Kuldeep Karia

1. આપ સાહિત્યને કેવી રીતે મૂલવો છો?

જ્યારે કમ્પ્યુટર બન્યા ત્યારે તેમાં ગુણાકાર-ભાગાકાર, સરવાળા-બાદબાકી સિવાય કશું જ થતું નહોતું. ધીમે-ધીમે તેમાં વિકાસ થતો ગયો. પછી ડોઝ બેઇઝ્ડ કમ્પ્યુટર આવ્યાં. પછી વિન્ડોઝ બેઇઝ્ડ આવ્યાં, લિનક્સ આધારિત આવ્યાં. કમ્પ્યુટરનું કદ પણ શરૂમાં ઓરડા જેવડું હતું. તેમાંથી ઘટીને આજે હથેળીમાં રહી શકે એટલું નાનું થઈ ગયું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈપણ વિદ્યા હોય કે કોઈ સાહિત્ય હોય, કળા હોય કે વિજ્ઞાન હોય કે સ્વયં જીવન હોય માનવજાતનો સ્વભાવ ઉત્તરોતર પ્રગતિ કરવાનો અને બહેતર બનવાનો છે. સાહિત્યને પણ આ જ રીતે મૂલવું છું. સતત તેમાં વધુ સારુ કામ કરવાનો પ્રયાસ થતો રહે એ જ આજનું સાહિત્ય. ગઈકાલ સુધી જે નથી થયું અને તમે જે ઉમેરો કર્યો એ જ આજનું લિટરેચર. સાહિત્ય એ એક પ્રકારનું એક્સ્પ્લોરેશન છે. અવિરતપણે નવા પ્રદેશોની શોધખોળ. એ પ્રદેશો ભાષામાં, માનવજીવનમાં અને આસપાસની દુનિયામાં છુપાયેલા હોય છે.

2. એક કવિ કે લેખકની મૂળભૂત જવાબદારી શું હોય છે? 

કવિ અને લેખકની સમાજ પ્રત્યે કોઈ જવાબદારી નથી એમ કહીશ તો પણ ખોટું ગણાશે અને જો એમ કહું કે કવિ કે લેખકની સમાજ પ્રત્યે જ જવાબદારી છે તો પણ યોગ્ય નહીં ગણાય. કવિની બબ્બે જવાબદારી છે. સૌથી પહેલી જવાબદારી કળા પ્રત્યેની છે. જો તે પોતાના પૂર્વસુરિઓએ કરેલા કામથી એક પણ ડગલું આગળ ન જઈ શકે તો તેને કવિ કે લેખક ગણવો તે એક મોટો પ્રશ્ન છે. એક સાહિત્યકાર તરીકે તમારે અત્યાર સુધી જે કામ થઈ ગયું છે તેના કરતા એક ડગલું આગળ વધવું જરૂરી છે. બીજા નંબરની જવાબદારી સમાજ પ્રત્યેની આવે છે. જે દરેક કવિ-લેખક પોતપોતાની ઇચ્છા પ્રમાણે નિભાવી શકે છે. તમારી કવિતામાં સમાજની પીડા અને આનંદ ઝળકે તો વેલ એન્ડ ગુડ. પણ એ ફરજિયાત નથી. આ ઉપરાંત એક ત્રીજી જવાબદારી છે. તમે જ્યારે સફળ કવિ કે લેખક બની જાવ ત્યારે તમારા વ્યવહારમાં શાલીનતા હોય એ મને આવશ્યક લાગે છે. પરિવાર પ્રત્યેની જવાબદારીથી છટકીને સફળ કવિ કે સફળ લેખક બનીએ તે મને અયોગ્ય લાગે છે. આર્થિક, સામાજિક કે પારિવારિક રીતે બરબાદ થઈને કવિ-લેખક બનવામાં હું કોઈ સાર જોતો નથી. એવી મહાનતાને શું ધોઈ પીવી?

