Made in India
સ્નેહા પટેલ
જન્મદિવસ- ૩૦-૧૦-૧૯૭૩
જન્મસ્થળ - ખંભાત
વસવાટ - અમદાવાદ
પ્રકાશિત પુસ્તકો - (૧) વાત થોડી હૂંફની
(૨) વાત બે પળની
(૩) વાત દીકરીની - દીકરીએ જ કેમ સાસરે જવાનું ?
'ફૂલછાબ' જેવા અનેકો પ્રતિષ્ઠિત પેપરમાં કોલમ મેળવનાર સૌપ્રથમ લેખિકાનું સન્માન જેમને પ્રાપ્ત છે એવા સ્નેહા પટેલને ડીડી-૧ ગિરનાર પર આવતા ' કવિ કહે છે' કાર્યક્રમમાં કવિ શ્રી તુષાર શુક્લ અને શ્રી ધૂની માંડલિયા સાથે કાવ્યપઠનનો પ્રોગ્રામ કરવાનું સદભાગ્ય પણ પ્રાપ્ત થયેલ છે.
1) તમારી સાહિત્યસફર ની શરૂઆત કઈ રીતે થઇ? પ્રેરણાસ્ત્રોત્ર કોણ કે શું બન્યું?
સાહિત્ય સફરની શરુઆત... બ્લોગ પર અભિવ્યક્ત કરાતી પોસ્ટ અનેકો વાંચકો અને એડીટરના ધ્યાનમાં આવતી ગઈ અને કોલમ મળતી ગઈ. મુખ્ય પ્રેરણાસ્ત્રોત તો એક નજીકના સંબંધીનું એક વાક્ય - 'તારી હેસિયત શું છે ?' જીવનમાં પ્રથમ વખત એ વખતે મારી જાત માટે વિચાર્યું - થયું કે વાત તો સાચી છે, આપણા સમાજમાં ઘર ને છોકરાં સાચવીને બેસી રહેતી સ્ત્રીઓ આમ જ અવગણનાને પાત્ર બને છે , હવે જમાનો બદલાતો જાય છે તો મારે પણ બદ્લાવું જ જોઇએ અને કંઈક કરી નાંખવાનું જોમ ભરાઈ આવ્યું અને મારા પોતાના માટે થોડો સમય ચોરવા જેટલી સ્વાર્થી બનીને આટલી આગળ વધી. આજે પણ હું મારા એ પરમ પ્રિય સંબંધીની ઉપકારી છું.
2) આપના પ્રિય લેખક કોણ?
- ખાસ કોઈ નહીં. ઝવેરચંદ મેઘાણી, ધ્રુવ ભટ્ટ, ચંદ્રકાન્ત બક્ષી, હરકિસન મહેતા, ગુણવંત શાહ, અશ્વીની ભટ્ટ , દીપક સોલિયા, જય વસાવડા, કાજલ ઓઝા, અમૃતા પ્રિતમ અને ઓશો..આ બધાના સિલેકટેડ આર્ટીકલ્સ વાંચુ પણ એમના દરેક લેખ કે વિચારો સાથે કાયમ સહમતિ ના હોય. મારા લખાણમાં ક્યારેય તમને કોઇ જ લેખકની છાંટ નહીં દેખાય. મારા લખાણમાં હું કાયમ મારા પોતાના વિચારોની અલગ જ શબ્દ- રંગોળી પૂરું છું અને એ માટે કાયમ સભાન રહું છું.
3) આપ કેવું સાહિત્ય વાંચવું પસંદ કરો?
-જેવો મૂડ. પ્રવાસ વર્ણન, નિબંધો, કાવ્યો, ગઝલો, નવલકથાઓ, લોકજીવન પર લખાયેલ લેખ, હાસ્યલેખ.મોટાભાગે લાગણીથી ભરપૂર, સંવેદનશીલ, તંદુરસ્ત વિચારસરણીવાળા અને કલાત્મક લેખો વધુ આકર્ષે.
4) “લખવા માટે વાંચન જરૂરી છે” : આપ આની સાથે સંમત કે અસંમત?
