Hemshila maheshwari's Blog (73)

અછાંદસ :- સ્વપ્ન છળ

રાતે સપનામાં તને મેં

પીળા રંગનું ફુલ લઈ

રસ્તે ઊભેલો જોયો. ...

મને થયું

ચાલ લઈ લઉં એ ફુલ ,

જેવો મે હાથ લંબાવ્યો

એ ફુલ એ રંગ બદલ્યો. .

હવે એણે લાલ રંગ

ધારણ કરી લીધો હતો. .

તારી અધૂરી ઇચ્છાઓ નો

એ રંગ હતો શાયદ. ..

પણ હું એ શું કરું? ??

તારી હાથ રેખાઓમાં

તું મારો નથી

હું તારી નથી

આપણા આ મૈત્રી પ્રવાસમાં પડાવની સંભાવના નહિવત્ હોવાથી

મારા હાથ થંભી ગયા,

એ જોઈને તું મારાથી રિસાયો

ને મારી સીમિત દૃષ્ટિ થી

ક્યાંય… Continue

Added by Hemshila maheshwari on August 23, 2017 at 8:59am — No Comments

ગઝલ:- સિક્કા શી બીજી બાજુ

,,,,સિક્કાની બે બાજુ,,,,,





દુશ્મનો માં પણ માણસાઈ હોઈ શકે,

મૂરખાને અક્કલની ઊંડાઈ હોઈ શકે,



નહિ તોય આપણે ઈશ્વર ના અંશ,

દૈત્ય માં પણ દેવતાઈ હોઈ શકે,



લહેરોનું હૈયાફાટ ને કિનારે કોલાહલ,

વિસ્તાર માટે સાગર ની અંચાઈ હોઈ શકે,



આગિયા નું ઝુંડ બેઠું ને ઉજાશ ઉઘડ્યો,

ખુદને સિતારા સમજ્યાની એની મૂર્ખાઈ હોઈ શકે,



"શીલ નથી સક્ષમરોકવા,તમારી યાદના લશ્કરને,

નક્કી દિલના કિલ્લાની કાચી ચણાઈ હોઈ શકે,





હેમશીલા… Continue

Added by Hemshila maheshwari on August 20, 2017 at 11:55am — No Comments

ગઝલ:- સિક્કા શી બીજી બાજુ

,,,,સિક્કાની બે બાજુ,,,,,


દુશ્મનો માં પણ માણસાઈ હોઈ શકે,
મૂરખાને અક્કલની ઊંડાઈ હોઈ શકે,

નહિ તોય આપણે ઈશ્વર ના અંશ,
દૈત્ય માં પણ દેવતાઈ હોઈ શકે,

લહેરોનું હૈયાફાટ ને કિનારે કોલાહલ,
વિસ્તાર માટે સાગર ની અંચાઈ હોઈ શકે,

આગિયા નું ઝુંડ બેઠું ને ઉજાશ ઉઘડ્યો,
ખુદને સિતારા સમજ્યાની એની મૂર્ખાઈ હોઈ શકે,

"શીલ નથી સક્ષમરોકવા,તમારી યાદના લશ્કરને,
નક્કી દિલના કિલ્લાની કાચી ચણાઈ હોઈ શકે,


હેમરાજ માહેશ્વરી'શીલ'

Added by Hemshila maheshwari on August 20, 2017 at 11:54am — No Comments

ગઝલ :- શોધતા મળતું

શોધતાં મળતું ન કો"મુજને ભીતર,
નિશદિન જે શ્વસે છે બનીને સહચર,

ટીલા-ટપકાં કરીને મેં જેને પૂજ્યો,
તે તો હતો આખરે જાતનો પથ્થર,

આમ લાગે સાવ સરળ છે જિંદગી,
ભરડો લે લોહીમાં બનીને અજગર,

રુંવે-રુંવે ઉદભવે છે ઝંખના નવી,
ભીડમા મળ્યો સ્પર્શવાનો અવસર,

ચડતી-પડતી કરે કસોટી ધનને"શીલ"ની,
શોધું છું ગુમ થયેલો દોસ્ત એક સધ્ધર...
,,,,,હેમશીલા માહેશ્વરી,,,"શીલ",,,,,,

Added by Hemshila maheshwari on August 20, 2017 at 11:51am — No Comments

અછાંદસ :- અદ્રશ્ય અહેસાસ

શિયાળાની આ કડકડતી ઠંડીમાં

ઓશીકે ઊંઘ મૂકી ,

એકાંતની ચુપ્પીમાં ,

રાતોની રાતો જાગી ,

મેં તારા વિચારોના ગાળીયાઓને -

મારા મનના સુંવાળા ભાવોના-

સોયા પર પરોવી ,

ગૂંથ્યું છે તારા માટે એક સ્વેટર. ...

