Made in India
આંખ રડાવી, દિલ સળગાવી, પસ્તાવો ના અટકે,
માન્યું એ તો જીવનને સુધારીને જ જંપે.
હાથનું પાણી નીચે પડી આકારમય બનશે,
પણ કર્મને પરવશ પરિબળ શેનું નિર્માણ કરશે ?
સારું ઘર બાંધવામાં સફળતા જ મળે,
ઘરમાં સારૂ રહેવામાં સમાધાન જ ગમે.
આરતી ભાડેશીયા.
Added by Aarti Bhadeshiya on May 31, 2013 at 5:25pm — 1 Comment
ગરીબ કરોડપતિ બની જાય,
મુર્ખ વિદ્વાન બની જાય,
મૂંગો સંગીતકાર બની જાય,
ગમાર વડાપ્રધાન બની જાય,
તો તે ચમત્કારિક પાત્ર બની જાય.
પણ....................................,
દોષિત ગુણવાન બની જાય,
કર્મયુક્ત આત્મા કર્મમુક્ત બની જાય,
સંસારી આત્મા સિદ્ધ બની જાય,
તો તે નમસ્કાર ને પાત્ર બને.
Added by Aarti Bhadeshiya on May 30, 2013 at 6:56pm — No Comments
અદાલતમાં ન્યાય શોભે,
ઘરમાં સમાધાન શોભે.
અદાલતમાં હકની વાતો શોભે,
ઘરમાં કર્તવ્યના ખ્યાલ શોભે.
પરાયા વચ્ચે અધીકાર શોભે,
પોતાના વચ્ચે ત્યાગ શોભે.
Added by Aarti Bhadeshiya on May 29, 2013 at 7:20pm — 1 Comment
ચાલશો તો મંઝીલના રસ્તા મળી જશે,
અટકશો તો મંઝીલ પણ સરી જશે.
વિચારશો તો બધી વાતનું કારણ મળી જશે,
વિચારશો વધુ તો વિચાર જ કારણ બની જશે.
જીવન એટલું પણ મજબુર નથી હોતુ,
જીગરથી જીવો તો જલશા પડી જશે.
આરતી ભાડેશીયા.
Added by Aarti Bhadeshiya on May 27, 2013 at 7:05pm — No Comments
આ છે ગરમીનો ઉકળાટ, સાથે બફારાનો નહી પાર,
ધગ-ધગતી આ ગરમીથી લોકો પરેશાન,
ભર બપોરે થઈ જાય છે રસ્તાઓ સુમ-શાન,
આજે થોડા છાંટા પાડી આપ્યો વરસાદનો અણસાર.
આરતી ભાડેશીયા.
Added by Aarti Bhadeshiya on May 26, 2013 at 11:13pm — No Comments
A bed but not sleep,
Books but not knowledge,
Food but not appetite,
Clothes but not beauty,
House but not a home,
Medicine but not health,
Luxuries but not culture,
Amusement but not happiness,
Friends but not friendship.
Added by Aarti Bhadeshiya on May 21, 2013 at 6:00pm — No Comments
સાંકડા વર્તુળમાં, જીવન મરતું રહે,
વસંતો વેરતા, નવું કઈક મળતું રહે,
જીવનના આ સંઘર્ષમાં, મન ડગતું રહે,
કરીએ કઈક એવું જીવનમાં........................!
કે મર્યા પછી પણ, કોઈ યાદ કરતું રહે.
Added by Aarti Bhadeshiya on May 20, 2013 at 7:31pm — No Comments
વાણીકેરા શબ્દોથી માનવ......
યા તો દીલમાં ઊતરી જાય,
યા તો દીલથી ઊતરી જાય...!!
વર્તનકેરા વજુદથી માનવ.....
યા તો મનમાં વસી જાય,
યા તો મનમાંથી ખસી જાય....!!
પ્રેમતણા વ્યવહારથી માનવ....
યા તો માન બનાવી જાય,
યા તો માનથી રહી જાય.....!!
Added by Aarti Bhadeshiya on May 19, 2013 at 11:27am — 1 Comment
What are the true prayers !
The First is faithfulness ;
The next honest endeavor,
The third, prayer offered to God for the Good of all ;
The forth is a sincere heart ;
The fifth devotion to God.
Added by Aarti Bhadeshiya on May 14, 2013 at 7:03am — No Comments
કર્મોના સરવાળા-બાદબાકી, કરતું રહે છે આ જીવન;
પણ તેને સમજી ના શકે, તેવું આપણુ આ મન.
દુ:ખમાં આસું સેરીને, સુ:ખી ના થાય જીવન;
પણ સુ:ખમાં છલકતા આસુંથી ડરતું રહે છે મન.
આરતી ભાડેશીયા.
Added by Aarti Bhadeshiya on May 13, 2013 at 3:25pm — No Comments
વૃદ્ધાવસ્થાની આ દશા કેવી તો કવરાવે છે,
મન તો ઠીક, શરીર પણ ના સાથ નીભાવે છે.
રે કુદરત ! તારી તો પાનખર પછી વસંત છે,
વૃદ્ધાવસ્થાની પાનખરને તો મોત જ બચાવે છે.
Added by Aarti Bhadeshiya on May 10, 2013 at 4:36pm — No Comments
જેની જીભ મીઠી, તેને ઘેર ઘેર ચીઠ્ઠી ;
જેની જીભ ઝેરી, એને મલક આખો વૈરી.
જેનુ મન મોટું, એ સૌને ગમે તે પાકું ;
જેનુ મન ખોટુ, એ રહી જાય છે પાછું.
જેનુ દિલ છે સારૂ, તે લાગે સૌને પ્યારું ;
જેનુ દિલ છે બૂરું, તેને કોઈ ન લાગે વહાલું.
Added by Aarti Bhadeshiya on May 9, 2013 at 4:24pm — 1 Comment
માણસનાં બે સ્વરૂપ હોય છે : એક ઘરમાં અને એક બહાર.
દરેક માણસના બે જુદા-જુદા જીવન,
જુદા અવતાર પણ બન્ને સમાંતર ચાલે.
એક મા-બાપ સાથે, ભાઈ-બહેનની સાથે, કુટુંબ વચ્ચે,
બીજું મિત્રો સાથે, શિક્ષકો સાથે, સમાજ વચ્ચે.
એક ખાનગી એક જાહેર.
એક સહજ અને બીજું કૃત્રિમ.
ઘરમાં અસલ સ્વાભાવિક સ્વરૂજમાં જ રહે,
બહાર જાય ત્યારે........................,
લાગણીઓ ઢાંકીને, વર્તન પર વિવેકનું આવરણ નાખે.
બન્ને જીવન એક જ વ્યક્તિના પણ માન્યામાં ના આવે એટલું…
ContinueAdded by Aarti Bhadeshiya on May 3, 2013 at 12:42pm — 2 Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service