- લખવા માટે વાંચન જરુરી નથી પણ લખવા માટે જે તંદુરસ્ત વિચારશૈલી જોઇએ એના માટે વાંચન જરુરી છે.વાંચી વાંચીને યાદ ના રાખવાનું હોય પણ એ બધું જ જ્ઞાન ઘૂંટી ઘૂંટીને આપણી અંદર ઉતારવાનું હોય અને કોઇએ આ વિચાર લખી નાંખ્યો છે તો મારે એ નથી લખવાનું એ સમજવા માટે પણ વાંચન જરુરી છે. તમારે નક્કી કરવાનું કે તમારું લખાણ ઉપરછલ્લું , થોડા ઘણાં અનુભવો ને સંવેદનોથી ભરપૂર હોવું જોઇએ કે એ બધામાં ઉંડા મંથન અને પોતીકી તંદુરસ્ત વિચારસરણીનો રંગ પણ લાગેલો હોવો જોઇએ ! તમારી પસંદગી મુજબ તમારો રસ્તો નકકી કરી શકો છો. (કોઇના વિચારોને થોડા ઘણા મારી મરોડીને પોતાના નામે ચડાવનાર વર્ગ લેખકની શ્રેણીમાં જ નથી આવતો. એમને માટે કોપી પેસ્ટના ઘણાં રસ્તા ખુલ્લાં જ છે પણ એ બધું થૉડા સમય પૂરતું જ મર્યાદીત હોય છે એ વાત સમજી લેવી જોઇએ. વાંચકો સૌથી વધુ બુધ્ધિશાળી હોય છે એ લોકો અંતે સત્ય શોધી જ લે છે )
5)ફુરસદની પળમાં......
-લાઈટ રોમાન્ટીક મ્યુઝિક સાંભળવું, ચાલવું - રખડવું - સાયક્લિંગ - એકસરસાઈઝ/ યોગા કરવા - ફ્રેન્ડસ સાથે ફોન પર ગપ્પાં મારવાં, કોઇ સુંદર મજાનું પુસ્તક વાંચવું - મૂવી જોવી- દિકરા સાથે ધમાલ કરવી, ફેમિલી સાથે ગેટ ટુ ગેધરનો પ્રોગ્રામ બનાવીને નવી નવી રેસિપીસ ટ્રાય કરીને ડીનર લેવું, કરાઓકે મ્યુઝિક સિસ્ટમમાં મનગમતા ગીતો ગાવા, શોપિંગ કરવું એમાંય વીન્ડો શોપિંગ તો બહુ જ પસંદ !
6) સૌ પ્રથમલેખ, આપનો સૌથી ગમતો લેખ તથા અત્યાર સુધીના પ્રકાશિત તમારા લેખ વિશે જણાવશો....
સૌપ્રથમ લેખ બરોડાથી પ્રકાશિત થતા મેગેઝિન "પાંચમી દિશામાં " દિલ બોલે છે.
મારો સૌથી વધુ ગમતો લેખ - 'ખેતીની વાત' મેગેઝિનમાં ચાલતી મારી કોલમ 'મારી હયાતી તારી આસપાસ' માં લખાયેલો લેખ - 'એક અહેસાસ હૈ યે રુહ સે મહેસૂસ કરો' !
હું છ વર્ષથી વિવિધ મેગેઝિનમાં કોલમો લખું છું. જેમાં હાસ્યલેખ, નિબંધ, અછંદાસ, ગઝલો, ફિલોસોફી -સાયકોલોજી - દરેક સંબંધો ઉપર આધારિત પોઝિટીવ વિચારોની ટૂંકી વાર્તા, ગઝલોનો આસ્વાદ, નવલકથા વગેરેનો સમાવેશ થાય છે.
7) સાહિત્ય ક્ષેત્રે સ્ત્રીઓનું યોગદાન.