અહેસાસી ઊનની પૂણીઓના

દડા બનાવી ,

તારા જેવો સાલસ ધવલ ધાગો ,ને

મારા જેવો સરળશીલ જાબુંડી ધાગો લઈ,

થોડી ઉલ્ટી, થોડી સીધી આંકડીઓ ગૂંથી ...

અનુભવના થોડા ટાંકા

વધઘટ કર્યા

મનના વિશ્વાસનું માપ

તને બરાબર આવશે એમ ધારી લીધું

જિંદગીના… Continue

Added by Hemshila maheshwari on August 18, 2017 at 2:31pm — No Comments

Continue

Added by Hemshila maheshwari on August 9, 2017 at 12:37pm — No Comments

Continue

Added by Hemshila maheshwari on August 9, 2017 at 12:34pm — No Comments

છાંયા ધમ્મ કરતીક કૂદી પડી ઝાંડવા પરથી ને સ્વાગત કર્યુ તડકા નામના રાહગીરનું જેના ચહેરા પર હતી તપીને લાલચોળ થયેલા તાંબા જેવી રંગત અને શરીર બિલકુલ થાકેલું નિસ્તેજ એણે તડકાને કહ્યુ "આવ મારી પાસે બેસ," " …

છાંયા ધમ્મ કરતીક

કૂદી પડી

ઝાંડવા પરથી

ને સ્વાગત કર્યુ

તડકા નામના રાહગીરનું

જેના ચહેરા પર હતી

તપીને લાલચોળ થયેલા

તાંબા જેવી રંગત

અને શરીર બિલકુલ

થાકેલું નિસ્તેજ

એણે તડકાને કહ્યુ

"આવ મારી પાસે બેસ,"

" બે ઘડી વિસામો ખા..!!

હું તને મારા ઠંડા શ્વાસોથી

તાજોમાજો કરી દઇશ. .!!

પછી જજે જ્યાં તને જવું હોય ત્યાં. ....!!!

પણ સાંભળ...!!

અહીં થી ગયા પછી

જો આગળ જતાં

તને મારો ભેટો થયો

તો તું મને ઓળખી તો જઈશ ને?… Continue

Added by Hemshila maheshwari on August 1, 2017 at 8:22pm — No Comments

વહાણનું પક્ષી અછાંદસ

-:  વહાણનું પક્ષી :-



વહાણના કૂવાથંભપર

ફરકતી શ્વેતધજા જેવી ,

એ પણ ફરકાવે છે -

સ્વીકાર્યનો વાવટો  ,

ને આવકારે છે હર સમયે

માર્ગ ભૂલેલા પક્ષીને

મોટું મન રાખવું સહેલું નથી

ભીતર કોરાય છે હૈયું

ચાળણી માફક...

એ જાણે છે કે

વહાણની પ્રતિષ્ઠા

ભટકેલા પક્ષીથી જ છે. ..

સુંદર ગિરિમાળાઓથી આકર્ષિત થઈ

જાય છે એ થોડીવાર ત્યાં

સુસ્તી ઉડાડવા. .

અહીંતહી ભટકી એ પાછું તો

વહાણ પર જ આવે છે. .

માલિકી પડાવ હોય છે એનો

વહાણ… Continue

Added by Hemshila maheshwari on July 31, 2017 at 8:03pm — No Comments

Continue

Added by Hemshila maheshwari on July 30, 2017 at 10:48am — No Comments

Continue

Added by Hemshila maheshwari on July 29, 2017 at 6:21pm — No Comments

અછાંદસ

ઘણી વખત મે લટાર મારી છે,

ગઝલ બાગમાં.......

