Made in India
એવી તે બળતી બપોર
તગતગતાં તડકા કાંઈ એવાં વરસતાં કે
ઝીણી થાય આંખોની કોર
લથબથતી પીડાનાં લીરાં કાંઈ ફરફરે રે
વેઠ્યો ના જાયે આ તાપ
ટાઢા નિસાસા ખરે, ઉનાં મોતીડાં ઝરે
નેજવાને અખરતાં જાપ
વાયરો રજળતો, કકળતો જરીકને,આફુડો જાતો પડી..
મૂઈ આમ્રમંજરી- ભાવવિભોર!
અડતામાં ઓરમાયું લાગ્યું મુને આજ સખા
કહેવી આ વાતું કોને છાની
મુઠ્ઠીમાં ઓરેલાં ઓરતાં વસુક્યાં રે
કોરી હથેળી નિશાની
દુખિયારી આંખોની કોતરોમાં…
ContinueAdded by Rajul Bhanushali on May 26, 2013 at 7:08pm — No Comments
મારા
બિલ્ડિંગના કમ્પાઉંડમાં ઉભેલો
શીતક પીપળો
સાંજ પડે
કે
વધુ જોરશોરથી
થનગનવા લાગે છે..
જાણે કે,
સૂરજને
ડિંગો દેખાડીને કહેતો હોય ,
"જોયું?
ફરી એક્વારતુ હારી ગયો !!"
~રાજુલ
Added by Rajul Bhanushali on May 26, 2013 at 7:07pm — 1 Comment
વાગી જરાક ઠેસ અમથી, ત્યાં
સ્મરણોની પેટીમાં ઝીણી તિરાડ
ટપ્પ દેતાંકને થોડીક ક્ષણો બા'રે કૂદી પડી,આખા ઓરડામાં રાડારાડ..!
મૂવીમાં જોડે ખાધેલા પોપકૉર્ન શરમાયાં
ત્યાં નરીમાનપોઈન્ટનીપાળી પર મમળાવેલા સીંગચણા અકળાયાં
લ્યો,આમને તો લાગી આવ્યું હાડેહાડ..!
દરિયાની રેતીમાં આંગળી ફેરવતાં ઉપસેલા નામે દીધો સાદ, છું હું તને યાદ?
સ્તબ્ધ બનીને થીજી ગયેલ ક્ષણને ઝટપટ મેં કરી દીધી બાદ
હવે કેમ કરી વાસુ કમાડ..?
~રાજુલ ભાનુશાલી
Added by Rajul Bhanushali on May 11, 2013 at 1:30pm — No Comments
તરસ ને પણ
'મોર્ડન' જમાનાનો રંગ લાગ્યો છે..!
એણેય
દોસ્તી કરી લીધી છે,
બીસલેરીની બોટલ
અને
ઠંડા પાણીના પાઊચ સાથે!!
-રાજુલ
Added by Rajul Bhanushali on May 6, 2013 at 6:45pm — 1 Comment
શુક્રવારે સાંજના સૌથી વધુ પૂછાતો પ્રશ્ન : "શું પ્રોગ્રામ છે વીકએન્ડનો?'
સોમવારે સૌથી વધુ પૂછતો/ચર્ચાતો પ્રશ્ન/ટૉપીક: "ક્યાં ફરવા ગયા'તાં/શું કર્યું વીકએન્ડ માં?"
સોમ/મંગલવારે ફોન/ચૅટમાં સામાન્ય રીતે થતી ચર્ચા:
"મહેતાસ આ વખતે 'ફલાણી' જગ્યાએ ડીનર માટે ગયા'તા..કહેતા હતા કે ત્યાંનું ફૂડ A1 CLASS.. અને 'અલાણી' જગ્યાનો ગોલો કહેવું પડે હો BOSS..ક્યાંય નથી ખાધો એવો આલાગ્રાન્ડ ગોલો આજ સુધી..જલસો પડી ગ…
Added by Rajul Bhanushali on May 5, 2013 at 7:02pm — 2 Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service