Made in India
સંબંધ એક ચાલ્યા કર્યો કઈ કારણ વગર
મંઝીલે પહોચીશું કે નહિ એના તારણ વગર,
લાગણી ની અફડા-તફડી માં ખ્યાલ ના રહ્યો કે'
મગજ સંવેદનશીલ બની ગયું ભારણ વગર,
એકા-એક જ ખૂટી ગયો રસ્તો -
એક-મેક ની સાથે કદમ મિલાવ્યા વગર..
કેવું હોય છે આ નામ વગર ના સંબંધો નું
ચાહ્યું મળે નહિ ને મળે ઘણું ચાહ્યા વગર,
જીવી શકાતું હતું આમ જ તોય જણાવ્યું:
કરું છું પ્રેમ તને કહ્યા વગર …
Added by bhavik kama on February 11, 2014 at 12:40am — 1 Comment
વાત છે આ સાવ અંગત, કોઈને કે’તા નહીં.
લ્યો, પડી છે આપની લત કોઈને કે’તા નહીં.
આયના હારી ગયાં છે, એકસો ને આઠ વાર,
સાદગીનું એટલું સત, કોઈને કે’તા નહીં.
આપની બસ યાદમાં, ટીપુંયે લોહી ક્યાં બચ્યું?
આજ શાહીથી લખ્યો ખત, કોઈને કે’તા નહીં.
શ્વાસથી નખશિખ નવડાવી, પ્રથમ ને એ પછી,
આંખથી એંઠી કરે, ધત્ત, કોઈને કે’તા નહીં.
આપની આંખે રહેવાનું, થયું છે આજકાલ,
જોઈ લીધી મેં ય જન્નત, કોઈને…
Added by bhavik kama on February 11, 2014 at 12:28am — No Comments
તને જોવાય તો જિવાય છે હવે,
બાકિ ક્યાં કઈં સેહવાય છે હવે
તારી નજર થી જ તો પરખાય છે હવે ,
બાકિ તો ખાક્!! અનુભવાય છે હવે,
તારા શબ્દો થી જ તો બોલાય છે હવે,
બાકિ તો મૌન જ રૃંધાય છે હવે
નથી ખાસ દિવસો વિતાવ્યા તમારી સાથે,
તોય કેમ "ભાવિક" જ વગોવાય છે હવે.
"Bhavik"
Added by bhavik kama on February 11, 2014 at 12:23am — No Comments
ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.
ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.
ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?
કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.
-જગદીશ જોષી
Added by bhavik kama on February 8, 2014 at 10:08pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service