખજે પાણ પટકી જીવ કો' લેતો નહી મીણ માફક દિલ નરમને રાખજે હું ન…

આંખમા થોડી શરમને રાખજે
વાતમાં ભેળો પરમને રાખજે

હાથથી આપી શકેના પાઈ તો
દિલ હવાલે સત કરમને રાખજે

માણસાઈના દિવા ઝગમગ કરી
આંખ સામે એ ધરમને રાખજે

પાણ પટકી જીવ કો' લેતો નહી
મીણ માફક દિલ નરમને રાખજે

હું ન હોઉં ખોટ વરતાશે અહીં
ભૂલ છે ધરબી ભરમને રાખજે

હેમશીલા માહેશ્વરી "શીલ"

Continue

Added by Hemshila maheshwari on September 11, 2016 at 10:33pm — No Comments

રોટલી શેકતા કે શાક વઘારતા હું એક જુદા જ રુપે મારા ઘર ના લોકો ને નજરે પડું છું આશાવાદી ને આનંદી એવી હું રસોઈ સાથે તે જગાડેલ લેખન ને લઈ હું રાઈ હીંગના સપ્રમાણ ને છંદ માત્રા મા ઢાળી કંઈકને કંઈક નવીન સર્…

રોટલી શેકતા કે

શાક વઘારતા

હું એક જુદા જ રુપે

મારા ઘર ના લોકો ને

નજરે પડું છું

આશાવાદી ને આનંદી

એવી હું

રસોઈ સાથે તે જગાડેલ

લેખન ને લઈ હું રાઈ હીંગના

સપ્રમાણ ને છંદ માત્રા મા ઢાળી કંઈકને કંઈક

નવીન સર્જન કરવા લાગી

પડું છું

તૈયાર રસોઈ ને થાળી મા

અથાણાં ,પાપડ, સલાડ

જેવા ખાટામીઠા સ્વાદ

સાથે પરિવાર સામે મૂકી

પ્રતિક્રિયા જોઉં કે

કેવી બની હશે રસોઈ?

બસ એવી જ રીતે

મારું અધકચરુંસાહિત્ય

કાપી,… Continue

Added by Hemshila maheshwari on September 9, 2016 at 11:49pm — No Comments

આજે તે મને ભેટમાં મોકલ્યું છે આસમાની આભ! તો પછી તે પહેલા આપેલ આ ટમટમતાં તારલાઓનું શું કરું .જે ધીમેથી મારા આંગણે અંધારામાં નહાવા ઉતર્યા છે ? શું કરું એ પંખીઓનું. ..જે તે મોકલેલ બંધ પરબીડિયામાંથી નીકળ…

આજે તે મને
ભેટમાં મોકલ્યું છે
આસમાની આભ!
તો પછી તે પહેલા આપેલ
આ ટમટમતાં તારલાઓનું
શું કરું .જે ધીમેથી મારા આંગણે અંધારામાં નહાવા ઉતર્યા છે ?
શું કરું એ પંખીઓનું. ..જે
તે મોકલેલ બંધ પરબીડિયામાંથી નીકળી
મારી ચોતરફ ઘેરાવો લેતા
ઉડાઉડ કરે છે. .??
તારી મરજી હોય કે નહિ
પણ આ તારલા ને પંખીઓ સાથે
એક ઘનઘોર વાદળી પણ
ઉતરી આવી છે., મારી આંખે
જે ગમે ત્યારે
નિતરી શકે છે..મારી એકલતામાં

હેમશીલા માહેશ્વરી "શીલ" Continue

Added by Hemshila maheshwari on September 9, 2016 at 12:37pm — No Comments

છેલ્લીવાર

આખી રાત આકાશ

વરસ્યું કે આંખ

કહેવું મુશ્કેલ. ...

વાછાંટ ની સફેદી

ઉદાસીનો પર્યાય

ને યાદોનો વરસાદ

અવિરત

કેમ ભૂલી શકાય ?

તું જ કહે. ...!

