Made in India
આઠે પ્રહર ગરીબો ઉપર બેશુમાર કેમ ?
પડતી રહે છે આફતો પરવરદિગાર કેમ ?
ઈમાન વેચનાર છે, આરામથી ખુદા,
ખાતો રહે છે, ઠોકરો ઈમાનદાર કેમ ?
નિર્દોષ ભોગવે સજા, દોષિત મજા કરે,
તુજ મે’રબાનીના ખુદા આવા પ્રકાર કેમ ?
ઈમાનદારી છોડવાનો છે સમય હવે
આવે છે રાત-દિ’ મને આવા વિચાર કેમ ?
અડ્ડો જમાવી બેઠી છે વર્ષોથી પાનખર,
ભૂલી ગઈ છે બાગને મારા બહાર કેમ ?
લેવા જવાબ ઓ…
Added by RAOL BHUPATSINH on July 27, 2013 at 3:07pm — No Comments
વૃદ્ધોને પૈસા કરતાં પ્રેમની અને ટીકા કરતાં ટેકાની વધુ જરુર પડે છે. કેટલાંક યુવાનો પત્ની અને સંતાનોની કાળજી લે છે તેટલી ઘરડા માબાપોની નથી લેતા.ઘરડા માબાપને તીર્થયાત્રા કરવા ન લઈ જાઓ તો ચાલશે, પણ તેમનો હાથ ઝાલીને આદરપુર્વક સંડાસ સુધી દોરી જશો તો અડસઠ તીર્થનું પુણ્ય મળશે..
ContinueAdded by RAOL BHUPATSINH on July 25, 2013 at 6:37pm — No Comments
Mana k tere sehar mai garib kum honge,
Agar biki teri dosti to pehle khariddar hum honge,
Tuje khabar na hogi teri kimat par,
par Tuje paakar sabse ameer Ham honge.
Added by RAOL BHUPATSINH on July 24, 2013 at 5:03pm — No Comments
સમજવા જેવી ત્રણ વસ્તુઓ : =================
ત્રણ વસ્તુઓ જિંદગીમાં એકવાર જાય , પછી આવે નહિ ▬ સમય. ▬ શબ્દ. ▬ તક.
ત્રણ વસ્તુઓ કે જે ખોવી ના જોઈએ.. ▬ શાંતિ. ▬ આશા. ▬ પ્રમાણિકતા.
ત્રણ વસ્તુઓ કે જે અચોકસ્સ છે – ▬ સપનાઓ. ▬ સફળતા. ▬ ભવિષ્ય.
ત્રણ વસ્તુઓ કે જે લોકો નું ઘડતર કરે છે – ▬ મહેનત. ▬ શિસ્ત. ▬ બોલી.
ત્રણ વસ્તુઓ કે જે લોકો નો નાશ કરે છે – ▬ દારૂ. ▬ ઘમંડ. ▬ ગુસ્સો.
ત્રણ વસ્તુઓ…
Added by RAOL BHUPATSINH on July 24, 2013 at 4:58pm — No Comments
Added by RAOL BHUPATSINH on July 22, 2013 at 6:45pm — No Comments
તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને,
જે નથી મારા બની શક્યા, એનો બનાવ્યો છે મને,
સાથ આપો કે ના આપો, એ ખુશી છે આપની,
આપનો ઉપકાર તો છે જ, કારણ કે મારગ તો બતાવ્યો છે મને,
આ દુઃખ ના કાળમાં આપને જ કરું છું સતત યાદ હું,
કારણ કે મારા સુખના કાળમાં આપે જ હસાવ્યો છે મને,
કંઈ નહોતુ મારી પાસે તેમ છતાં, સૌ કોઈ મને લુંટી ગયા છે,
કંઈ નહોતુ એટલે તો, મે પણ લુટાવા દીધો છે મને,
આમ તો હાલત…
Added by RAOL BHUPATSINH on July 20, 2013 at 4:15pm — No Comments
સાલુ આવુ જ થાય છે
(1.) ચા નો ઉભરો આવવાની તૈયારીમા હોય ત્યારે જ દુધવાળો બેલ વગાડે છે.
(2.) જ્યારે ફોન ની બેટરી લો હોય ત્યારે ફુલ નેટવર્ક પકડાય છે અને જેના ના આવતા હોય એના પણ કોલ આવે છે.
(3.) હેલ્મેટ પેહર્યા પછી જ માથામાં ખંજવાળ આવે છે.
(4.) જ્યારે કુકર ની સીટી યાદ રાખીને ગણી હોય ત્યારે જ ખીચડી દાઝી જાય છે.
(5.) જ્યારે ફાસ્ટ ટૉઇલેટ કે બાથરૂમ લાગેલી હોય ત્યારે જ કોક નુ કોઇ તમારા…
Added by RAOL BHUPATSINH on July 20, 2013 at 4:13pm — No Comments
Added by RAOL BHUPATSINH on July 19, 2013 at 1:38pm — No Comments
ભાગ્યે જ કોઈની સામે રડતો માણસ
જો તમારી સામે રડી શકતો હોય તો એને
તમારા પ્રત્યેનું સન્માન સમજજો,
બધા લોકો બધાને
આવી પ્રાયોરિટી આપતા હોતા નથી.
શબ્દો ખૂટી જતાં હોય છે ત્યારે જ માણસ
રડી પડતો હોય છે. આવા સમયે મૌન
તેની મહાનતા સિદ્ધ કરતું હોય છે. આંસુની એક
ઓળખ હોય છે અને આ ઓળખ બહુ
ઓછા લોકો પાસે છતી થતી હોય છે. જેને
આવી ઓળખ હોય છે એ જ સાચા અર્થમાં 'અંગત'
હોય…
Added by RAOL BHUPATSINH on July 18, 2013 at 5:51pm — No Comments
એક નાનો બાળક તેના પિતાની કાર પર કઈ લખી રહ્યો હતો.
