Made in India
Added by S.k.solanki on April 28, 2013 at 7:23am — No Comments
વહી રહી છે લાગણી,
થઇ ઝરણું તમારી.
તણાઇ જવાનો અવસર,
એક નાનુ તરણુ બની.
ગુમાવુ દૂર રહીને,
એટલો હું બુઝદિલ નથી.
પાંગરી રહી કૂંપળો થઇ,
પ્રેમની સરવાણીએ તું.
જતન કરી ખીલવુ નહી,
એટલો હું આળસુ નથી.
પ્યાર તારો પામતાં
કોઇ આફત જો,
મોત થઇ આવશે તો,
કબર મહિં કોકની
સોડ તાણી શકે ના,
'આશિષ'-એટલો કમજોર નથી.
-'આશિષ' શીવાભાઇ સોલંકી.
Added by S.k.solanki on April 24, 2013 at 6:13pm — No Comments
ચૈત્ર વરસ્યો
વાટકી વહેવાર
ચોમાસે કીધો.
ભર ઉનાળે
વાદળ પરસેવ્યાં
ધરતી ભીની
પરોણાગત
ચૈતરના આંગણે
અષાઢ આયો !
રંગમાં ભંગ
ઉનાળાની આબરૂ
માવઠે લીધી.
-'આશિષ' શીવાભાઇ સોલંકી
Added by S.k.solanki on April 22, 2013 at 4:57pm — No Comments
કવિતા છે આપણી.....!
એમ કર, તુ તારૂ કર હું મારૂ…! ખોટી ફરીયાદ ના કર. અર્થોના અનર્થ ના કર, શબ્દોને બેહાલ ના કર. કવિતા છે આપણી ! ગમે તો તુ પ્યાર કર, મને ગમે તો હુ કરૂ. સપનામાં રાતને હેરાન ના કર, સવારને એની જાણ ના કર. લયનાં ઝૂમખાં દબાવ્યા ના કર, પંક્તિઓને તું રડાવ્યા ના કર. કવિતા છે આપણી ! ગમે તો તુ પ્યાર કર, મને ગમે તો હુ કરૂ. નજરની સફર રોક્યા ના કર, ચિત્રોને એના ટોક્યા ના કર. રંગોને જેમતેમ ઢોળ્યા ના કર, સેંથાને તુ વગોવ્યા ના કર. કવિતા છે આપણી ! ગમે તો તુ પ્યાર કર, મને ગમે તો હુ કરૂ.…
ContinueAdded by S.k.solanki on April 16, 2013 at 4:51am — No Comments
પ્રસન્નતાનુ મુજ પાસે હતુ જે પોટલું;
સ્મશાન પણ શોધ્યા કરે છે જીંદગી.
કફનની આબરૂને સો-સો સલામ હો;
ભેગા મળે સૌ પછી દફનાવે જીંદગી.
-‘આશિષ’ શીવાભાઇ સોલંકી
Added by S.k.solanki on April 15, 2013 at 12:02am — 1 Comment
આકાશનુ સામ્રાજ્ય...
આકાશનુ સામ્રાજ્ય એટલે સ્વરાજ્ય અને સુરાજ્યનો સુમેળ કહેવાય. અણુયુધ્ધ કે કોલ્ડવોરનો ખતરો ક્યારેય નહી ! સૂર્ય,ચંદ્ર,તારા,ગ્રહો,નક્ષત્રો સૌની સ્થિતિને સૌ સ્વાધિન.અનુશાસનનુ અનુસરન બાકાયદા પાક્કું. અનુશાસનના સિધ્ધાંતોની કલમોની ગોખણપટ્ટી કરનાર વકિલો કે અનુસંધાન ટાંકીને જજમેંટ આપવાં પડે તેવા જજોની જરૂરીયાત ત્યાં પડતી નથી, કારણ કે એકબીજાની ભ્રમણકક્ષા છોડીને કોઇની સીમારેખા ઓળંગી જવાની દુષ્ટતાનો જન્મ ત્યાં થયો નથી.એટલે તો નિ:સીમ નિરાંત હોય છે. બસ, એટલે જ તો લોકો સ્વર્ગ…
ContinueAdded by S.k.solanki on April 14, 2013 at 5:45am — No Comments
શિયાળે ઉષામાં સૂકાતી રેતમાં ,
બચ્ચું એક ધ્રુજતું પડ્યું હતું-ખિસકોલીનુ...
સહજભાવે હાથમાં લીધું, જીવતું હતું !
ઘડિક્માં કળ વળીને ઊંચે જોયુ ,
હાશ ! થયુ મને ને આભાર માન્યો પ્રભુનો...
ખાવા આપ્યુ તો ચકચક ચણવા લાગ્યુ ,
લાગણી બતાવવા મેંય હળવેથી પૂછ્યુ-
“તું ય માણસ થૈ ને જન્મ્યું હોત ...તો ?”
ચમક્યું ,…
ContinueAdded by S.k.solanki on April 13, 2013 at 4:08pm — No Comments
વસંતનાં વધામણાં...!
વ્હાલપનાં મોતીડાં ચારેકોર વેરાય અને વગડો આખ્ખે-આખ્ખો મ્હેંકે એ જ તો વસંતનો વરતારો . વસંતના આખા પરિવારને રૂબરૂ મળવાની મજા કંઇક ઓર હોય છે. આપણને સમયના હોય તો બારીમાંથી ડોકિયું કરી એકાદ મોહક સ્મિત આપી જવાનુ એ ચૂકતી નથી. સામે એક પળનોય વિલંબ કર્યા વિના સસ્મિત એક ઊનુઊનુ ચુંબન ચોડી દેવામાં વાંધો નહી. ખરી મજા તો એના આંગણે !
ફૂલને -‘કેમ ? મજામાં ? –પૂછવાની હિંમત થાય ખરી! સુગંધના પરફેક્શનને પડકારાય ખરુ ? ટહૂકાને પબ્લિસીટી ડાઉન થવાનો ભય સતાવતો નથી. વળી, પતંગિયાને…
ContinueAdded by S.k.solanki on April 13, 2013 at 3:00pm — 1 Comment
હું અને તું..................!
શ્વાસે શ્વાસે શબ્દ તમે ;
ને ઉશ્વાસે તે હું.
શબ્દે શબ્દે અર્થ તમે;
ને ઉદ્દગારે તે હું.
અર્થે અર્થે પ્રેમ તમે;
ને આનંદે તે હું.
પ્રેમરૂપે પ્રકાશ તમે;
ને ઝળહળુ તે હું.
ઝળહળ ઝળહળ જ્યોત તમે;
ને જોઇ રહ્યો તે હું.
અનહદે છો નાદ તમે;
નાચી રહ્યો તે હું.
‘હું’ જ્યાં જ્યાં ત્યાં તમે;
ને તુંહીં તે તે હું. –‘આશિષ’શીવાભાઇ સોલંકી (૭/૪/૨૦૧૩)
Added by S.k.solanki on April 13, 2013 at 2:56pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service