આંખ મીંચી આપણે ચાલ્યા કર્યું સમજ્યા વગર


આંખ મીંચી આપણે ચાલ્યા કર્યું સમજ્યા વગર, જે મળ્યું તે ગાંઠમાં બાંધ્યા કર્યું સમજ્યા વગર


20112013જિંદગી કરવટ બદલી રહી છે. સાંસારિક સુખોમાંથી અને દુન્યવી ઘટનાઓમાંથી મન પાછું વળી રહ્યું છે. અધ્યાત્મનું વાંચન અને મનન લગભગ રોજિંદા ક્રમનો અવિભાજ્ય ભાગ બની ગયાં છે. મોડી રાત સુધી (ત્રણ-ચાર વાગ્યા સુધી) ઋગ્વેદ કે યજુર્વેદનું અધ્યયન ચાલતું રહે છે. આવા જ એક સાત્ત્વિ‌ક જાગરણ પછીની સવાર હતી. હું મારા કન્સલ્ટિંગ રૂમમાં બેઠો હતો. મારી સામે એક યુગલ બેઠું હતું.

પત્નીનું નામ નીતા અને પતિનું નામ મુકેશ (આ સાચાં જ નામો લખ્યાં છે). બંને જણની આર્થિ‌ક હાલત ખાસ વખાણવા જેવી લાગતી ન હતી (નામમાં શું દાટયું છે? શેક્સપિયર કહી ગયા છે ને? અટક ‘અંબાણી’ હોવી જોઇએ ને? આ નીતા-મુકેશની અટક પંડયા હતી).’ક્યાંથી આવો છો?’ મેં વાતચીતની શરૂઆત કરતાં પૂછયું. આવો પ્રશ્ન દરદને સમજવા માટે જરૂરી નથી હોતો, પણ દરદીને સમજવા માટે જરૂરી હોય છે. પહેલી જ વાર મારી પાસે આવતાં સાવ અજાણ્યાં દંપતીને આવી અનૌપચારિક વાતચીતથી થોડીક આત્મીયતાની લાગણી થાય છે.

જવાબ મુકેશભાઇએ આપ્યો, ‘બારડોલીથી આવીએ છીએ, સાહેબ ગઇ કાલે ફોન કરીને એપોઇન્ટમેન્ટ મેળવી લીધી હતી ને? એ જ અમે.’ હું સહેજ હસ્યો, ‘શા માટે મારી પાસે આવવું પડયું? બારડોલીથી અમદાવાદનો ધક્કો ખાવો તો વસમો પડી જાય.’ જવાબ પછી મળ્યો, તે પહેલાં બંને જણની આંખોમાં પાણી છલકાયાં. હું સમજી ગયો. આટલા દાયકાઓની પ્રેક્ટિસે મને એટલું તો શીખવાડી દીધું છે કે ગાયનેક ડોક્ટરની પાસે આવેલાં પતિ-પત્ની જો આંખ ભીની કરી બેસે તો એનું નિદાન એક જ હોય. મેં પૂછયું, ‘સંતાન નથી? એક પણ વાર પ્રેગ્નન્સી રહી જ નથી? પ્રાઇમરી ઇન્ફર્ટિ‌લિટી?’

મુકેશભાઇ તો પોતાની લાગણી ઉપર થોડો ઘણોયે કાબૂ રાખી શક્યા, પણ નીતા તો છુટ્ટા મોઢે રડી જ પડી, ‘હા, સાહેબ અમારાં લગ્નને ત્રણ-ત્રણ વરસ થઇ ગયાં, પણ હજુ સુધી અમે…’ ‘અરે, ગાંડી એમાં રડે છે શું કામ? ત્રણ વર્ષ એ તે કંઇ લાંબો સમય કહેવાય? મેં તો એવા કિસ્સાઓ જોયા છે જેમાં લગ્નજીવનના ત્રેવીસ-ત્રેવીસ વરસ પછી પતિ-પત્નીએ પ્રથમ વાર સંતાનનું મોં જોયું હોય. તું છાની રહી જા. તારાં આંસુ બંધ થાય એ પછી જ હું તારો ‘કેસ’ હાથમાં લઇશ.’ નીતાને મારામાં એના પિતાનો ચહેરો દેખાયો હશે, એણે તરત જ આંખો લૂછીને કોરી કરી નાખી.

