Made in India
પ્રેમ માં વ્યાપારી ભાષા બોલ નઈ,
લાગણી છે, ત્રાજવે થી તોલ નઈ.
જાત સાથે એકલો સંવાદ કર,
બંધ મુઠ્ઠી ગામ વચ્ચે ખોલ નઈ.
આંખને રડવાની પણ તક આપ તું,
દર્દ ને ધરબી તું છાતી છોલ નઈ.
કાનમાં એકાંત આવી બોલતું ,
ગુંજતો એ ખાલીપો છે ઢોલ નઈ.
એ અધૂરા સ્વપ્ન ને જઈ ને કહો,
કે 'હૃદય ' માં શૂળ જેવું…
Added by Hardik Vora on December 20, 2013 at 12:43am — 1 Comment
Added by Hardik Vora on April 27, 2013 at 12:33pm — No Comments
નગર વચ્ચે નગર ઉભું ,
અઢારે જે - વરણ ઉભું !
તમાશો જોઈ ,ક્યાં જાતું ?
આ માનવ ને ,ગ્રહણ ઉભું !
આ ઘટના પામવા માટે ,
જીવન રોકી , મરણ ઉભું !
પ્રગટશે કાલ,ઘાટા શબ્દ,
ખબરનું અવતરણ ઉભું !
હૃદય ધબકાવતું રાખે ,
એ માનવનું ,ઝરણ ઉભું !
માનવતા બની મૃગજળ ,
જગત જો થઇ ને રણ ઉભું!
-હાર્દિક વોરા
(લગાગાગા ,લગાગાગા)
Added by Hardik Vora on April 27, 2013 at 12:25pm — No Comments
'કવિ'
હું એક અજાણ્યા ટાપુ પર વસુ છું ,
હું ટોળા માં એકલો છું ,
ને હું એકલો એક ટોળું છું ,
હું માણસ ની એક જુદી જાત છું ,
હું મારામાં મારો વિસ્તાર છું ,
હું જાહેર માં હસું છું ને કાગળ પર રડું છું
હું વાહ વાહ માં નીકળતી એક આહ છું ,
હું વિચારો નો ગુલામ છું
હું કલમ ન જડે તો ,
બેબસ , લાચાર છું!!
-હાર્દિક વોરા (10-4-13)
Added by Hardik Vora on April 10, 2013 at 11:08pm — 2 Comments
હું અને મારો મિત્ર છગન ,
નાનપણ ના મિત્રો ,
સાથે રમ્યા ,સાથેમસ્તીગમ્મત કરતા ,
હવે બંને મોટા થઇ ગયા ,
એ પહેલા જેવો છગન નથી ,
ને હું એ નો એ જ મગન ,
એના ઉઠવા બેસવાનો વર્ગ હવે અલગ છે ,
એ એના status ની દીવાલો માં કેદ છે ,
હું આ ઉંચી દીવલો કુદી નથી શકતો ..
અને એ આ દીવાલોની બહાર જોઈ નથી શકતો ,
હું મિત્ર ને ખોઈ બેઠો છું ,ને એ પણ!
આ અદ્રશ્ય દીવાલો કોણે ચણી છે !
હે ઈશ્વર આ દીવાલો શું તે ચણી છે…
ContinueAdded by Hardik Vora on April 9, 2013 at 3:56pm — No Comments
કારણ માં શું છે , તું છે , તું છે
મારા માં વસતું નગર પ્રેમ નું છે !
દિલમાં વધી છે બેચેની જે -
ને થઇ છે જોવા જેવી પછી જે ,
તારણ માં શું છે , તું છે તું છે - કારણ માં શું છે ...
દરિયાની ખારાશ આંખે અડી છે ,
પાસે બોલાવી મને એમ પૂછે !
તું નહિ તો અશ્રુ ભલા કોણ લૂછે ? - કારણ માં શું છે ...
તારી નજર માં આગળ વળી જે ,
ગલી માં ગલી…
Added by Hardik Vora on April 6, 2013 at 3:02pm — No Comments
Added by Hardik Vora on April 5, 2013 at 10:00pm — No Comments
પ્રેમની આશા ઠગારી નીકળી ,
સાવ પોકળ વાત તારી નીકળી!
