Made in India
જિંદગી.............................................,
મંદ હાસ્ય લાવીને, સદા હું હસતી જ રહીશ !
જખ્મો દુ:ખ આપે તો, પ્રેમથી સહેતી જ રહીશ !
પણ.................................................,
રડું આવશે તો, વાંસળી જેવું મધુરું જ રડીશ !
આરતી ભાડેશીયા.(7.7.2013)
Added by Aarti Bhadeshiya on July 7, 2013 at 8:32am — 1 Comment
વરસાદ થયો ને, વાદળ તૂટી પડ્યાં,
સૌ કોઈ ગરમી થી, બસ છુટી ગયા !
ઝાડ પલળી ને, પાણીથી ટપકી પડ્યાં,
પંખીઓ ઘોસલામાં, જાણે લપાઈ ગયા !
બાળકો કિલ્લોલથી, ભીંજાવા કુદી પડ્યાં,
લોકો આનંદથી, જાણે ઠંડકમાં ઝૂમી ગયા !
આરતી ભાડેશીયા.(4.7.2013)
Added by Aarti Bhadeshiya on July 4, 2013 at 3:51pm — No Comments
પ્રેમ તણો તાંતણો........,
પોતા તરફ ખેંચતા તૂટી જાય,
સામા તરફ રાંખતા સુ:ખી થાય.
ઘર તણો આસરો........,
ભવ્યતા રચવાનું પૈસાથી થાય,
હર્યુભર્યુ રાખવાનું પ્રેમથી થાય.
મન તણા માળવે........,
પ્રેમાળ વર્તનની નોંધ નહી થાય,
કઠોર વર્તનની છાપ ના ભૂંસાય.
આરતી ભાડેશીયા.(3.7.2013)
Added by Aarti Bhadeshiya on July 3, 2013 at 5:38pm — No Comments
પગમાં કાંટો લઈ ચાલવું કદાચ સહેલું !
પ્રસન્નતાપૂર્વક કાયમ ચાલવું તો અધરું.
આંખમાં તણખલું પડ્યા પછી જોવુ કદાચ શક્ય !
અત્યંત સ્પષ્ટ અને સ્વસ્છ દર્શન તો અશક્ય.
Added by Aarti Bhadeshiya on June 27, 2013 at 3:18pm — 1 Comment
‘વિચારોનું ઘર્ષણ હોય કે લાગણીનું આકર્ષણ;
લોભે છે મન, જ્યારે એની રજુવાત કમ રહે...’
‘સુ:ખનું વહેણ હોય કે દુ:ખના હો ઊભરા;
શોભે જીવન, જ્યારે એની રજુવાત કમ રહે...’
આરતી ભાડેશીયા.(23.6.2013)
Added by Aarti Bhadeshiya on June 23, 2013 at 5:08pm — No Comments
અંકુર બની આવેલ બીજનું માવજત વિના ટકવું મુશ્કેલ છે,
જન્મ પછી બાળકનું યોગ્ય કાળજી વિના જીવવું મુશ્કેલ છે.
સતત પાણીના ક્યારામાં રહેતા છોડનું ટકવું મુશ્કેલ છે,
લોહીના સંબંધોમાં લાગણી હોય જ એવું કહેવું મુશ્કેલ છે.
આરતી ભાડેશીયા.(20.6.2013)
Added by Aarti Bhadeshiya on June 20, 2013 at 5:18pm — No Comments
શેરડીનો સાંઠો વાંકો પણ રસ મીઠો હોય,
મંઝીલના રસ્તા વાંકા પણ મળ્યા પછી સ્વાદ મીઠો હોય !
ધનુષ્યની પણછ વાંકી પણ તીર સીધું જ જાય,
જીવનની દોરી વાંકી પણ મારગ સીધો હોય !
નદીનું વહેણ વાંકું પણ પાણી તો મીઠું જ હોય,
માનવનું મન વાંકું પણ ઈશ્વરનો સાથ મીઠો હોય !