જ્યાં શબ્દો નાં છાંયડે પતંગિયાના

રંગોને પોઢેલા' જોયા છે. ....

ઘણાં રદીફ -કાફીયા' પોતાની-

-મનમાની કરતા, એકાદો' અટપટો' સવાલ-

-ઉલ્લા' કળી' ના કાનમાં ફૂંકી આવે છે ,-

-જેનો જવાબ આપવા 'સાની ' કળી" થનગનતી' હોય છે. ....-

-પંક્તિઓ નો ઉતાર- ચઢાવ મારા મનને ડોલાવે' છે. ...જાણે મત્લાના'ચંદન વૃક્ષ ફરતે

મક્તાનો' સાપ ભરડો લઇ ,ફેણ ચડાવી બેઠો હોય....ને હું છંદની' મોરલીના સૂરથી એને વશમાં કરવા ઠાલો પ્રયત્ન કરતી હોઉં.… Continue

Added by Hemshila maheshwari on July 29, 2017 at 6:04pm — No Comments

-: 'શીલ'ભંગ :- ગઝલ મારી સાથે હરપળ હોય છે... પીછો જ નથી છોડતી ... ખૂબ પ્રેમ કરે છે એ મને કદાચ હું પણ એને એટલો જ પ્રેમ કરું છું .... હા ! એ સાચું કે હું એની જેમ જાહેર ન કરી શકું. .... કવયત્રી છું ને હ…

-: 'શીલ'ભંગ :-



ગઝલ મારી સાથે

હરપળ હોય છે...

પીછો જ નથી છોડતી ...

ખૂબ પ્રેમ કરે છે એ મને

કદાચ હું પણ એને એટલો જ

પ્રેમ કરું છું ....

હા ! એ સાચું કે હું એની જેમ

જાહેર ન કરી શકું. ....

કવયત્રી છું ને હું ,

ને એ પણ કમજોર દિલની

એટલે જ કદાચ. ....

મારી આ ખામીની પૂર્તિ કરવા

પાછલી રાતે 'એ '

કોરા કાગળ પરથી ઉતરી

મારી રજાઈમાં આવીને સૂઈ ગઈ

પરોઢ થતા એણે

જન્મ પણ લઈ લીધો

તારા અહેસાસોની ગરમી

સાથે હતીને ..એટલે જ… Continue

Added by Hemshila maheshwari on June 15, 2017 at 8:55am — No Comments

-:માકડું બનીને:- ચાલ આવી ગઈ હું વગાડ તારું ડુગડુગીયું નચાવ તારા ઈશારે કહે મને. ..આમતેમ ઠેકવાનું આખરે હું છું તું તો તારા હાથે નાચતું એક માકડું જ ને. .... તને મન થાય ત્યારે પકડાવી દેજે મારા હાથમાં …

-:માકડું બનીને:-





ચાલ આવી ગઈ હું

વગાડ તારું ડુગડુગીયું

નચાવ તારા ઈશારે

કહે મને. ..આમતેમ ઠેકવાનું



આખરે

હું છું તું તો તારા હાથે નાચતું

એક માકડું જ ને. ....

તને મન થાય ત્યારે પકડાવી દેજે

મારા હાથમાં

ફૂમતાંવાળી છત્રી

ચિત્ર વિચિત્ર ટોપી ..ને

ઠેબા નો અભિનય કરવા

એક લાકડી. ...

પછી એજ લાકડીથી તું મને

આંખ દેખાડી

મૌનનો ખૂણો બતાવજે...

મારી લાગણી , ભાવનાને

ઘાયલ કરવા

તે કંઈ કેટલાય દિમાગી… Continue

Added by Hemshila maheshwari on June 13, 2017 at 9:01am — No Comments

-: અજન્મી કવિતા :- કોરા કાગળની ખાલી કુખ પર હાથ ફેરવતા હું કંપી ઊઠી ને અસ્પષ્ટ શબ્દો સરી પડ્યા મારા મુખેથી ..... ઓ મારા અજન્મા બાળક ! નિમિત્ત બનનારી તારી આ 'મા' એક અસફળ સ્ત્રીનું ઉદાહરણ છે ..... સફળત…

-: અજન્મી કવિતા :-



કોરા કાગળની

ખાલી કુખ પર હાથ ફેરવતા

હું કંપી ઊઠી

ને અસ્પષ્ટ શબ્દો

સરી પડ્યા મારા મુખેથી .....

