Made in India
આમ તો તારે ને મારે વરસો નો નાતો
પણ અજાણ્યાં બની મળવા માં મજા છે
દિલ ની અમીરાતની જાહેરાત શું કરવી ?
લુંટાવી દેવાની ગરીબાઈ માણવાં માં મજા છે
તારું-મારું , મારું-તારું બહુ થયું હવે
આપણું -આપણું રમવા માં પણ મજા છે
ખિસ્સાં ખાલી કરી નાખ્યાં અમે એમ જ
નીલામી માં ખુદ ની બોલી બોલવા માં મજા છે
અલ્યા હવે તો તું ચિંથરેહાલ થઇ ગયો, સૌ એ કીધું
જાણું છું પણ એમ રેહવા માં જ મજા છે
રેહવા દો નથી કરવી કબુલાત પ્રેમની,…
ContinueAdded by દિપ @ એકલતા ના કિનારા on December 31, 2013 at 5:48pm — No Comments
ઘણાં દિવસે જયારે હું ઘરે પાછો આવ્યો
ઘર જાણે ક મને વળગી ને રોઈ પડ્યું
દરેક દીવાલ જાણે મારી સાથે વાત કરવા લાગી
ડ્રોઈંગ રૂમ મને ગમતા ગીતો ગાવા લાગ્યો
બેડરૂમ તો જાણે હરખઘેલો થઇ ઝૂમવા લાગ્યો
કિચન મારી મનપસંદ રસોઈ કરવા લાગી ગયું
સ્ટોરરૂમ આપમેળે બધું એની જગ્યા એ ગોઠવવા મંડી પડ્યું
બસ, એક વરંડો એમ ને એમ બેસી રહ્યો મારી જેમ ઉદાસ
મેં પૂછ્યું કેમ ?
એને કહ્યું તું ભીતર થી ઉદાસ છે , ખોખલી ખુશી તું ચેહરા પર લાવી રહ્યો છે ઘરે આવવાની ,...
વરંડા ની…
ContinueAdded by દિપ @ એકલતા ના કિનારા on December 31, 2013 at 4:12pm — No Comments
સાવ અડોઅડ બેસી ને અનુભવેલી એ તારી લાગણીઓ
એ સ્પર્શ, એ સ્પંદન , એ ચુંબકીય આકર્ષણ
નસે નસ માં દોડવા લાગ્યા અગણિત તરંગો
અજાણ્યા ડર થી પાછો ખેંચાયેલો હાથ
એ સમય નું થંભી જવું, એ આંખો નું અનિમેષ તાકવું
ધબકારા નું અચાનક જ બમણી ઝડપ થી ધડકવું
સોંસરવી ઉતરી જતી તારી નજર ને મારા અધરો નું વિચલિત થવું
દિલ ના આંદોલનો ને ધમની -શીરાઓ નું તૂટવું
ઝુકી જવું તારું મુજ પર ને બે ભિન્ન ઉર્જાઓ નું મિલન થવું
સદીયો માં એકાદ વાર…
ContinueAdded by દિપ @ એકલતા ના કિનારા on December 31, 2013 at 2:12pm — No Comments
રાતભર ઓશીકું મારું, તારી યાદો થી ભીંજાય છે
દરિયા ની બધીયે ખારાશ આંખો માં ઉતરી જાય છે
લાખ કોશિશ કરું, દર્દ ક્યાં રોક્યું રોકાય છે
એ તો ઝેર બની લોહી સાથે શરીર માં પ્રસરી જાય છે
મારા વાયદાઓ તો આજેય છે અકબંધ છે
કિન્તુ તારા સવાલો ખંજર બની, દિલ પર ઘા કરી જાય છે
તું મારા પ્રેમ ની કસોટી કરી શકે છે, તારી મરજી
યાદ…
Added by દિપ @ એકલતા ના કિનારા on December 31, 2013 at 12:09pm — No Comments
ચાલો હવે જવાનો સમય થઇ ગયો..
