Made in India
સૌ કોઈએ વિચાર્યુ !
આ વરસાદ ક્યાં ખોવાયો ?
કાળા વાદળોને ફર્માયુ !
આ વરસાદ ક્યાં રોકાયો ?
પંખીના કિલ્લોલે ઉચાર્યુ !
આ વરસાદ ક્યાં સમાયો ?
તરસતી ભૂમિથી કહેવાયું !
આ વરસાદ ક્યાં સમાયો ?
મેધનું થયું આગમન સવાયું !
વરસાદથી આનંદ છવાયો.
આરતી ભાડેશીયા.(24.8.2013)
Added by Aarti Bhadeshiya on August 24, 2013 at 5:02pm — No Comments
ઈશ્વર છે કે નહી ? તે ભેદ ઉકેલાતો નથી,
આસ્તિક ને નાસ્તિકમાં છેદ સંકેલાતો નથી.
આસ્તિક તને શોધતાં-શોધતાં થાકતો નથી,
નાસ્તિક શોધવા માટે ક્યાંય ભાગતો નથી.
ગીતામાં કહ્યુ છે કે...................................,
ભક્ત-જ્ઞાની જીવમાત્રમાં મને જોયા વિના રહેતો નથી,
શ્રધ્ધા હોય પુરી તો કણેકણમાથી હું કદી ખસતો નથી.
આરતી ભાડેશીયા.(23.8.2013)
Added by Aarti Bhadeshiya on August 23, 2013 at 5:05pm — No Comments
સૂતરના તાંતણામાં કશુંક રહસ્ય ગૂંથાયુ,
આવા તંતુ ભેગા કરીને રક્ષાસુત્ર રચાયુ.
રાખડીએ રક્ષણકેરા પ્રેમનું મહત્વ અપાયુ,
કાચા કેવાતા દોરાએ અતૂટ બંધન બનાયુ.
આરતી ભાડેશીયા.(20.8.2013)
Added by Aarti Bhadeshiya on August 20, 2013 at 7:28am — No Comments
સવારે ઊઠતાં જ નિત્ય કર્મ કરૂ છું,
સુ:ખ-દુ:ખની જોડને પ્રેમથી સહું છું.
જીવન ર્નિવાહ માટે ખુણે-ખુણા ફરૂ છું,
દુનિયાના ખુણેથી ઘણું બધુ ચરૂ છું.
ક્યારેક વાચેલું, ક્યારેક જોયેલું વર્તુ છું,
ક્યારેક સારા કર્મોમાં નિમિત હું બનું છું.
ચોવીસ કલાકના આ વર્તુળમા રહું છું,
એક ક્ષણતો રોજ મારા માટે જીવું છું.
આરતી ભાડેશીયા.(18.8.2013)
Added by Aarti Bhadeshiya on August 18, 2013 at 6:41pm — 1 Comment
પહેલા કહેવાતું હતું કે.................,
ચડતાં દિનનું પારખું, નિત આવે મે’માન,
પડતા દિનનું પારખું, ઘર ના’વે શ્વાન.
આજે કહેવાય છે કે.................,
ચડતાં દિનનું પારખું, ધનવાન બને મે’માન,
પડતા દિનનું પારખું, ઘરમાં રહે શેતાન.
આરતી ભાડેશીયા.(13.8.2013)
Added by Aarti Bhadeshiya on August 13, 2013 at 11:56am — No Comments
શ્રાવણમાસમાં રાધાકૃષ્ણને, ઝૂલાવાય જો,
પ્રીયા-પ્રીતમનો ઝૂલાઉત્સવ, ઊજવાય જો.
સુંદર પોષાકમાં શોણે શણગાર, પહેરાય જો,
ફળ,ફુલ,પાન અને શાકથી ઝુલો, સજાય જો.
હર્ષોલ્લાસથી વિધ-વિધ પકવાન, ધરાય જો,
માખણ અને મિસરી તો હરી રોજ, ખાય જો.
સાંયકાળે ધૂપ-દીપ કેરી આરતી, કરાય જો,
ભક્તો મંજીરાસહ રાધારમણ ગાન, ગાય જો.
મંદીરે અબીલ-ગુલાલ કેરા રંગો, છંટાય જો,
ચારેકોર ભક્તોને હૈયામાં હેત, ઊભરાય જો.
આરતી ભાડેશીયા.(9.8.2013)
Added by Aarti Bhadeshiya on August 9, 2013 at 8:17am — No Comments
શિવે પહેલીવાર સાંભળેલો શબ્દ એટલે “ૐ” .
સૃષ્ટિનો સૌથી પ્રાચીન અક્ષર એટલે “ૐ” .
વિશ્વનાં સર્જન વખતે સંભળાયેલો પહેલો અવાજ એટલે “ૐ” .
પ્રાચીનકાળમાં સહુથી પવિત્ર ગણાતો નાદ એટલે “ૐ” .
સૂર્યવંશી અને ચંદ્રવંશીની એકતા માટે બનાવેલ પ્રતીક એટલે “ૐ” .
Added by Aarti Bhadeshiya on August 7, 2013 at 12:07pm — No Comments
માણસ રેતરૂપી દરીયામાં ઉતર્યો,
ડૂબતાં મૃત બની ઘટનામાં ફરર્યો.
ઘટના એટલે વહેતો કે ખૂટતો પડીયો,
પાંપણ અડતાં જ થાય આસુંનો દરીયો.
ઘટના એટલે કૂદતો કે ફૂટતો ફુગ્ગો,
રસ્તે પડેલ ફુલ કે પથ્થરનો ઢગલો.
ઘટના એટલે ભુલથી ચાલેલ રસ્તો,
પડછાયા કેરી છાયારૂપે એ ફરતો.
આરતી ભાડેશીયા.(5.8.2013)
Added by Aarti Bhadeshiya on August 5, 2013 at 6:53pm — No Comments
રોગ અને શત્રુને ઊગતાં ડામી દઈએ,
પ્રેમને ભરોસાથી જીવનમાં પામી લઈએ.
મનમાં ઊઠતી નીરાશાને કાઢી દઈએ,
ઊગતાં સુર્યમાં જ આશાઓ પામી લઈએ.
આરતી ભાડેશીયા.(2.8.2013)
Added by Aarti Bhadeshiya on August 2, 2013 at 6:59am — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service