Made in India
મારા મોંઘેરા મિત્રો ને સાર્પણ ....
''વાસ્તુશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર જેટલું જ પ્રાચીન મનાય છે. એ કાળમાં તો ઘરમાં પાયખાના નહોતાં, લોકો દિશાએ જતા. તો પછી ઘરના પાયખાનાની દિશા વિશે, અને અયોગ્ય દિશામાં આવેલા પાયખાનાથી 'સર્જાતી' સમસ્યાઓ વિશે વાસ્તુશાસ્ત્રીઓ જે નિવારણ સૂચવે છે, એ વિશે શું સમજવું?''
મારા બે મોંઘેરા મિત્રોએ મને આ વિધાન મને મેસેજમાં મુકયુ ત્યારે વાંચ્યુ, આથી એક વખત જવાબ આપવો જ રહ્યો, કારણ બન્ને મિત્રો, શાર્પ ઈન્ટેલીજ્ન્ટ તો છે સાથે અતિ વિનમ્ર-મૃદુ ભાષી વ્યકિત છે.
મિત્રો, તમારા બન્ને નો સવાલ અને તમારી જિજ્ઞાસા સહ હોતા એક વાર મારે તમને બન્ને ને જવાબ આપવો ઘટે. બાકી મે જ્યોતિષ વિષયક માનદ માર્ગ દર્શન અને સવાલ જવાબ માટે શનિવાર ફાળવ્યો છે, કોઈ પણ જાતક આ સમયે મને વોલ પર સવાલ કરી શકે છે. ( શનિવાર બપોર પછી ૫ વાગ્યા થી ૮ વાગ્યા સુધી એક જાતક એક જ વાર સવાલ કરી શકે છે)
જ્યોતિષ વિશાળ શાસ્ત્ર છે, તેને ભણાવવામાં પણ જે તે સમયે વિભાગ પાડવામાં આવ્યા હતા. સોળ વર્ષની ઉમંરે તક્ષશિલા યુનિવર્સીટીમાં આયુર્વેદ-દર્શન-જયોતિષ માટે પ્રવેશ મળતો હતો. ત્યાર બાદ અનુસ્નાતકમાં માનસિક લાયકાત અને ક્ષમતા અનુસાર સ્પેસીફિક વિષયમાં તજજ્ઞ બનાતુ... ધ્યાનથી વાંચજો આ સત્યને તથા તથ્યને આ કોઈ ઢોંગી સરકારના નીમેલા ભાટની વાત નથી, પૌરાણિક વિજ્ઞાનની બાબત છે.
જયોતિષ અંદર મુખ્ય ત્રણ વિભાગ (૧) ગણિત (૨) ફલિત (૩) સંહિતા
સંહિતાની અંતર્ગત ઘણા વિષયો આવે છે તેમાંના મુખ્ય વિષયો (૧) સ્વપ્ન વિધાન, (૨) વાસ્તુ શાસ્ત્ર (૩) સામુદ્રિક શાસ્ત્ર ..... જે એક સ્વતંત્ર શાસ્ત્ર જેટલો વ્યાપ ધરાવે છે, અથવા એક સ્વતંત્ર શાસ્ત્ર તરીકે વિકસી શકે તેમ છે.
વાસ્તુ શાસ્ત્ર એટલે ઈજનેરી કૌશલ સાથે જયોતિષીય અને ખગોળ વિદ્યાના નિયમોનુ પાલન કરી કરવા આવતુ બાંધકામ એટલે વાસ્તુ શાસ્ત્ર. આ શાસ્ત્ર જે તે સમયમાં અમુક અમુક શહેર કે અમુક જ મહેલ પુરતી કે તેમજ હડપ્પ્ન સંસ્કુતિની અનેક ટાઉનશીપમાં અને તેમજ અન્ય આધુનિક વ્યવસ્થામાં,અને ચાર્વાકની વસાહતમાં ચુસ્ત પણે આ વ્યવસ્થાને સ્થાન મળ્યુ હતુ.