આરતી ભાડેશીયા.(18.6.2013)
Added by Aarti Bhadeshiya on June 18, 2013 at 3:54pm — 1 Comment
બાહ્ય જગતમાં બાર વાગ્યે ઊઠનારો કદાચ ‘મોડો’ ગણાય,
આભ્યતંર જગતમાં તો બાવન વર્ષે જાગનારોય ‘વહેલો’ જ ગણાય !
બજારમાં સત્યદર્શનનો આગ્રહ કદાચ યોગ્ય ગણાય,
ઘરમાં લોહીના સંબંધો વચ્ચે સ્નેહદર્શન જ યોગ્ય ગણાય !
Added by Aarti Bhadeshiya on June 15, 2013 at 6:51pm — No Comments
આંખો ભલે બે, પણ એ જે,
જુએ તે એક જ !
પગ ભલે બે, પણ એની,
મંઝીલ તો એક જ !
કાન બે ખરા પણ એ જે,
સાંભળે તે એક જ !
હાથ બે ખરા પણ એનું,
લક્ષ તો એક જ !
પતિ અને પત્ની બે જણાં,
પરંતુ તેઓ એકત્વતાથી સુંદર.
Added by Aarti Bhadeshiya on June 13, 2013 at 4:38pm — No Comments
સંપત્તિ વાપરી સબંધમાં માર ખાઈ, જો ન વાપરે લાગણી,
બુદ્ધિ વાપરી કુટુંબમાં માર ખાઈ, જો છોડે હ્રદયની ગાંઠડી,
યુવાની, સંપત્તિ અને બુદ્ધિનું સુ:ખ, સૂકવે હ્રદયની લાગણી,
પ્રથમ સ્થાન પામે, સંબંધના પળ પર લાગણી,
ન કરો માવજત તમે, તો સંબંધમાં થાય માગણી.
આરતી ભાડેશાયા.(10.6.2013)
Added by Aarti Bhadeshiya on June 10, 2013 at 3:04pm — No Comments
લગ્નની નિદાં કરવી એ કુદરતની નિદાં કરવા જેવુ છે. લગ્નસંસ્થા તો માતૃસંસ્થા છે. જીવનવાહક સંસ્થા છે, પછી એથી વધુ પવિત્ર શું હોઈ શકે ?
નદી પવિત્ર છે, માટે નદિનો સ્ત્રોત પવિત્ર છે.
જીવન પવિત્ર છે, માટે જીવનસ્ત્રોત પવિત્ર છે.
ગંગોત્રી પુણ્ય સ્થળ છે કારણ કે ગંગામૈયાનું ઝરણ છે.
લગ્નસંસ્થા પણ તીર્થધામ છે કારણ કે એ માનવજીવનનું ઉદભવસ્થાન છે.
લગ્ન પવિત્ર છે,
સંસાર મંગળ છે,
રુપિયો…
Added by Aarti Bhadeshiya on June 9, 2013 at 11:54am — 1 Comment
ચારેકોર ચોમાસાનું આગમન થયું ભાયા,
ભેળા મળી ખોદીએ આજે વૃક્ષારોપણનાં પાયા.
ભર ઊનાળે કાયા બાળી આપે સૌને છાયા,
છત્તા ઘણા રે માનવીને ન લાગે એની માયા.
ફળ આપે, ફુલ આપે ને ઓક્સીજનની સાયા,
ચાલો આજે વૃક્ષારોપણ કરીએ દીલથી ભાયા.
આરતી ભાડેશાયા.(5 જુન, 2013)
સૌ મિત્રોને “વિશ્વ પર્યાવરણ દિન” નિમિત્તે વૃક્ષારોપણ માટે શુભકામનાઓ.
Added by Aarti Bhadeshiya on June 5, 2013 at 6:39am — No Comments
જેમ પેટ્રોલ વગર ગાડીની ફરીયાદ.......!
તેમ ઘડતર વગર જડતરની ફરીયાદ.......!