મળીશું ફરી ક્યારે એ નક્કી નથી
પણ જેટલો સમય આપનો સાથ મળ્યો
એ કોઈ બંદગી થી કમ નથી
ઘણું આપ્યું તમે બસ હુંફ આપી ને
દોસ્તો ની ભીડ ઓછી થઇ નથી
દુશ્મનો ય જુઓ મારી નનામી એ આવ્યાં
એ કોઈ પુરષ્કાર થી કમ નથી…
Added by દિપ @ એકલતા ના કિનારા on December 28, 2013 at 12:59pm — No Comments
આજે એને સમય છે મને મળવાનો
પણ હું ક્યાં છું પેહલા જેવો દીવાનો
એણે મારી વાત ક્યાં કદી સાંભળી છે ?
કે આજે મારો સુર એને પહોચવાનો ?
એ બસ સમય સાથે પસાર કરતા'તા મને
ના બદલ્યો અંદાજ , એક નજર જોવાનો
હું એક રમકડું એમનું, કેમ કરી રમત રમવાનો
એ તો ખુદા મારો , ક્યાં હું એને છોડી જવાનો?
હવે એ મનફાવે એ કરી શકે છે મારી સાથે
હું ક્યાં કદીયે એના સિવાય કોઈનો થવાનો ?
---"દિપ"
28.12.2013
Added by દિપ @ એકલતા ના કિનારા on December 28, 2013 at 12:37pm — No Comments
અલ્યા દિલ, તે આ શું કર્યું,
બીજું કંઈ ના આવડ્યું તને ?
તે કામ એમને ચાહવાનું કર્યું,..
ખાનગી વાત જાહેર કરી તે દોસ્ત
જરાય ના શરમ મારી ભરી
તું તો બચી ગયું, મને ફસાવાનું કર્યું,..
કેટલું માસુમ ને નાદાન હતું તું
હજી હમણાં સુધી તો ખાલી પણ,
કાં એમને એમાં વસાવા નું કર્યું ?
તારી મસ્તીમાં મસ્ત રેહતું 'તું
કોઈ ની ક્યાં પડી હતી…
Added by દિપ @ એકલતા ના કિનારા on December 27, 2013 at 6:44pm — No Comments
લખું, તો શું લખું ?
તારું નામ લખું , કે
ફક્ત મારું નામ લખું ?
ક્યાં એ જુદા જુદા છે ?
અર્થ ભલે એના રહ્યા જુદા
અર્થ લખું? કે નામ લખું ?
તું મારી આત્મા નો અવાજ
હું તારા હોવાનું વજુદ
જીવ લખું ? કે નામ લખું ?
કેમ આટલી માથામણ છે,
શા માટે આવી મૂંઝવણ છે
ખાલી જગ્યા રાખું ? કે નામ લખું ?…
Added by દિપ @ એકલતા ના કિનારા on December 27, 2013 at 6:18pm — No Comments
હું તારા દિલ માં પ્રેમ ના અંકુર રોપી શકું
તારી આંખો માં વસેલાં શમણાં છોડી ના શકું
તું આવે જો મારી સામે પ્રેમ બની ને, કાયમ માટે
જોડું દિલ થી દિલ ના તાર, દિલ તોડી ના શકું
તું જ એમની બેઠો છે મને બે-પરવાહ, ના જાણું કેમ ?
તારા માટે ની મારી લાગણીઓ, બીજી દિશામાં મોડી ના શકું
અદ્ધરતાલ વાત નથી કરવી મારે એમ, તારી સાથે
વાત શરુ કરું તો પૂરી જ કરું, અધુરી વાત છોડી ના શકું
જન્મજાત નબળાઈ છે મારી આ ચાહત ની
તું છે, બસ તું જ છે, મારી સાથે બીજું નામ…
Added by દિપ @ એકલતા ના કિનારા on December 27, 2013 at 6:06pm — 1 Comment
મૌન રહું છું અકારણ , રોજીંદી આદત નથી,
હાથ અડાડી લે, જીવતો જ છું હું કંઈ ખતમ નથી
આ તો, એમના ઇનકાર નું હું માન રાખું છું
નહિતો મારી ચાહત કંઈ નશા થી કમ નથી
એ કહે છે ભૂલી જાઉં હું એને કાયમ માટે
એ કહે ને હું માની જાઉં ? એ વાત માં દમ નથી
ઝીલ્યાં છે સીધે સીધાં દિલ પર મેં તીર એના
વાર ખાલી જવા દઉં એના, એવો હું સનમ નથી
મંઝીલ પર પહોચીને જ રહીશ હું ઉભો, "દિપ"
અધવચ્ચે હાથ છોડી દઉં , એવો હમકદમ નથી
--"દિપ"
27.12.2013
Added by દિપ @ એકલતા ના કિનારા on December 27, 2013 at 5:09pm — No Comments
આજ પાડી દીધો એમણે મને ઠેકાણે,
પછી પૂછે છે, તમને કોણ અહી પિછાણે ?
