Megi Asnani

નામ : મેગી ઠાકોરદાસ આસનાની

વતન : દ્વારકા

જન્મ તારીખ : ૩૦.૦૮.૧૯૮૧

શોખ : વાચન- લેખન , ગાયન ,સંગીત સાંભળવું અને મિત્રો સાથે વધુ ને વધુ સમય વિતાવવો

પ્રકાશન : 2011 દુબઈ આવી એ પહેલા સામયિકો માં એક બે વખત ગઝલો મોકલી હતી. ગઝલ ગરિમા , ગઝલ વિશ્વ અને શહીદ એ ગઝલ માં મારી ગઝલો આવેલી છે. વડોદરા, રાજકોટ અને સુરત ના મુશાયરા ઓ માં રજૂઆત પણ કરી છે. રાજકોટ અકાશવાણી અને ડીડી ગીરનાર પર થી પણ કાવ્યો રજુ કરવાનો મોકો મળ્યો છે. હાલ બે વર્ષ માં ફીલિંગ્સ , કવિતા, કુમાર વગેરે માં પણ ગઝલો પ્રકાશિત થઇ છે. 17 એપ્રિલ, 2016 માં બે પુસ્તકો પ્રકાશિત થયા છે. એક મારો ગઝલ સંગ્રહ "જાત સાથે વાત" ; અને બીજું મારું એક ગુજરાત ના કવિયત્રીઓ નું ગ્રુપ છે.  "આઝાદ કલમ" જેમાં બધી કવિયત્રીઓ સાથે મળી ને સંવેદનો વહેંચીએ છીએ. એ બધી કવિયત્રીઓ ના જીવન વિષે ની વાતો અને એમની ગઝલો નું સંપાદન. પુસ્તક નું નામ પણ આઝાદ કલમ જ રાખ્યું છે. એપ્રિલ, 2016 મારી ભારત મુલાકાત દરમ્યાન અસ્મિતા પર્વ ' માં અને ગુજરાતી સાહિત્ય અકાદમી તરફ થી થયેલ કવિ સંમેલન માં રજુઆત કરી. દુબઈ ના અમુક ઉર્દુ મુશાયરાઓ માં પણ રજુઆત નો લાભ મળ્યો છે.

અભ્યાસ અને કાર્યક્ષેત્ર : દ્વારકા માં BA ગુજરાતી વિષય સાથે કરીને MA અને B.ED રાજકોટ માં કર્યું . ત્યાં જ BJMC (પત્રકારત્વ) પણ કર્યું. ત્યારબાદ રાજકોટ માં જ બે વરસ શિક્ષિકા તરીકે સેવા બજાવી ને ત્યાં થી ટ્રાન્સફર થતા બરોડા ચાર વરસ શિક્ષિકા તરીકે સેવા બજાવી અને હવે 4 વરસ થી અહી યુ.એ.ઈ. માં દુબઈ માં કામ કરું છું . હાલ મિડલ ઈસ્ટ યુનીવર્સીટીમાં એડ્મીન તરીકે કાર્ય કરું છું .સાથે સાથે પહેલે થી ગુજરાતી ભાષા સાથે સંકળાયેલ એટલે વાંચન અને લેખન પણ ચાલુ જ રાખ્યું છે.

કવિતાનો વિચાર ક્યાંથી સ્ફુરે છે? તેની સર્જન-પ્રક્રિયા વિષે જણાવશો.

