સાંપ્રદાયિકતા - બિનસાંપ્રદાયિક્તા, મચડાયેલો અને સાચો ઇતિહાસ : ગુણવંતરાય આચાર્યની આંખે

ગુજરાતી ભાષાના અતિસમર્થ લેખક જે ઇતિહાસ આધારિત નવલકથાઓ માટે અવ્વલનંબરે ગણાય છે તે ગુણવંતરાય આચાર્ય (.. ૧૯૦૦ થી ૧૯૬૫) ની એક અત્યંત રસપ્રદ નવલકથા - સામંતસિંહ બિહોલા - કે જે મારવાડ, મેવાડ અને ગુજરાતની પૃષ્ઠભૂમીમાં વહે છે. તેની પ્રસ્તાવનામાં કેટલીક રસપ્રદ વાતો વાંચી જે આજના જમાનામાં પણ કેટલી પ્રસ્તુત છે!! તેથી શૅર કરવાનું મન થાય છે. નવલકથા ૧૯૬૪ના મે મહિનામાં પ્રથમવાર પ્રગટ થઈ હતી અને શ્રીગુણવંતરાયે પ્રસ્તાવના પણ તે સમયે કે પછી તેના થોડા મહિના પહેલા લખી હશે. અક્ષરશ: પ્રસ્તુત ....
... ... ...
ઈતિહાસને માટે આજે પ્રચલિત છે એના કરતાં મારી દ્રષ્ટિ જુદી છે. જ્યારથી દેશના તત્કાલિન રાજકારણમાં હિંદુ-મુસલમાન વૈમનસ્ય અને હિંદુ-મુસલમાન એકતાનો પવન ફૂંકાયો છે ત્યારથી રાજ કરનારાઓ અને રાજ કરનારાના હિમાયતીઓએ એમની વિસમી સદીની વાતનાં ભૂતકાળના ઇતિહાસ ઉપર પડછાયો નાંખવામાં મણા નથી રાખી.

એમણે હિંદુ-મુસલમાન એકતાને નામે દેશ ઉપર જ્યારે જ્યારે જ્યાં જ્યાં મુસ્લિમ સલ્તનતો થઈ ત્યાં ત્યાં એમને સ્વદેશી ગણાવી છે. એટલે એના વિરોધના તમામ પ્રયાસોને એમણે નથી મહત્વ આપ્યુ, નથી એના ગુણદોષ જોયા. મુસ્લિમ સલ્તનતોના અત્યાચારો ને જુલમો સામે આંખ આડા કાન કર્યા છે. અને જ્યાં અતિ પ્રબળ જનમતે એમને મહારાણા પ્રતાપ કે છત્રપતિ શિવાજીમહારાજ અજેવાની વીરનોંધ લેવાને અણગમતી ફરજ નથી પાડી તે સિવાય બીજા બધાઓને બળવાખોરો, સામંતશાહીમાં માનનારાઓ એમ કહીને વગોવી નહિં તો ઉવેખી કઢ્યા છે.

એમના મંતવ્યનું એક વિચિત્ર પરિણામ આવ્યું છે. એમનો દાવો હવે એમનાં પોતાનાં મંતવ્યોનો વિરોધી થયો છે. દેશ ક્યારેય એક હતો નહિં. ક્યારેય સામંતશાહીની ચૂડમાંથી પાક્યો હતો. અમે એને એક કર્યો છે. અમે એને આઝાદી અપાવી છે.

હકિકત આથી સદંતર વેગળી છે. આઝાદીની લડત કાંઈ મહાત્મા ગાંધીજીએ પહેલવહેલી શરૂ કરી નહોતી, તો સતત મુસલમાનો દેશમાં આવ્યા ત્યારથી અવિરત આવી રહી છે.

ઈડર, ખુશરૂખાન ગુજરાતી, તઘી મોચી, વિજયનગર, સાણા સંગ, રાણા પ્રતાપ, રાણા રાજસિંહ, છત્રપતિ શિવાજી મહારાજ, બાજીરાવ પેશ્વા, નાનાસાહેબ..... એક પછી એક વીરે મશાલ જીવતી રાખી છે, ને એમના અણનમ જંગોમાં એમને સામાન્ય માનવીઓનો સાથ મળ્યો છે. સામાન્ય માનવીઓએ બલિદાન આપ્યા છે.

હજાર વર્ષના ઇતિહાસનો એક વાક્યમાં સાર કહેવો હોય તો કહી શકાય કે ભારતને મોટા નામધારીઓએ સદાય છેહ દીધો છે ને સામાન્ય માનવીઓએ સદાય બલિદાન આપ્યા છે.

