અતિ ઝડપે વિકસી રહેલું એ શહેર સૌરાષ્ટ્રનું એક તાલુકા મથક હતું. એના બણબણતા બજારમાં ચા નાસ્તાની એક રેકડી હતી. વજુભાઇ પકોડાવાળાની દુકાન એટલે નગરના કોઠાકબાડીયાઓનો ચોરો જ હતી. પોલીસ સ્ટેશન પાસે જ હતું. પોલીસોને આપવાના હપ્તાઓ વજુભાઈને જમા કરાવાતા. કોર્ટ પણ નજીકમાં જ હતું અને વકીલો પણ ત્યાં બેઠક જમાવતા. ઉપરાંત શાક બજારના વેપારીઓ અને કાછીયા પણ સવાર સાંજ ત્યાં ભેગા થતા. લોકોની આવરજાવર જ એટલી હતી કે વજુભાઈ કોઈ મોટા રેસ્ટોરન્ટના માલિકને ઈર્ષા થાય એટલી ઘરાકી કરતા. વજુભાઈ ધંધો ચલાવવામાં જ ધ્યાન દેતા. એમના બે દીકરાઓ ધંધામાં કામ કરતા, અને બે એક નોકર રાખ્યા હતા. 

હું તેર ચૌદ વર્ષનો હતો. મારાં ફઈનો દીકરો હિતેશ અને હું ગામમાં આંટો મારવા નીકળા હતા, એ મને વજુભાઈના પકોડાં ચખાડવા લઇ ગયો. હિતેશ તાલુકા પંચાયતમાં 'મોકાની' જગ્યાએ કામ કરતો, એટલે કોન્ટ્રાક્ટરો, વકીલો, પોલીસો, બધા એને ઓળખતા અને એ પહેલાંથી પણ એના આનંદ મિજાજ સ્વભાવના લીધે ગામ આખામાં પ્રિય હતો જ. ચા વાળાઓ અને રીક્ષા વાળાઓ મૈત્રીભાવે એની પાસે પૈસા પણ ન લેતા.

અમે સાઈકલ પાર્ક કરી ત્યાં વજુભાઈએ ઘરાકોની એકધારી અવરજવર છતાં "આવ હિતેશ આવ. ક્યાંના મે'માન છે!" એમ કહી નોકરને સાદ કર્યો "એ ઢૂબા, મે'માનને બેસવાની જઇગા કરી દે, ને ચા પાણી પીવરાવ.". ઢૂબાએ હાથમાં એંઠા પ્યાલા રકાબીનો થપ્પો વાસણ ધોવાના ઓટલે મૂકી એના ખભે રાખેલા કપડાથી એક ટેબલ સાફ કર્યું, ખુરશીઓ પર પડ્યા અન્નકણો ઝાપટી અમને ઈશારાથી બેસવા વિનંતી કરી. અમે બેઠા પછી ધોયેલા બે પ્યાલા અને તાજા પાણીનો જગ અમારી સામે મૂકી ગયો, અને બીજાં ટેબલ પરથી બીજા એંઠા પ્યાલા રકાબી ને પ્લેટ્સ ભેગાં કરી ધોવાના ઓટલે લઇ ગયો અને ડહોળું પાણી ભરેલા એક ટબમાં નાંખ્યા. જરાતરા ધોઈ એ બધાં એનાથી જરાક ચોખ્ખા એવા બીજા પાણીમાં નાંખ્યાં અને સિંદરીથી બાંધેલી એક ખાટલી પર નિતરવા ઊંધાં મૂકી દીધાં, અને કામે વળગી ગયો.

એ હતો ઢૂબો. ત્યારે દસેક વર્ષનો હશે. સાવ નિસ્તેજ દેખાતો હતો.શબ્દ તો એના મોઢે સાંભળવા જ મળતો ન હતો. વજુભાઈ, કે એમના દીકરા કાંઈ કરવા કહેતા તો એ બસ એમ કરી નાંખતો. હોંકારો  પણ નહીં. ચહેરો પણ સાવ ભાવશૂન્ય. અમારી સામે ગરમ પકોડાં અને ચટણી મૂકી ગયો.