જે તે સમયે આ વિદ્યા પૂર્ણ રૂપથી વિદ્યમાન હતી સાથે એટલી જ મરજીયાત પણ હતી, જેને આ વ્યવસ્થા અપનાવી હોય તો તેના તજ્જ્ઞનો સંપર્ક કરી શકતા હતા. ઋગવેદની ઘણી ઋચામાં વાસ્તોપતિ નો ઉલ્લેખ છે. આથી આ વિદ્યા કે શાસ્ત્ર વેદ કાલીન જુનુ છે તેમ માનવુ જ ઘટે અને વેદમાં ગ્રંથસ્થ થયુ હોય તે પહેલા આ શાસ્ત્ર ક્યાંક ને ક્યાંક અમલી હોવુ જોઈએ.
વાસ્તુ શાસ્ત્રનો પુરાણોમાં બહુ જ ઉલ્લેખ છે, પણ પુરાણોને થોડી વાર માટે સાઈડમાં રાખીએ.
વેદીક સંસ્કૃતિ કાલીન એક દુર્લભ શાસ્ત્ર સ્થાપત્ય વેદમાં જાજરુ કે પાયખાનાનો ઉલ્લેખ છે. આ ગ્રંથ એક વાર વાંચવા નમ્ર વિનંતિ.
શિલ્પ સંહિતા તેમાં પણ નવમાં અધ્યાયના ૨૪માં શ્લોક પર અવસ્કર નો ઉલ્લેખ છે.
શિલ્પ સંહિતા અને સ્થાપત્ય વેદ અને જયોતિષ વિદ્યાથી સંવર્ધીત અને સંસ્કૃત થયેલ ભૃગુ ઋષિનો અમુલ્ય ગ્રંથ '' ભૃગુ શિલ્પ સંહિતામાં આખો ૧૧ અગિયારમો અધ્યાય દોષ અને અવસ્કર ઉપર જ છે. અવસ્કર યા ને સંડાસ (w/c) તેને વિશેષ જણાવતા કહ્યુ છે કે
''इति इशान मध्ये सवस्कर वसती, दुर्भाग्यो वसो वसंति'' --भृगु शिल्प संहिता આ સુત્ર વાસ્તુશાસ્ત્ર શીખવાના સમયે પ્રાઈમ રહે છે.
મયમતમ નામના સ્થાપત્ય શાસ્ત્રમાં બાંધકામના બન્ને કન્સેપ્ટ છે, તેમાં પણ સ્પષ્ટ પણે દોષ અને અવસ્કર ની વાત અધ્યાય ૧૪માં મય તેના પુત્રને સવાલના જવાબ રૂપે જણાવે છે. ૫ શિલ્પ વિદ્યા રહસ્યોપનિષદમાં પણ અવસ્કરની દિશા અને દોષ અંગે ઘણુ સુક્ષ્મ અને ઉંડાણ પૂર્વક જણાવ્યુ છે, આ ઉપરાંત બીજા અનેક ગ્રંથો છે. અને અવેલેબલ પણ છે.
હવે કેટલીક વાતો પણ ટુંકમાં, મિત્રો આ સૃષ્ટીમાં ઈશ્વરે બધુ જ નિર્માણ કર્યુ છે, તે બધુ જ સારુ છે તેવુ દલીલ કરનારા લોકો ને કહેવાનુ કે કાલથી જમવામાં ઝેરકોચલા અને એંરડીયામાં તળેલી વાનગી જ ખાવાની અને સમુદ્રનુ પાણી પીવે. અને સુર્યાસ્ત પછી જ જમીનમાં બીજારોપણ કરે. ઈશ્વરની દરેક વ્યવસ્થાને સમ અને એક જ ગુણવતા વાળી માનતા લોકો ને એ પણ કહેવાનુ મન થાય છે, કે આવતી કાલથી પુઠે થી ખોરાક લેવો અને મોઢે ઉત્સર્જન કરજો. ..... છી. છી. છી...