કાલ સુધી જે હાથ માં હાથ લઇ ઘૂમતા'તા,
આજ મળે છે અમને, કિન્તુ પરાણે પરાણે
હાથ બતાવી કહી દીધું આવજો ફરી મળીશું ,
ના કહ્યું એટલું, ક્યાં ને કયા ઠામ ઠેકાણે ?
મેળાવડો જામ્યો છે અહી સ્વજનોનો ,
સભા છોડી જાઉં કેમ, કોઈ પણ બહાને
પ્રતિબિંબ ઝીલ્યું દિલ ના દરેક ટુકડા માં
જ્યાં જોઉં ત્યાં બસ ખુદ ને જ પેહ્ચાણે
મુજ ને મંજુર છે મારી એકલતા ના કિનારા
નથી હલેસાં કે નાવિક કોઈ મારા…
Added by દિપ @ એકલતા ના કિનારા on December 27, 2013 at 4:38pm — No Comments
બદલવા નીકળ્યો દુનિયા ને, હું બદલાઈ ગયો
લાખો પ્રપંચીઓ વચ્ચે, હું જ ઓળખાઈ ગયો
મેં તો પ્રેમ થી દુનિયા ને બદલવા ચાહી હતી,
મારા પર નફરત ફેલાવાનો આરોપ મુકાઈ ગયો
આમ તો બચી બચી ને ચાલતો હતો સૌ થી,
પણ પોતાના ની જ મીઠી વાતો થી ભરમાઈ ગયો..
જાળ બિછાવી રાખી એમણે મને મ્હાત કરવા
છેડે છેડે ચાલ્યો તોય એમની જાળ માં સપડાઈ ગયો
હું જાણું છું કે કોણ મારી સામે પડ્યું છે આજે,
દુશ્મનો ની વાત છોડો હું તો દોસ્તોમાં જ અટવાઈ ગયો
અડીખમ છું તોય ઉભો આ જીંદગી…
ContinueAdded by દિપ @ એકલતા ના કિનારા on December 26, 2013 at 6:31pm — No Comments
વિધાતા તારા ખેલ બહુ નિરાળા છે,
સાગર ને એક કરતાં વધુ કિનારા છે
નદી ઓ બધી તોય તરસી રહી જાય
આટલાં મિલન છતાં દરિયા બધાં ખારા છે
વિશાળતા મારાં હૃદય ની કોણે માપી છે ?
બહું ઊંડા ભલે રેહ્યા, બધા ઘાવ તારા છે
તું આવે તો આવકાર આપું તને રોજ ની જેમ
અજાણ્યાં માટે તો દરવાજે થી જ જાકારા છે
અર્થ તો તું તને ગમે એવા કરી…
ContinueAdded by દિપ @ એકલતા ના કિનારા on December 26, 2013 at 5:57pm — No Comments
તમે મળ્યા બસ એજ બહુ થઇ ગયું,
બીજાં બધા ભલે આવી ને જતા રહે
રાત અધુરી રહે કે સવાર ના થાય
મને શું ? સપના રાહ જોઈ સુતા રહે
સુરજ ને મળવું હોઈ તો અહી આવે
ચાંદા તારા રાતભર ભલે રઝળતા રહે
ફૂલો ખીલી ને મુરઝાઈ જાય, તો હું શું કરું ?