હું ડોક્ટર તરીકે આવા કિસ્સાઓમાં સફળતાનો કોઇ મોટો દાવો ક્યારેય કરતો નથી. બધા જ ડોક્ટરો એક સરખી ‘બુક્સ’ અને એક સરખો સિલેબસ ભણીને ડોક્ટરો બન્યા હોય છે. જો કોઇ ફરક હોય તો તે દરદીઓ પ્રત્યેના દરેકના અભિગમનો હોય છે. એ દિવસે મારો અભિગમ આધ્યાત્મિક હતો. સૂર્યોદય પહેલાં બ્રાહ્મમુહૂર્તમાં વાંચેલી યજુર્વેદની ઋચા હજુ મનમાં તાજી હતી. ‘કલ્પન્તામ્ તે શિસ્તુભ્યમાપ: દિશવતમાસ્તુભ્યં ભવન્તુ સિન્ધવ:’નો મર્મ મારા મનના ખૂણેખૂણામાં ગુંજી રહ્યો હતો. એ પછીની આખીયે સવાર આપણા વેદકાળના મહાન ઋષિ-મુનિઓની અગાધ બુદ્ધિમત્તા વિશે વિચારવામાં જ વીતી ગઇ હતી.

આલ્બર્ટ આઇન્સ્ટાઇન તો એક જ સૂત્ર જગતને આપી ગયો, તેમ છતાં અર્વાચીન વિશ્વ એને સર્વશ્રેષ્ઠ બુદ્ધિશાળી તરીકે સ્વીકારી રહ્યું છે. એની સરખામણીમાં આપણો એક-એક વેદ હજારો-હજારો ઋચાઓ સમાવીને બેઠો છે. અને દરેક ઋચાની અંદર બ્રહ્માંડનું શાશ્વત, પરમ સત્ય સમાયેલું છે. આપણા શાસ્ત્રકારોને શું કહીશું? સૂર્ય કોટિસમપ્રભુ:? એક સાથે એક કરોડ આઇન્સ્ટાઇનો જેટલા તેજસ્વી? મારી ભીતરમાં યજુર્વેદની આ ઋચા હતી અને મારી સામે ભીની આંખ લઇને બેઠેલાં મુકેશ-નીતા હતાં.

હું સવાલો ફેંકતો ગયો, તે બંને જવાબોમાં ઊઘડતાં રહ્યાં. મેં નીતાને ટેબલ ઉપર લીધી. વેજાઇનલ એક્ઝામમાં કશું જ ‘એબ્નોર્મલ’ જાણવા ન મળ્યું. એ પછી મેં ઇન્વેસ્ટિગેશન્સ વિશે પૂછયું. મુકેશે પ્લાસ્ટિકની કોથળીમાંથી બે-ત્રણ દળદાર ફાઇલો બહાર કાઢી. મને કહ્યું, ‘સાહેબ, આ એક એક ફાઇલ અમને એક એક લાખ રૂપિયામાં પડી છે. અને આ ત્રીજી ફાઇલ તો ચાર લાખમાં…’ મેં વાત તરત બદલી નાખી, નહીંતર મુકેશ ફરી પાછો ચોમાસાના ડેમની જેમ ઓવરફ્લો થવાની અણી ઉપર પહોંચી ગયો હતો. મેં પ્રથમ ફાઇલ હાથમાં લીધી. એમાં માત્ર રિપોટ્ર્સ જ હતા. મને એમાં જ રસ હતો. મને એ વાતે ‘હાશ’ થઇ કે પતિ અને પત્નીના જે સૌથી અગત્યના ટેસ્ટ્સ હતા, એ બધા સામાન્ય (નોર્મલ) હતા.

ખાસ કરીને નીતાની બંને ફેલોપીયન ટયૂબ્ઝ ખુલ્લી હતી અને એનાં અંડાશયોમાંથી સમયાંતરે સ્ત્રીબીજ દર મહિ‌ને ઉત્પન્ન થતું હતું. મુકેશના ર્વીયનો રિપોર્ટ પણ સાવ નોર્મલ હતો. મેં બીજી ફાઇલ ઊથલાવી. એની અંદર દક્ષિણ ગુજરાતનાં બે-ત્રણ શહેરોના ચાર-પાંચ ખ્યાતનામ ગાયનેક ડોક્ટરોના કાગળો હતા. મોંઘાંદાટ પરીક્ષણો હતાં, એકની એક દવાના અલગ અલગ બ્રાન્ડ નેમ્સવાળાં પ્રિસ્ક્રિ‌પ્શન્સ હતાં અને હજારો રૂપિયાનું નિકંદન હતું, બદલામાં નિષ્ફળતા હતી, પીડા હતી, આંસુ હતાં અને નિરાશા હતી.

