Made in India
ગામની પાસે સુંદર એક તળાવ,
તળાવની પારે મોટાં-મોટાં ઝાંડ.
બાળકો ત્યાં કરે આનંદ અપાર,
પક્ષીઓના માળાનો નહીં પાર.
સૌ પક્ષીમાં હંસલો ગુણવાન,
કાગળો કરે ઈર્ષાનો ગુણગાન.
હંસને મારવા કાગ થયો તૈયાર,
યુક્તિ સુજતાં બીછાવી એક જાળ.
ચરકીને ઉડ્યો શિકારીના શીર,
નજરે ચડ્યો હંસલો ત્યાં સ્થિર.
શિકારીએ ધનુષે ચડાવ્યું તીર,
ત્યાં કર્યો વિંછીએ પગ પર વાર.
ઝેર ચડતાં થયો એ ભયભીત,
નિસાન ચુકતાં કાગ…
ContinueAdded by Aarti Bhadeshiya on July 27, 2013 at 3:43pm — No Comments
વાદળો.......,
ઘેરાયેલા વાદળો તો વરસ્યાં રે લોલ....,
કાળા બની આજે કળક્યાં રે લોલ.......
મેઘરાજા........,
મેઘરાજા મન મુકી વરસ્યાં રે લોલ....,
ડેમોને પાણી ખુબ પીરસ્યાં રે લોલ.....
લોકો..........,
વીજળીથી થોડા સૌ ડરયાં રે લોલ.....,
પણ પાણીમાં છબછબયાં કર્યા રે લોલ....
આરતી ભાડેશીયા.(24.7.2013)
Added by Aarti Bhadeshiya on July 24, 2013 at 11:35am — No Comments
લીલીછમકેરી છાયામાં, લોકો કરતાં આરામ,
ડાળીઓ વચ્ચે માળામાં, પંખી કરતાં વસવાટ.
વાનરકેરી ટોળી ખાતી, કાચાં-પાકાં ફળફૂલ,
બાળ વાનર ચિચિયોરીઓથી, કરતાં કૂદાકૂદ.
થતું કષ્ટ જ્યારે ડાળીએ, વાનર હિંચકા ખાતાં,
વૃક્ષો એમની ખુશીમાં, આનંદવિભોર બનતાં.
ના અંબાતા પશુંઓ ખાતાં, ખરેલ પાનનો કચરો !
એ દિવસોને યાદ કરવાનો, ના રહ્યો હવે ફાયદો.
કુહાડીકેરા ઘા થકી, ઠૂંઠામાં મને બદલાવ્યું,
છાયા આપતા છત્રને, શત્રુ બની…
Added by Aarti Bhadeshiya on July 20, 2013 at 12:11pm — 1 Comment
કાળની ગતિ આજકાલ વધતી જાય છે,
ઈતિહાસનો વેગ આ યુગમાં સો ગણો થાય છે.
જૂનું તે જલદી ને જલદી તે જૂનું બનતું જાય છે,
નવા પ્રશ્નો ઉકેલવા નવી બુદ્ધિનો આંક મપાય છે.
નવા યંત્રો ચલાવવા અતિ આવડત મંગાય છે,
નવી વિશ્વરચના કરવાં નવી હિંમત રચાય છે.
આરતી ભાડેશીયા.(17.7.2013)
Added by Aarti Bhadeshiya on July 17, 2013 at 6:31pm — 1 Comment
ઝેરી પ્રાણી જ ભયંકર નથી....!
ઝેરી વાણી પણ ભયંકર જ છે….!
જેમ જાનહાની કરવા સજ્જ કરે એજ “ અહં ” ભયંકર નથી......!
કોઈની પણ સાથે ‘તોડવા’ મનને તૈયાર કરે, એ “ અહં ” પણ ભયંકર જ છે....!
Added by Aarti Bhadeshiya on July 15, 2013 at 6:29pm — 1 Comment
કઠણ પદાર્થોને ખાવાની શક્તિ માંગે તે; “ આગ ”
સર્વ દોષોને પીવાની ઈચ્છા જગાવે તે; “ પ્રેમ ”
સુંદર ધરતી પર ઝેરકેરાં ઝાડ વાવે તે; “ દુ:ખ ”
સર્વ જીવોને પ્રેમ આપવાનું સર્જન કરે તે; “ માં ”
આરતી ભાડેશીયા.(11.7.2013)
Added by Aarti Bhadeshiya on July 11, 2013 at 11:36am — 1 Comment
આજે છે રૂળી અષાઢી બીજ,
ચડે આજે ભગવાન રથને શિર,
ફરતે થાય આજે ભક્તોની ભીડ,
ઊભરતી એમાં કલાઓની ગીચ,
મગ અને જાંબુના પ્રસાદની રીત,
આજે તો વરસે જ મેહુલાની પ્રીત,
આજે છે રૂળી અષાઢી બીજ.
આરતી ભાડેશીયા.(10.7.2013)
Added by Aarti Bhadeshiya on July 10, 2013 at 9:43am — No Comments
જિંદગી.............................................,
મંદ હાસ્ય લાવીને, સદા હું હસતી જ રહીશ !
જખ્મો દુ:ખ આપે તો, પ્રેમથી સહેતી જ રહીશ !
પણ.................................................,
રડું આવશે તો, વાંસળી જેવું મધુરું જ રડીશ !
આરતી ભાડેશીયા.(7.7.2013)
Added by Aarti Bhadeshiya on July 7, 2013 at 8:32am — 1 Comment
વરસાદ થયો ને, વાદળ તૂટી પડ્યાં,
સૌ કોઈ ગરમી થી, બસ છુટી ગયા !
ઝાડ પલળી ને, પાણીથી ટપકી પડ્યાં,
પંખીઓ ઘોસલામાં, જાણે લપાઈ ગયા !
બાળકો કિલ્લોલથી, ભીંજાવા કુદી પડ્યાં,
લોકો આનંદથી, જાણે ઠંડકમાં ઝૂમી ગયા !
આરતી ભાડેશીયા.(4.7.2013)
Added by Aarti Bhadeshiya on July 4, 2013 at 3:51pm — No Comments
પ્રેમ તણો તાંતણો........,
પોતા તરફ ખેંચતા તૂટી જાય,
સામા તરફ રાંખતા સુ:ખી થાય.
ઘર તણો આસરો........,
ભવ્યતા રચવાનું પૈસાથી થાય,
હર્યુભર્યુ રાખવાનું પ્રેમથી થાય.
મન તણા માળવે........,
પ્રેમાળ વર્તનની નોંધ નહી થાય,
કઠોર વર્તનની છાપ ના ભૂંસાય.
આરતી ભાડેશીયા.(3.7.2013)
Added by Aarti Bhadeshiya on July 3, 2013 at 5:38pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service