એક ખુલ્લી જીપ આવી વજુભાઈની દુકાન સામે રસ્તાને કાંઠે ઉભી રહી. આગલી પેસેન્જર સીટ પર ધોળા ઝભ્ભા લેંઘા અને કાળા ચશ્મા પહેરેલો એક જણ ડાબો પગ ગાડીમાં ચડવાના પગથીયા પર રાખી બેઠો હતો. વજુભાઇએ મોટેથી આવકાર્યો. "એ આવો આવો વસ્તાભાય! આવો." ઢૂબો પાણીના પ્યાલા ને જગ લઇ એની પાસે પહોંચી ગયો. વસ્તાએ "કાં દીકરા!" કહી લગભગ તમાચો જ કહેવાય એવી 'ટપલી' ઢૂબાના ગાલ પર મારી. ઢૂબાના ચહેરા પર ભાવોમાં કાંઈ જ ફેર ન પડ્યો. એ ટપલી એણે ચુપચાપ ગાલ પર ઝીલી લીધી.

હિતેશે કહ્યું કે વસ્તો એક ખૂની હતો, પણ મારનારનાં કુટુંબને ફરિયાદ ન કરવા ગમે તેમ કરી મનાવી લીધા હતા, અને મરણનું કારણ આત્મહત્યા તરીકે ખપાવી દેવામાં આવ્યું હતું. સ્થાનિક રાજકારણીઓ સાથે વસ્તાને સારા સંબંધ હતા.

થોડી વારમાં એની આસપાસ ટોળું થવા માંડ્યું. વસ્તાએ જીપમાં બેઠાં બેઠાં જ  પાન ખાધેલા મોઢામાંથી ગંદા થૂંકની  પિચકારી કરી. અડધો ગંદવાડ એક ટેબલ પર અને અડધો ખુરશી પર પડ્યો. એના એક ચમચાએ બૂમ પાડી "એ દીકરા, આ સાફ કરી નાંખ તો, વજુભાઈનાં ટેબલ ખુરશી એમ ન બગાડવા દેવાય.". ઢૂબો ચુપચાપ આવ્યો. ગમો કે અણગમો કાંઈ પણ રાખ્યા વગર જ એ સાફ કરી નાંખ્યું અને કામે લાગ્યો.

પણ મને નવાઈ લાગી. પહેલાં વસ્તાએ એને દીકરો કહ્યો હતો ત્યારે તો એમ લાગ્યું હતું કે સાચા ખોટા વ્હાલથી એમ કહ્યું હશે, પણ આ તો જાણે એનું નામ હોય એ રીતે એને દીકરો કહી બોલાવવામાં આવ્યો હતો. બીજા એક જણે ફરી બૂમ પાડી "એ દીકરા, વસ્તાભાઈ સારુ કોફી ને અમારા સારુ ચા લઇ આવ તો!" એક જણે એ બૂમ પડનારને કહ્યું "એલા, ઈ તારો દીકરો કેદુનો થ્યો!"  આખું ટોળું હસી પડ્યું.

ઢૂબાએ કોઈની સામું જોયા વગર શૂન્યમનસ્ક થઇ ચાની કીટલી ભરી રકાબીઓ અને પ્યાલાનો થપ્પો લઇ  ટોળાને પીરસવા આવ્યો. જીપના બોનેટ પર એ બધું મૂકી પ્યાલા ભરી રકાબીઓમાં મૂકી એક પછી એક  બધાને આપવા લાગ્યો. એક જણે એના માથે દૂર સુધી સંભળાય એવા જોરથી ટપલી મારી અને ગાળ જ દઈ બોલ્યો "ભડવીના, વસ્તાભાઈને કોફી આઈપા વગર અમને ચા રેડવા લાગ્યો છ!". ઢૂબાએ તો પણ એની સામું ન જોયું. વસ્તાને કોફી આપવા વજુભાઈ પોતે આવ્યા.

થોડી વારમાં ભારતીય પોલીસનું ચિહ્ન (P) ચીતરેલા મડ ગાર્ડ વાળી બુલેટ મોટરસાયકલ પાર્ક કરી મોટી ફાંદ વાળો એક પોલીસવાળો ઉતર્યો અને ટોળામાં ગયો. "આવો વાઘેલા બાપુ કહેતાં વસ્તાએ બેઠે બેઠે જ હાથ લાંબો કર્યો. એણે 'જય માતાજી' કહી હાથ મેળવ્યો. ઢૂબો હજુ આ લોકોના પ્યાલાઓમાં ચા રેડતો હતો. પોલીસવાળાએ એને કહ્યું "જા તો, દીકરા, પાણી ભરી આવ તો!". ઢૂબો એ પ્યાલો ભરાઈ ગયો એટલે જમાદાર માટે પાણી ભરી આવ્યો. જમાદારે પૂછ્યું "એલા, તારો બાપ ખટારા ભેગો છે કે ઘેરે આવી ગયો છે?". ઢૂબાએ માથું ધુણાવી જ ના કહી અને બીજા ગ્રાહકોના એંઠા પ્યાલા રકાબી ને પ્લેટ્સ વીણવા જતો રહ્યો.