કવિતા એ લાગણી છે, એમાં શબ્દો નહીં સંવેદનો હોય છે. સંવેદનો – આંસુ, ખુશી, શોક, આશ્ચર્ય, દર્દ, ગુસ્સો, નારાજગી, ઈર્ષ્યા, આઘાત, મૌન કે પ્રેમથી છલકતા. અને આ સંવેદનો ની અનુભૂતિ એટલે જાત સાથે વાત.. કવિતા એ જાત સાથે ની વાત છે. એના માટે કોઈ વિચાર સ્ફુરે કે વિચારીને લખવાનું હોતું નથી. એ તન , મન અને આત્માના આવેગ ને અપાતી સ્વયંભૂ પ્રતિક્રિયા છે. જે કોઈ પણ વ્યક્તિ સંવેદનશીલ છે, એ કવિ છે. ફર્ક માત્ર એટલો જ છે, કોઈ શબ્દ થી અભિવ્યક્ત થાય છે જેને આપણે કવિતા કહીયે અને કોઈ મૌન થી. સર્જન પ્રક્રિયાની વાત કરું તો – કવિતા સાથે મારો સંબંધ બાળપણ થી જ છે .પપ્પા ગઝલો સંભાળતા અને પછી મોટી બહેન ને કવિતા વાચવી લખવી ગમતી . કોલેજકાળ માં સાંજે અને રાત્રે અગાશી પર બેસીને લખ્યા વાચ્યા કરતી. પરંતુ ત્યારે એવો ખ્યાલ નહોતો કે છંદ માં ગઝલ લખાય . 2008 ma સુરત ની એક શિબિર માં એક વખત છંદ શીખ્યા અને પછી તેનો અભ્યાસ કર્યો. હજુ પણ ઘણું શીખવાનું બાકી છે. કવિતા એ મારો પહેલો પ્રેમ છે. એક ખાસ મિત્ર છે. જીવન ના ઘણા વર્ષો હું એકલી રહી છું પરંતુ મને ક્યારેય એકલું લાગ્યું નથી કવિતા સાથે ના આત્મા ના સંબંધ ને લીધે . હું ક્યારેય લખવા નથી બેસતી કે ચાલો આજ લખવું છે કોઈ ગઝલ કે કાવ્ય. એ જયારે અચાનક આવે મન માં ત્યારે જ લખું છું. અને ખુબ ઓછું લખું છું. હિન્દી ઉર્દુ માં મારા થી વધુ લખાય છે. ઉર્દુ ગઝલો, નઝમો તેમ જ હિન્દી શોર્ટ સ્ટોરીઝ પણ ક્યારેક લખું છું. ભાષા કોઈ પણ હોય બસ કવિતા સાથે આજીવન સંબંધ ના તૂટે .એ જ પ્રાર્થના. ૨૦૦૮ માં છંદ શીખ્યા પછી મારું ખરું ગઝલ લેખન શરુ થયું. વડોદરા, સુરત, પડધરી, રાજકોટ , બારડોલી, વાસદા વગેરે જગ્યા એ મુશાયરાઓ માં પણ મને રજૂઆત નો લાભ મળ્યો. પરંતુ કામની સાથે સાહિત્ય ના શોખ માં ઓછું ધ્યાન અપાતું. ૨૦૧૧ માં હું દુબઈ આવી પછી અહી તો બીલકુલ જ સમય નહોતો મળતો. બે વર્ષ ના અંતરાલ બાદ ફરી વાચન લેખન શરુ થયું.

 સ્ત્રી સર્જક અને સર્જન પ્રક્રિયા બાબતમાં શું કહેશો ?

મને દરેક માણસ ની પીડા હમેશા પોતાની લાગી છે. પછી જો એ સ્ત્રી હોય અને સાથે સર્જક પણ હોય ત્યારે એમના શબ્દો માં હું મારી વાત ને અનુભવી શકું છું. જો કે દરેક સ્ત્રી મા હોય છે એ ભલે ને ૫ વર્ષ ની નાનકડી બાળકી હોય તો પણ એ ઢીંગલી ને રમાડતી વખતે મા બની જાય છે. એટલે સર્જન કે સર્જક બનવું તો દરેક સ્ત્રી ના લોહી મા જ હોય છે. પણ સામે પક્ષે એ પણ જરૂરી નથી કે દરેક સ્ત્રી પોતાની વાત સાહિત્ય સ્વરૂપે – શબ્દ સ્વરૂપે રજુ કરી શકે.આજ અન્ય સ્ત્રી કે પુરુષ સર્જક ની વાત કરીએ તો બહુ ઓછા સર્જકો છે કે જે સાચી કવિતા ની નજીક છે. સ્પર્ધાના વધી જવાથી સાહિત્ય માં પણ રાજકારણ પ્રવેશી ગયું છે જે સાચા સર્જક ને ગળે ઉતરતું નથી અને એ પાછળ ધકેલાયી જાય છે અને જે રાજકારણ માં ફાવી જાય એ આગળ નીકળી જાય છે, જેમા કવિતા ગૂંગળાઈ જાય છે. જોકે સાચા સર્જક ને પાછળ ધકેલવા નો કોઈ અફસોસ નથી હોતો. કેમકે એમને સાચી કવિતા માં રસ હોય છે, સસ્તી પ્રસિદ્ધિ માં નહિ. અને સાચા ભાવકો સાચા સર્જક ને ક્યાય થી પણ શોધી લે છે.

તમારા જીવનનો ટર્નીંગ પોઈંટ કયો ?

મારા મમ્મી ના અવસાન બાદ હું મારું ગામ દ્વારકા છોડી ને બહેન સાથે રાજકોટ ભણવા માટે આવી ત્યારે હું એમ. એ. ના બીજા વર્ષ માં હતી. એ મારા જીવનનો ટર્નીંગ પોઈન્ટ હતો. અને ત્યાર બાદ રાજકોટ ૫ વર્ષ રહી જેમા ભણતર પૂરું કરી બે વર્ષ શિક્ષિકા તરીકે કાર્યરત રહી અને બરોડા આવી ત્યાં ૪ વર્ષ શિક્ષિકા તરીકે કાર્યરત રહી અને જયારે અહી દુબઈ આવી એ મારા જીવનનો બીજો ટર્નીંગ પોઈંટ..

કવિતા ને કેવી રીતે મૂલવો છો ?