ઓ મારા અજન્મા બાળક !

નિમિત્ત બનનારી તારી આ 'મા'

એક અસફળ સ્ત્રીનું

ઉદાહરણ છે .....

સફળતા મારા પડછાયાથી

જોજનો દૂર ભાગે છે ....

એટલે મન હોવા છતા પણ

હું તને જન્મ

નથી આપી શકતી ....

હું તને ભયભીત ને તિરસ્કૃત

ન જોઈ શકું,

એટલે વ્યાજબી છે કે તું મારી

નિર્જીવ આકાંક્ષાઓ વચ્ચે

જન્મ ધારણ ન કરે… Continue

Added by Hemshila maheshwari on June 13, 2017 at 8:58am — No Comments

-:પ્રેમ :- કેટલો મીઠો શબ્દ કેટલો આત્મિયતાથી ભરેલો પ્રેમ મને ડગલે પગલે થયો એમ કહો કે મને પ્રેમપાત્ર માની લેવામા આવી મારો પહેલો પ્રેમ મારી મા જ્યારે એણે મને જન્મ આપી પોતાની પ્રતિકૃતિને મારામા જોઈ એણે…

-:પ્રેમ :-





કેટલો મીઠો શબ્દ

કેટલો આત્મિયતાથી ભરેલો

પ્રેમ મને ડગલે પગલે થયો

એમ કહો કે મને પ્રેમપાત્ર

માની લેવામા આવી

મારો પહેલો પ્રેમ

મારી મા

જ્યારે એણે મને જન્મ આપી

પોતાની પ્રતિકૃતિને મારામા જોઈ

એણે મને હૈયે ચાંપી ,કે તે જ ક્ષણે

હું એક વિરલ ઘટનાની સાક્ષી બની

હૈયું પળવારમાં ચોરાઈ જવાની ઘટના

મારો બીજો પ્રેમ

મારા પિતા

જ્યારે એમણે મને ખૂબ નાજૂકાઈથી

ડરતા ડરતા પહેલી વાર

હાથોમાં લીધી

ધબકતું હૈયું… Continue

Added by Hemshila maheshwari on June 6, 2017 at 4:00pm — No Comments

*બદલાવ.* સાસુને કેડે લટકતો ચાવીનો ઝુડો , મળ્યો હતો એમને એમની સાસુ તરફથી, પેઢી-દર પેઢી હસ્તાન્તરિત થતો ...! ઘણી ચાવીઓ ઘસાઈને ટૂંકી થવા માંડી હતી હવે . . . દર પેઢીએ એક-એક પરંપરા તૂટવાનો પ્રભાવ હશે શાય…

*બદલાવ.*



સાસુને કેડે લટકતો

ચાવીનો ઝુડો ,

મળ્યો હતો એમને

એમની સાસુ તરફથી,

પેઢી-દર પેઢી હસ્તાન્તરિત થતો ...!

ઘણી ચાવીઓ ઘસાઈને

ટૂંકી થવા માંડી હતી હવે . . .

દર પેઢીએ એક-એક

પરંપરા તૂટવાનો

પ્રભાવ હશે શાયદ . . . !

એટલે જ

એક એક ચાવીનું

આગવું મહત્ત્વ હતું . . .



ચાવી - અસ્તિત્વની ઓળખ ભૂલવાની.

ચાવી - અન્યાયને મૂંગા મોઢે સહન કરવાની.

ચાવી - ખાનદાની ખોટું નાક ઉંચું રાખવાની.

ચાવી - વૈચારિક જડતાને વળગી… Continue

Added by Hemshila maheshwari on May 26, 2017 at 7:12am — No Comments

-:શમણાંની પરિભાષા :- ઊંઘની પાસે છે, થોડાંક ધૂંધળા શમણાંની વ્યાખ્યા .. જે ઓશીકે રાખેલ છબિનો જે એક ભાગ છે. .. હું અવાર-નવાર જાગી જાઉં છું નિદર્યી ઊંઘના આલિંગનમાંથી ને જોઈ લઉં છું એ છબિ જે મારા શમણાંમા…

-:શમણાંની પરિભાષા :-



ઊંઘની પાસે છે, થોડાંક

ધૂંધળા શમણાંની વ્યાખ્યા ..