એવું લાગ્યું કે એને ઈરાદાથી જ દીકરો કહી બોલાવવામાં આવી રહ્યો હતો. એક વજુભાઈ એને ઢૂબો કહી બોલાવતા, એ પણ એનું સાચું નામ તો નહીં જ હોય. મારી ઉત્કંઠા વધી. મેં હિતેશને પૂછ્યું કે કેમ બધા એને દીકરો કહી બોલાવતા હતા.

હિતેશે કહ્યું "આપણે અહીંથી વહેતા થાઇએ. આ બધા ભેગા થયા છે એટલે બહુ બેસવામાં માલ નથી. કોકને તાલુકા પંચાયતનું કાંઈ યાદ આવશે તો મારી પત્તર ખાંડશે." અને ઊભો થઇ ગયો. સાથે હું પણ ઊભો અને અમે અમારી સાયકલો પર સવાર થઇ રવાના થઇ ગયા. પછી હિતેશે જે વાત કરી એ યાદ આવતાં પણ કંપી જવાય છે. જયારે એ સાંભળી ત્યારે સમજણ જુદી હતી, અત્યારે જુદી છે. અત્યારે બુદ્ધિ પરિપક્વ હોય કે નહીં, પણ એ વખતે તો અપક્વ જ હતી. એ વખતે દરેક વાતના જુદા અર્થ થતા હતા.

ઢૂબાની મામાં કુદરતે સધારણ કરતાં વધારે કહેવાય એવો કામાવેગ મુક્યો હતો. હકીકત એ કે કુદરતે એના શરીરને માતૃત્વ માટે ભારોભાર ફળદ્રુપ બનાવ્યું હતું. આવી સ્ત્રીઓ એમના વર્તનથી ઓળખાઈ આવે છે.એમની ચાલમાં પણ નર્તનનું લાસ્ય હોય છે, અને નર્તનમાં લાવણ્ય. એમની આંખોનો ઉછાળ એમનો જ હોય છે, અને નકલ કરવાથી આવડતો નથી. એમના સ્વભાવમાં પણ અસામાન્ય પારદર્શકતા, પરિપક્વતા હોય છે અને દંભનો હોય છે અભાવ. જીવનપ્રેમી હોય છે અને જીવનની મધુરતા માણનારાઓની ઈર્ષા એમને નથી હોતી. તેઓ અજાણ્યા સાથે પણ તરતમાં મૈત્રી બાંધી શકે છે અને મિત્રો માટે એમના જેવું પ્રોત્સાહન બીજું કોઈ નથી હોતું. આ છોકરીઓ-સ્ત્રીઓ કપટી નથી હોતી, પણ જરૂર પડ્યે અન્યોનાં રહસ્યો  અંતરના અનંત ઊંડાણમાં કાયમ માટે ધરબી દઈ શકે છે. પણ, આવી સ્ત્રીઓ માટે આપણા સમાજમાં સારો અભિપ્રાય નથી. એમને સારા શબ્દોથી પણ નથી યાદ કરાતી. પ્રચલિત બોલીમાં એમના માટે ચાલુ, શિથિલ ચારિત્ર્ય, વંઠેલી, છિનાળ, હલકી, રખડેલ, એવા શબ્દો વપરાય છે.