3. જો સોશિયલ મીડિયાને બહુ ટૂંકમાં વ્યાખ્યિત કરવું હોય તો શું કહેશો ? 

એક તાજુ જ ઉદાહરણ આપું. મારો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ભીંત ખખડાવી તો ખૂલી’ 6ઠ્ઠી ઑગસ્ટે પ્રગટ થયો તેના 15 દિવસ પહેલા અમે સોશિયલ મિડિયા પર એક ઉખાણુ વહેતું મૂક્યું હતું. ‘ભીંત ખખડાવો તો શું થાય? તમારી કલ્પનાનું વિશ્વ મોકળું કરો અને ગદ્ય અથવા પદ્યમાં જવાબ આપો.’ માત્ર એક જ અઠવાડિયામાં દોઢસો લોકોએ આ વિષય કૃતિ લખીને http://wall.bookpub.in  પર મૂકી. આ સિવાય પચાસેક જણ એવા છે જેમણે અમારા પેઇજ પર તેમની કૃતિ મૂકવાને બદલે માત્ર ફેસબુક કે વોટ્સ્રઍપ પર મૂકી છે. એક જ વિષય પર ગઝલ, ગીત, અછાંદસ, હાઇકુ, દોહા, સૂક્ષ્મકથા, નિબંધ આ તમામ પ્રકારમાં ખેડાણ થયું. અને આટલા અલ્પ સમયમાં ખેડાણ થયું. આ છે સોશિયલ મિડિયા. અમે આપેલા વિષય પર મૌલિક કૃતિ લખનારા લોકો સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરા, મુંબઈ, કેનેડા, અમેરિકા સહિત ઠેક-ઠેકાણેથી હતા. આ સોશિયલ મિડિયાની શક્તિ છે. સોશિયલ મિડિયાએ ભૌગોલિક સીમાઓ છેકી નાખી છે. ગર્વની વાત એ છે કે એ દોઢસો કૃતિઓનું અમે સંપાદન કરવા જઈ રહ્યા છીએ. આ પ્રકારની ઘટના ગુજરાતી સાહિત્યમાં કે ગુજરાતી પુસ્તક માટે ક્યારેય નથી બની.

4.સ્ત્રી, પરિવાર અને પ્રોફેશન..... 

એક પુરુષ તરીકે મને હંમેશા લઘુતાગ્રંથિ અનુભવાય છે. સ્ત્રી ઘરનું કામ પણ કરી શકે છે અને પૈસા પણ કમાઈ શકે છે. જ્યારે હું ઘરેલું કામમાં કાચો છું. સ્ત્રી આખો પરિવાર સાચવી શકે છે. જ્યારે પુરુષ એટલો સક્ષમ હોતો નથી.

5. સ્ત્રી સર્જક અને પુરુષ સર્જકના સર્જનમાં તફાવત ખરો? જો હા, તો શું?