આજ ની આધુનિક કવિતા મને આકર્ષતી નથી. મારા મતે કવિતા એટલે પરમાત્મા કે પ્રિયતમ સાથે ની વાત. કવિતા માં પરમાત્મા,પ્રીયતમ, પ્રકૃતિ, પ્રેમ કે પીડા ની વાત હોય. પોતાના અંતરાત્મા ની અનુભૂતિ ની અને અનુભવો તથા લાગણી ની વાત હોય. કવિતા એ કોઈ પણ સામાન્ય માણસ જે કવિતા ના સ્વરૂપો, નિયમો કે છંદ નથી જાણતો એ જયારે વાંચે કે સાંભળે અને એવું અનુભવે કે આ તો મારી પીડા ની વાત છે અથવા આ તો મારા રોમાંચ ની, મારી ખુશીની અભિવ્યક્તિ છે. તો જ ભાવકો ને પણ સ્પર્શે કેમકે પીડા તો સદીયો થી દરેક મનુષ્યની એક સરખી જ હોય છે. જયારે ભાવકો ને એમ થાય કે આ તો મારા મન ની વાત એ સાચી કવિતા.

જીવનમાં કવિતા ક્યાં ઉપયોગી બને છે ?

જીવન માં કવિતા દરેક ક્ષેત્રે ઉપયોગી બને છે કેમકે કવિતા તમને હમેશા આનંદ માં રાખે છે.

શાળા માં હાલ અપાતા શિક્ષણ થી તમે કેટલા પ્રભાવિત છો ? કઈ રીતે ?

શાળા માં હાલ અપાતા શિક્ષણ થી હું પ્રભાવિત બિલકુલ નથી. પરંતુ એ બાબતે મને દુખ છે અને હું નિરાશા અનુભવું છું કે હું એક અથવા મારી જેમ વિચારનાર અન્ય લોક્કો પણ હશે જે જીવંત શિક્ષણ આપવામાં માનતું હશે અને એ દેશ ના અલગ અલગ ખૂણે વહેચાયેલા લોકો એકલા હોવાથી કશું કરી શકતા નથી . શાળાઓમાં આજ સ્પર્ધા વધી ગઈ છે અને માં – બાપ પણ બાળક ને એ જ ચીલા માં દોરે છે પોતાની વ્યસ્તતા અને વધુ પડતી અપેક્ષા ને લીધે બાળક ના ભવિષ્ય સાથે અન્યાય કરે છે. આ વિષય પર લાંબી ચર્ચા થઇ શકે. ટૂંક માં કહું તો ભણતર ભાર કે સ્પર્ધા વગર નું હોવું જોઈએ. અને પ્રકૃતિ ની નજીક તથા જીવંત હોવું જોઈએ જે બાળક ને સ્વાવલંબી બનાવતા શીખવે, પરાવલંબી નહિ.

આધ્યાત્મિક જગત સાથે કેટલા અંશે જોડાયેલા છો ?

હું કોઈ ધર્મ નહિ પણ સુફીઝ્મ માં માનું છું અને એ નિરાકાર ની નજીક એટલે રહી શકી છું કે જીવન માં પોતાના લોકો ને ગુમાવ્યા બાદ તેમજ આટલા સંઘર્ષો, અનુભવો અને વાચન બાદ – મેં માણસોમાંથી વિશ્વાસ તો ગુમાવ્યો જ નથી પરંતુ હું દરેક માણસ ની અંદર વસેલ પરમાત્મા ને લીધે દરેક ને હજુ શ્રદ્ધા ની નજરે જોઈ શકું છું. સાથે સાથે જગત નાશવંત છે એ હકિકત ના સ્વીકાર સાથે હું પોતાને પરમાત્માની હમેશા નજીક ગણું છું. અને એ રીતે મારું અધ્યાત્મ તરફ ઢળવું એ સહજ છે.

સશક્ત નારી ઉત્થાન માટે શું શું કરવું જોઈએ ? તમારા મંતવ્યો ..

નારી પોતે અનાદિકાલ થી શસક્ત છે જ.. એના ઉત્થાન માટે કશું કરવાની જરૂર નથી. કેમકે એ ઈશ્વર નું ઉમદા સ્વરૂપ છે. જરૂર છે તો બસ એણે જાતે જાગવાની. અને એ સત્ય ને માનવાની , સ્વીકારવાની કે એ પોતે સ્વતંત્ર અને સબળ છે. કોઈ પ્રચાર કે પ્રવચન કરવાથી કોઈ માં ફેર પડતો નથી , માણસ ત્યારે જ કોઈ વાત સ્વીકારે છે જ્યારે એ પોતે સ્વીકારવા માગે અથવા પોતે જાતે જાગે.

Interview was taken by Jahnvi Mehta 

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Blog Posts

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनोरोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनोयूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

Continue

मेरी जिंदगी

Posted by Monica Sharma on March 23, 2021 at 11:54am 0 Comments

© 2021   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service