પથારી માં પડેલા તારા વળ સળવળતા રહે
અજુગતું લાગે કદાચ મારું આવું રૂપ
પણ છો ને મારા અરમાન સળગતા રહે
એમના પ્રેમ કરવાના નિયમો કૈંક જુદા જ છે
રોજ એ મળી છૂટા પડે છે, તોયે રોજ મળતા રહે
---"દિપ"
Added by દિપ @ એકલતા ના કિનારા on December 26, 2013 at 5:33pm — No Comments
એનું નામ આવ્યું જુબાન પર,
ને પછી દિલ પર કહેર વર્તાયો
હું ગુજર્યો જે રસ્તા થી એકલો
ચાલ્યો મારી સાથે એનો પડછાયો
મારી આશા-ઈચ્છાઓ અધુરી ભલે
છો આંસુ ના દરિયા થી હું ઘેરાયો
એના ભરોસે તો મેં ઠુકરાવી દુનિયા
ભલે હું એના વિશ્વાસ માં છેતરાયો…
Added by દિપ @ એકલતા ના કિનારા on December 24, 2013 at 6:51pm — No Comments
આ શોર કોણ કરે છે ?
મધરાતે ભોર કોણ કરે છે ?
મારી નિંદ્રા માં ખલેલ પાડી
મને જગાડવાનું જોર કોણ કરે છે ?
કોણ દુશ્મન બન્યું છે મારું ?
મારા નામે ચોર ચોર કોણ કરે છે ?
નક્કી આ એજ છે મારું ચેન હણી જનાર
વરના આવો મારી સામે તોર કોણ કરે છે ?
---"દિપ"
24.12.2013
Added by દિપ @ એકલતા ના કિનારા on December 24, 2013 at 5:59pm — No Comments
ક્યારેક તલવાર નહિ એની ધાર-ધાર જુઓ ,
ઉગામતા પેહલા ખુદ પર કરી એક વાર જુઓ,
એક ઘા ને બે કટકા કરો એવું બની શકે,
કોઈ ખાલી જાય, જાણીને એવો કરી વાર જુઓ
બંધાતા વાર નથી લગતી કદી, દિલ થી દિલ
તૂટી ગયા પછી ના સંબંધો નો કરી વિચાર જુઓ
કાયમ તમે જ ફાયદા માં રહો એમ વર્ત્યા તમે
કોઈ વાર ખોટ ખાઓ પછી લોકો ના વ્યવહાર જુઓ
શાણા માનો છો પણ થશે તમને ખુદથી નફરત
"દિપ" તમે કોઈ વાર પાગલ પ્રેમી નો પ્યાર જુઓ
નાની અમથી વાત છે, હું શું સમજાવી શકું…
Added by દિપ @ એકલતા ના કિનારા on December 24, 2013 at 5:02pm — No Comments
" The pain of missing friends
is realized when
.
.
.
.
. .
.
.
.
.
. .
.
.
U r standing some where nd see a
group of friends having fun.......
U smile nd say to urself .
.
'HUM TO ISSE BHI JYADA KAMINEY THE'
Added by દિપ @ એકલતા ના કિનારા on December 24, 2013 at 4:33pm — No Comments
હળવેથી આ મનમાં તૂટ્યું કશુંક,
આંખોમાં કણા જેવું ખૂંચ્યું કશુંક.
ફરીયાદ તો નથી વિષાદ રહ્યો
મળ્યું ઘણુ તે છતાં ખૂટ્યું કશુંક.
કાંચનું તો ન જ હતું હૃદય મારું,
જાણે કેમ, કશેક તો ફૂટ્યું કશુંક.
ન્હોતું નસીબમાં તેને ચાહ્યું મેં,
છોડ્યું ઘણુંય જગમાંચૂંટ્યું કશુંક.
Added by દિપ @ એકલતા ના કિનારા on December 24, 2013 at 4:30pm — No Comments
ભૂલો પડી ભટક્યો હું રણ માં
શોધ્યો તને સઘળે
ક્યાંય ના જડ્યો તું તારણ માં
હજારો યુગો થી એક જ ફરિયાદ અમારી
કેમ નથી દીસતો તું કોઈ ઝIરણ માં
તું છે કે નથી એના કોઈ પુરાવા નથી
હોય જો તું તો આવી જI સામે બારણ માં
તારી હસ્તી અમારા હોવાથી છે, વરના
કોઈ ના માને તને કોઈ પણ કારણ માં
તું ખુદા છે એથી શું થયુ ?
માનું તો જ તને
આવી ને સમજાવે કોઈ ઉદાહરણ માં
હું નાસ્તિક છું, ને તુંય જાણે છે મુજને
તારો ને મારો મેળ ના…
Added by દિપ @ એકલતા ના કિનારા on December 23, 2013 at 6:09pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service