Made in India
પ્રેમ છે જો ફૂલછાબ - તો હું કીટપતંગ છું
પ્રેમ છે જો સાગર- તો હું શાંતતરંગ છું
કયાંથી પામી સકું એની લાગણીનો તાગ
પ્રેમ છે જો ગગન - તો હું પામર વિહંગ છું
એથી વધુ નિકટતા ક્યાં રાધા પાસે હતી?
પ્રેમ છે જો ઘનશ્યામ - તો હું નીલરંગ છું
કડવાશ માટે દોષી છે મારાં એ અનુભવોને
પ્રેમ છે પ્રીતિકાવ્ય - તો હું તાતોવ્યંગ છું
એની હજુરી, એની ચાકરી, એનાં ગુણ ગાતો
પ્રેમ છે જો શાહ અકબર - તો હું કવિગંગ…
ContinueAdded by Hemang Naik on June 30, 2013 at 5:07pm — 1 Comment
તારી યાદ આવી - જલસો પડી ગયો
મનને પાંખ આવી - જલસો પડી ગયો
કેશ ઘેરાયેલ છે - એની સાબિતી રૂપ
અમાસ રાત આવી - જલસો પડી ગયો
ફરી પાછો જો કેવો - બાળક બની ગયો
ઢીંગલી હાથ આવી - જલસો પડી ગયો
શ્વાસમાં કોયલ ટહુકે - મન મોરલો નાચે
પ્રેમની વાત આવી - જલસો પડી ગયો
સોદો કર્યો દિલનો - તો ભાગમાં મારા
ભીની આંખ આવી - જલસો પડી ગયો
મનમાં હતું તાળું - સદૈવ આનંદનું
મનમાં મળી ચાવી - જલસો પડી ગયો
મારી ગઝલ આપને - ખુબ…
ContinueAdded by Hemang Naik on June 23, 2013 at 6:10pm — No Comments
બંધ કરી આંખો તો ભિતર - આખું મલક ટોળે વળ્યું,
સુણવા મૌનનો એક સ્વર - આખું મલક ટોળે વળ્યું
રોતોતો હું જ્યાં લગણ, ન કોઈ ફરક્યું પાસ પણ
આજ હસ્યો બસ રતિભર - આખું મલક ટોળે વળ્યું
જોતો હતો ટેરવાં કાપી - લોહી નીકળે કે પછી શબ્દો
પ્રયોગ એ જોવા નવતર - આખું મલક ટોળે વળ્યું
કરતો તો જયારે પ્રતીક્ષા - મારા ઘરે ન કોઈ આવ્યું
નીકળ્યો જેવો ઘર બાહર - આખું મલક ટોળે વળ્યું
ટોળામાં જો ના ભળી શકો - તો ટોળાને શું પડે ફરક
હળીમળી લ્યો તમે પલભર -…
ContinueAdded by Hemang Naik on June 23, 2013 at 6:09pm — No Comments
સંગાથ તારો - મળે ના મળે
ભવનો સથવારો - મળે ના મળે
તેથી તો આપ્યો છે આંખો માંહી
દરિયો ખારો - મળે ના મળે
હોઠ ભીંસવાની તૈયારી રાખજો
બોલવાનો વારો - મળે ના મળે
ગાંસડી ભરી લ્યો,રાહમાં તમને
સ્વપ્નનો ચારો - મળે ના મળે
આશા વડે તો લીંપજો ઘર તમે
માટી કે ગારો - મળે ના મળે
શબ્દની રમત બસ રમ્યા કરું
કોઈ જોનારો - મળે ના મળે
પહોંચવા મંઝીલે, ચાલતા રહો
ધ્રુવનો તારો - મળે ના મળે
તું તો દોસ્ત - પત્ર…
ContinueAdded by Hemang Naik on June 23, 2013 at 6:08pm — No Comments
પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આત્મજ્ઞાની સંત શ્રી હેમાંગ નાયક રચિત આ ભજન રોજ ત્રણ વાર પત્ની સન્મુખ બેસીને ગાવાથી પરણેલા પુરુષો આ લોક અને પરલોકમાં પરમ શાંતિ ને પ્રાપ્ત થાય છે
(ગમે તો તમારા અન્યો પરણેલા મિત્રો જોડે share કરવા વિનંતી)
જય પત્ની દેવી,ઓમ જય પત્ની દેવી,
ચરણો દાબી તારા (2),સુખ શાંતિ લેવી;
......ઓમ જય પત્ની દેવી
તારી કૃપા ના થાતે, મરતે હું વાંઢો દેવી (2)
પરણી ને છો રોતો (2), કોઠીમાં મોં ઘાલી
......ઓમ જય…
ContinueAdded by Hemang Naik on June 23, 2013 at 6:06pm — No Comments
આવો પધારો મારી યાદોમાં - આપનું હાર્દિક સ્વાગત છે
અમે ઉભા ફેલાવી બાહોમાં - આપનું હાર્દિક સ્વાગત છે
તમને જીતાડવા અમે હંમેશા - જીતેલ બાજી ફેંકતા રહ્યા
સામેથી માંગેલી એ હારોમાં - આપનું હાર્દિક સ્વાગત છે
ક્યાંથી લાવું પોંખવા તમને - હું ખેતર - બાગ - બગીચા
વાદળો,આ ડામરની રાહોમાં - આપનું હાર્દિક સ્વાગત છે
રંગીન ફૂલ બનીને આવો તો - આવકારશે આંખો અને
મહેકરૂપે આવોતો શ્વાસોમાં - આપનું હાર્દિક સ્વાગત છે
કાજળરૂપી…
ContinueAdded by Hemang Naik on June 23, 2013 at 6:03pm — No Comments
આવ તું વાદળસમ પ્રિયે વરસાદમાં
મન મોરલો જો ટહુકા કરે વરસાદમાં
શું ફરક એના અને કોઈ લાશમાં પછી
માનવી જે ન નાચે પહેલા વરસાદમાં
ભાસતી જે હતી કાલ સુધી અંગારસમ
ધરતી આજ ચંદન ભાસે છે વરસાદમાં
જરૂર શું તારા પાલવની અમને હવે?
આશુંઓ ભળી જશે વરસતા વરસાદમાં
ભજિયાં, ચા અને મિત્રો જાય જો મળી
સાકી તું કયાંથી સાંભરે તો વરસાદમાં
Added by Hemang Naik on June 9, 2013 at 9:31pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service