Made in India
"One thing everybody in the world wants and needs is friendliness."
...William E. Holler
Added by Naresh Barot on November 25, 2014 at 11:18am — No Comments
Added by Juee Gor on November 21, 2014 at 10:07pm — No Comments
છત ને છજાઓ, દિશાઓ વગર હો.
આંગણમાં ઝૂલો ને મઘમઘતાં ફુલો,
નદીના કિનારાની ભીની અસર હો….
ગગનમાં સિતારાઓ ચમકી રહ્યા છે,
ધરા પર એ આપણને તાકી રહ્યા છે.
રમતિયાળ ચાંદાને ખોળામાં લઈને,
જુઓ વાદળો વ્હાલ વરસી રહ્યા છે.
ઋતુઓ બધી અહીં એકસાથે આવે,
દિલના ઝરૂખે તને ને મને ઝુલાવે,
મીઠું મીઠું એ સતાવે.
આંગણમાં ઝૂલો ને મઘમઘતાં ફુલો,
નદીના કિનારાની ભીની અસર…
Added by Soniya Thakkar on November 21, 2014 at 8:39pm — No Comments
"પથ્થર થી પરમતત્વ સુધી
" હું તો હતો ગામ ની છેવાડે અવાવરું જગ્યામાં પડેલો કાળમીંઢ નિર્જીવ પથ્થર, મને પ્રેમ. લાગણી, હાસ્ય રુદન સુખ- દુખ પાપ પુણ્ય વગેરે ની શું ખબર ? હું તો ટાઢ ,તડકા ,વરસાદમાં અચેતન અવસ્થામાં પડ્યો હતો ત્યાં એક દિવસ ચમત્કાર થયો। ... એક કરુણાશીલ સંતની દ્રષ્ટી મારાપર પડી તેમને મારામાં સુંદર કલાત્મક પ્રતિમાના દર્શન થયા. તેમણે પોતાના આધ્યાત્મિક જ્ઞાન રૂપી ઓજાર દ્વારા મારા મન, વિચાર, કર્મ ના ટાંકણ મારીને મારામાં અજ્ઞાનતાને દુર કરી અને મારામાં છુપાયેલું પરમતત્વ…
ContinueAdded by Ketan Motla on November 20, 2014 at 8:38pm — 2 Comments
હોઠ પર ચૂપકી લગાવી લે,
આંખ પરથી પરદો હટાવી લે
નહીં મળે આવા વ્હાલના મોતી,
શુષ્ક છે પાંપણો, સજાવી લે.
કંઇ ન આપે, સિવાય એક ઠોકર,
રસ્તે પથ્થર પડ્યો, ઉઠાવી લે.
હર પળે ઉમ્ર તો વધતી ચાલી,
આવતી ઇચ્છાને વધાવી લે.
શબ્દ આવી ઉભા છે તારે દ્વાર,
એક સારી ગઝલ લખાવી લે.
-Pravin Shah
Added by Pravin Shah on November 16, 2014 at 3:30pm — 1 Comment
મોતી ચરતા હંસલાનો દેશ છું,
નવઉજાગર ઝંખનાનો દેશ છું.
હું મને માણસરૂપે મળતો રહું,
લાગણીમય શૃંખલાનો દેશ છું.
અા હવા ટોળે વળી સ્પર્શ્યા…
ContinueAdded by Kishore F. Modi. on November 12, 2014 at 9:23pm — No Comments
Added by jay divyang dixit on November 12, 2014 at 5:11pm — No Comments
કાવ્યવિશ્વ
દિવાળી તો ગઈ સહુએ એકબીજાને સુખમય જીવનની શુભેચ્છાઓ આપી દીધી પરંતુ મને એ વાતનું હમેશા કૌતુક રહ્યું છે કે સુખ આવે છે ક્યાંથી ? સુખના આગમનનું કોઈ એરપોર્ટ છે ? પાનખરના ખરેલા પાંદડાઓ વચ્ચે બેસીને હું વિચારું છું તો એવું ફિલ થાય છે કે મોટાભાગના લોકો સુખમય જીવન નથી ઈચ્છતા પણ એના સાધનો, જેવા કે ધનસંપત્તી કે પોતાની હૈસિયતને જ જીવનનું…
ContinueAdded by Facestorys.com Admin on November 12, 2014 at 10:27am — No Comments
હસે રસ્તા
પંથ લાંબો ટૂંકા પડે રસ્તા,
પગ લથડતા દેખી હસે રસ્તા.
ક્યાંક ભૂલા પડાય અધવચ્ચે,
રાહબર સંગ હો, મળે રસ્તા.
વક્ર, રેતાળ કે ઉબડખાબડ,
ધ્યેય કાજે સરળ બને રસ્તા.
હોય પુરતો પ્રકાશ તો સારું,
બાકી…
ContinueAdded by Pravin Shah on November 11, 2014 at 11:43am — No Comments
બોલવા ટાણે જ ચૂપ રહેવું નથી ગમતું મને,
પણ બધાની રૂબરૂ કહેવું નથી ગમતું મને.