ત્રીજી ફાઇલને હાથમાં લેવા જતો હતો ત્યાં જ નીતા બોલી ઊઠી, ‘એ બધું રહેવા દો, સાહેબ એ ફાઇલોમાંથી જો અમને સંતાન મળ્યું હોત તો અમારે તમારા સુધી આવવું જ ન પડયું હોત. તમે મારી તપાસ કરી છે ને? તમને શું લાગે છે એ કહો.’ ‘સાચું કહું? મને તો બધું બરાબર લાગે છે. મારા મતે તમારે હવે એક પણ તપાસની જરૂર નથી. મારું ચાલે તો હું તમને દવા-કેપ્સૂલ-ગોળી પણ ન આપું. તમને વગર દવાએ ‘રિઝલ્ટ’ મળી શકે એવાં તમે બંને નોર્મલ છો.’ ‘તો કેમ ‘રિઝલ્ટ’ મળતું નથી?’ આ પ્રશ્ન મુકેશનો હતો.

‘એનું કારણ ‘નો કોઝ સ્ટરિલિટી’ હોઇ શકે. કોઇ પણ કારણ નથી એ જ કારણ છે. અમારું મેડિકલ સાયન્સ આ વાતને સ્વીકારે છે. હું તમને કેવી રીતે સમજાવું? જુઓ, આપણા ઘરમાં ક્યારેક એવું બને છે ને કે જમવાનું આપણને ભાવે નહીં બધું જ બરાબર હોય, સમય પણ હોય, ભૂખ પણ કકડીને લાગી હોય, પત્નીનો ‘મૂડ’ પણ સારો હોય, દાળ-શાકમાં મીઠું-મરચું વગેરે પણ યોગ્ય પ્રમાણમાં હોય, તેમ છતાં જામે નહીં. પત્ની પૂછે કે શી ખામી છે? ત્યારે પતિદેવ પાસે જવાબ ન હોય. બસ, આવું જ્યારે વંધ્યત્વની બાબતમાં જોવા મળે ત્યારે એને ‘નો કોઝ સ્ટરિલિટી’ કહે છે.’

‘એની સારવાર?’
‘ધીરજ અને પ્રતીક્ષા. થોભો અને રાહ જુઓ. સમય જતાં ગમે ત્યારે અચાનક પ્રેગ્નન્સી રહે પણ ખરી. કદાચ જીવનભર ન રહે એવું પણ બને. બાકી તમારા જેવા કેસમાં પચીસ-પચાસ હજાર રૂપિયા ફેંકી ન દેવાય. એનો કોઇ અર્થ નથી.’ ‘તો પછી આ ત્રીજી ફાઇલનો શો અર્થ છે, સાહેબ?’ નીતા રડવા જેવી થઇ ગઇ. જે ફાઇલ અત્યાર સુધી એ ટાળી રહી હતી એ જ હવે મને ચીંધી રહી હતી. મેં એ ફાઇલ ઉઘાડી અમદાવાદના એક ખૂબ જાણીતા આઇ.વી.એફ. ક્લિનિકની ફાઇલ હતી. પતિ-પત્ની બંને ગાયનેકોલોજિસ્ટ છે. નામ નથી લખવું, પણ કામ લખવું છે. લગભગ એક લાખ રૂપિયાના ઇન્વેસ્ટિગેશન્સ ફાઇલમાં બોલતાં હતાં. એમાં લેપ્રોસ્કોપી અને હિ‌સ્ટ્રોસ્કોપી પણ ખરાં. બધું નોર્મલ હતું તો પણ ટેસ્ટ ટયૂબ બેબીની સલાહ આપવામાં આવી હતી. બાપડું ગરીબ યુગલ આંધળો વિશ્વાસ મૂકીને ત્રણ-ચાર મહિ‌નામાં દેવાદાર થઇ ચૂક્યું હતું.

