Juee Gor's Blog – May 2013 Archive (19)

Good evening...

ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાંની

જેમ ફરી જિંદગીને મૂકીએ,

ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય

કે લાગણી ગણાય એમ પૂછીએ.

વેદના તો અડીખમ ઉભો કંઠાર,

જતાં આવતાં જુવાળ ભલે કોતરે

સુખ સાથે આપણો તો જળનો સંબંધ,

ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે.

છીપલાની હોડીને શઢથી શણગાર ચાલ,

કાંઠો છોડીને હવે ઝૂકીએ

પાંદડીમાં ઝાકળનાં ટીપાંની જેમ,

ફરી ચાલ સખી જિંદગીને મૂકીએ.

ચાંદનીને ચાંદનીનું નામ નતા દે’તા,

એ વાતો અકબંધ મને યાદ છે;

વૃક્ષ પછી ડાળ પછી પંખીનો… Continue

Added by Juee Gor on May 31, 2013 at 6:14pm — No Comments

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે. કહો તો માછલીની આંખમાં ડૂબકી દઇ આવું, પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે. તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને, ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે. તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું ? તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ, પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે. - ખલીલ ધનતેજવી

Added by Juee Gor on May 28, 2013 at 2:37pm — No Comments

Good morning....

"શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
હર ક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે."
Nayan Desai..

Added by Juee Gor on May 28, 2013 at 8:59am — No Comments

ghazal by laxmi dobariya...

એમ અંતે મેં દાવ લઈ લીધો .
એક જણનો અભાવ લઈ લીધો .
એ ખુશી પર લગામ રાખે છે ,
એટલે બસ, તનાવ લઈ લીધો .
એમણે 'આવજો' કહ્યું , ત્યાં તો ,
સાંજનો મેં સ્વભાવ લઈ લીધો .
એક ટહુકાને ડાળ પર મૂકી ,
પાનખરનો પ્રભાવ લઈ લીધો .
જે હતો આંખમાં ને હૈયામાં ,
શબ્દમાં એ લગાવ લઈ લીધો .
-----લક્ષ્મી ડોબરિયા.

Added by Juee Gor on May 27, 2013 at 10:57pm — No Comments

Good Evening..

ખબર પડતી નથી કે કેમ અન્યોને ગમે છે એ,
લખાતું હોય છે જે કંઈ ફકત એકાદ જણ માટે.
- ડૉ. મુકુલ ચોકસી

Added by Juee Gor on May 27, 2013 at 7:57pm — No Comments

Ghazal by Nida Fazli....

अपनी मर्ज़ी से कहाँ अपने सफ़र के हम हैं,
रुख हवाओं का जिधर का है उधर के हम हैं।
पहले हर चीज़ थी अपनी मगर अब लगता है,
अपने ही घर में किसी दूसरे घर के हम हैं।
वक़्त के साथ है मिट्टी का सफ़र सदियों से
किसको मालूम कहाँ के हैं, किधर के हम हैं।
चलते रहते हैं कि चलना है मुसाफ़िर का नसीब
सोचते रहते हैं किस राहग़ुज़र के हम हैं।

Added by Juee Gor on May 25, 2013 at 10:26am — No Comments

Good evening friends....

ધીરતા ધારી જુઓ !
કાં પછી હારી જુઓ !
ચીતરો ચૈતર અને ,
ટેરવાં ઠારી જુઓ !
શૂન્યની કિંમત થશે ,
એક.. અવતારી જુઓ !
લ્યો, કલમ, કાગળ પછી ,
જાત વિસ્તારી જુઓ !
એક વૈરાગી ક્ષણે ,
જીવ શણગારી જુઓ !
કોણ છું ? ના પ્રશ્નથી ,
ખુદ્દને પડકારી જુઓ !
-----લક્ષ્મી ડોબરિયા..