મને પોતાને ઇતિહાસમાં મોટાં નામો ગમતાં નથી. એમના વૈભવની વાતો ગમતી નથી. એમની જાહોજલાલીની વાતો ગમતી નથી. પરંતુ એમની આસપાસ જે સામાન્ય માનવીઓ ફરતાં હતાં એમની વાતો ગમે છે. એવી વાતો હું શોધું છું. એવી વાતો મેળવવા માટે મારો સદાય પ્રયત્ન રહ્યો છે.
... ... ... ...
... ... ... ...

નાત અને જાત તરફનો વિરોધ બતાવવો અને વિરોધ ઉચ્ચારવો આજકાલની ફેશન થઈ પડી છે. એને 'સેક્યુલારીઝમ'ની હિમાયતના અંગ તરીકે ગણવામાં આવે છે.
અને એમ છતાં ભૂતકાળના સ્વાધીનતાના હજાર વર્ષના સતત પુરુષાર્થમાં નાતોએ કેવો ભાગ ભજવ્યો છે ! તઘી મોચીની પાછળ આખી મોચીની નાત નીકળે, ખુશરૂ ગુાજરાતીની પાછળ ગુજરાતના હરિજન માત્ર હમદર્દી બતાવે, ગુજ્જર કુંભારની પાછળ સમસ્ત કુંભારની નાત જમા થાય... અલ્લાઉદ્દીન ખીલજીએ જીતેલા ગુજરાતમાં અલ્લાઉદ્દીન ખીલજીના શાસન સામે સતત સક્રિય વિરોધ હોય તો નવનારનો. -નવનાર એટલે વસવાયાં -મોચી, સુથાર, લુહાર, દરજી વગેરેનો.

... ... ... ...
... ... ... ...

પરદેશી રાજકર્તાઓને કાઢીને એમની રાજરીત ને રાજકળશ જાળવી રાખવાની આજની ભારતની તવારીખનાં સંદર્ભમાં વિચિત્ર લાગે એવી વાત આજ રાજકારણના રંગમંચ ઉપર છે. એને કારણે ઇતિહાસ ઉપર પણ નવા વાઘા પહેરાવવાની મથામણ થાય છે. નવા વાઘાનો એક પ્રત્યક્ષ પુરાવો આજની સરકારે પ્રગટ કરેલો - '૫૭નો ઇતિહાસ. -જેમાં નાનાસાહેબ લાલચુ હતો, ઝાંસીની રાણી તો માત્ર પોતાની ગાદી માટે મેદાને પડી હતી.. બહાદુરતો માત્ર કંપનીના સરદારો-ને એમાંય મહા બહાદુર હતો નરપિશાચ નીકોલસન. - જે માણસનો નિજાનંદ રસ્તે ચાલતા નિર્દોષ રાહદારીઓને પકડી પકડી તોપને મોઢે બાંધીને ઉડાવી દેવાનો.
... ... ... ...
અહિં મેં કેટલાક અંશમાત્ર રજૂ કર્યા છે; પ્રસ્તાવના અને નવલકથામાં તો ઘણું બધું છે કે જેના લીધે આપણને ભારતની હજારો વર્ષની પરંપરાઓ, સુસંગઠીત સમાજ વ્યવસ્થા, રાજકર્તાઓની નીતિ, પ્રજા પ્રત્યેની તેમની જાગરૂકતા, સામાન્ય માનવીઓની ઝીંદાદીલી અને ધર્મનું રાજ સાચા અર્થમાં પ્રસરેલું જોવા મળે. તેમણે તેમના પુસ્તકમાં લખેલું છે તેમ; આપણને કાંઈ આવડતું નથી; આપણામાં અક્કલ અંગ્રેજોએ આણી અને ઝનૂનના પાઠ મુસ્લિમોએ શિખવ્યા તેવું જે માનતા હોય તેમને માટે મારી પોસ્ટ નથી. તે ઉપરાંત તેમણે તત્કાલીન કૉંગ્રેસી સરકારનો એક વરવો ચહેરો પણ ખુલ્લો પાડ્યો છે - જેણે આપણા ઇતિહાસ સાથે બહુ ભયંકર પ્રકારના ચેડાં કર્યા છે અને અંગ્રેજ-કૉંગ્રેસી માનસથી ગ્રસ્ત થઈને ભારતિય પ્રજાને હીણી ચીતરવામાં પાછી પાની નથી કરી. મારી વિનંતિ છે દરેક મિત્રોને કે ગુણવંતરાય આચાર્ય અને તેના જેવા ઇતિહાસમૂલક લેખકોને ખૂબ-ખૂબ વાંચો અને ઇતિહાસનો હ્રાસ કરનારાને ખુલ્લા પાડવાનો પ્રયત્ન કરો.

Views: 438

Reply to This

Replies to This Discussion

વાંચવા જેવો લેખ

Reply to Discussion

RSS

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service