ડોક્ટરની સલાહ હતી, ‘હજુ બીજા બે મહિ‌ના ‘ટ્રાય’ કરી જોઇએ.’ પણ નીતા-મુકેશ ખાલી થઇ ગયાં હતાં. હજુ એક મહિ‌ના પહેલાંની જ વાત હતી. હવે તેઓ મારી પાસે આવ્યાં હતાં. મારે શું કરવાનું હતું? કશું જ નહીં. હું બીજા ડોક્ટરો કરતાં વધુ હોશિયાર છું એવો દાવો પણ નહીં. ‘પેલા લઇ ગયા અને હું રહી ગયો.’ એવું સમજીને આ પેશન્ટ પાસેથી થોડાક હજાર ખંખેરી લેવાનું પાપ પણ નહીં. મને બ્રાહ્મમુહૂર્તમાં વાંચેલી ઋચા યાદ આવી ગઇ. એ ઋચાનો અર્થ થતો હતો : ‘જેઓ અધર્મનો ત્યાગ કરીને સર્વથા ધર્મનું આચરણ કરે છે તેના માટે પૃથ્વી આદિ સૃષ્ટિના સર્વ પદાર્થો મંગલકારી બને છે.’

મેં જીવનભર ધર્મનું જ આચરણ કર્યું છે તેવું તો નથી જ નથી, પણ હવે પછીનાં શેષ વર્ષોમાં ક્યારેય અધર્મનું આચરણ ન થઇ જાય તે માટે હું સંકલ્પબદ્ધ છું. પેલાં ડોક્ટર દંપતી માટે એક પણ ખરાબ શબ્દ વાપર્યા વગર મેં મુખ્ય મુદ્દો જ હાથમાં લીધો, ‘મુકેશભાઇ નીતા મારી વાત માનશો? તમામ સારવાર બંધ કરી દો. હું ધારું તો તમારા સંતોષ ખાતર વિટામિન્સની ગોળીઓ પણ લખી આપું, પણ હું પાંચ પૈસાનો ખર્ચ પણ તમને નહીં કરાવું. ઘરે જાવ, આ ફાઇલોને માળિયા ઉપર ચઢાવી દો અને જિંદગીને માણો. જો તમારા ભાગ્યમાં હશે તો તમને બાળક થશે જ. અને જો ન થાય તો દુનિયાનો અંત નથી આવી જતો. મારા આર્શીવાદ છે. તમને ભગવાન ઉપર વિશ્વાસ છે ને?’ એ બંને ઊભાં થયાં. નીતા મને પગે લાગી, ‘તમારા ઉપર વધુ વિશ્વાસ છે, સાહેબ’ કહીને એ રડી પડી. હું એને ખખડાવું તે પહેલાં જ બંને ચાલ્યાં ગયાં.

ચાર મહિ‌ના પછી મારો ફોન રણક્યો. બારડોલીથી નીતાનો હતો, ‘સાહેબ, તમે સાચા પડયા. મને બીજો મહિ‌નો પૂરો થયો. લો, એમને આપું છું.’ એણે મુકેશને ફોન આપ્યો. પછીની વાત રાબેતા મુજબની હતી એટલે નથી લખતો. સામે છેડેથી નજીકના ભવિષ્યમાં ઊઠનારા પારણાના કિચૂડાટનો અને હાથ-પગ ઉછાળતા સંતાનના ઘૂઘવાટનો મીઠો અવાજ સંભળાતો હતો. પછી આખો દિવસ હું મસ્તીમાં જીવ્યો.મોડી રાત્રે લગભગ ત્રણ વાગ્યે બૃહદારણ્યકોપનિષદ વાંચતાં વાંચતાં એક શ્લોક આગળ હું અટકી ગયો : ‘અમૃતત્વસ્ય તુ ના અ શાસ્તિ વિત્તેનેતિ’ મતલબ કે ‘માત્ર ધનથી અમર થવાની આશા ન રાખી શકાય.’ મારા કાળજે એવી ટાઢક પ્રસરી ગઇ, જેવી કદાચ પેલા ટેસ્ટ ટયૂબ બેબી ક્લિનિકવાળાં કપલ ડોક્ટરના બેંક ખાતામાં પણ નહીં પ્રસરી શકી હોય.

(ર્શીષક પંક્તિ: હસમુખ મઢીવાળા)

Views: 206

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service