Made in India
"તું" સામે હતી ત્યારે હું "કલમ" બની ગયો ,
એ "દ્રશ્ય" કાગળ બની ગયું , અને હું "ઘૂંટાતો" થઇ ગયો ,
મારી અંદર નું લોહી ત્યારે "શ્યાહી" બની વહેવા લાગ્યું ..
વિચારો ની બદલે મગજ માં "શબ્દો" સ્ફુરવા લાગ્યા...
પ્રથમ તો મેં મારી નજર થી તારી સુન્દરતા નો સ્પર્શ કર્યો ....
અને તું લજામણી નું ફૂલ બની ને શરમાય ગઈ ...
તારા શરમાળ ચહેરા માં એક સહજ સ્મિત ઉગી નીકળ્યું ,
જાણે એક વનરાઈ માં…
Added by simply S A H A J on April 26, 2013 at 8:49pm — No Comments
ટેરવા તારા મુલાયમ , અને લાગણી ઓ ખરબચડી ..
હું રડી ને આંખો ની સારવાર કરું .. , અને
તું તારા ટેરવે થી લુછી ને ફરી એક ઝખમ આપ ....!!!
- સહજ
Added by simply S A H A J on April 26, 2013 at 8:45pm — No Comments
એક મુલાકાત માં તું પ્રકાશ થોડોક આપી જા ...
પછી લાખ અંધારા તારી વિરહ ના મને કબુલ . !!
- સહજ
Added by simply S A H A J on April 26, 2013 at 8:43pm — No Comments
વ્યશન હોત તો છોડી ને પણ બતાવી દેત .... ,
પણ "તું" રગે રગ માં ભળી ગઈ એ પછી ની આ વાત છે ...
- સહજ
Added by simply S A H A J on April 26, 2013 at 8:41pm — No Comments
"તું" જેના જીવન ની આસપાસ છો .. ,
એને આ વાતાવરણ માં થી "શ્વાસ" લેવાની શું જરૂર ?
-સહજ
Added by simply S A H A J on April 26, 2013 at 8:40pm — No Comments
આંખ માં "કણું" બની ખટક્યા છે ઘણા ...
રગે - રગ માં "ઝહેર" બની વહ્યા છે ઘણા ...
શ્વાસ માં "ડૂમો" બની અટક્યા છે ઘણા ...
હૃદય માં "દરદ" બની ધડક્યા છે ઘણા ...
હાથ માં "લકવો" બની ને ધ્રુજ્યા છે ઘણા ...
પગ માં "કંટક" બની ચુભ્યા છે ઘણા ...
પીઠ માં "ખંજર" બની ને ખૂચ્યા છે ઘણા ...
કાન માં "પડઘો" બની ને ગુંજ્યા છે ઘણા ...
"તું" ચપટી ભરી "નમક" લઇ ને નાહક…
Added by simply S A H A J on April 26, 2013 at 8:39pm — No Comments
માંડ ઠરી ને રાખ થવા ની તૈયારી માં હતું અસ્તિત્વ ,
આ તારી યાદ ફરી હવા બની ને અંગારો બનાવે છે મને ... !!!
-સહજ
Added by simply S A H A J on April 26, 2013 at 8:37pm — No Comments
"તું" લીલું-ઘાસ બની ને ઉગી નીકળજે આ વૃક્ષ નીચે ....
પાન-પીળું બની ને "હું" તારા ઉપર "ખરી" પડીશ ......!!
- સહજ
Added by simply S A H A J on April 20, 2013 at 4:56pm — No Comments
તારી યાદ માં , તારા વિરહ માં ઝૂરવું એટલે .. ,
ભૂકંપ-ગ્રસ્ત વિસ્તાર માં રાહત-કાર્ય કરવા જેવું ...
ભૂતકાળ ના પ્રસંગો ના કાટમાળ હટાવતા ,
તારી સાથે ની એક એક ક્ષણ ની લાશો નીકળતી જ રહે ,
- સહજ
Added by simply S A H A J on April 20, 2013 at 4:51pm — No Comments
કોઈક ભીંજાય છે, કોઈક પલળે છે
અને કોઈક નું ખાલી નિતરવુ ....
ચોમાસા માં વરસાદ ની સાથે તફાવત પણ વરસે છે...
"સહજ"
Added by simply S A H A J on April 15, 2013 at 4:38pm — No Comments
હૃદય "લોઢા" જેવું રાખ્યું તો આંશુ"ના "ભેજ" થી "કટાય" ગયું...,
હૃદય "લાકડા" જેવું કર્યું તો પ્રેમ " ઉધઈ" બની આવી ચડ્યું.........