બહેનો મને માફ કરે. પરંતુ સ્ત્રીઓનું સર્જન સ્ત્રીની પીડાની બહાર ભાગ્યે જ નીકળી શકે છે. પુરુષોમાં જે અખિલાઈનું દર્શન આવે છે તે મહિલા સર્જકોમાં જવલ્લે જ જોવા મળે છે. આવું કેમ થાય છે. તેના બે દર્શનો મારી પાસે છે. એક ઓશોનું દર્શન છે અને એક મારું પોતાનું છે. ઓશો એમ કહે છે કે સ્ત્રી શીશુને જન્મ આપીને તૃપ્ત થઈ જાય છે. જીવનું સર્જન કરીને તેને પૂર્ણ સંતોષ થઈ જાય છે. આથી તે સંગીત, ચિત્ર, કવિતા, લેખન વગેરે ક્ષેત્રે પુરુષ જેટલું કાઠુ કાઢી શકતી નથી. જ્યારે પુરુષ જીવનું સર્જન કરી શકતો ન હોવાથી ઇર્ષાવશ કળા ક્ષેત્રે નીત-નવા સર્જનો કરતો રહે છે. રજનીશનું દર્શન શિખર પરનું છે જ્યારે મારું અવલોકન તળેટી પરનું છે. મારું માનવું છે કે સ્ત્રીને પુરુષની સરખામણીએ બહુ ઝડપથી પ્રશંસા મળે છે. જ્યારે પુરુષ સર્જકને વાહ મેળવવા માટે બહુ ઠેબા ખાવા પડે છે. વારંવાર ઉપેક્ષિત થવાને કારણે પુરુષ તેના સર્જનોમાં સ્ત્રી કરતા વધુ મહેનત કરતો જોવા મળે છે. જોકે આ સર્વસામાન્ય નિરીક્ષણ છે. અપવાદ બંને તરફ છે. સારુ લખનારી સ્ત્રીઓ પણ છે અને ખરાબ સર્જન કરનારી સંન્નારીઓ પણ છે. ઉત્તમ સર્જન કરનારા પુરુષો પણ છે અને રદ્દી સર્જનારા પણ એટલા જ છે.

6.જીવનમાં ટ્રેનિંગ પોઈન્ટ કહી શકાય એવી કોઈ ઘટના? 

બહુ વર્ષો સુધી તો મારાથી કવિતા બનતી જ નહોતી, 2009થી 2011ના સમયગાળામાં વરિષ્ઠ કવિ સંજુ વાળાને હું મારી કવિતા દેખાડવા જતો. તેઓ હસતા-હસતા કવિતા સાંભળતા અને તેમાં રહેલી ક્ષતિઓ તરફ આંગળી ચીંધતા. બહુ સમય સુધી ખરાબ કવિતા લખાયા પછી એક વખત ખરેખર સારી ગઝલ બની. સંજુભાઈને બતાવવા ગયો. તેમણે સાંભળી અને ગમી પણ ખરી. થોડી વાર તેઓ ચૂપ રહ્યા. પછી કહે, ‘લા.ઠા. દાદા કહે છે કે ગુજરાતી કવિતા 250 શબ્દોમાં બંધાઈને રહી ગઈ છે. તેમાંથી તેને બહાર કાઢવાની જરૂર છે. તારી ગઝલ સારી છે પણ તેમાં તે વાપરેલા પ્રતીકો અને કલ્પનો અનેક વખત વપારઈ ચૂકેલા અને ઘસાઈ ગયેલા છે. આમાં નાવીન્ય ખૂંટે છે.­’ સંજુભાઈની આ ટકોર મારા માટે ટર્નિંગ પોઇન્ટ નીવડી. ત્યાર પછી મેં સારી અને સાથોસાથ નવી કવિતાઓ લખવાનું શરૂ કર્યું.

7.એવું એક પુસ્તક જેને ફરી ફરી વાંચો તો પણ થાક ન લાગે..

ખલિલ જીબ્રાનનું ‘ધ પ્રોફેટ’. એમ થાય કે વારંવાર વાંચ્યા કરીએ. જ્યારે વાંચીએ ત્યારે કંઈક નવું મળે. જ્યારે વાંચીએ ત્યારે આરામ મળે.

8.આજના યુવાવર્ગને શું સંદેશો આપશો?  

આજના યુવાવર્ગને સંદેશ આપવાની નહીં પણ તેમનામાંથી સંદેશ મેળવવાની જરૂર છે. આજની યુવાપેઢી કળાપ્રેમી તો છે જ પણ સાથોસાથ નિર્દંભ છે. તેઓ જે કરે છે તે પૂરેપૂરા ઓતપ્રોત થઈને કરે છે.

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Blog Posts

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચેવીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મનવળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनोरोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनोयूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

मेरी जिंदगी

Posted by Monica Sharma on March 23, 2021 at 11:54am 0 Comments

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service