Made in India
ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ,
આ વાતની તને ય ખબર હોવી જોઇએ.
એક રોશની રહે છે સતત મારા પંથમાં,
મારા ઉપર તમારી નજર હોવી જોઇએ.
લાગે છે ઠોકરો ને છતાં દુઃખ થતું નથી,
બસ આ જ તારી રાહગુજર હોવી જોઇએ.
નિષ્ફળ પ્રણયનો દોષ તો દઉં હું તને મગર,
મારી ય લાગણીમાં કસર હોવી જોઇએ.
ચાલું છું એમ થાઉં છું મંઝિલથી દૂર હું,
ઊલટી દિશાની મારી સફર હોવી જોઇએ.
હટવા દો અંધકાર, એ દેખાઇ આવશે,
આ રાતમાં જ ક્યાંક સહર હોવી જોઇએ.
આ બહારનું જગત તો જૂઠાણાંનો…
ContinueAdded by bhavik kama on April 1, 2014 at 3:17pm — 1 Comment
સંબંધ એક ચાલ્યા કર્યો કઈ કારણ વગર
મંઝીલે પહોચીશું કે નહિ એના તારણ વગર,
લાગણી ની અફડા-તફડી માં ખ્યાલ ના રહ્યો કે'
મગજ સંવેદનશીલ બની ગયું ભારણ વગર,
એકા-એક જ ખૂટી ગયો રસ્તો -
એક-મેક ની સાથે કદમ મિલાવ્યા વગર..
કેવું હોય છે આ નામ વગર ના સંબંધો નું
ચાહ્યું મળે નહિ ને મળે ઘણું ચાહ્યા વગર,
જીવી શકાતું હતું આમ જ તોય જણાવ્યું:
કરું છું પ્રેમ તને કહ્યા વગર …
Added by bhavik kama on February 11, 2014 at 12:40am — 1 Comment
વાત છે આ સાવ અંગત, કોઈને કે’તા નહીં.
લ્યો, પડી છે આપની લત કોઈને કે’તા નહીં.
આયના હારી ગયાં છે, એકસો ને આઠ વાર,
સાદગીનું એટલું સત, કોઈને કે’તા નહીં.
આપની બસ યાદમાં, ટીપુંયે લોહી ક્યાં બચ્યું?
આજ શાહીથી લખ્યો ખત, કોઈને કે’તા નહીં.
શ્વાસથી નખશિખ નવડાવી, પ્રથમ ને એ પછી,
આંખથી એંઠી કરે, ધત્ત, કોઈને કે’તા નહીં.
આપની આંખે રહેવાનું, થયું છે આજકાલ,
જોઈ લીધી મેં ય જન્નત, કોઈને…
Added by bhavik kama on February 11, 2014 at 12:28am — No Comments
તને જોવાય તો જિવાય છે હવે,
બાકિ ક્યાં કઈં સેહવાય છે હવે
તારી નજર થી જ તો પરખાય છે હવે ,
બાકિ તો ખાક્!! અનુભવાય છે હવે,
તારા શબ્દો થી જ તો બોલાય છે હવે,
બાકિ તો મૌન જ રૃંધાય છે હવે
નથી ખાસ દિવસો વિતાવ્યા તમારી સાથે,
તોય કેમ "ભાવિક" જ વગોવાય છે હવે.
"Bhavik"
Added by bhavik kama on February 11, 2014 at 12:23am — No Comments
ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.
ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.
ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?
કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.
-જગદીશ જોષી
Added by bhavik kama on February 8, 2014 at 10:08pm — No Comments
એક મોકો મેં ગુમાવ્યો, કોઈને ક્હેશો નહીં,
હું મને ના ઓળખાયો, કોઈને ક્હેશો નહીં.
આંખને બદલે હૃદયથી એ મને વાંચી ગયો,
મેં અભણ એને ગણાવ્યો, કોઈને ક્હેશો નહીં.
શબ્દ કેવળ દૃશ્યથી કૈં શ્લોક થઈ જાતો નથી,
ક્રોંચવધ હું જોઈ આવ્યો, કોઈને કહેશો નહીં.
બસ ખુશીથી જાળમાં એ માછલી કૂદી પડી,
જીવ પાણીથી ધરાયો, કોઈને કહેશો નહીં.
આયનો પ્રતિબિંબ મારું જોઈને બોલ્યો હતો,
જાતમાં…
Added by bhavik kama on January 5, 2014 at 8:04pm — No Comments
સતત ઝંખ્યા કરે છે રાતદિન મારું હૃદય તમને,
થશે તમને ય આવું, થઇ જશે જ્યારે પ્રણય તમને.
હું તમને સાથ દેવા એટલા માટે જ આવ્યો છું,
કદી લાગે ન મારી જેમ એકલતાનો ભય તમને.