જેમ સ્યાહી વગર પેનની ફરીયાદ.......!
તેમ સાધના વગર સિદ્ધિની ફરીયાદ.......!
જેમ મુલ્ય વગર માલની ફરીયાદ.......!
તેમ ધર્મ કે સેવા વગર સુ:ખની ફરીયાદ.......!
આરતી ભાડેશીયા(3.6.2013)
Added by Aarti Bhadeshiya on June 3, 2013 at 11:56am — 1 Comment
આંખ રડાવી, દિલ સળગાવી, પસ્તાવો ના અટકે,
માન્યું એ તો જીવનને સુધારીને જ જંપે.
હાથનું પાણી નીચે પડી આકારમય બનશે,
પણ કર્મને પરવશ પરિબળ શેનું નિર્માણ કરશે ?
સારું ઘર બાંધવામાં સફળતા જ મળે,
ઘરમાં સારૂ રહેવામાં સમાધાન જ ગમે.
આરતી ભાડેશીયા.
Added by Aarti Bhadeshiya on May 31, 2013 at 5:25pm — 1 Comment
ગરીબ કરોડપતિ બની જાય,
મુર્ખ વિદ્વાન બની જાય,
મૂંગો સંગીતકાર બની જાય,
ગમાર વડાપ્રધાન બની જાય,
તો તે ચમત્કારિક પાત્ર બની જાય.
પણ....................................,
દોષિત ગુણવાન બની જાય,
કર્મયુક્ત આત્મા કર્મમુક્ત બની જાય,
સંસારી આત્મા સિદ્ધ બની જાય,
તો તે નમસ્કાર ને પાત્ર બને.
Added by Aarti Bhadeshiya on May 30, 2013 at 6:56pm — No Comments
અદાલતમાં ન્યાય શોભે,
ઘરમાં સમાધાન શોભે.
અદાલતમાં હકની વાતો શોભે,
ઘરમાં કર્તવ્યના ખ્યાલ શોભે.
પરાયા વચ્ચે અધીકાર શોભે,
પોતાના વચ્ચે ત્યાગ શોભે.
Added by Aarti Bhadeshiya on May 29, 2013 at 7:20pm — 1 Comment
ચાલશો તો મંઝીલના રસ્તા મળી જશે,
અટકશો તો મંઝીલ પણ સરી જશે.
વિચારશો તો બધી વાતનું કારણ મળી જશે,
વિચારશો વધુ તો વિચાર જ કારણ બની જશે.
જીવન એટલું પણ મજબુર નથી હોતુ,
જીગરથી જીવો તો જલશા પડી જશે.
આરતી ભાડેશીયા.
Added by Aarti Bhadeshiya on May 27, 2013 at 7:05pm — No Comments
આ છે ગરમીનો ઉકળાટ, સાથે બફારાનો નહી પાર,
ધગ-ધગતી આ ગરમીથી લોકો પરેશાન,
ભર બપોરે થઈ જાય છે રસ્તાઓ સુમ-શાન,
આજે થોડા છાંટા પાડી આપ્યો વરસાદનો અણસાર.
આરતી ભાડેશીયા.
Added by Aarti Bhadeshiya on May 26, 2013 at 11:13pm — No Comments
A bed but not sleep,
Books but not knowledge,
Food but not appetite,
Clothes but not beauty,
House but not a home,
Medicine but not health,
Luxuries but not culture,
Amusement but not happiness,
Friends but not friendship.
Added by Aarti Bhadeshiya on May 21, 2013 at 6:00pm — No Comments
સાંકડા વર્તુળમાં, જીવન મરતું રહે,
વસંતો વેરતા, નવું કઈક મળતું રહે,
જીવનના આ સંઘર્ષમાં, મન ડગતું રહે,
કરીએ કઈક એવું જીવનમાં........................!
કે મર્યા પછી પણ, કોઈ યાદ કરતું રહે.
Added by Aarti Bhadeshiya on May 20, 2013 at 7:31pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service