Jyoti Unadkat

અભિયાનના તંત્રી જ્યોતિ ઉનડકટ સાથે એક મુલાકાત 

1. આપે લખવાની શરૂઆત ક્યારે અને કેવી રીતે કરી? 

સિંગલ ડિજિટમાં ઉંમર હતી ત્યારે ડાયરી લખતી હતી. એ ઉંમરે મહાન માણસોની આત્મકથા કે તેમના વિશે વાંચીને એટલી સમજ પડી કે, ડાયરી લખવી જોઈએ. જો કે ત્યારે સપનામાં પણ વિચાર ન હતો કે, લેખનની દુનિયામાં કદી આગળ આવીશ. અનેક નિષ્ફળતાઓ બાદ જર્નલિઝમના કોર્સમાં એડમિશન મળ્યું તેમાં સારો ચાન્સ મળ્યો. એ પછી જાતને ખૂબ જ કેળવી અને હજુ પણ શીખી રહી છું.

2. એક લેખકની મૂળભૂત ફરજ કઈ?

વાચકને સમજાય તેવી સરળ ભાષા અને હકીકત દોષ ન હોવો જોઈએ એ દરેક લેખકની મૂળભૂત ફરજ છે. વાચક છે તો  જ લેખક છે. વાચકને સ્પર્શે એવું લખાવું જોઈએ. આજે પણ કોઈ વાચક લેખના વખાણ કરે ત્યારે શબ્દો લેખે લાગ્યાં હોય એવી અનુભૂતિ થાય છે.

3. જો સોશિયલ મીડિયાને બહુ ટૂંકમાં વ્યાખ્યિત કરવું હોય તો શું કહેશો ? 

નવી પેઢીની પ્રતિભાઓ પોતાની આવડત કોઈ અવરોધ વિના મૂકી સોશિયલ મીડિયા પર મૂકી શકે છે. સોશિયલ મીડિયા એ કોઈ ક્ષિતિજ વગરનું પ્લેટફોર્મ છે. ત્યાં બધાં જ વેલકમ છે. લખવાની લોકશાહી સોશિયલ મીડિયા પર નવી પેઢી બખૂબી બતાવી શકે છે.

4. જીવનમાં ટર્નિગ પોઈન્ટ કહી શકાય એવી કોઈ ઘટના? 

માઈક્રોબાયોલોજી, કેમેસ્ટ્રી બંનેમાં ગ્રેજ્યુએટ થઈને જર્નલિઝમના કોર્સમાં એડમિશન મળવું. મારી જિંદગી અને કરિયર બંનેને એક નવી દિશા મળી. 

5. એવું એક પુસ્તક જેને ફરી ફરી વાંચો તો પણ થાક ન લાગે.

પોલીએના

6. એક લેખકે માટે વાંચન શું મહતા ધરાવે છે? 

વાંચન એ દરેક લેખકનો રિયાઝ છે. જેના વગર લેખક કદીય પોતાની જાતને ઘડી શકતો નથી. વાંચન વગર શબ્દોની રમત અને વિચારોમાં ક્રિએટીવિટી શક્ય નથી.

7. જાતીય ભેદભાવ વિશે  આપ શું માનો છો? 

આજે પણ પરિવારોમાં દીકરા અને દીકરીના ઉછેરમાં ભેદભાવ રાખવામાં આવે છે. અમને ચારેય બહેનોને મર્યાદામાં રહેવા વિશેની વાતને ધ્યાને લઈને ઉછેરવામાં આવી પણ અમને કદીય દીકરા દીકરીના ભેદભાવ વચ્ચે નથી ઉછેરવામાં આવી. જ્યારે પણ વ્યક્ત થવાનું આવે ત્યારે મારી સાથે જોડાયેલાં લોકોને કહ્યાં વગર નથી ચૂકતી કે, તમે ભેદભાવ વચ્ચે ઉછર્યાં હોવ તો ભલે પણ તમારાં સંતાનોમાં ભેદભાવ ન કરશો. જો કે, આવું વર્તન બહુ ઓછાં લોકો કરી શકે છે. અંતરથી જો આ મુદ્દે વિચારવામાં આવે તો જાતીય ભેદભાવ ઘણેખરે અંશે દૂર કરી શકાય. એની શરુઆત તમારાં પોતાના ઘરથી જ થવી જોઈએ.

8. નારીવાદના આખા વિચારને શા માટે આટલો સેન્સેશનલાઈઝ કરવાની જરૂર પડી? 

હું તો જર્નલિઝમમાં છું અને ઉછેર પણ એવી રીતે થયો છે કે, ભેદભાવ નથી ફેસ કર્યો. પણ આપણી આસપાસ રોજબરોજની જિદંગીમાં ઈવન આપણાં ઘરોમાં પણ ભેદભાવ થતો જોવા મળે છે. તેની સામે પોતાનો અવાજ કાઢીએ તો એમાં ખોટું શું છે? સાથે ચાલવાની વાતમાં આપણો હમસફર આગળ ચાલી નીકળ્યો હોય તો એની પાછળ દોટ ન મૂકી શકીએ તો કંઈ નહીં પણ એક અવાજ તો બુલંદ થઈ શકે ને? આ કોઈ રેસ નથી પણ પોતાના અસ્તિત્વને ઉજાગર કરવા માટે એક અવાજ લોકો સુધી પહોંચાડવાની વાત છે.

9. આજના યુવાવર્ગને શું સંદેશો આપશો? 

ખૂબ વાંચો, ખૂબ વાંચો... તમને જકડી રાખે એવાં કે સમય વ્યય કરે એવાં ગેઝેટ્સ પાછળ ટાઈમને બગાડવા કરતાં અંતરાત્માને પામવા સુધીની કોઈ પોઝિટીવ વાતને અનુસરવું વધુ યોગ્ય છે. 

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Blog Posts

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

मेरी जिंदगी

Posted by Monica Sharma on March 23, 2021 at 11:54am 0 Comments

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service