જે ઓશીકે રાખેલ છબિનો જે

એક ભાગ છે. ..

હું અવાર-નવાર

જાગી જાઉં છું

નિદર્યી ઊંઘના

આલિંગનમાંથી

ને જોઈ લઉં છું એ છબિ

જે મારા શમણાંમાં

કાયમ એક હાસ્ય

વેરતી હોય છે. ..

હરક્ષણ યાદ આવી જાય છે

દૂર ખૂબ દૂર અંતર હોવાનો

અહેસાસ. ..

અને રાત આખી

એક જ પ્રયત્ન કરું છું કે

તું આંખથી ઓઝલ ન થાય. ..

એક સમય થઈ ગયો

તને રૂબરૂ જોયે..

એતો… Continue

Added by Hemshila maheshwari on May 25, 2017 at 5:32pm — No Comments

-: રોજની માફક :- ઉદાસી ધારણ કરીને આવેલી આજની સાંજને આસ્ફાલ્ટની સડકપર ઉતારી દેવાનું મન થાય છે વગડાઉ કેડી પર કાંટાથી એના પગ વિંધાયા પછી એ વહેતા અહેસાસો સાથે ક્યાંક ગબડતી તો ક્યાંક ફસડાઈ પડતી અટક્યા વગ…

-: રોજની માફક :-



ઉદાસી ધારણ કરીને

આવેલી આજની સાંજને

આસ્ફાલ્ટની સડકપર

ઉતારી દેવાનું મન થાય છે

વગડાઉ કેડી પર કાંટાથી

એના પગ વિંધાયા પછી

એ વહેતા અહેસાસો સાથે

ક્યાંક ગબડતી તો ક્યાંક ફસડાઈ પડતી

અટક્યા વગર ઢળી રહી છે

એના પીડાના ઉંહકારા સાંભળવા

કોઈ પાસે સમય તો છે નહી

તો પછી આ સૂરજ શા માટે

રોકાય પળ બે પળ

એ પણ રોજની આદત પ્રમાણે

પોતાની ફરજ પૂરી થઈ સમજી

જતો રહેશે ઘરે

હવે બચશે રુંધાતા અવાજ સાથેની

એ અહેસાસી… Continue

Added by Hemshila maheshwari on May 18, 2017 at 5:43pm — No Comments

જમાનો તો સાહેબ યુગોથી બદલાયેલો ને બગડેલો છે વિશ્વાસ નથી આવતો. .??? ચાલો સાબિતી આપું .... આ ચંદ્રને જ જોઈ લો ! શું તમે કહી શકશો કે આ એજ ચાંદો હશે. ..! , જે ચૂપચાપ ,એકલો ને શાંત પણ રહી શક્યો હશે ક્યારે…

જમાનો તો સાહેબ યુગોથી

બદલાયેલો ને બગડેલો છે

વિશ્વાસ નથી આવતો. .???

ચાલો સાબિતી આપું ....

આ ચંદ્રને જ જોઈ લો !

શું તમે કહી શકશો કે આ

એજ ચાંદો હશે. ..! ,

જે ચૂપચાપ ,એકલો ને શાંત પણ

રહી શક્યો હશે ક્યારેય. ..

થોડા વાદળો જોયા નથી કે

પોતાની ગુંડાગર્દી ચાલુ કરી દે છે

કેવો ટપોરી માફક અડોઅડ ચીપકીને

ફરે છે વાદળો સાથે. ..

કયારેક એમની ઓઢણીમાંથી

ડોકિયા કરીને

તળાવકાંઠે બેઠેલા યુગલોને

ચાનક ચડાવે છે , તો ક્યારેક

પોતાના ઓછાવતા… Continue

Added by Hemshila maheshwari on April 19, 2017 at 9:08am — No Comments

Most Popular Blog Posts

Monthly Archives

2024

2023

2019

2018

2017

2016

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service