Made in India
ઘણા વર્ષો પછી એક સાદ્યંત ગીત વાંચવા મળ્યું .ખૂબ સરસ ગીત છે .બહુ ઓછા જાણીતા કવિયત્રી લક્ષ્મી ડોબરીયાએ આ ગીત લખ્યું છે, .આ ગીત માં કોઈ સ્માર્ટનેસ નથી .પણ જીવન તરફની એક સાચી મથામણ છે આપણે ત્યાં અનેક ગીતકારો છે એમાં લક્ષ્મીનો અવાજ બિલકુલ અલગ પડે છે .એક પંક્તિ ખુબ સુંદર છે : " બાદ થવાનું રાખ વલણ તો ભીતરથી તું વધશે " આખું ગીત ખુબ અર્થગર્ભ છે .
સઘળું થાળે પડશે....
પ્યાસ જીવાડી રાખ તો અંતે, રણમાં વીરડા જડશે...!
ને, સઘળું થાળે પડશે...!
પથ્થરમાંથી ફૂટતું તરણું, તેજ સવાયું રાખે ,
તડકામાં તપ કરતા વૃક્ષો, ખુદ્દના ફળ ના ચાખે,
આગળ ને ઉપર ઉઠવાના, મારગ આમ જ મળશે...!
ને સઘળું થાળે પડશે..!
વગડાના સન્નાટાને પણ, તમરાં લયમાં ઢાળે ,
લીલી-સૂકી ક્ષણને ડાળી, સમભાવે સંભાળે ,
ખાલીપાનો રવ સાંભળ તો, તથ્ય નવા સાંપડશે...!
ને, સઘળું થાળે પડશે...!
ગજ સમજણનો હોય અગર તો, પડછાયા રહે માપે ,
હો, પીડાની શગ ઝીણી પણ, અજવાળી ક્ષણ સ્થાપે ,
બાદ થવાનું રાખ વલણ તો, ભીતરથી તું વધશે...!
ને, સઘળું થાળે પડશે...!
------------ લક્ષ્મી ડોબરિયા.
Tags:
અરે વાહ.. એકદમ સરસ મઝાનું ગીત..! તમે કહ્યું એમ, સરળ અને અર્થસભર...
આજે જ ટહુકો પર કવિ શ્રી સુરેશ દલાલનું એક મુક્યું છે - એક પાનખરના ઝાડને આવે છે રોજ સપના વસંતના... ' જાણે એ ઝાડને જવાબ આપતું હોય એવું ગીત..!!
ખાલીપાનો રવ સાંભળ તો, તથ્ય નવા સાંપડશે...!
ને, સઘળું થાળે પડશે...!
બહુ ઓછા અને સીધા સાદા શબ્દોમાં જીવન ઊર્જા- આશાથી ભરી દે તેવી વાત કહી દીધી!જીવનમાં ક્યારેક ખાલીપો - અભાવ - ઓછપ પણ અનુભવાય ત્યારે આત્મમંથન થી આત્મજ્ઞાન સુધીની સફર વળી ખાલીપાનો રવ મને સંભળાય એટલી સ્વસ્થતા , હે ઈશ્વર મને આપજે ! જેથી મને નવા તથ્ય સાંપડે !ને અંતે.. સઘળું (તારીજ કૃપાથી)થાળે પડશે!
આજે જ ટહુકો પર કવિ શ્રી સુરેશ દલાલનું એક મુક્યું છે - એક પાનખરના ઝાડને આવે છે રોજ સપના વસંતના... ' જાણે એ ઝાડને જવાબ આપતું હોય એવું ગીત..!!
અનેક બોધકથા,ધર્મકથા,સપ્તાહ,શિબીર ,માનતા,બાધા-આખડી,નિયમ ક્યાંય આટલી સરળ રીતે "ખાલીપાનો પણ રવ " હોય ,અને તે સાંભળવા અને સંભાળવાનું જાણવા મળ્યું નથી.
આશા અને નિરાશા વચ્ચે "મન ક્યું ઝોલા ખાયે રે... કૌન નગર તેરા દૂર ઠીકાના.. કિસ્મત ખેલ ખેલાયે રે.. " તે ગીતની પણ હાર્દ સમાન પંક્તિ રજુ કરું જ." યે દુનિયા...૨ યે દુર્નિયા મતલબ કી બાબા.. સંભલ સંભલ કે જાના રે...
વાહ,ખરે જ સુંદર રચના!
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2025 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service