ચોતરફ ખામોશીને

એમાં ઊડતી સન્નાટાની પળો

જે શાયદ મને હવે

ફરી મળવાની ન હતી

મારો ચહેરો

કિં:કર્તવ્યમૂઢઃ

હોઠનો ફફડાટ જાણે

પ્રાર્થનાની નવી લિપીને

ઉકેલવાની મથામણ

એ પણ શબ્દો વગર

શું કહેવાય???તું જ બોલ

હતો કોઈ એવો વિષય???

હું તો તને હાથ પકડી

રોકી પણ નહોતી… Continue

Added by Hemshila maheshwari on September 2, 2016 at 8:56pm — No Comments

પ્રયાસ તો કર્યો હતો કે રોજનિશી ખાલી ન રહે પાને પાનું વિગતથી છલકાતું હતું પણ ન જાણે ક્યાંથી એક ખાલી પાનું વચ્ચે આવી ગયું ને શબ્દો બધા ઓગળી ગયા હવામાં જાણે નકલી રંગોએ પોતાનો રંગ ખોઈ દીધો હોય એમ કાં તો …

પ્રયાસ તો કર્યો હતો
કે રોજનિશી ખાલી ન રહે
પાને પાનું વિગતથી છલકાતું હતું
પણ ન જાણે ક્યાંથી
એક ખાલી પાનું
વચ્ચે આવી ગયું
ને શબ્દો બધા
ઓગળી ગયા
હવામાં
જાણે નકલી રંગોએ
પોતાનો રંગ ખોઈ દીધો હોય એમ
કાં તો પછી શક્ય છે કે
શાહી સૂકાઈ ગઈ હોય
કેમ કે આ શબ્દો
મારી જિંદગીનો
એક ભાગ હતો

....શીલ..... Continue

Added by Hemshila maheshwari on August 8, 2016 at 12:58am — No Comments

કડવું સત્ય

સવા મણની

રેશમી તળાઈમાં

By mistake રહી ગયો

નંજરબંધમાં વપરાયેલ

રાઈનો એક દાણો.....

સવારે પીઠ પર

લીલું ચકામું જોઈ

થથરી હું....... ને !

અટ્ટહાસ્ય કર્યુ

રોજ લોહીઝાણ ઉઝરડા

ખમતા મુઠ્ઠીભર હૈયાએ

ને બોલ્યું.....

"સંભાળજે, દોસ્ત !

વાંસની શૈયાપર

કાથી દોરી થી

મુશ્કેટાટ બંધાવું

હજી બાકી છે ..

તારી આ ચાર મણની

કાયાએ.....

મોહ અને અવગણના

આ હદે? ??

હજી કેટલા જન્મો લગી

સમજાવવી મારે તને ....

નશ્વર-અમર… Continue

Added by Hemshila maheshwari on August 2, 2016 at 1:15pm — 1 Comment

સાંભળ્યું'તુ 'ભીંતને પણ કાન હોય' પણ - - - ના - - સાવ બધિર બની ગયેલી ભીંતને મેં ખખડાવી જોઈ પરંતુ જીવન ઘટમાળની સાક્ષી એ જર્જરીત ભીંત નરો વા કુંજરો વા જેમ ફસડાઈ પડી ને એ સાથે ફસડાઈ પડ્યા થાપા !! પેઢીઓના…

સાંભળ્યું'તુ

'ભીંતને પણ કાન હોય'

પણ - - - ના - -

સાવ બધિર બની ગયેલી

ભીંતને

મેં

ખખડાવી જોઈ

પરંતુ

જીવન ઘટમાળની સાક્ષી

એ જર્જરીત ભીંત

નરો વા કુંજરો વા જેમ

ફસડાઈ પડી

ને એ સાથે

ફસડાઈ પડ્યા થાપા !!

પેઢીઓના સ્મરણ

ચકલીઓનો ચહેકાટ

પરિવર્તનનું બાકોરું

જૂના દોરા થીંગડાંથી

ટેંભાયેલ

કબૂતરના માળા જેવી

વિપરીત પરિસ્થિતિઓ !