રાત ભર છે જાગવા ની વાત તો,
ઊંઘ ની સાદી બિમારી નીકળી !
યાદ માં જાગ્યા કરું છું ,જેમની ,
ઘાવ દઈ, ભાગી જનારી નીકળી !
દર્દ ને કિન્તુ , દવા નું નામ દે ,
કેટલી જૂની બિમારી નીકળી !
યાદ તારી કેટલી વિહવળ કરે,
આજ તો, એ એકધારી નીકળી !
શબ્દને, તોલી -તોલી લખ 'હૃદય',
ગઝલની આજે સવારી નીકળી !
-હાર્દિક વોરા 'હૃદય'
Added by Hardik Vora on April 4, 2013 at 7:51pm — 4 Comments
Added by Hardik Vora on April 3, 2013 at 3:00pm — 4 Comments
મૌન ભરેલું માટલું એમાં,
પાણી કોણે ભર્યું ?
ધીરે ધીરે જુઓ એમાં,
શું શું આવી તર્યું ?
પરોઢિય પોઢેલું મન ,
ને રાતડીયે જાગેલું ,
વગડા માં જીવેલું રણ ,
ને રણ માં જીવેલ ઝરણું,
કાગળની કોરી પાટી માં ,
અક્ષર થઇ અવતર્યું ! - મૌન ભરેલું
પાદર માં આવેલું ગામ ,
…
ContinueAdded by Hardik Vora on March 31, 2013 at 10:30am — 2 Comments
શબ્દ ના શિકાર માં છું ,
હુ તો તારા વિચાર માં છું !
આભ માં ડૂબતો રહું છું ,
ચંદ્ર છું ઉગ્યો સવાર માં છું !
એકલો સાવ પડી જાવ છું ,
જિંદગી તણી રફતારમાં છું !
મૌન ગળતું રહેશે આમ જ ,
હું મૌન ના આધાર માં છું !
ડૂબવું કે તરવું ? શું કરવું ?
હું તો હવે મજધાર માં છું !
-હાર્દિક વોરા
Added by Hardik Vora on March 29, 2013 at 2:00am — 1 Comment
મૌન ના આકાશ માં, હું એકલો તું એકલી ,
ને પછી પ્રવાસ માં ,હું એકલો તું એકલી !
રાતભર સહવાસ માં સાથ નિભાવી લીધો,
ને પછી પરભાત ના ,હું એકલો તું એકલી ?
વાટ ખોવાયા પછી મળશે નહિ પાછી કદી,
ને જડી જો જાય તો ,હું એકલો તું એકલી !
રત્ન તારા નામનું શોધ્યાં કર્યું મૃત્યુ લગી ,
મૃત્યુ પણ પડઘાય તો ,હું એકલો તું એકલી !
યાતના ના રણ છે , મારગ બધા ને ગલી ,
ક્યાં લાગી સંતાય રે ,હું એકલો તું એકલી !
મેં નથી કહ્યું કદી કે મારાથી તું દૂર જા ,
ને દૂર થઇ જોય…
Added by Hardik Vora on March 27, 2013 at 1:21am — 3 Comments
Added by Hardik Vora on March 26, 2013 at 7:00pm — 3 Comments
આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના.
મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ,
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !
આ એક તારા અંગે ને બીજો ચમન મહીં,
જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના !
મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !
ઊઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ,
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !
ફાંટુ ભરીને સોનું સૂરજનું ભરો હવે,
પાછા ફરી ન આવશે તડકા વસંતના !
-કવિ શ્રી મનોજ…
ContinueAdded by Hardik Vora on March 26, 2013 at 4:14pm — No Comments
આકાશે એક પણ બારી નહોતી ,
મેં જોયું તું આકાશે,
એમાં એક પણ કિનારી નહોતી !
કળા ડીબાંગ વદળો હતા ,
જાણે કે સવાર પડવાની જ નહોતી !
પણ સવાર!!