સહજ
Added by simply S A H A J on April 15, 2013 at 4:28pm — No Comments
હું અને તું ... મને ખબર છે કે ,...
હું છીપ બની ને ખુલ્લો રહું તારા માટે તો પણ,
તું મોતી બની ને મારા માં નહિ સમાય...
હું કીનારાં ની રેતી બની ને પથરાયેલો રહીશ તો પણ,
તું મોજુ બની ને ઉછાળવા ની બદલે સ્થિર દરિયો થઇ ને મને કોરો રાખીશ
હું અનંત ક્ષિતિજ બની ને ધરતી નો છેડો બની જાવ તો પણ,
તારા નામ નો સુરજ ક્યારેય મારા માં અસ્ત થવા ડૂબશે નહિ ..
કેમ ?
આટલો…
Added by simply S A H A J on April 15, 2013 at 10:22am — No Comments
"શૂન્ય" માંથી સર્જન કરવાનું બંધ કરો ...,
મારે જે ઉપાડવો પડે , એ ભાર-ઉપકાર કરવાનું બંધ કરો ..
દિલાસા ખોટા કોઈ આપશો નહિ મને એટલી મહેરબાની ,
આશ્વાશન થી પીઠ ને મારી થાબડવાનું હવે બંધ કરો ...
જે મારું - પોતાનું - અંગત છે ..,
એને "આપણું" કરવાનું હવે બંધ કરો ..
ક્યા સુધી ગોંધાય રહેવા નું મારે આ સમાજ અને રીવાજ માં
"મારી" અને "તમારી" વચ્ચે ની ભીત નું આ બારણું હવે બંધ કરો…
Added by simply S A H A J on April 14, 2013 at 4:37pm — No Comments
સ્મરણ નો છેલ્લો દિવસ ...
આંગણે વાવેલા પ્રતીક્ષા ના વૃક્ષ ના લીલાછમ છાયા નીચે
તારી વાટ માં વીતાવેલા સમય થી થાકી ને
ખરી ગયેલા શક્યતા ના પર્ણો ને હતાશા ની હવા થી લાગતા ધક્કા માં ,
વાતાવરણ ની શૂન્ય શાંતિ માં કર્કશ ધ્વનિ ના ઉમેરા થી બચવા..,
થોડીક સ્ફૂર્તિ પરાણે કેળવી ને સુકાય ગયેલા પર્ણો ને ભેગા કરી ને ,
હું નિરાશા ની ટોપલી માં ઠાલવતો ગયો ....
પછી એને ઉચકવાના વ્યર્થ…
Added by simply S A H A J on April 14, 2013 at 4:28pm — No Comments
મારી આંખો માં તારા સ્મરણ નો "સૂર્ય" ઉગી નીકળ્યો એક ઉદાસ સવારે ...
આંખો માં માળો બનાવી ને લાપાયેલા આંશુ ઓ "પંખી" બની ઉડી ગયા ..!!!
-- સહજ
Added by simply S A H A J on April 14, 2013 at 4:22pm — No Comments
જેવી - તેવી વાત....
ઘડી પહેલા જે "ઘર" હતું ,
હવે થી ચાર દીવાલ કહેવાશે..,
એ કઈ જેવી તેવી વાત નથી ...
"સ્મિત" બની ને જે મલકતું ,
"હાસ્ય" થઇ હચમચાવે ..,
એ કઈ જેવી તેવી વાત નથી ...
"સાદ" પાડી ને જે ગુંજતો હતો ,
અવાજ એ "પડઘો" બની ને પડકારે ..,
એ કઈ જેવી તેવી વાત નથી ...
"સથવારા" માં સમય જે…
Added by simply S A H A J on April 14, 2013 at 1:19pm — No Comments
વાદળ તો જોયા હશે સૂર્ય ને ઢાંકતા ,
પણ મારું અંધારું તો ,
તારા ચહેરા ને ઢાંકતા કેશુ ઓ થી થાય છે ...
-સહજ
Added by simply S A H A J on April 14, 2013 at 12:33pm — No Comments
બીમારી માં પથારીવશ થવું જરૂરી તો નથી ...
એક બીમારી એવી પણ છે મને " સહજ "
કે જેમાં 'હું' લાગણીવશ થાવ છું....!!!
- સહજ
Added by simply S A H A J on April 14, 2013 at 12:27pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service