Made in India
Added by Hemant gohil"marmar" on November 3, 2014 at 8:47pm — No Comments
ટચૂકડી જાહેરખબર / હેમંત ગોહિલ 'મર્મર '
૧ . ખોવાયેલ છે .
માળાથી તમારા ઘર સુધીના રસ્તામાં પંખીનું ટહુકા ભરેલું પર્સ ખોવાયેલ છે .સાથે કંઠનું લાઇસન્સ પણ છે .શોધી આપનારને યોગ્ય બદલો આપવામાં આવશે .
૨. વેચવાનો છે .
પોશ વિસ્તારમાં આવેલા એક ઝાડને ૧૦૦ ચો.વાર છાંયડો વેચવાનો છે .સૌને પોષાય એવા ભાવે . ટાઇટલ ક્લીયર . દલાલોએ તસ્દી…
ContinueAdded by Hemant gohil"marmar" on November 2, 2014 at 12:31pm — No Comments
દીર્ઘ ગઝલ ...હેમંત ગોહિલ "મર્મર "
આ બધાંની વચ્ચે જીવવાનું છે ,
આ હવાની વચ્ચે જીવવાનું છે .
શ્વાસ જેવી પાંગત આજ ખેંચી લઉં ,
ખાટલાની વચ્ચે જીવવાનું છે .
સાવ એકલતાનું ઊંચકીને રણ,
કાફલાની વચ્ચે જીવવાનું છે…
Added by Hemant gohil"marmar" on November 2, 2014 at 12:25pm — No Comments
ગીત ...... કોણ આવ્યું દરવાજે ? / હેમંત ગોહિલ "મર્મર "
.........................
કહોને ,કોણ આવ્યું દરવાજે ?
વગડે ઊભી વરખડી જેમ કોળી ઊઠ્યા આજે !!!
સરવે સૈયર જળ ભરતી' ને
તમે ભર્યું છે નામ ;
તમે તળાવે પગ ઝબકોળ્યો
નીતરી હાલ્યું ગામ .
નથી અષાઢી દિવસો તોયે અંબર શીદને ગાજે…
Added by Hemant gohil"marmar" on November 2, 2014 at 12:18pm — No Comments
ગીત / હેમંત ગોહિલ "મર્મર "
.....કે બાઈ ,મને ચોમાસું સાંભર્યાનો વ્હેમ......
અધકચરી ઊંઘમાંથી ઝબકેલા મોર મને પૂછે છે કાં અલી ,કેમ ?...
કરું તો આંખ બંધ , ત્રાટકતો હોય મેઘ;
ખોલું તો વરસે ગુલમ્હોર ;
કાળું ડીબાંગ આભ અડકે છે સ્હેજ
અને ટહુકે છે ત્રોફેલા મોર .
ઓગળતી જાત કેમ રાખું અકબંધ ?માંડ મોસૂઝણે પૂગી હેમખેમ…
Added by Hemant gohil"marmar" on November 2, 2014 at 12:09pm — No Comments
/ હેમંત ગોહિલ "મર્મર '
થાય એવું કે બગીચે આપણે બેઠાં અને ના વાત ફૂલોની કરી કંઈ આપણે તો :થાય એવું ,થઇ શકે છે ,
જેનથી બોલ્યાં,બધું એસાવ સાદી રીતથી કે'વાય તોછે એમની એ પાંપણે તો થાય એવું ,થઇ શકે છે
રોજ મારી આંખમાં એ ઝાડ આવી રાત આખી ઝૂલતું'તું
છમ્મલીલાં પાંદડાંની ડાળખી લઈ ખૂલતું 'તું
લાગણીની વારતા એને ભલા સમજાય ક્યાંથી ?એકલું વેરાન આપ્યું…
Added by Hemant gohil"marmar" on November 2, 2014 at 12:00pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service