- સૌપ્રથમ તો 'સાતપગલાં આકાશમાં' નવલકથાના સર્જક વર્ષા અડાલજા યાદ આવી ગયા. એ વાંચકો દ્વારા વ્યાપકપણે સ્વીકારાયેલ નારીચેતનાનું પુસ્તક છે. એ પછી ગુજરાતમાં સભાનપણે નારીવાદી સાહિત્ય સર્જન સર્જાવાની શરુઆત થઈ. એ પછી રાજસ્થાન અને ગુજરાત બે ય ના રહેવાસી અને અદ્બભુત કવિયત્રી મીરાંબાઈ યાદ આવી ગયા જેમણે પોતાના જમાનાથી ક્યાંય આગળનું અદભુત સાહિત્ય રચ્યું છે. એ પછી લીલાવતી મુન્શીથી ધીરુબેન પટેલ, જયા મહેતા,વસુબેન ભટ્ટ, ગીતા નાયક, પન્ના ત્રિવેદી ,દક્ષા વ્યાસ જેવી અનેકો લેખિકાઓએ સર્જન દ્વારા અને શરીફાબેન વીજળીવાળા જેવા સર્જનોએ એમના સંકલન દ્વારા નારીકેન્દ્રી હવામાનનું સર્જન કર્યું છે. અનેકો નામ હજુ રહી ગયા હશે . પહેલાં નારીની છેડતી, દહેજ,દૂધપીતી કરવાનો કે સતીપ્રથા જેવા રિવાજો, પુર્નલગ્ન પર લખાતું હતું તો હવે જમાનાની હવા બદલાઇ ગઈ છે અને એનાથી આગળ વધીને નારીવાદી લેખનનો ટ્રેન્ડ જોવા મળે છે. આજે પુરુષ અને સ્ત્રીઓ બે ય સર્જકો દ્વારા નારીની સમાનતા, સ્વતંત્રતા, કેરિયર વગેરેને લઈને લખાતા લખાણોનો ચીલો જોવા મળે છે.
8) આપના જીવનના યાદગાર પ્રસંગ જે કાયમ માટે છાપ મૂકી ગયા ?
- બહુ નજીકના સંબંધોની તોડફોડે જીવનમાં કાયમ ઉથલપાથલ મચાવી છે. જેમાંથી દર વખતે કંઈક નવું શીખીને વધુ મેચ્યોર થઈ છું.
9)જીવનની એક પ્રબળ ઈચ્છા જે કોઇપણ સંજોગોમાં પૂરી કરવાની તમ્મના હોય ?
- માણસ બની રહેવાની ! મારામાંનો સર્જક આત્મા મારી પોઝિટીવીટીના વિચારો અને આચરણનો ગુલામ છે.
દુનિયાનો કોઇ પણ માનવી કે કોઇ પણ પ્રસંગ મારી અંદર નેગેટીવીટીની ખળભળ મચાવે નહી અને મારામાં રહેલ મારા પશુત્વને જગાડે નહીં. જ્યાં સુધી જીવું ત્યાં સુધી જીવી જવું છે.
10) અત્યારે સાહિત્યક્ષેત્રે ઝંપલાવી રહેલા યુવાવર્ગને શું સંદેશો આપશો?
- આમ તો હું હજુ પોતે જ યુવાન છું પણ હા, અનુભવમાં ઘણી આગળ છું એટલે નવા ઉગતાં લેખકો - કવિઓને એક જ વાત કહીશ કે તમારી પાસે વ્યક્ત થવાના માધ્યમો અનેક છે અને એને લઈને અનેકો તક આસાનીથી મળી રહે છે. આ આસાનીથી મળી રહેતી તકો તમારો આંતરિક વિકાસ રુંધી ના કાઢે એનું બરાબર ધ્યાન રાખવું જ ઘટે.
એક લાઈનના સ્ટેટસ કે એક બે સારા લેખ કે જોડકણાંથી કવિ કે લેખક નથી બની જવાતું. આ તો એક રોજ બ રોજ કરવાનો અભ્યાસક્રમ છે અને એની સતત સાધના કરવી પડે છે...દરેક ઘટના, અનુભવોમાં ઉંડે થી પણ વધુ ઉંડે ઉતરતા શીખવું પડે છે. આજે જે છો એ કાલે નહતા અને કાલે જે હશો એ આજે નથી જ. સતત વિકસતા રહો !
તમારી હરીફાઈ સતત તમારી જોડે રાખતા રહો. આ પ્રશ્નને લઈને મને મારો જીવનમંત્ર યાદ આવી ગયો '
મને મારી લાયકાતથી વધુ નથી જોઇતું પણ મને મારી લાયકાત જેટલું તો જોઇએ જ છે' મારા સંઘર્ષથી માંડીને
મારી સફળતા સુધીની આખી સફર આ એક વાક્યમાં જ સમાઈ જાય છે.
મારો બ્લોગ - https://akshitarak.wordpress.com/
ફેસબુક પેજ - https://www.facebook.com/pages/Sneha-h-patel/897742246922927
Interview taken by Niketa Vyas
Comment
welcome Snehaben..
thnx lagni..niketa and syahee team.
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com