Made in India
असरे-तलाके-फ़िराको-विसाल, है बड़ी अजीब,
के रिश्ता न होते भी, मैं अकेला नहीं बिलकुल.
जनक म् देसाई
फ़िराक़=बिछोह
विसाल=मिलन
Added by Janak Desai on October 29, 2014 at 2:52am — No Comments
શ્રદ્ધા હતી તેથી જ મેં ગોત્યો તને સતત,
ભટક્યા વિના ય બાકી હું મુજને મળી શકત.
~ જનક મ દેસાઈ
Added by Janak Desai on October 29, 2014 at 2:48am — No Comments
तसव्वुर संग लिए फिरता हूँ अब, मैं अकेला कहाँ ?
वो फ़िराक-ओ-विसाल से है अब मेरा रिश्ता कहाँ ?
… जनक चाचू पालनपुरी
तसव्वुर=कल्पना
फ़िराक़=बिछोह, बिछडना
विसाल=मिलन
Added by Janak Desai on October 29, 2014 at 2:47am — No Comments
તોય છે થોડા ઘણાં ભીડ મધ્યે આજ પણ,
માનવી બે ચાર મુજને પ્રેમથી ભીડ્યા કરે છે.
જનક મ. દેસાઈ
Added by Janak Desai on October 25, 2014 at 2:33am — No Comments
થાક્યા હવે સૌ પત્થરો ય કૂટાઇ કૂટાઇ ને,
મુજ હાર્દમાં તું પ્રગટે, તો આકૃતિ મને મળે.
જનક મ. દેસાઈ
Added by Janak Desai on October 25, 2014 at 2:00am — No Comments
બંધાય કદી !
સાંજ ઢળે અંધારું વર્તાય ?
કે દીવડા ને અજવાળું થાય ?
અરે…. વાયરો ય મૂંઝાય;
ઝરણાં તો વહ્યાં જાય
‘ને પત્થર આવ્યે વળી જાય
પત્થરો ય કેડી બની જાય…,
ને વૃક્ષ સઘળાં !
પાનખર આવ્યે ખરી જાય ?
કે નવપલ્લિત થાય ?
સ્વતંત્રતા ને હોય બેડીઓ !
એ તો કર્યા કરે કેડી ઓ,
ના ધરા, ના ગગન
ના નડે કોઈ પવન,
ના ફરિયાદ
ના ભૂતકાળની યાદ,
એ તો સર્વત્ર…
Added by Janak Desai on October 14, 2014 at 7:30pm — No Comments
ઘુઘવાટ ના સતત પ્રતિઘોર માં
કશું ય ન સંભળાય જો, તો
મોજાં ની કેડીએ ચાલી ને જો…
કે શાને ઘૂઘવ્યા કરે !!
સતત ઉછળ્યા કરી,
તે શું ઉલેચ્યા કરે !!
દરિયા નો ઘુઘવાટ લઇ ને ચાલ
કિનારે, પગ લૂછી ને
મજધારે જઇ જો શકે, તો
અહેસાસ થશે કે
દરિયા નાં પાણી…
… અમસ્તા નથી થયાં ખારાં
તેં,
ઠાલવ્યાં કરી નિજ ને, સતત
અસ્તિત્વ તારું નિત્ય ખોયા કર્યાની
અસહ્ય વેદના,
એના કોઠે હવે ન સમાય
કે ભરતી ની હર છોળે , હવે
માત્ર ખારું…
Added by Janak Desai on October 14, 2014 at 7:30am — No Comments
આશ અને અભિસારિકા
ઓલ્યા ક્ષિતિજથી દૂર-દૂર, દૂર ઓલીમેર,
કોઈ ભૂલેય ના કે’જો મને કેવું હશે ઝાડ;
છે આભથીય ઝાઝેરો મુજ આશનો ઉઘાડ,
‘ને ધરાથીય વિસ્તરેલ છે વિચારોની વાડ;
હું ઉડી ને જાઉં ત્યાં ઉમરો ઓળંગવા, ‘ને
વણ થાકી શમણાંની બે પાંખે…
ContinueAdded by Janak Desai on October 14, 2014 at 5:30am — No Comments
ઝાકળ:
સ્નાન કર્યા પછી,
શ્વેત પોત પહેરીને
ઘરેથી મંદિર તરફ
ચાલી રહેલ
એકાગ્ર પગલાં,
જાણ્યાં છતાંય.......