મહોબ્બતમાં મને મારો જ આ સદગુણ નથી ગમતો,
કશું કહેવા નથી દેતો કદી મારો વિનય તમને.
મને એથી જ કંઇએ દુઃખ નથી મારા પરાજયનું,
ખુદાની પાસે મેં માગ્યું હતું આપે વિજય તમને.
જગતમાંથી હવે હું જાઉં છું સર્વસ્વ…
Added by bhavik kama on January 2, 2014 at 10:39pm — No Comments
વાવાઝોડું તો પસાર થઈ જશે
સમય પડખું પણ બદલશે
શનિ દશા, રાહુ અન્તર દશા જશે ને
ગુરુ ધીમાં ધીમાં પગલાં પણ મૂકશે પ્રાંગણમાં
વાદળો તો ખસશે આકાશમાંથી
પણ સૂરજના ઊગવામાં હું
શ્રદ્ધા ખોઈ બેસીશ તો?
શાણા માણસો કહે છે:
બધું ઠીક થઈ જશે થોડા સમયમાં,
પણ ત્યાં સુધીમાં
હું હસવાનું ભૂલી જઈશ તો?
-વિપિન પરીખ
Added by bhavik kama on December 28, 2013 at 1:10pm — No Comments
ફુલ છું પણ પાંદડા પર વિશ્વાસ રાખુ છું,
ઝીંદગી છું પણ મોત પર વિશવાસ રાખુ છું,
જીવન માં એક જ ભૂલ હમેંશા કરુ છું,
લાગણીશીલ છું
એટલે બધાને યાદ કરુ છું.
Sometime feeling like being more sentimental is your weakness and the same thing become your strength.
What i experienced is that its depends on the person with whom that sentiments attached.. :)
Added by bhavik kama on December 28, 2013 at 12:22pm — 2 Comments
ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા,
શું આંસુનો ભૂતકાળ હતો – શું આંસુનાં પણ નામ હતાં.
થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.
હું ચાંદની રાતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ મંઝિલ પણ મશહૂર હતી – કંઈ રસ્તા પણ બદનામ હતાં.
જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.
પેલા ખૂણે બેઠા છે એ…
Added by bhavik kama on December 25, 2013 at 10:34pm — No Comments
ચમન તુજને સુમન, મારી જ માફક છેતરી જાશે,
પ્રથમ એ પ્યાર કરશે, ને પછી જખ્મો ધરી જાશે.
અનુભવ ખુબ દુનિયાનો લઇને હું ઘડાયો’તો,
ખબર ન્હોતી તમારી, આંખ મુજને છેતરી જાશે.
ફના થાવાને આવ્યો’તો, પરંતુ એ ખબર ન્હોતી,
કે મુજને બાળવા પ્હેલાં , સ્વયમ્ દીપક ઠરી જાશે.
ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે.
મરણની બાદ પણ ‘કૈલાસ’ ને બસ રાખજો એમ…
Added by bhavik kama on December 23, 2013 at 10:22pm — No Comments
દર્દ જીરવી ગયો, ગમ ખાઈ ગયો,
એક પ્રસંગ એ રીતે સચવાઈ ગયો…
સાચુ બોલ્યો તો વગોવાઈ ગયો,
જૂઠ કહેવા જતાં પકડાઈ ગયો…
સાવ ખૂણામાં મને નાખી દઈ,
પૂછે છે ‘કેમ તું નંખાઈ ગયો?’…
રોજ બદલ્યો મને થોડોથોડો,
ને હવે કહે છે ‘તું બદલાઈ ગયો’!
એનું પથ્થરપણું વધતું જ ગયું,
પાંચ માણસમાં જે પુજાઈ ગયો…
જે સતત સ્વપ્નમાં રમમાણ રહ્યો,
આખરે ઊંઘતો ઝડપાઈ ગયો…
- હેમંત પુણેકર
Added by bhavik kama on December 22, 2013 at 10:11pm — No Comments
લો, કરું કોશિશ ને ફાવે તો કહું,*
લાગણી થોડી બતાવે તો કહું.
કેમ દિલને રોજ ખોટું લાગતું?
પ્રેમથી સાચું મનાવે તો કહું.
યાદમાં રાખે બધા તો શું નવું?
કલ્પના ભીતર સમાવે તો કહું.
નાં સુણાવો ધર્મગીતા યુદ્ધ મહી,
પ્રેમગીતા તું સુણાવે તો કહું.
કેદમાં તું અક્ષરોને રાખમાં,
શેર, ગઝલોમાં ચણાવે તો કહું.