એકલો ભટક્યા કરું છું, એનું કારણ એ જ છે,
ઘરની વચ્ચે એકલું રહેવું નથી ગમતું મને.
આંખમાં આવીને પાછા જાય એનું મૂલ્ય છે,
આંસુઓનું આ રીતે વહેવું નથી ગમતું મને.
આમ તો કૂદી પડું છું હું પરાઈ આગમાં,
મારું પોતાનું જ દુ:ખ સહેવું નથી ગમતું મને.
મિત્ર અથવા શત્રુઓની વાત રહેવા દે ખલીલ,
એ વિશે તો કાંઈ પણ કહેવું નથી ગમતું મને.
- ખલીલ ધનતેજવી
Added by Soniya Thakkar on November 9, 2014 at 1:24pm — 1 Comment
રસ્તા જોયા માણસ જોયા વિચારને પણ જોતાં શીખ્યો, કોઈ નથી જંપીને બેઠું માણસ માતર ફર્યા કરે છે
ContinueAdded by nishit soni on November 6, 2014 at 5:45pm — No Comments
Added by Hemant gohil"marmar" on November 3, 2014 at 8:47pm — No Comments
Added by Vankar Dipakkumar lallubhai on November 3, 2014 at 6:00pm — No Comments
ટચૂકડી જાહેરખબર / હેમંત ગોહિલ 'મર્મર '
૧ . ખોવાયેલ છે .
માળાથી તમારા ઘર સુધીના રસ્તામાં પંખીનું ટહુકા ભરેલું પર્સ ખોવાયેલ છે .સાથે કંઠનું લાઇસન્સ પણ છે .શોધી આપનારને યોગ્ય બદલો આપવામાં આવશે .
૨. વેચવાનો છે .
પોશ વિસ્તારમાં આવેલા એક ઝાડને ૧૦૦ ચો.વાર છાંયડો વેચવાનો છે .સૌને પોષાય એવા ભાવે . ટાઇટલ ક્લીયર . દલાલોએ તસ્દી…
ContinueAdded by Hemant gohil"marmar" on November 2, 2014 at 12:31pm — No Comments
દીર્ઘ ગઝલ ...હેમંત ગોહિલ "મર્મર "
આ બધાંની વચ્ચે જીવવાનું છે ,
આ હવાની વચ્ચે જીવવાનું છે .
શ્વાસ જેવી પાંગત આજ ખેંચી લઉં ,
ખાટલાની વચ્ચે જીવવાનું છે .
સાવ એકલતાનું ઊંચકીને રણ,
કાફલાની વચ્ચે જીવવાનું છે…
Added by Hemant gohil"marmar" on November 2, 2014 at 12:25pm — No Comments
ગીત ...... કોણ આવ્યું દરવાજે ? / હેમંત ગોહિલ "મર્મર "
.........................
કહોને ,કોણ આવ્યું દરવાજે ?
વગડે ઊભી વરખડી જેમ કોળી ઊઠ્યા આજે !!!
સરવે સૈયર જળ ભરતી' ને
તમે ભર્યું છે નામ ;
તમે તળાવે પગ ઝબકોળ્યો
નીતરી હાલ્યું ગામ .
નથી અષાઢી દિવસો તોયે અંબર શીદને ગાજે…
Added by Hemant gohil"marmar" on November 2, 2014 at 12:18pm — No Comments
ગીત / હેમંત ગોહિલ "મર્મર "
.....કે બાઈ ,મને ચોમાસું સાંભર્યાનો વ્હેમ......
અધકચરી ઊંઘમાંથી ઝબકેલા મોર મને પૂછે છે કાં અલી ,કેમ ?...
કરું તો આંખ બંધ , ત્રાટકતો હોય મેઘ;
ખોલું તો વરસે ગુલમ્હોર ;
કાળું ડીબાંગ આભ અડકે છે સ્હેજ
અને ટહુકે છે ત્રોફેલા મોર .
ઓગળતી જાત કેમ રાખું અકબંધ ?માંડ મોસૂઝણે પૂગી હેમખેમ…
Added by Hemant gohil"marmar" on November 2, 2014 at 12:09pm — No Comments
/ હેમંત ગોહિલ "મર્મર '
થાય એવું કે બગીચે આપણે બેઠાં અને ના વાત ફૂલોની કરી કંઈ આપણે તો :થાય એવું ,થઇ શકે છે ,
જેનથી બોલ્યાં,બધું એસાવ સાદી રીતથી કે'વાય તોછે એમની એ પાંપણે તો થાય એવું ,થઇ શકે છે
રોજ મારી આંખમાં એ ઝાડ આવી રાત આખી ઝૂલતું'તું
છમ્મલીલાં પાંદડાંની ડાળખી લઈ ખૂલતું 'તું
લાગણીની વારતા એને ભલા સમજાય ક્યાંથી ?એકલું વેરાન આપ્યું…
Added by Hemant gohil"marmar" on November 2, 2014 at 12:00pm — No Comments
2020
2019
2018
2017
2016
2015
2014
2013
1999
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2025 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service