Made in India
એક સચ્ચાઈ છે જેને હું સહી શકતો નથી,
ખૂબ સીધી વાત છે પણ હું કહી શકતો નથી;
ને એમ પણ હું ભોગવું છું મૌન રહેવાની સજા,
તો લે કહું, તારા વગર જા… હું રહી શક્તો નથી.
હું તને કારણ વગર બોલાવી પણ શકતો નથી,
કે કોઈ બહાના વગર હું આવી પણ શકતો નથી;
એક મજબૂરી છે જેનુ નામ શાયદ પ્રેમ છે,
ત્યાગી પણ શકતો નથી અપનાવી પણ શકતો નથી.
Added by bhavik kama on December 5, 2013 at 12:04am — No Comments
જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું,
ફકત એના મોઘમ ઈશારે ઈશારે.
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું,
છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.
અહીં દુ:ખની દુનિયામાં એક રંગ જોયો,
ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.
સુજનની કબર કે ગુનેગારની હો,
છે સરખી ઉદાસી મઝારે મઝારે.
હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર,
કલા મારી મોહક વિચારે વિચારે.
નથી આભને પણ કશી જાણ એની,
કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.
અમારાં બધાં સુખ અને દુ:ખની વચ્ચે,
સમયના વિના…
Added by bhavik kama on December 4, 2013 at 11:30pm — No Comments
હોઠે ચડેલા આ શબ્દો વાળી ગયો,
તોફાન ભાતરના પછી ખાળી ગયો.
બાજી હવે જે રાહ લે, મંજૂર છે;
પ્યાદા વડે હું હાર તો ટાળી ગયો.
એની પરિક્ષાઓ મને ગમતી હતી,
પણ કેમ જાણે હું જ કંટાળી ગયો.
નાચી નજર ના રાખ તું મારી તરફ,
કોનો હતો શું વાંક એ ભાળી ગયો.
આ ભેદ આંસુનો કહું કોને ખુદા,
કે પ્રેમમાં હું જાત ઓગાળી ગયો.
છે યોગ એવા કે સુરા ઓછી પડે,
તો જામ પણ આંસુ ભરી ગાળી ગયો.
ચાડી કરી ગ્યો કાફિયો મારી છતાં,
આખી ગઝલમાં છંદ હું પાળી…
Added by bhavik kama on December 2, 2013 at 11:11pm — No Comments
સનમ બાગમાં ક્યાં હવે ફરે છે
સનમ વેબસાઇટ ઉપર મળે છે સનમ
ફ્લોપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો
અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ
મૅમરીમાં ય હું સચવાયો નહીં
તું મને સૅઇવ ક્યાં કરે છે સનમ
ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુની પાછળ ડૉટ થઈને તું ઝળહળે છે સનમ
આ હથેળીના બ્લૅંક બૉર્ડ ઉપર સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ
શી ખબર કઈ રીતે ડીકોડ કરું
સિલિકોન ચિપ કશું કહે છે સનમ
ક્યાં છે રોમાંચ તારા અક્ષરનો ફક્ત ઇ- મેઇલ મોકલે છે સનમ
દિલની ધડકન છે સૉફ્ટવેર…
ContinueAdded by bhavik kama on November 28, 2013 at 6:29pm — No Comments
Added by bhavik kama on November 27, 2013 at 4:00pm — No Comments
કલ્પના એની કરો ને તમને એ ક્ષણમાં મળે,
એ સનમ હો કે ખુદા, ખુદના જ આંગણમાંમળે!
હોય જ્યારે મૂંઝવણ એને મળું કે ના મળું,
જોઈ લે જો એ ય બસ વિમાસણમાં મળે!
એક ભીની રાખજો ખુશ્બૂ તમે ભીતર સદા,
ફર્ક શું એ બાગમાં હો કે પછી રણમાં મળે!
રૂપ એનું હો ભલે ને સાવ કામણગારું પણ,
કૈ તમે એવું કરો કે એ જ કામણમાં મળે!
ધ્યાન રાખી ને તમે જો શ્વાસ લેશો તો ‘સુધીર’,
શક્ય છે એ આ હવાના કોઈ રજકણમાં મળે!
- સુધીર પટેલ
Added by bhavik kama on November 26, 2013 at 2:20pm — No Comments
કારણ બાને હું બા કહી્ શકું છું.
મમ્મી બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં.
તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ
મેં મમ્મી કહીને બૂમ પાડેલી.
બા ત્યારે સહેજ હસેલી -
કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી.…
Added by bhavik kama on November 26, 2013 at 2:17pm — No Comments
darroj savare 10.00 vagya ni aspas jyare pan koi signal par bike rokay etle...just aju baju ma najar karu tya bus aa j ghazal najar samaksh aavi jay..
Aam bdha Ek j... So called "MANASO"... but darek potani sathe ek alag j life lai ne nikle..
koi ne boss ni meeting ma late javanu tension...
koi ne exam ni mathaman..
koi ne wife sathe meetha jagdanu sansmaran..
koi ne office jaldi phochvani utaval..
jane ke ek alag jindgi sathe divas ni…
Added by bhavik kama on November 25, 2013 at 10:30pm — No Comments
પથીક તું ચેતજે, પથના સહારા પણ દગો દેશે; ધરીને રૂપ મંઝિલનું, ઉતારા પણ દગો દેશે.
મને મજબૂર ના કરશો, નહીં વિશ્વાસ હું લાવું; અમારાના અનુભવ છે,તમારા પણ દગો દેશે.
હું જાણું છું છતાં નિશદિન લૂંટાવા જાઉં છું ’નાઝિર’ શિકાયત ક્યાં રહી કે આ લૂંટારા પણ દગો દેશે.
Added by bhavik kama on November 25, 2013 at 10:10pm — No Comments
દર સોમવારે વહેલી સવારે
હું કાચીપાકી ઊંઘમાં હોઉં ત્યારે
પપ્પા મને લાં…બી પપ્પી કરીને
નોકરીએ નીકળી જાય છે
તે છે…ક
શનિવારે પાછા આવે.
હું પપ્પા કરતાંય વધારે
શનિવારની રાહ જોઉં છું
કારણ કે પપ્પા તો નાસ્તો લાવે, રમકડાં લાવે
પણ શનિવાર તો
મારા પપ્પાને લઈ આવે છે !
By - કિરણકુમાર ચૌહાણ.
Added by bhavik kama on November 25, 2013 at 3:33pm — 5 Comments
પ્રીતની એકપક્ષી રમત થઇ ગઇ,
કેવી નાદાની સંજોગવત થઇ ગઇ…
હાર કે જીત જેવું કશું ના રહ્યું,
જિંદગી એક અમસ્તી શરત થઇ ગઇ…
નામ આવ્યું તમારું કે કિસ્સો ખતમ,
લાગણીઓ બધી એકમત થઇ ગઇ…
મારા દિલ પર વધુ ભાર એનો રહ્યો,
એમની જો કદી ‘હા’ તરત થઇ ગઇ…
જિંદગીએ હસીને કહ્યું મોત ને,
આપણી વચ્ચે કેવી રમત થઇ ગઇ…
સ્વપ્ન નો’તું, છતાં જઇને ભેટી પડ્યા,
‘સૈફ’થી ભૂલ કેવી સખત થઇ ગઇ…
- ‘સૈફ’…
Added by bhavik kama on November 23, 2013 at 11:13pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service