Rahul S Shah (રાહુલ શાહ)'s Blog (45)

ખુમારી

ખુમારી :

સામે ચીંધશો આંગળી તમે, તો બનાવી દઈશું પથદર્શક,
રહ્યા અમે તો જુદી માટીનાં જરા,ફૂલોથી પથ્થર તોડનારા.

- રાહુલ શાહ

Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 20, 2013 at 10:40am — No Comments

જીર્ણ

જીર્ણ થયું શરીર સંબંધોનું હવે,
શ્વાસ પણ આર પાર દેખાય છે.

-રાહુલ શાહ

Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 20, 2013 at 10:38am — No Comments

લાલ લોહી

છેતરે ઈશ આંખ મીંચી,
છાવરે જન,જાત તીણીં.

રોજ નોખી ચાલ ચાલે,
સાવ માણસ જાત રીઢી.

લાલ લોહી એ વહાવે,
જે છરી દેખાય સીધી.

બોલ ના,દીવાલ સામે,
સાંભળે એ વાત ઝીણી.

શ્વાસ પકડી રાખ રાહુલ,
આવવાની પ્રીત ધીમી.

- રાહુલ શાહ.
(ઈશ છળવું આંખ મીંચી,)

Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 19, 2013 at 11:16am — No Comments

રે 'છે....

પાણી સામાન્ય રીતે, પથરાઈ રે'છે.
કિસ્મતનો તારો સાચે, ફંટાઈ રે'છે

નાના લોકોનું દુઃખ સાચે ખૂબી,સમજો,
મોટાનાં સુખ સામે એ છૂપાઈ રે'છે.

પંથી ભૂલે મારગ,ને પૂછે ઠેકાણું,
ચીલા સાથે આ આંખો ચીંધાઈ રે'છે

ચાલો જો મોટાના પડછાયે કાયમ તો,
ભૂલો નાની સૌ, પાક્કી ઢંકાઈ રે'છે.

રાહુલ ખોટે ખોટી ભૂંડી વાતે હંમેશા,
લોકો જે સીધા સાદા વ્હેરાઈ રે'છે.

- રાહુલ શાહ

Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 15, 2013 at 3:03pm — No Comments

બ્રહ્માંડ, તારા, સૂર્ય, ગ્રહો, ચાંદ

બ્રહ્માંડ, તારા, સૂર્ય, ગ્રહ ને ચાંદ જડતા હોય છે,

આ ટેરવા,તારી હથેળીમાં જ ફરતા હોય છે.



દેવળ જવા હું નીકળું ઘર થી,ને એકાએક આ,

મારા ચરણ તારી ગલી ની મેર વળતા હોય છે.



તારી નજર પીધી સુરાની જેમ અનહદ,એ પછી,

તારા જ રસ્તાઓ મને બેફામ છળતા હોય છે.



આવે છજેં જો એ, મહોલ્લા માં શરદ પૂનમ બને,

પણ વાદળા વૈરી બની ક્યારેક નડતા હોય છે.



ઈશ્વર તણા નામો ય ક્યાં કંઠસ્થ છે, જો પૂછ તો !

મારા રુવાડા હર વખત તુજ નામ જપતા હોય છે.



- રાહુલ… Continue

Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 11, 2013 at 5:30pm — No Comments

સ્વભાવ

પ્રેમ ને બાંધી રાખવો અઘરો"રાહુલ",

માનવીનો સ્વભાવ છે, પીગળવું એ.

- રાહુલ શાહ (૧૧/૦૩/૨૦૧૩)

Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 11, 2013 at 2:30pm — No Comments

છુટ્ટા શેર

થોડા છુટ્ટા શેર ઃ

મુઠ્ઠી ખોલો તો કુમકુમ નીકળે,નાળીયેરમાંથી ચૂંદડી નીકળે,

નિકળ્યો માણસ આગળ પ્રભુ, જે માંગો હાથોહાથ નીકળે.

***

આંખોની પાછળ અંધારા નીકળે, કચ્ચરઘાણ ઘટના નીકળે,

ખુલ્લી આંખે જો કરો તપાસ, ઘટના સત્ય હાથોહાથ નીકળે.