ઢૂબાની મા ગરીબ ઘરમાં જન્મેલી આવી એક સ્ત્રી હતી. નાનપણથી જ એની મા ભેગી લોકોના ઘરે ઠામ ઉટકવા, કપડાં ધોવા, ને કચરા પોતાં કરવા જતી. તરુણાઈના હજુ તો મહોર બેઠા હતા, અને એ ખેરવવા કાંકરીચાળા શરુ થઇ ગયા હતા. બારેક વર્ષની તો માંડ હશે, કદાચ 'દૂર બેસતી' પણ નહી થઇ હોય, અને યૌનભૂખ્યા છોકરડાઓની બૂરી દાનતનો શિકાર બની.છોકરાઓ એને અવાવરુ જગ્યાએ બોલાવતા અને એક પછી એક વારા લેતા. આને ય બિચારીને મજા આવતી. એ મજાની શું કિંમત હોય એ પણ એને ભાન નહીં. પણ ભાન થતાં બહુ વાર નહીં લાગી હોય. અપક્વ ઉંમરે યૌન સક્રિયતાએ એના શરીરનો વિકાસ વધારી દીધો. એની આંખો મદમસ્ત વિશાળ હતી. નમણાશ તો જાણે એની જ પાસે હતી. શરીર ભરાવદાર અને પુષ્ટ બન્યું. સ્તનો પણ કોઈ પણની નજર ચોંટાડી રાખે એવા ઉન્નત થયા. એનો એક વાંક એ પણ, કે શરીરની કામતૃષ્ણાને ગૂંગળાવી દેવાના બદલે એણે તૃપ્તિનો માર્ગ પસંદ કર્યો હતો.

પણ સાથે એનું શોષણ પણ વધ્યું. ગામના સીમાડે ઝુંપડામાં રહેતા માં-બાપને મન એને હાઈસ્કુલમાં ભણાવવાનો કો અર્થ નહી હોય, કે આને મન કાંઈ મહત્વ નહી હોય, એટલે એની માની જેમ લોકોના ઘરોમાં વાસણ, કપડાં ધોવા, અને કચરા પોતાં કરવાને પૂર્ણસમય વ્યવસાય બનાવી લીધો. એક ટંક ખાવા તો લોકોના ઘરે જ મળી જતું. પણ, લોકોના ઘરે સાધનો, અને સગવડો જોઈ એ પણ ભોગવવા મન થતું. સારાં કપડાં પણ પહેરવા મન થતું, જે પારખી લઈએ જે ઘરોમાં કામ કરવા જતી, એના માલિકોએ નાની મોટી વસ્તુઓની લાલચ આપી એને યૌન શોષણનું સાધન બનાવી. લોકોનાં કામ કરવા સિવાય બીજી કોઈ આજીવિકા પણ નહીં, કદાચ એટલે એણે પોતાનું શોષણ થવા પણ દીધું.

માં-બાપને સાપનો આ ભરો ઝટ ઉતારવો હશે એટલે અઢારની માંડ થઇ હશે, ત્યારે બેંતાલીસ વર્ષના અડધા બોખા એક બીજવર સાથે પરણાવી દીધી. દારૂડિયો અને માયકાંગલો એ એક ટ્રકનો ક્લીનર હતો. એની લાયકાત કરતાં ઘણી વધારે સુંદર સ્ત્રી એને મળી હતી, એટલે એના તાળીમિત્રોમાં છાની ઈર્ષા અને ગંદી મજાકોનું પાત્ર બનતો. એ રીસ એ ઘરે આવી બાયડી પર કાઢતો. એને મારતો, પગ દબાવડાવતો. ઘણીવાર ટ્રક સાથે લાંબી યાત્રાઓ પર જતો રહેતો અને ઘરે બે કે ત્રણ મહીને પાછો આવતો.

એ પરણીને પતિગૃહે આવી પછી પણ એની સુવાસ પ્રસરતાં વાર ન લાગી. સાસરું શહેરના 'સારા' વિસ્તારમાં હતું, જ્યાં એ 'સારા' ઘરોમાં ઠામ, લુગડાં, સંજવારી ને પોતાં કરવા જતી. યૌન ભૂખ્યા પુરુષો માટે કામોર્જાથી ધગધગતા લોહસ્તંભ જેવું એનું શરીર છાનું ન રહી શક્યું અને શરુ થયો એના શોષણનો એક નવો દૌર. એના માટે સ્ત્રીઓ કહેતી કે "એને તો દૂર જ રાખવી, આપણા પુરુષોને બગાડે એવી છે.". એ ગર્ભવતી થઇ, પુત્રને જન્મ આપ્યો. છોકરો પડોશમાં રમતો થયો, અને ક્યારે એનું નામ ઢૂબો પાડી ગયું એ પણ ખબર ન નહીં. બધા એને ઢૂબો જ કહી બોલાવતા.

