Kiransinh Chauhan

કિરણસિંહ ચૌહાણ

જન્મ તારીખ : ૭–૧૦–૧૯૭૪

મૂળ વતન /કાર્ય સ્થળ : મુ.પો. વરિયાવ (જિ. સુરત) હાલ સુરત

ડીગ્રી-ઉપાધિ : એમ.એ., બી.એડ

સ્વભાવ : લાગણીશીલ

વ્યસન: કવિતા લખવા અને વાંચવા સિવાય કોઇ નહીં

સૌપ્રથમ રચના – ૧૯૮૯માં એક અછાંદસ કાવ્ય લખ્યું હતું ‘ઘરનો ઉંબરો’

પ્રકાશિત રચનાઓ- ઘણી બધી...

બે ગઝલસંગ્રહો પ્રકાશિત થયા છે : સ્મરણોત્સવ (૨૦૦૪), મિજાજ (૨૦૦૮)

એક હઝલસંગ્રહ : ફાંફાં ન માર

એક હાસ્ય પ્રશ્નોત્તરીનું પુસ્તક : અળવીતરા સવાલોના અવળચંડા જવાબો

ચાર સંપાદિત પુસ્તકો : મત્લાનગર, ઊર્મિસભર અછાંદસ કાવ્યો, મર્મભરી મટુકી, મહેશ દાવડકરની મનમોહક ગઝલો.

 

૧- કેમ છો ?

● ભરપૂર મજામાં

૨- અનપેક્ષિત સુખની આશામાં કે આપવીતી અલગારી કયા કારણથી લખવું ગમે છે ?

● લખવાથી અદભુત આનંદની પ્રાપ્તિ થાય છે એટલે લખવું ગમે છે. ભીતરના ભાવો શબ્દદેહે પ્રગટ થઇ જાય છે એટલે મન હળવુંફુલ થઇ જાય છે.

૩-૭૦-૮૦ના દશક અને અત્યારની લખાતી કવિતાઓમાં કેટલો ફર્ક  છે ?

● દરેક સમયગાળાનું પોતીકું સૌંદર્ય હોય જે કવિતામાં ઝીલાતું હોય છે. ભૌતિક પ્રતીકો જુદા લાગે બાકી લાગણીની અભિવ્યક્તિ તો સરખી જ છે.

૪-લેખક કે કવિને આ સમાજમાં જોઈતું માન મળી રહે છે ?

● સર્જન ઉપરાંત સ્વભાવ અને વર્તન સારા હોય તો મળી જ રહે છે.

૫- અધિકાર માટે લડવું અને સમાધાન કરવું , સાચું કરવું અને સહેલું કરવું , આપનો અભિપ્રાય ?

● સમાધાનથી સ્થિતિ શાંત થઇ જશે પણ સુધરશે નહીં. માટે અધિકાર માટે  શિસ્તબદ્ધ રીતે લડી લેવું સારું. અન્યાયકર્તાને હાથ ઉપાડ્યા વિના હંફાવવાની મજા માણી લેવી.

૬- તાપીના કિનારે વસવું એટલે ?

● એટલે જલસાથી જીવવું

૭ - સ્ત્રી એટલે ?

● એક એવું પાત્ર જેના કારણે સંસાર ધબકતો રહે છે.

૮ -પ્રેમ એટલે ?

● મારો એક શે‘ર છે

‘પ્રેમની લાંબીલચક વ્યાખ્યા ન કર,

’હું અને તું’ એટલું કાફી નથી?

 ૯ -કવિતા એટલે ?

● એક જણના હૈયેથી પ્રગટેલો શબ્દ બીજાનાં હૈયે રમતો થઇ જાય એ કવિતા

૧૦- કેવી રહી અત્યાર સુધીની સફર ?

● ખૂબ જ મજાની. જે મળ્યું છે એ કદી કલ્પ્યું નહોતું એટલે વિશેષ આનંદ છે. કવિતા લખીશ, મુશાયરાઓમાં જઇશ, મારા સંગ્રહો થશે એવો તો વિચાર જ નહોતો આવ્યો. નાનપણથી ગાયક થવાની ધૂન હતી પણ એ માટે પૂરતી મોકળાશ ન મળી. એ દરમિયાન કવિતાની કુંપળ ફૂટવા લાગી અને કવિતાનું વિશ્વ વધુ માફક આવવા લાગ્યું ૧૭ વર્ષની ઉંમરથી મુશાયરાઓમાં આમંત્રણો મળતાં થઇ ગયાં. આ ૪૦ વર્ષની જિંદગીમાં તો જીવનના અનેક રંગ માણી લીધા છે. કવિતાએ જીવંત યારદોસ્તો આપ્યા, પ્રેમાળ લોકો આપ્યા. પ્રેમ આપવાની અને પ્રેમ પામવાની લાયકાત કેળવી આપી. બીજું શું જોઇએ..! જીવવાની ખૂબ મજા પડે છે.

 Interview by – Jyoti Parmar

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Blog Posts

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

मेरी जिंदगी

Posted by Monica Sharma on March 23, 2021 at 11:54am 0 Comments

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service