Made in India
આતમની આવજાવ છે, અલ્યા કશું નથી,
જીવન બસ એક પડાવ છે, અલ્યા કશું નથી.
ક્ષણમાં પસવારવું અને પછી, મરાવવું,
ચાલાકી નો જ દાવ છે, અલ્યા કશું નથી.
જીવન મોંઘી શરાબ છે, છતા, જુઓ અહીં,
કિંમત થી નીચ ભાવ છે, અલ્યા કશું નથી.
અજવાળુ તો મળ્યું, જુઓ,નવા જ ઘાટ માં,
આગિયાનો બનાવ છે, અલ્યા કશું નથી.
મીઠી છે છાંવ આ સકળ જગત, ભલે કહે,
રાહુલ તારો અભાવ છે, અલ્યા કશું નથી.
- રાહુલ શાહ. ( ૨૫/૦૨/૨૦૧૩)
(ગાગા…
ContinueAdded by Rahul S Shah (રાહુલ શાહ) on April 11, 2013 at 1:30pm — No Comments
જામ્યા હતા આસાર,ભલા,કોણ માનશે?
આપ્યા હતા અણસાર,અલા,કોણ માનશે?
કાણાં ચલાણામાં ભરવા ચાંદની જુઓ,
દીધા અમે,સરતાણ સલા,કોણ માનશે?
સૂરજ કરે, આકાશ સમું ડોકિયું, જરા
તાકી ને જોવા રૂપ, હલા, કોણ માનશે?
જોયા ક્યાં સોદાગર,આ ખુદા જેમ તરકટી,
સૌ ખૂંચવી લેશે એ,મલા,કોણ માનશે?
જોયું છે નભ સમજણનું ને સ્મરણ આ દાદરા,
તોયે જુઓ સૌ આંખ જલા, કોણ માનશે?
- રાહુલ શાહ
Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 11, 2013 at 1:29pm — No Comments
પ્રેમ છે, એ મને તોલશે,કોણ માનશે?
વ્હેમ છે સાવ તરછોડશે, કોણ માનશે?
પ્રેમનાં એટલા પાઠવ્યા મેં ઇજન જુઓ,
રાઝ એ આખરે ખોલશે,કોણ માનશે?.
ઉર મહીં,ઊમટે નામ એ,કેમ બોલવું?,
માન એ આખરે તોડશે,કોણ માનશે?
બીજુ કોઈ મળે ચાહવા,જિંદગી એ જો,
એ પછી,એ મને,છોડશે,કોણ માનશે?
હાથ લાંબો કરો હાથ લેવા ને હાથ માં,
હાથ એ રૂબરૂ જોડશે,કોણ માનશે?
- રાહુલ શાહ.
Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 11, 2013 at 1:28pm — No Comments
સ્હેજ ખારી સ્હેજ મીઠી હોય છે,
લાગણીથી સાવ ભીની હોય છે.
હોય છે રંગીન ગઝલો સહુ કને,
ભાવ થી ભરપૂર ઓછી હોય છે.
- રાહુલ શાહ (૦૩/૦૪/૨૦૧૩)
Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 11, 2013 at 1:27pm — No Comments
વરસોથી ચાલે આ સક્કા ની રકઝક,
શ્વાસોની સાથે બસ હુક્કા ની રકઝક.
ધોરણ વ્યક્તિનાં જો સમજાઈ જાયે,
ના થાયે અંકો કે, કક્કા ની રકઝક.
મારામાં પણ ઇશ,એનાં માં પણ ઇશ છે,
વ્યાપે તોયે કાશી - મક્કા ની રકઝક.
પકડાયો એ ખત "માં" ના હાથે આજે,
તારો છે કે મારો, રુક્કા ની રકઝક.
રમતાં રમતાં વાંહેથી માર્યો ધક્કો,
વાંસા માંહે, મીઠા ધક્કા ની રકઝક.
- રાહુલ શાહ ૩/૪/૨૦૧૩
Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 11, 2013 at 1:26pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service