આ જોય તેના પિતા ગુસ્સે થય ગયા અને માસુમ પુત્ર ને જોરથી એક લાફો મારી દીધો.
બાળક કમજોર હતો, જેથી માત્ર એક થપ્પડમાંજ મરી ગયો.
પોતાના કરેલા આ કાર્ય પર પછી તે રડી પડ્યા અને તેને બહુ પસ્તાવો થયો.
અચાનક એની નજર કાર પર પડી.
એને ધ્યાનથી જોયું તો કાર પર લખ્યું હતું....
પપ્પા '' આઈ લવ યુ ''
'' પ્યાર વસ્તુ સાથે નહિ પણ સંબંધ સાથે કરો "
Added by RAOL BHUPATSINH on July 17, 2013 at 9:20pm — No Comments
Added by RAOL BHUPATSINH on July 17, 2013 at 1:36pm — 1 Comment
કહે છે લોકો કે, આ દુનિયા પ્રેમ થી ચાલે છે?
છે શક મને તો , આ દુનિયા વહેમથી ચાલે છે !
પ્રેમ ની અભિવ્યક્તિ પણ થાય છે અહી મજાક માં,
ને પછી ચાલી નીકળે રિસાઈ અહી જરાક માં.
ને પાછા કેહતા ફરે , અમે ઉદાર હૃદય પ્રેમ માં,
ને લીલામ કરી નાખે લાગણીયો ને બજાર માં।
Added by RAOL BHUPATSINH on July 16, 2013 at 4:27pm — 1 Comment
હતા પ્રાણ મારા શરીર માં,,,
પણ શ્વાસ તો તમે જ એમાં પૂર્યો,,,
દિલ તો અમસ્તું જ મુકેલું હતું એમાં,,,,,
પણ ધબકાર તો તમે જ એમાં પૂર્યો,,,,,,,
Added by RAOL BHUPATSINH on July 14, 2013 at 11:18pm — No Comments
Added by RAOL BHUPATSINH on July 14, 2013 at 10:26pm — No Comments
જીવતાં માબાપને સ્નેહથી સંભાળજો, ખવડાવશો–પીવડાવશો,
પછી ગાયના પુંછડે પાણી ઢોળવાથી શો ફાયદો ..?
એક વાર ‘રાબ’ ખાવાની ઈચ્છા એમની સ્નેહથી સ્વીકારશો,
પછી ગામ આખાને લાડવા ખવડાવવાથી શો ફાયદો ..?
મસ્તક પર હાથ ફેરવી ‘બેટા’ કહેનારના લાડને માણી લેશો,
સમય કાઢી ઘરના એ વૃદ્ધ વડલા પડખે બેસી લેશો,
પછી બેસણામાં ફોટા સામે બેસી–બેસાડીને શો ફાયદો ..?
હયાતીમાં જ હૈયું એમનું ઠારી સ્વર્ગ સમ સુખ આપશો,
પછી ગંગાજળે અસ્થી પધરાવવાથી શો ફાયદો.. ?
‘માવતર એ જ મન્દીર’ – આ સનાતન…
Added by RAOL BHUPATSINH on July 13, 2013 at 11:04pm — No Comments
નથી હું શાહજહાં કે બનાવું તાજમહેલ આરસમાં, ચાલને બનાવીએ આપણું એક નાનું ઘર દરિયાની રેતમાં.
નથી હું ચાંદ કે ચમકી શકું હું ખુંલ્લા ગગનમાં, જો તું કહે તો બનીને આગિયો હું ચમકું સંધ્યાના સમયમાં.
કબુલ કે ભૂલ છે અમારી ન હતા કરતા બંધ નયનને, આવવું તો હતું તમારે સપનું બનીને મારા નયનમાં.
ખબર છે અમને કે નથી અમે આખરી મંજીલ તમારી, બસ ચાર કદમ ચાલ તું બનીને હમસફર રસ્તામાં.
Added by RAOL BHUPATSINH on July 13, 2013 at 8:39pm — No Comments
આજે ફરી તને મળવાનું મન થાય છે
પાસે બેસી વાત કરવાનું મન થાય છે
એટલો લાજવાબ હતો તેનો આંસુ લુછવાનો અંદાજ
કે આજ ફરી રડવાનું મન થાય છે
Added by RAOL BHUPATSINH on July 13, 2013 at 8:37pm — No Comments
Added by RAOL BHUPATSINH on July 8, 2013 at 10:21pm — No Comments
દુનિયામાં બે પ્રકારના માણસો છે;
કેટલાક ખંડમાં આવે છે અને આવતાની સાથે કહે છે " લ્યો હું આવી ગયો."
અને કેટલાક એવા છે જે આપણને જોતા જ કહે છે." હાશ ! તમે અહી છો."
Added by RAOL BHUPATSINH on July 8, 2013 at 6:42pm — No Comments
તારું હોવું જયારે સફળ થઇ જાશે.
નમન કરવાનું સ્થળ થઇ જાશે.
એક પગલું હું ભરું, એક તું ભર;
મારગ આપણો સરળ થઇ જાશે.
પુરાવો ના માંગીશ કદી પ્રેમનો,
અકારણ નયન સજળ થઇ જાશે.
Added by RAOL BHUPATSINH on July 8, 2013 at 6:39pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service