Added by Juee Gor on May 23, 2013 at 6:52pm — No Comments

ghazal by Qateel shifai

****
दोस्ती जब किसी से की जाए,
दुश्मनों की भी राय ली जाए,
मौत का ज़हर है फिजाओं में,
अब कहाँ जा के साँस ली जाए,
बस इसी सोच में हूँ डूबा हुआ,
ये नदी कैसे पार की जाए,
मेरे माजी के ज़ख्म भरने लगे,
आज फिर कोई भूल की जाए,
बोतलें खोल के तू पी बरसों,
आज दिल खोल के भी पी जाए.

Added by Juee Gor on May 23, 2013 at 5:29pm — No Comments

it's true:-)

The best application of Mathematics....
..!!!
' 2GET and 2GIVE'
Creates too many problems..
(... Just DOUBLE IT...)
'4GET and 4GIVE'
solves all the PROBLEMS....!!!

Added by Juee Gor on May 22, 2013 at 11:15pm — No Comments

ghazal by javed akhatar

क्यो डरे जिन्दगी में क्या होगा,
कुछ न होगा तो तज्रुबा होगा,
हस्ती आखो में झाक कर देखो,
कोई आसू कही छुपा होगा,
इन दिनों न उम्मीद सा हु मैं,
शायद उसने भी यह सुना होगा,
देखकर तुमको सोचता हु मैं,
क्या किसी ने तुम्हे छुया होगा,

Added by Juee Gor on May 20, 2013 at 10:12pm — No Comments

સંજોગો વિકટ હો ત્યારે સુંદર કેમ જીવવું તે મને શીખવ.

હે પ્રભુ, સંજોગો વિકટ હો ત્યારે સુંદર કેમ જીવવું તે મને શીખવ. બધી બાબતો અવળી પડતી હોય ત્યારે, હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવા તે મને શીખવ. પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે શાંતિ કેમ રાખવી તે મને શીખવ. કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે,ખંતથી તેમાં લાગ્યા કેમ રહેવું તે મને શીખવ. કઠોર ટીકા ને નંિદાનો વરસાદ વરસે ત્યારે, તેમાંથી મારા ખપનું ગ્રહણ કેમ કરી લેવું તે મને શીખવ. પ્રલોભનો, પ્રશંસા, ખુશામતની વચ્ચે તટસ્થ કેમ રહેવું તે મને શીખવ. ચારે બાજુથી મુશ્કેલીઓ ઘેરી વળે, શ્રદ્ધા ડગુમગુ થઈ જાય,…

Continue

Added by Juee Gor on May 19, 2013 at 2:48pm — 1 Comment

આશ્ચર્ય એ જ વાતનું મનમાં રહ્યા કરે,

આશ્ચર્ય એ જ વાતનું મનમાં રહ્યા કરે, ખાલીપણાનું ભાન કોઈને નડે નહીં. વનમાં ભૂલીને ભાન, રઝળતા પ્રવાસને, ઊડતાં ઝીણાં પતંગિયા નજરે ચડે નહીં. દૃશ્યોની પાર જાઉં છું ક્યારેક ટહેલવા, આંખો મીંચાઈ જાય પછી ઊઘડે નહીં. એના જીવનમાં હોય નહીં કોઇ તાજગી, રસ્તામાં ચાલતાં જે પડે આખડે નહીં. મારી લથડતી ચાલના કારણમાં એટલું, હોવાપણાનો ભાર હવે ઊપડે નહીં. રસ્તામાં કોઈ ફૂલ શા માણસ મળ્યા હશે, નહીંતર ‘અનિલ’ આટલો મોડો પડે નહીં. - અનિલ જોશી

Added by Juee Gor on May 17, 2013 at 10:07pm — No Comments

પાંદડાએ પૂછ્યુ કે

ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?

તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?

ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?

તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?

પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે

તો શા માટે તારું નામ ઝાડ છે?

શા માટે તારી ને મારી વચ્ચાળ

આમ ડાળી ને ડાળખાંની આડ છે?

ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ!