સવાર તો પડી ,
ખુલ્લું સ્વચ્છ આકાશ ,
વાદળો ની દૂર દૂર નિશાની નથી !
જાણે કે રાત પડી જ નથી !!
-હાર્દિક વોરા
Added by Hardik Vora on March 26, 2013 at 1:18am — No Comments
હું અરીસા ની અંદર જાવ છું
થોડો ઠીકઠાક થાવ છું
વળી નીરખી ને જોવ છું
ચહેરા ની કરચલી !આંખો માં કુંડાળા ! મુછ માં સફેદ વાળ !
ને સવાલો પૂર !!
સમય ની દોડ માં મેં ક્યાં મુક્યો છે ?
મારો ચહેરો કેમ બદલાઈ ગયો ?
આ હું તો નથી !! હું ક્યાં ગયો ?
------
નાં આ હું જ છું , હું બદલાઈ ગયો છું
હું રોજ થોડો થોડો બદલાઈ રહ્યો છું
આજે હું કઈક છું , કાલે હું બીજું કૈક હોઈશ
ને છતાં મારી અંદર શું એ જ હું હોઈશ…
ContinueAdded by Hardik Vora on March 24, 2013 at 8:30am — No Comments
બરફ એટલે થીજેલું જળ !
છે તારા હૃદય માં ને મારામાં પણ !
તું હસે છે ને પીગળે છે એ ,
તું રડે છે ને ઓગળે છે એ ,
તારા સ્પર્શથી વહેવા માંડે છે !!
લાગણીઓ નું
ખળ ખળ વહેતું ઝરણું
તો પછી શાને "બરફ" થવા માંડે છે ?
-હાર્દિક વોરા
Added by Hardik Vora on March 23, 2013 at 7:30pm — No Comments
દરિયો એટલે પાણી ભરેલો એક મોટો ખાડો ,
કીડીઓ !
ઉલેચી શકાય તો ઉલેચો ને કાઢો રસ્તો !
દરિયો એટલે આંખો નાખૂણે બાજેલી ભીનાશ - કરો સરવાળો !
દરિયો એટલે દર્દ નું ડૂસકું - મારી શકાય તો મારો ભુસકું !!
દરિયો એટલે ભીની પાપણ ઢાળી શકાય તો ઢાળો !
દરિયો એટલે તું ,દરિયો એટલે હું ,ને દરિયો એટલે આપણે બધા !
સીધો હિસાબ છે !
ધરતી કરતા પાણી નો હિસ્સો મોટો !
દરિયો એટલે પાણી ભરેલ એક ખાડો મોટો !
કીડીઓ !!
ઉલેચી શકાય તો ઉલેચો ને કાઢો …
ContinueAdded by Hardik Vora on March 21, 2013 at 7:00am — 4 Comments
આપણા પ્રેમ નો એ સાર નીકળ્યો ,
જોડતો હૃદય ને એક તાર નીકળ્યો !
અંતર નાતારતાર માં હું શોધવા ગયો,
તારા જ નામ નો બધે રણકાર નીકળ્યો !
-હાર્દિક વોરા
Added by Hardik Vora on March 20, 2013 at 4:59pm — No Comments
નર બન્યો હશે આ વાનર થકી જરૂર ,
કારણ ગુલાંટ મારતો એ વાનરો થી તેજ!!
ફક્ત એટલીજ વાત થી પુરવાર એ ના થાય,
કારણ બદલતો રંગ એ કાચીંડા થી એ તેજ !
સર્પ જેવા સર્પ થી એ દંસ એનો તેજ ,
ને કરડવા જો નીકળે તો કુતરા થી એ બેજ !!
ઘુવડ ની જેમ રાત આખી જાગતો ફરે ,
ને ભેંસ ની અદાથી બધું ચાવતો ફરે !!
'હ્રદય' વિચારે એજ હવે જાનવર કયું ?
આ માનવી ના મૂળ નું કારણ બની ગયું !!??
હાર્દિક વોરા - 'હ્રદય'
Added by Hardik Vora on March 17, 2013 at 1:30am — 1 Comment
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service