હવે - -

કોઠાસૂઝ સમી

એ ભીંત - -

નથી હયાત !!

અત્યારે

એ અવાવરું… Continue

Added by Hemshila maheshwari on July 29, 2016 at 2:20pm — 2 Comments

બાળપણ

સ્કૂલવામાં
ઠસોઠસ ભરેલાં
તાજાં ફૂલ !
તેની સૌરભને
ઝંકફૂડ સાથે
લંચબૉક્સમાં પૅક કરી
મોકલી આપ્યાં છે
એમને
સંસ્કૃત બનવા
શાળાએ !
કેટલાક રસ્તામાં
તો
કેટલાક ગેટ પર જ
કરમાવા લાગ્યાં છે
પાનખરની જેમ
ખરી પડી છે
એમની વિસ્મયતા
લાદેલી શિસ્તની
આભા હેઠળ !
ને આખો દિવસ
ડૂસકાંથી
ભરાયા કરે
વણખોલેલું લંચબૉકેસ !

" શીલ "

Added by Hemshila maheshwari on June 6, 2016 at 7:12pm — No Comments

શ્ર્વાસમાં આવી હસે એટલે નિરાંત છે હોઠથી પીડા હસે છે એટલે નિરાંત છે ભાલની રેખા ઘણી બળવાન છે ઓ ભાગ્યજી ! કે અનુભવ ઉપસે છે એટલે નિરાંત છે કાનજીના હોઠ પર હો એટલું પુરતું નથી પ્રેમ વેણુંથી રસે છે એટલે ન…

શ્ર્વાસમાં આવી હસે એટલે નિરાંત છે
હોઠથી પીડા હસે છે એટલે નિરાંત છે

ભાલની રેખા ઘણી બળવાન છે ઓ ભાગ્યજી !
કે અનુભવ ઉપસે છે એટલે નિરાંત છે

કાનજીના હોઠ પર હો એટલું પુરતું નથી
પ્રેમ વેણુંથી રસે છે એટલે નિરાંત છે

જાત આદમની નથી માટી તણી મૂરત ફક્ત
શ્ર્વાસ એમા ધસમસે છે એટલે નિરાંત છે

ઝેર તારી યાદનું ફેલાય નસનસમાં અહીં
વેદના મીઠી ડસે છે એટલે નિરાંત છે

......હેમશીલા માહેશ્વરી ..શીલ.. Continue

Added by Hemshila maheshwari on June 2, 2016 at 6:13pm — No Comments

-: તું :-    હા તું ઘણો આઘો છે મારાથી .....!! ઘણો ઘણો આઘો મારી આંખોમાં તારી છબિદર્શન ની લાલસાનો તને અંદાજ આવી ગયો હશે શાયદ એટલે જ તું દૂર રહે છે ....!! પણ હવે મને સારું લાગવા માંડયું છે આમ તારા વિચાર…

-: તું :-

   હા તું

ઘણો આઘો છે

મારાથી .....!!

ઘણો ઘણો આઘો

મારી આંખોમાં

તારી છબિદર્શન ની

લાલસાનો

તને અંદાજ આવી ગયો હશે

શાયદ એટલે જ તું

દૂર રહે છે ....!!

પણ હવે મને

સારું લાગવા માંડયું છે

આમ તારા વિચારો માં

ખોવાઈ જવું. ......!!

કેમ કે તું મને

સમણાં જોતા

અટકાવી શકે નહિ,

ને તેથી જ મારા માટે

આ સરસ બહાનું છે,

મારી આંખોમાં

નાચતી-કૂદતી

કંઈ કેટલીય

ઇચ્છાઓને માણવાનું,

કેમકે તું તો અહી… Continue

Added by Hemshila maheshwari on June 2, 2016 at 6:10pm — No Comments

Most Popular Blog Posts

Monthly Archives

2024

2023

2019

2018

2017

2016

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service