આપણે બ્રહ્માંડમાં નથી રહેતા એટલે આ પૃથ્વી પર જીવીએ છીયે. ફક્ત આ આપણી પૃથ્વી પર જ પાંચ તત્વ જેવા કે અગ્નિ, વાયુ, જલ, પૃથ્વી અને આકાશ તત્વ હોવાથી અહિ જીવ સૃષ્ટી પાંગરી છે,આથી આ મૂળ તત્વો અને જીવ સૃષ્ટી યાને જડ અને ચેતન તત્વો એટમીક થીયરી અનુસાર એક મેક ઈન્ટર એક્ટ અને રીએક્ટ લેવલ જોડાયેલા હોય છે. હાં ટ્રાંન્સ ફોર્મ કે વેરીયસ ફોર્મ હોય છે. આ વાત વિજ્ઞાન અનુસાર કહી પરંતુ આ જ વાત આ શાસ્ત્રમાં પરિલક્ષિત છે, પણ ૫૫ ના ડોકોમો જેવી હાલત છે અહિ, પુસ્તક અને ગ્રંથની કિમંત ચુકવવી અને જે તે શાસ્ત્ર શીખવા માટે ટયુશન ફી ચુકવવી નથી નથી શીખવાનો શ્રમ કે રાત ઉજાગરા કરવા નથી અને જ્યાં વિરોધ્ધ કરવાની વાત આવે ત્યાં મહેશ ભટ્ટ વાળી કરવાની...પી. પી...પી..... યાદ રહે વિરોધ્ધ કરવાથી વિદ્વતા પ્રાપ્ત નથી થતી.
બધુ કોપી પેસ્ટ માફક અથવા પેન ડ્રાઈવમાં જોઈએ .... અહિ મને એક નવો શબ્દો મળ્યો, ''પેનડ્રાઈવ દોષ''.... જુઓ તો ખરા આપણી કેવી માનસિક અવદશા છે, !!!!!!! કેટલી હદે આપણે માનસિક રીતે પણ બેઈમાન છીએ!!!!!!!! ..પી
આ ધરતી પર માનવ ને જ ફકત મન અને બુધ્ધિ મળી છે, આથી તમામ પ્રકારની લાલસા સાથે બર્નિંગ ડિઝાયરમેન્ટ (મોહ) આવવાની જ છે તે પણ સ્વાભાવિક છે. તેમ આ જગતમાં પૈસાનુ સર્વસ્વ છે, આથી ભૌતિક વાદની દોડમાં મૂળ પ્રકૃતિને ભુલી જઈ ને અપ્રાકૃતિક જીવન જીવે છે ત્યારે જીવનમાં અનેક વિધ અંતારાયા ઉભા થાય છે અને તેના ઉકેલ માટે મોટા ભાગના લોકો આ શાસ્ત્રો તરફ જ દોટ મુકે છે. અગર જ્યાં પૈસા અને સૂર્યનુ ભ્રમણના હોય કે ના હોય ગુરુત્વાકર્ષણ, કે ના હોય પંચ તત્વની એટમિક થીયરી, ત્યાં વાસ્તુ શાસ્ત્રનો ખપ નથી. આજે પણ અમેરિકા એ ૨૦૦૦૦ જેટલી નાની મોટી ઈમારતો ને જીઓપેથીક સ્ટ્રેસ વાળી જાહેર કરી છે, આ બિલ્ડીંગ્સના ત્યાંની એક પણ વિમા કંપની વિમા પણ નથી ઉતારતી તેમ તે બિલ્ડીંગ્સમાં વસતા લોકો કે વ્યવસાયના પણ નહિ. મિત્રો, વિચારો આ જીઓપેથીક સ્ટ્રેસ શું છે???? શા માટે આધુનિક વિજ્ઞાન પાસે તેનો હલ નથી ???? એક સમયે યુરોપમાં એસ્ટ્રોલોજીક્લ કન્સ્ટ્રકશન પ્રચલનમાં આવ્યુ હતુ; તો આ કયુ શાસ્ત્ર છે ??? જેમા પાયથાગોરસના નિયમને પણ પરિમિત કરવામાં આવ્યો હતો, (માઈન્ડ વેલ પાયથાગોરસ પણ જ્યોતિષ હતો)
પ્રુથ્વી જ્યારે સુર્યની ભ્રમણ કક્ષામાં ભ્રમણ કરે છે ત્યારે આવતા ભૌગો-ખગોળીય પરિબળો જેવા કે પર ગતિમાન પવન, દિશા( સૂર્યના ઉદય અને અસ્ત દ્વારા નક્કી કરવામાં આવેલ ચાર દિશા અને ચાર વિદિશા, આને નંબર આપો કે નામ શું ફરક પડે ઉ.ત. ઉતર = ૧ દક્ષિણ =૩ ). સૂર્યની ભ્રમણ કક્ષાને લઈને પ્રત્યક્ષ પ્રકાશ અને અને તેના છાંયડા અને કિરણોમાં રહેલા ગુણ -તત્વોના લીધે દિશાઓ પૃથ્વી પર ઉદભવી છે પછી ચાહે નામ આપો કે નંબર કાર્ય, ગુણ અને ગુણ ધર્મ તો એના એજ રહે.