...પ્રશાંત…
Added by bhavik kama on December 22, 2013 at 1:09pm — No Comments
ત્યાગમાં ક્યાં કંઇ મહિમા જેવું લાગે છે,
ભઇ આમાં તો હસવા જેવું લાગે છે…
આજે કોઇ જોઇ રહ્યું છે મારા તરફ,
આજે કંઇ ઝળહળવા જેવું લાગે છે…
એક દિવસ તો ખાબોચિયાએ પૂછ્યું મને,
મારામાં કંઇ દરિયા જેવું લાગે છે…
ભઇ આ તો છે મંદિર મસ્જિદ જેવું કશું,
પાછો વળ, અહિં ખતરા જેવું લાગે છે…
આપણો દેશ ‘ને રાજ પણ આપણું પોતાનું,
એ સાચું છે પણ અફવા જેવું લાગે છે…
ચાલ ખલિલ, આ અંધારાને ખોતરીએ,
આમાં કંઇ અજવાળા જેવું લાગે છે… - ખલીલ ધનતેજવી
Added by bhavik kama on December 21, 2013 at 5:00pm — No Comments
જુઓ શી કલાથી મેં તમને છૂપાવ્યા !
ગઝલમાં પણ આવ્યા તો નામે ન આવ્યા.
હવે જિંદગીભર રૂદન કરવું પડશે,
કે મોકા પર આંખોમાં આંસુ ન આવ્યા.
સફળતાના કિસ્સામાં રંગ લાવવાને,
કહો એ પ્રસંગો તમે જ્યાં ન ફાવ્યા.
જીવન આવું ટૂંકું ને લાંબી પ્રતીક્ષા,
મેં તેથી પળેપળનાં વર્ષો બનાવ્યાં.
તમે પણ કોઈ વાત મનથી ન કીધી,
અમે પણ કોઈ વાત મનમાં ન લાવ્યાં.
કદી એને મળશું તો પૂછી લઈશું,
વચન કોને દીધાં, ને ક્યાં જઈ નભાવ્યાં ?
‘મરીઝ’ આવું સુંદર લખે…
Added by bhavik kama on December 19, 2013 at 9:31pm — No Comments
My First creation ..
Something i never expect from me was i ever write something???... hehehe... please bear it if in case its not good...just a first try..
છો ને હુ રહ્યો ફક્ત મંત્રણા માં જ તમારી,
પણ તમને તો મુક્યા છે શમણાં માં અમારી,
હજી હમણાં જ તો મનવ્યુ દિલ ને કે બધિ ભ્રમણાં જ છે અમારી,
પણ એમની એક નજર થી પાછું લાગ્યુ કે શુ આ જ પ્રસ્તાવના છે તમારી,
નહિ તો આવી રિતે જ કંઈ થોડી લખી દે "ભાવિક",
કઇક અલગ જ જાદુ રહ્યો…
Added by bhavik kama on December 9, 2013 at 11:54pm — 4 Comments
Added by bhavik kama on December 8, 2013 at 5:33pm — No Comments
ચાહવાની ક્ષણ બધી ખોઈ ચુક્યો છું ,
લાગણી એ આંખની ખોઈ ચુક્યો છું.
સ્વપ્નમાં દૃશ્યો બધા સારા હતા પણ ,
રાત તારાથી મઢી ખોઈ ચુક્યો છું .
હુંફ ,પીડા ,પ્રેમ ,ઝગડા એ બધું યે,
રૂપ ઈશ્વરનું ધરી ખોઈ ચુક્યો છું .
શ્વાસ ને બદલે તને શ્વસતો રહ્યો હું ,
એટલે લાગ્યું નહી ખોઈ ચુક્યો છું .
સ્પર્શ કેવળ તે કર્યો એની અસર જો ,
હું મને પણ હાથથી ખોઈ ચુક્યો છું .
~પીયૂષ…
Added by bhavik kama on December 8, 2013 at 3:02pm — No Comments
ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર,
તું કેવો અક્સ્માતથી સર્જાય છે ઈશ્વર.
હેઠો મૂકાશે હાથને ભેગા થશે પછી જ,
કોશિશ જ્યાં પતે ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર.
જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકાં,
લાગે છે તને દૂરનાં ચશ્માં ય છે ઈશ્વર.
કે’ છે તું પેલા મંદિરે છે હાજરાહજૂર,
તું પણ શું ચકાચોંધથી અંજાય છે ઈશ્વર ?
થોડા…
ContinueAdded by bhavik kama on December 8, 2013 at 3:00pm — No Comments
you know...
if a writer can praise the god with their words..then sometime those hand can even write something just as a taunt to the god...
I believe in god..mostly all people believe in god..
But the incidents like the one happen in KEDARNATH or anywhere else where some innocent people just loss their life without any guilty then always we think that ....
Ohhh ... Why This??? Whats the…
ContinueAdded by bhavik kama on December 6, 2013 at 12:30am — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service