કે વિરહ…
Added by Janak Desai on October 9, 2014 at 3:00am — No Comments
લ્યો …
અમે અહીં રાહ જોઈને બેઠાં,
‘ને તમેય ખરા…
વહેલે અંધારે, રાતની રજાઈમાં
પેઠા તે પેઠા …
સૂરજને ધકેલી
તમે જાતને સંકેલી…
અમનેય ધકેલ્યા છેટાં…
પંખીઓએ કર્યો કલશોર,
જ્યાં આવીને ઉભી છે ભોર…
ગાઈ રહ્યા છે બકરાં ‘ને ઘેટાં
તોય મારે કંઠે સૂર બેસૂરા બેઠાં
‘ને મારે ચહેરે અજવાળા રહ્યાં છેટાં
લ્યો ઉઠો,
ઉઠો હવે, સવાર પડી
અજવાળાનેય ભીડ જડી
મુજ ભીતરે એકલતા રડી
ઉઠો હવે, સવાર પડી
ભીડેલી પાંપણ ઉપાડો જો…
ContinueAdded by Janak Desai on October 7, 2014 at 8:30am — No Comments
ને હવે ...યાદોના પટ ઉપર
પગલાં ક્યાં ભરું ?
દર્દ જ્યાં વેરાય છે,
હર પગલે દઝાય છે;
મારી ગણી'તી તે ભણી
નજર જ્યાં કરું ત્યાં, તે ગલી
ઝાંખપમાં ઘેરાય છે;
ને વાર પ્રણયના જે ઝીલ્યા’તાં,
રોમ રોમ જ્યાં ઉપવન ખીલ્યા'તાં,
હર ડાળીએ પ્રહાર થયે,
ભેંકાર એકાંતનો સંભળાય છે;
છે જર્જરિત તોયે હર પાને,
ઓઝલ તળેથી સુકી કલમ...
અને અશ્રુઓ થકી
વીતી પળો અંકાય છે...
હર પાને ગ્રંથ લખાય છે.
જનક મ.…
Added by Janak Desai on October 6, 2014 at 3:00am — No Comments
લખો ક્યારેય જો મ્હારા વિષે, તો
લખજો રાખ ના સ્મારક ઉપર, કે
વર્તી રહ્યો છું માત્ર હું વર્તમાન કાજે.
...જનક મ દેસાઈ
Added by Janak Desai on October 6, 2014 at 3:00am — No Comments
પડદો પડ્યો જ્યાં, ઉઘડ્યો હું,
‘ને પૂછ્યું નિજ ને, હું છું કેમ ?
છે પાત્ર કયું ! ‘ને પ્રેક્ષક કોણ ?
હું પાત્ર ઘડીમાં બદલું કેમ ?
તે અંધારે જ્યાં પડદો ઉપડ્યો,
‘ને નેપથ્ય પર છાયું તેજ,
ત્યાં પ્રશ્ન ફરીથી… ઉજવ્યો એજ !!
સહુ ને ગમતો, ……. હું છું કેમ ?
મોહરા ઉપર હાસ્ય વસ્યું જે,
રડતું વળગ્યું ભીતરે કેમ ?
અંધારે બેઠા જે સામે,
અંજાવા આવે છે કેમ ?
શું રંગમંચે હું પાત્ર ને પડદો ?
કે... પહેરી ઉભો સહુનો વેશ ?
નાચી રહ્યો, પણ…
Added by Janak Desai on October 6, 2014 at 3:00am — No Comments
बा-तारूफ होता अगर, मेरे लफ़्ज़ों की कीमत होती
यह मेरे तखल्लुस ने ही मज़ार बन हस्ती मिटा दी है |
जनक म् देसाई
Added by Janak Desai on October 6, 2014 at 3:00am — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service