***

અણગમતાં ઝુરાપા નીકળે, બાકી રહી દિલ ની ભડાસ નીકળે,

મન દ્વાર ઉઘાડો તમે, ધગધગતી નચિકેતા હાથોહાથ નીકળે.

***

ઊના ઊના નિશ્વાસો નીકળે, ગમગીની ભર્યા સાયા નીકળે,

જાત માણસની ખોલો તો, અશ્મીભૂત ઈચ્છા હાથોહાથ…

Continue

Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 11, 2013 at 2:06pm — No Comments

ખોજ જારી છે

સમય કાઢી સમય ને શોધતો'તો ખોજ જારી છે.
વલય લાવી વલય ને શોધતો'તો ખોજ જારી છે.

પળેપળ ને શ્વસી લેવા પળેપળ માં વસી લેવા,
ફરી ને એ મલય ને શોધતો'તો ખોજ જારી છે.

સમસ્યા જો નડે તો એ હવે તક હું ગણું એને,
અટૂલો એ અલય ને શોધતો'તો ખોજ જારી છે.

ભલે હો વેદના, હો ક્રૂરતા, ભ્રમણા, વ્યથા તોયે,
સફર ભ્રમણે પ્રલય ને શોધતો'તો ખોજ જારી છે.

નવી છે આ ફકીરી જ્યાં રિબાવું આમ કોરાણે
કનડગત એ પ્રણય ને શોધતો'તો ખોજ જારી છે.

- રાહુલ શાહ (૨૧/૦૧/૨૦૧૩)

Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 11, 2013 at 2:04pm — No Comments

શરીર

જીર્ણ થયું શરીર સંબંધોનું હવે,
શ્વાસ પણ આર પાર દેખાય છે.

-રાહુલ શાહ

Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 11, 2013 at 2:04pm — No Comments

લાગણી

જકડી ને બાવડે થી ઝાલી લાગણી,
આજકાલ વધી ગઈ,સાલી માગણી.

- રાહુલ શાહ

Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 11, 2013 at 2:00pm — No Comments

હોય છે

જેમ પડકાર,એમ રસ્તા ચાલવાનું હોય છે.
આપણે તો દોસ્ત આમ જ જીવવાનું હોય છે.

જાત છોડી, નાત છોડી,ભાષ છોડી ને હવે,
આપણે તો ભિન્ન જીવતર કાપવાનું હોય છે.

સાવ સાચી વાત મારી કોઈ માન્યું ના જરા,
પેટછૂટી વાત રાખી ફાવવાનું હોય છે.

બાંધ ચોટી, કર નજર બે વાર એ નિશાન પર,
મીન આંખે બાણ તીણું મારવાનું હોય છે.

શીખવી જેણે ગઝલ,તે મિત્રને તારક ગણી,
ટેરવું આ આંગળીનું આપવાનું હોય છે.

- રાહુલ શાહ

Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 11, 2013 at 1:41pm — No Comments

જોડકણું

જોડકણું

મળ્યા ઉજાગરા એક અવસરની સાથ માં,
ને પછી પલ્લવિત થયું સ્વપ્ન એ રાત માં.

ના પૂછો તમે આ મારી આંખનાં રંગ વિષે,
ગુલાબી થઈ ફેલાયું છે નામ એ ખ્વાબ માં.

- રાહુલ શાહ (૨૩/૦૨/૨૦૧૩)

Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 11, 2013 at 1:41pm — No Comments

હાયકુ - કાવ્ય

હાયકુ - કાવ્ય કાફિયા-રદીફ સાથે

ઝબકે કેવાં
તારા એ વિચારો જો
મલકે કેવાં

ખાટ પડે ને
સામે છેડ હવાને
બરકે કેવાં

ઓણ ફાવતું
કાજ, પાંખની જેવાં
ફરકે કેવાં

અમાષી રાતે
ફણું બનીને જાતે
ખચકે કેવાં

વાત-વાતમાં
હોઠ ને તાલે, હૈયાં
ધબકે કેવાં.