નિશાળમાં એ છોકરાઓની મજાકનું પાત્ર બનતો. બધાને ખબર હતી કે એનો બાપ માયકાંગલો છે ને કાંઈ કરી શકવાનો નથી, એટલે એને મન ફાવે એમ ચીડવતા. માસ્તરો પણ એના માબાપને લઇ મજાક કરી લેતા. ઢૂબાને કાંઈ ખબર નહીં કે   એની મજાકો કેમ થાય છે. એ પ્રાથમિક શાળાનું પણ શિક્ષણ પૂરું ન કરી શક્યો. એનું કોઈ માન ન હતું. એને શિક્ષણની જરૂર છે એમ એના શિક્ષકોને પણ ન લાગતું. એ રોજ માર ખાતો; કોઈ વાર શિક્ષકોનો, કોઈ વાર સહાધ્યાયીઓનો. દારૂ પીને પાંસળીઓ દેખાતા ઉઘાડા શરીરે ખાટલી પર બેસી બીડીઓ ફૂંકતા બાપને ફરિયાદ કરતો તો બમણો માર પડતો, કારણકે દીકરાની ફરિયાદો એને ભાન કરાવતી કે દીકરાને રક્ષવાની એનામાં તેવડ ના હતી. એ ગુસ્સો, હતાશા એ એને મારીને ઉતારતો. કંટાળેલા, હારેલા ઢૂબાએ ભણતર પડતું મુક્યું અને વજુભાઇ પકોડાંવાળાની રેકાડીએ મજૂરી કરવા લાગી ગયો, ત્યારે માંડ દસ વર્ષનો હશે.

ત્યાં કોઈએ સૌરાષ્ટ્રની ખાસિયત પ્રમાણે વજુભાઈને પૂછ્યું કે "કેનો દીકરો સે?". ત્યારે એમણે એની ઓળખાણ એની માની આપી  કારણકે ઢૂબાના બાપ કરતાં એની મા વધુ 'ખ્યાતિપ્રાપ્ત' હતી. પૂછનાર દુષ્ટતાપૂર્વક હસ્યો, "તો તો એમ જ ને, કે એની માની તો તમને ખબર છે પણ બાપ કોણ છે એ તો એની મા ને ય ખબર નહીં હોય.". હાજર હતા એ બધા હસ્યા. નીચ વૃત્તિના માણસો ત્યાં આવી મજાક કરતા, "કાંઈ કહેવાય નહીં, એ દીકરો તારો ય હોય ને કદાચ મારો ય હોય.". ઢૂબો કાંઈ ન બોલી શકતો. કાંઈ સમજતો ય નહીં.

વજુભાઈને ઢૂબા પર સહાનુભૂતિ હતી, પણ ઘરાકોને નારાજ કરવા પોસાશે નહીં એમ વિચારી એમને કાંઈ ન કહેતા અને ઢૂબાને સાંભળ્યું ન સાંભળ્યું કરી નાંખવા કહેતા. ઢૂબાએ 'ન સાંભળવું' શરુ કર્યું. જાણે બહેરો જ હોય એવું વર્તન થઇ ગયું. લોકોની મજાકો અને અપમાનો જાણે અસર કરવા બંધ થઇ ગયાં. હજુ એને ખબર તો ન જ પડતી, કે કેમ આટલા બધા લોકો એને દીકરો કહી બોલાવે છે. એને દીકરો કહી બોલાવવા વાળાઓમાં એ લોકો પણ હતા, જેમણે એની માનું શોષણ કર્યું હતું, એવાઓ પણ હતા, જે એને દીકરો કહી બીજાઓ સામે એવી છાપ ઉભી કરવા માંગતા, કે એવી સુંદર સ્ત્રીને તેઓ પણ ભોગવી ચુક્યા હતા. પોતે કાંઈક ઊંચા છે એવો ભ્રમ તેઓ ઢૂબા સામે નીચ નજરે જોઈ મેળવતા.

હિતેશે જે વાત કરી હતી એનું આ મારું હાલનું અર્થઘટન છે. એ વખતે "પુરુષો સાથે અવૈવાહ્ય સંબંધ રાખનારી સ્ત્રીને જો શિથિલચારિત્ર્ય કહેવાય, તો અનેક સ્ત્રીઓ સાથે સંબંધ બાંધવામાં નિપુણ પુરુષોને તમે શા માટે ખેલાડી કહો છો!" એવું પૂછી શકવાની બુદ્ધિ આવી ન હતી.