તથા પૃથ્વીના જ ગુરુત્વાકર્ષણ બિંદુ તથા વાતાવરણ અનુસાર જ જીવવુ પડે આમાં ચાહે તે ઈંગલેંડ, રશિયા, જર્મન, અમેરિકા હોય કે ઈઝરાયેલ અહિ કોઈની ભાટાઈ કે રેશનલ વિચાર ધારા ના ચાલી શકે... પી. .....પી..... પી....
તેમ જ અહિ ફી ના પોસાનારા ઘણા મિત્રોના નામ લઈશ તો કૃતદન ગણાઈશ... તેમજ ઘણાને તો નિવારણ પણ નથી પોસાતા બધુ સસ્તા ડોકોમો ના ૫૦ રૂપિયાના રીચાર્જ કાર્ડ માફક મફત જોઈએ છીએ ...પી..પી...પી.. મિત્રો યાદ રહે આ જગતના દરેક જ્ઞાન માટે પારાવાર માનસિક/શારીરિક શ્રમ સાથે શુલ્ક ચુકવવુ પડે છે કશુ જ નિશુલ્ક નહોતુ. ખુદ લક્ષ્મીજી એ ભૃગુ ઋષિને આ વાત કહી છે.
શાસ્ત્રમાં સુર્યના સાત કિરણોની જે વાત થાય છે તેમાંથી ત્રણ આજે વિજ્ઞાને શોધી કાઢ્યા છે. વાસ્તુ શાસ્ત્રમાં ભુકંપની દિશા વિશે જે જ્ઞાન તે અનુસાર ભુકંપ આવે છે તેમાં કોઈ ફેરફાર થયો નથી. ભર બપોર અને સાંજનો સુર્ય રેડીએશન આપે છે તે વાત વિજ્ઞાને પુરવાર કરી છે. તે વાતો બધી આ શાસ્ત્રમાં પરિલિક્ષિત છે. આઈન્સ્ટાઈને ઉજાગર કરેલ નિયમ પણ આ શાસ્ત્રમાં પરીલિક્ષિત છે. '' ઉર્જાનુ પદાર્થમાં અવશોષણ થાય છે અને પદાર્થમાંથી તે ઉર્જા જીવ સૃષ્ટીમાં જાય છે યાને માનવ શરીર કે અન્ય જીવાત્મામાં આ ઉર્જા અસર કરે છે અથવા શોષાય છે.'' (રેફ ટેક્સ્ટ :- ભૃગુ શિલ્પ સંહિતા ---૨, શિલ્પ સંહિતા--૩, મય મતમ, --૪ સ્થાપત્ય વેદ,--૫ શિલ્પ વિદ્યા રહસ્યોપનિષદ)
મારા મોંઘેરા મિત્રો, અગર પરવડે તો શેરી સિલવર મેનની એક હેન્ડબૂક વાંચવા જેવી છે. તેનો મિત પરીચય તેણી આર્ટ હિસ્ટરી, ક્રીએટીવીટી ઈન્ટરડિસિપ્લીનરી સ્ટડીઝ નાએડ. પ્રોફેસર છે. નરોપા યુનિવર્સીટી સાથે સંકળાયેલા છે, અને ઘણી બધી કોલેજમાં વિઝીટીંગ પ્રોફેસર તરીકે સેવા પણ આપે છે. અને તેની પ્રાઈવેટ કન્સલટન્સી પણ ચલાવે છે ન્યુ મેક્સીકો ખાતે. તેઓ એ સેન ડીયેગો સમેત સાન ફ્રાંન્સીસ્કો શહેર અનેક પ્રખ્યાત ઈમારતમાં વેદીક વાસ્તુ તજજ્ઞ તરીકે સેવા આપે છે. ( એક વાર પરામર્શ લેવા જેવી ખરી .. )
શેરી સિલવરમેને તેના પુસ્તકના બાવીસમાં પાના પર આવુ લખ્યુ છે.
