Made in India
થોડા દિવસ્ પહેલા રાજકોટ ખાતે બનેલ દુર્ઘટના આત્મ વિલોપને માનવીય સંવેદનાને ઝંઝોળી નાખી... તો કેટલાક સવાલ ભારતિય ધારા અને બંધારણ મુજબ થયા તો કેટલાક સવાલ પ્રવર્તમાન પરીસ્થિતી અનુસાર થયા.... લેખનો પ્રારંભ કરતાં પહેલા એક કહેવત જરુર યાદ આવે છે, '' જર જમીન અને જોરુ આ ત્રણેય કજીયાના છોરુ'' ......
ભારતના તમામ નાના મોટા શહેર કે મહાનગરમાં એક અંદાઝ અનુસાર ૪૦ ટકા થી ૬૦ ટકા જેટલા ફ્લેટ/ટેનામેન્ટ/ શોપ/ શો-રૂમ/ ખાલી પ્લોટ્સ ફકત ઈન્વેસ્ટમેન્ટ પર્પઝથી જ ખરીદાયેલા છે, અને બીલકુલ ખાલી છે. ભારત જેવા તૃતિય વર્ગના વિકસતા દેશમાં આવાસીય મકાનની ભયંકર તંગી હોય ત્યાં જમીન મકાન પર સટ્ટો કે ધંધો સોરી ઉદ્યોગ વાજબી છે, ????????????? ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવી પાણી રસ્તા વીજળી અને મકાન, અનાજ જેવા પર કોઈ પણ પ્રકારનો સટ્ટો કે ધંધો હોવો જ ના જોઈએ... પણ પુરતા કુપોષણથી જન્મેલા આપણા કેટલાક લોકો/ બીલ્ડરો કે નેતાઓ વગેરે વગેરે ઓને કેટલાક ચોક્કસ વિટામીન જ જરુર છે નહિ કે ફેટની.........
દરેક નગર પાલિકા કે મહાપાલિકા અનુસાર એફએસઆઈ નક્કી થયેલ છે, જંત્રીના ભાવ જેવુ નાટક બધાને ખબર હોવા છતા પોર્નો સાઈટસ ની જેમ ધમધમે છે...જાહેર પ્લોટ કે સાર્વજનિક પ્લોટના તો અમુક તમુક સોસાયટીમા સરનામા જ નથી... રુરલ કે અર્બન ડેવલપમેન્ટ જેવી એજન્સી વગેરે વગેરે આ નાટકના સફળ કિરદાર છે....શહેરની વસ્તી વધવી કે શહેર ભૌગોલિક વિસ્તાર પામે તેને જ વિકાસ કહેવાય કે વિકાર ????
સ્વાભાવિક છે જમીનના ભાવ આસમાનને આંબશે તો ઝુંપડપટ્ટી કે કાચી આબાદી કે મફતિયાઓ ઓ પણ સમાંતરે વિકસવાના જ .... કારણ ખરીદશક્તિ ના રહે તો બીજો કોઈ વિકલ્પ બચે છે ખરો ?? ગરીબને વિકાસના નામે શહેરની સ્વચ્છતા કે વિકાસના નામ હેઠળ વધારે ને વધારે ગરીબ બનાવવુ નું કારખાનુ એટલે આજનો જમીન ધારો... જ્યાં જમીન મકાનના ભાવ આસમાનને આંબશે ત્યાં દરેક ચીજ-વસ્તુઓના ભાવ પણ વધારે જ રહેવાના.... આ એવી નાગચુડ છે કે તેમાં કઈ રીતે નીકળવુ તે ચિંતનનો વિષય છે.... ઈલાજ તો ક્યાંક હોવો જ જોઈએ.... કારણ સમસ્યા ઉકેલ વિના નથી સર્જાતી!!!!!!!!!
જંત્રીનો ખેલ પણ જબરો છે, શહેરની પોશ લોકાલીટીમાં જમીનનો બજાર ભાવ ૧ લાખ રૂ! ચાલતો હોય ત્યાં જંત્રી મુજબ સરકારી ભાવ ૧૦ થી ૧૫ હજારની વચ્ચે ચાલતો હોય છે... હવે કોઈ સરકારી કર્મચારીને પણ ફ્લેટ/ટેનામેન્ટ ખરીદવુ હોય તો તેને બજારમાંથી સફેદ નાણુ વેંચી ને કાળુ નાણુ ખરીદવુ પડે.. આ પ્રક્રિયામાં સફેદ નાણા વાળાને અનેક પ્રકારની અવૈધ પ્રક્રિયામાં નીકળવુ પડે છે અને ઉપરાંત કાળુ નાણુ મેળવવાની કન્સ્લટીંગ ફીઝ ચુકવવી પડે છે..... કેવુ હાસ્યાસ્પદ!!!!!!! જુના ભજનીક તો એમ જ કહે આ તો હળા હળ કળજુગ....
જંત્રીના ખેલ બધા બરાબરના સામેલ છે, આમાં કઈ રીતે ચમત્કાર કરવો એ સાત કોઠા ભેદવા બરાબર છે...કોણ આ પહેલ કરશે????? જ્યાં જંત્રી અને બજાર ભાવ વચ્ચે કોઈ પણ પ્રકારનો તાલમેલ જ નથી, અગાઉના જમાનામાં અસમાનતામાંથી જેમ બહારવટીયા અને ડાકુ પેદા થતા હતા તેમ ગુંડાઓ પેદા થાય તો કોઈ નવાઈ નથી.... કાંતો બીલ્ડર લોબીએ જ આવા લોકોને પ્રોત્સાહન આપવુ પડે તેવી હાલત સમજી શકાય છે...
જાહેર અને સાર્વજનિક પ્લોટ અને પેશ કદમી પણ એટલી જ મોટી સમસ્યા છે.... સર્વે નંબર વાળો સાર્વજનિક પ્લોટ કોઈના ને કોઈ ના નામે બોલતો હોય તેવા અનેક કિસ્સાઓ અનેક વાર અખબારમાં વાંચી ચુકયા છે... તો કેટલીક જ તો કેટલીક જગ્યા મહા પાલિકાના નિયમ ને નેવે મુકી બહુમાળી ઈમારતો ખડકી દેવા કિસ્સા આંખની ઉંચાઈ નજરે ચડે છે... એ ઉપરાંત જાત જાતના નવા નવા રીંગ રોડ બહાર પાડી રોડ સાઈડની લાખો વાર જમીનને જાદુ છુમંતર કરી લાગતા વળગતા ગજવે ઘાલી બતાવવાના કરતબ પણ હમણા છેલ્લા ઘણા વર્ષોથી જોવા મળે છે......
મિત્રો જમીનને લઈને લોહી રેડાય છે, સરકારો બદલી જાય છે, તસુભાર જગ્યા ના આપુ તેવુ વિધાન કુરુસભામાં દુર્યોધન નામનો રાજવી કરી શકે છે, તે ભારત વર્ષમાં આપણે સૌ ધુતરાષ્ટ્ર તો કોઈ વિદુર તો કોઈ ભીષ્મ બની નીહાળીયે છીએ એક વસ્ત્રાહરણ જેવી શિલ-ભંગ ઘટનાને......
ઠેંગા લાઈન
મુર્ખાઓ મકાન બાંધે છે અને તેમાં બુધ્ધિશાળીઓ ભાડે રહે છે... એક યુરોપિય કહેવત....
ડો. હિતેષ એ. મોઢા
Tags:
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service