પાંદડું કહે કે, મારે અડવું આકાશને

ને તું મને શા માટે બાંધતું ?

ઝાડવું કહે કે, એ તો ધરતીનું વ્હાલ…

Continue

Added by Juee Gor on May 17, 2013 at 2:20pm — No Comments

કોને ખબર? – રમેશ પારેખ

પાંદળુ કેવી રીતે પીળું થયું કોને ખબર ? એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ? શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત, એક જણ નખશિખ ઊજ્જડ રહી ગયું કોને ખબર ? શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારા સ્મરણ એને મારું એક મન ઓછું પડ્યું કોને ખબર ? સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત, ને સવારે આંખમાંથી શું વહ્યું કોને ખબર ? માછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે ? એના ઊત્તર શોધવા જળ ક્યાં ગયું કોને ખબર ? મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો ‘રમેશ’, કોણ એમાંથી મને જોતું રહ્યું કોને ખબર ?

Added by Juee Gor on May 17, 2013 at 10:14am — No Comments

ghazal by Qateel shifai

अपने होठों पर सजाना चाहता हूं
आ तुझे मैं गुनगुनाना चाहता हूं
कोई आसू तेरे दामन पर गिराकर
बूंद को मोती बनाना चाहता हूं
थक गया मैं करते करते याद तुझको
अब तुझे मैं याद आना चाहता हूं
छा रहा हैं सारी बस्ती में अंधेरा
रोशनी को घर जलाना चाहता हूं
आखरी हिचकी तेरे ज़ानो पे आये
मौत भी मैं शायराना चाहता ह

Added by Juee Gor on May 16, 2013 at 7:35pm — No Comments

Happy mothers day..

मुझ में जो कुछ अच्छा है सब उसका है,
मेरा जितना चर्चा है सब उसका है,
उसका मेरा रिश्ता बड़ा पुराना है,
मैंने जो कुछ सोचा है सब उसका है,
मेरे आँखें उसकी नूर से रोशन है,
मैंने जो कुछ देखा है सब उसका है,
मैंने जो कुछ खोया था सब उसका था,
मैंने जो कुछ पाया है सब उसका है,
जितनी बार मैं टूटा हूँ वो टूटा था,
इधर उधर जो बिखरा है सब उसका है,
k.zakir

Added by Juee Gor on May 12, 2013 at 1:24pm — No Comments

રમેશ પારેખ

આંખોમાં આવી રીતે તું દ્શ્ય ન મોકલાવ ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ ફૂલોય પૂરબહારમાં હિંસક છે આજકાલ રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ તું આવ, કે પાડી રહ્યો છું સાદ હું તને પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે હોડી ડુબડવાને તું દરિયો ન મોકલાવ થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે,કબૂલ તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ

Added by Juee Gor on May 7, 2013 at 10:59pm — No Comments

Nida fazli

नयी-नयी पोशाक बदलकर, मौसम आते-जाते हैं, फूल कहॉ जाते हैं जब भी जाते हैं लौट आते हैं।......... ... शायद कुछ दिन और लगेंगे, ज़ख़्मे-दिल के भरने में, जो अक्सर याद आते थे वो कभी-कभी याद आते हैं।

Added by Juee Gor on May 6, 2013 at 10:09pm — 1 Comment

Ghazal by Qateel shifai

सदमा तो है मुझे भी के तुझसे जुदा हूँ मैं लेकिन ये सोचता हूँ के अब तेरा क्या हूँ मैं बिखरा पड़ा है तेरे घर में तेरा वजूद बेकार महफिलों में तुझे ढूँडता हूँ मैं ना जाने किस अदा से लिया तूने मेरा नाम दुनिया समझ रही है के सब कुछ तेरा हूँ मैं ले मेरे तजुर्बों से सबक़ ऐ मेरे रक़ीब दो-चार साल उम्र में तुझसे बड़ा हूँ मैं

Added by Juee Gor on May 5, 2013 at 10:43pm — No Comments

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service