આ વાતના ત્રણ વર્ષ પછી ફઈના ઘરે ગયો હતો, હું અને હિતેશ ફરી ત્યાં ગયા. ઢૂબો ત્યાં જ હતો, એ જ કામ કરતો હતો, જે એને પહેલાં કરતો જોયો હતો. યંત્રવત્. પણ, આ વખતે એક ફેર જોયો. ઢૂબો પહેલાં જેવો નિસ્તેજ ન હતો દેખાતો, તેજસ્વી પણ નહીં. પહેલાં ભાવશૂન્ય હતો, આ વખતે પણ પ્રફુલ્લિત તો નહીં જ. પહેલાં બાળક હતો, હવે કુમારતા ઓસરી રહી હતી, અને તારુણ્ય પ્રગટી રહ્યું હતું. મા પાસેથી વારસામાં મળેલી મોટી મોટી આંખો પહેલાં દયામણી લાગતી, પણ આ વખતે એમાં ભારોભાર વ્યાકુળતા ભરી હતી.

કોઈ એને દીકરો કહી બોલાવતું તો આંખો ફરિયાદ કરી ઉઠતી, પણ ફરિયાદ કરવા એની પાસે શબ્દો ન હતા, કે ન હતું એના અપમાનનો વિરોધ કરવાનું સામર્થ્ય. એકધારું કામ કર્યે રાખતો, પણ એના નમણા ચહેરા પર એક સરખી વિકળતા દેખાઈ રહેતી. ઢૂબાને સમજણ પાડવી શરુ થઇ ગઈ હતી કે ચાલુ, વંઠેલ, શિથિલચારિત્ર્ય, હલકટ, રખડેલ, સ્ત્રી લોકો કોને કહે છે, અને એનો અર્થ શું થાય. એને ખબર પડી ગઈ હતી કે શા માટે આટલા બધા લોકો એની નીચ મજાક 'દીકરો' કહીને કરે છે. બાપ તો મારી ગયો હતો, મા હતી, જેને એ પોતાની અપમાનપાત્ર પરિસ્થિતિ માટે કારણભૂત માનતો. મા માટે એના મનમાં નફરત રોપાઇ ચુકી હતી. પણ, સમાજની કઈ વિડંબનાનો ભોગ એની મા બની હતી એ સમજણ બિચારામાં આવી ન હતી. એને શું ખબર, કે એની મા કુદરતે જેવી ઘડી હતી એવી જ બની હતી, એમાં એનો શું દોષ! 

ઢૂબો કડવાં અપમાન ઘૂંટડે ઘૂંટડે ઉતારતો જ ગયો. વિરોધ કરતાં તો શીખ્યો જ ન હતો. સામું બોલતાં જ શીખ્યો ન હતો. એને તો આવડતું હતું અપમાન સહન કરતાં, માર ખાઈ લેતાં.

આ વાત મારા માસીયાઈ ભાઈ અભયને કરી ત્યારે એણે કહ્યું હતું કે એ છોકરો એવો તો ગુનેગાર બનશે કે જેની ક્રૂરતા વર્ણવતાં કોઈને નહીં આવડે, અને જો ગુના કરવાની હિંમત એનામાં નહીં હોય તો એ આપઘાત કરીને મરશે.

ઢૂબાએ ઉંદર મારવાનું ઝેર વાટીને પિ લીધું. ચત્તોપાટ પડી ગયો. કોઈએ જોઈ લીધો. દવાખાને લઇ ગયા. બચી ગયો. મા રોતી કકળતી દીકરા પાસે આવી. નર્સે ભૂકો કરી પ્યાલામાં પાણી સાથે મેળવી આપેલી દવાઓ  પોતાના હાથે દીકરાને પાવા પ્રયાસ કર્યો તો દીકરાએ એના મોઢા પર જ કોગળો કર્યો અને ત્રાડ નાંખી બોલ્યો "સાલી છિનાળ, તારા થકી હું કોઈને ઈજ્જતથી મોઢું ય દેખાડી શકતો નથી.".

મા ડઘાઈ ગઈ.ત્યાંથી ઉઠી ચાલતી થઇ. રાત્રે ઢૂબો હોસ્પિટલેથી ભાગ્યો. જીવનનો અંત જ કરવો હતો. આ વખતે એણે અકસીર ઉપાય વિચાર્યો હતો. સવારે ગામની સીમમાં રેલ્વે ટ્રેક પર એના શરીરના કટકા મળ્યા.

પણ મરતાં પહેલાં એને એ ખબર ન હતી કે સાંજે હોસ્પિટલથી નીકળી એની મા પણ ઘરે નહતી પહોંચી. એનું પણ શરીર એ જ સવારે એક કુવામાં તરતું મળ્યું હતું.  

 .

Views: 493

Replies to This Discussion

superb stroy

RSS

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service