George Washington followed architectural model from palladio and others who were influneced by Vastu. He belivev that architectural proportions set by ''devine law... The careful measurment of his new room (was) ...about symbolically god's will .." proportions set by ''devine law .. nature's law.. and modulated on the grid (quare In sanskrut ''Pad'') pattern of Vastu Prush Mandal creat building that are alive suporrtive, and nourishing.
રહી વાત દિશાની તો કેટલાક લોકો વિભાવના માની આને સાપેક્ષે છે તેવુ કહી ઠેકડી ઉડાડે છે તો તેને એટલુ જ કહેવાનુ કે શા માટે વિજ્ઞાન આજે દિશાને મહત્વ આવે છે???!!!!!!!!!!! શા માટે રડાર એરોપ્લેન, જહાજમાં હોકા યંત્રની મદદ લે છે????? કેમ ઉદિત સુર્ય કિરણમાં આરોગ્ય પ્રદ શક્તિ છે??? કેમ સાંજના સુર્ય કિરણમાં નહિ ???? ઈન્ફ્રા રેડ અને અલ્ટ્રા વાયોલેટ રેઝ સવારે જ કેમ વધુ હોય છે??? મિત્રો, આ શાસ્ત્ર ગહન અને અભ્યાસ માંગી લે તેટલુ ઉંડુ છે પણ અઘરુ નથી; પણ શીખવા માટે ત્રણ થી ચાર વર્ષનો સમય ગાળૉ માંગી લે છે. તેમ અહિ એફસબૂક આ ચર્ચા માટે યોગ્ય પ્લેટફોર્મ પણ નથી. કે નથી કોઈ એજ્યુકેશનલ ઈન્સ્ટીટયુટ કે નથી હુ કોઈ સરકારી કે એફબી દ્વારા નિયુકત જયોતિષ-વાસ્તુ તજજ્ઞ, કે અહિ કહેવાતા દુરી તીગી કે છગા જેવા અમુક તમુક લોકોની હુ માનદ સેવા કરુ?... જેને આ શાસ્ત્ર શીખવા હોય તો હાલ અમેરિકાની ફ્લોરીડા યુનિવર્સીટી અતંર્ગત અમેરીકન કોલેજ ઓફ વેદીક એસ્ટ્રોલોજીમાં રજીસ્ટ્રેશન કરાવી શિક્ષિત થઈ શકે છે, કારણ કે ઘણા યાને મોટા ભાગના લોકો ને ભારતના સોના પીતળ ભાસે અને વિદેશના કચરાઓ કંચન દેખાય છે.
મિત્રો અહિ હું જરા પૂર્ણ વિરામ લઉ છુ.
પં, ડો હિતેષ એ. મોઢા
૯/૮ જલારામ પ્લોટ-૨ યુનિ. રોડ
રાજકોટ-૫
સેલ નં ૯૮૭૯૪૯૯૩૦૭
www.ishanastrovastu.com
www.ishanastrovastu.blogspot.com
Tags:
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service