- રાહુલ શાહ

Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 11, 2013 at 1:40pm — No Comments

ત્રિપાદ કુંડળ

ત્રિપાદ કુંડળ :

ઝરમરતાનું ઠામ વાદળ લખ,
ચિતર્યા છે નામ હૈયે તું ત્યાં,
પ્રતીક્ષા નું નામ વાદળ લખ.

- રાહુલ શાહ

Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 11, 2013 at 1:39pm — No Comments

ત્રિપદી - 3

ત્રિપદી

ચાલો બની એ પથ્થર હવે,
ટાંકણા નો કરી એ ગુલાલ,
ક્યારેક તો થાશું ઈશ્વર, હવે.

- રાહુલ શાહ

Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 11, 2013 at 1:39pm — No Comments

ત્રિપદી - 2

ત્રિપદી

પંક્તિ ભ્રૂણ સેવાય કવિ હ્રદયે,
જનમશે એક સુંદર શિશુ જરૂર,
રક્ત લાગણી સિંચ ફરી હ્રદયે.

- રાહુલ શાહ

Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 11, 2013 at 1:39pm — No Comments

ત્રિપદી -1

ત્રિપદી

વહાવે પહેલા લાગણી નસેનસ માં,
કરે પારકું ગામ, પોતીકું ઘડીક માં,
એ લખું "દીકરી" નામ, રજેરજ માં.

- રાહુલ શાહ.

Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 11, 2013 at 1:38pm — No Comments

પાણીદાર

તમારી યાદ નાં કિસ્સા ને પાણીદાર રાખ્યા છે,

વિચારો ને તમારા, પાંપણે સાભાર રાખ્યા છે.

વરસતાં વાદળો આવો,પળેપળ ના સતાવો ને,

તમારા નામ નાં અવસર, જુઓ, બે ચાર રાખ્યા છે.

બધા સંબંધ છોડી ને, અટૂલો નીરખું રસ્તા,

તમારા આવવાનાં દ્વાર બારોબાર રાખ્યા છે.

ગણો ભ્રમણા તમે સૌ,આવશે ચોકસ, ખુદા સોગંદ,

સતત ભીતર અમે, મીલન તણાં આસાર રાખ્યા છે.

કહેવાનું હતું વૃત્તાંત મારી આ હયાતી નું,

અધૂરી નાં રહે વાતો, હૃદયમાં ભાર રાખ્યા છે.

ઘણી ના-ના પછી તે હા કહી ને તો…

Continue

Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 11, 2013 at 1:37pm — No Comments

આવતા આવતા

આવતા આવતા કોઈ અટકી ગયું,
આભ તકદીરનું ક્ષણ માં ફસકી ગયું.

આવવા ની તમારી શપથ, સાંભળી,
જળ જુઓ,આંખમાં સાવ ચમકી ગયું.

એ તમારી જતી વેળ નું અર્થ સ્મિત,
એ છટા પર પ્રિયે, ચિત્ત ભટકી ગયું.

મેં અચાનક નિહાળી નજર આપની,
વાંઝ હૈયું, જુઓ, ફેર ધડકી ગયું.

એષણા પાંખ પર આ મુકદ્દર ફર્યું,
એ મુશળધાર ભરપૂર રણકી ગયું

- રાહુલ શાહ (૧૧/૦૩/૨૦૧૨).

Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 11, 2013 at 1:37pm — No Comments

માણસ

કેવો ચમકતો માણસ,
નાહક ભટકતો માણસ.

હર વાર, વાંસે ઘોંચી,
મનમાં મલકતો માણસ.

મગરૂર, દંભી રૂપે,
સૌને ખટકતો માણસ.

મધ લે એ દેખાદેખી,
લતને પરકતો માણસ.

ક્ષણ આખરી ભાળી ત્યાં,
ઇશ ને બરકતો માણસ.

- રાહુલ શાહ (૧૩/૦૩/૨૦૧૩)

Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 11, 2013 at 1:36pm — No Comments

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service