Made in India
પાસે આવીને સ્હેજ પુછ્યુ કે કેમ છો ને મારામા આવ્યુ તું પુર
બોલે તે શબ્દો સાવ ઝરણુ થઈ જાઇ અને આંખોમા વાંસળીના સુર
ઉઘડેલી બારીનો ઓસરી તડકો પણ ફીલમનો પરદો થઇ જાય
શાહરુખને કાજલ બેય ગાતા હોઇ ગીત એવુ મારામા કોઇ આવી ગાય
તુટે તડાક દઈ કાચનુ કોઇ વાસણ એમ થઈ જાવ છું હુય ચુર ચુર
પાસે આવીને સ્હેજ પુછ્યુ કે કેમ છો ને મારામા આવ્યુ તું પુર
રોડ ઉપર નીકળેલા વાહનો બધાય મને પંખી ટોળુ હવે લાગે
નીતરતા ઝાડ જેમ ઓગળુ છુ રોમરોમ મારામા કૈંક હવે…
ContinueAdded by naresh h. solanki on March 22, 2013 at 8:03pm — No Comments
પળ / ગીત
પડી નહી એ,જડી નહી એ, ઢળી નહી એ ક્યા છે ?
.......ને મળી નહી એ ક્યા છે?
ના ના અહી જ અહી જ હશે, શોધુ, પકડુ...ક્યા છે..
ધબ ધબ..છત ઉપરને પંખે ફર ફર, લટકુ...ક્યા છે...
ખરી પડે એ, દળદળ દળદળ દળી હતી એ ક્યા છે?
.......ને મળી નહી એ ક્યા છે?
અટકે ચટકે બટકે...ઝળહળ ઝળહળ આંખોમા અટવાય ક્યાં છે?
હજી હજી હમણા તેને જોઇ જોઇ ને…
Added by naresh h. solanki on March 21, 2013 at 1:20am — 2 Comments
ચકલીની ચીં હવે વેંચાતી મળશે એવી અફવાનુ બળ વધે રોજ
વીજળીના તાર હવે છ્મ છ્મ નાચેને પીપળાને આવી ગઇ મોજ
કૈ હશે કંપનીને કેવુ પેંકીગ એ
ચર્ચાથી ગાંડુ છે ગામ
છાપાની કોલમમા ચીતરાતી વારતા કે
કેટલાક હોવાના દામ
ભણેશ્રી છોકરાઓ નોકરીએ લાગશે જે કેદુના કરતાતા ખોજ
ભીખો ભરાળી હાળો ગાંડો થીયો છે એને
લેવી છે ડીલરશીપ જ્યારથી
ઠેર ઠેર પુછે…
Added by naresh h. solanki on March 16, 2013 at 6:55pm — 1 Comment
અનિલ જોશીનુ ગીત હોઇ એમ મારી આંખોના ગીત કોઇ ગાય છે
મારા સરનામે કાગળ લખાય છે
ચારેકોર અચરજના ધોધમાર છાંટાને નીતરતા ઝાડ હેઠ ઉભો
લોટરીની જેમ મને લાગ્યુ છે ઝરણુને ઝરણાથી ઝળહળ છે કુબો
બત્તીની જેમ હવે ઓન તમે થશો એવી ઘર અંદર સ્વીચ એક નખાય છે
મારા સરનામે કાગળ લખાય છે
ચેકેલી વારતાનો અંત એવો જડ્યો કે આખુય ગામ થશે રાજી
આપણાય ઓરડામા વાંછટનો રંગ અને પાછી લીલાશ થશે તાજી
પીંછાને,…
Added by naresh h. solanki on March 8, 2013 at 10:22pm — No Comments
મેલા ઘેલા, વેલા, પેલા લાવ્યા સુક્કા, ભુક્કા...
જોયુ,રોયા, ખાલી થેલા લાવ્યા સુક્કા,ભુક્કા...
લીલપ ઉડે વરાળ થઈને પકડો પકડો તેને
નેવે દળદળ ચડતા રેલા લાવ્યા સુક્કા,ભુક્કા...
ત્રણ પગારી ખુરશી ઉપર ઉધયનુ છે રાજ..
ઇશ્વરજી શું શું ખેલા લાવ્યા સુક્કા, ભુક્કા...
કચડ કચડ શું પાન નીચે કઇ કીડી ગાતી રાતી
ધક્કામુક્કી વચ્ચે ઠેલા લાવ્યા સુક્કા,…
Added by naresh h. solanki on March 7, 2013 at 7:24pm — No Comments
આપણુ હોવુ સમયની ભીંતથી ઉતારવું.
ખુબ અઘરુ હોઇ છે ‘આ કૈંક’ વેંચી નાખવું.
ટેરવે ટપકી રહ્યુ એ માત્ર બસ અણસાર છે,
તે નથી જોયુ હજી આ આભ વચ્ચે ફાટવું.
તેની રજકણ સુર્ય થઇને શ્વાસમાં ઉડી રહી.
હું જરા નીકળુ અને તારુ ફળીયુ વાળવું.
હું જરા બોલુ તો તેના શ્વાસ કા ટુંપાઇ છે.
શ્હેરના પથ્થર ઉપર હું કેમ ખુશ્બુ ઠાલવું.
સૌની પાસે પોતપોતાની…
Added by naresh h. solanki on March 4, 2013 at 5:58pm — 2 Comments
Added by naresh h. solanki on March 2, 2013 at 9:13am — No Comments
અવિરત રાતપાળીથી હવે થાકી જવાયુ છે
ક્ષણોની હાથતાળીથી હવે થાકી જવાયુ છે
બધા દ્રષ્યોને ભાળો કૈં જ ના બદલાય, તાળું છે
ખરેખર બંધ જાળીથી હવે થાકી જવાયુ છે.
સમયના બે જ રંગોમાં પ્રવાહીતાથી ઢોળાવું
રમત આ શ્વેત કાળીથી હવે થાકી જવાયુ છે
બદલવુ શું ય એ પ્રશ્નો ધુબાકા મારતા ભીતર
નરી શૈયા સુંવાળીથી હવે થાકી જવાયુ છે
હજી પણ એજ પીડાપર્વ ચાલે છે…
Added by naresh h. solanki on March 1, 2013 at 2:35pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service