Made in India
નામ: વારિજ લુહાર
જન્મદિવસ : 01/06/1956
મૂળ વતન : મુ.કુબડા તા. ધારી જિ.અમરેલી
હાલ નિવાસ: રાજકોટ
ઉપાધિ : મેટ્રિક
1) આપની અનોખી સાહિત્ય સફર...
વતનના ગામે છ ધોરણ સુધી અભ્યાસ કર્યો ચોથા ધોરણમાં હતો ત્યારે શાળાની લાયબ્રેરીમાંથી કાગવાણી વાંચવાનું શરૂ કયુઁ અને 1970 માં લખવાનું શરૂ કર્યું જે આજદિન સુધી ચાલુ છે કવિશ્રી રમેશ પારેખ ,શ્યામ સાધુ , મનોજ ખંડેરિયા ,રાજેન્દ્ર શુક્લ જેવા દિગ્ગજ્જ કવિઓ સાથે મુશાયરાઓમાં ભાગ લેવાનું સદભાગ્ય સાંપડ્યું..આકાશવાણી પર 1978 થી અને દૂરદર્શન પર 1986 થી કાવ્યપઠન ,મોટાં ભાગના ગુજરાતી સામાયિકોમાં કાવ્યો,વાર્તાઓ,નિબંધો પ્રગટ થતાં રહ્યા છે, શ્રી જનક ત્રિવેદી તથા જનક ઉચાટ સાથે 'સરઘસ ' નામનું અનિયતકાલિન ચલાવેલ.પ્રાદેશિક યુવક મહોત્સવો,સૌરાષ્ટ્ર યુનિ.આયોજિત યુવક મહોત્સવોમાં નિર્ણાયક તરીકે સેવાઓ આપેલ છે.હાલ બીજો ગઝલ સંગ્રહ પ્રકાશિત કરવા જઈ રહ્યો છું.
2) આપના મનપસંદ કાવ્યસંગ્રહ ?
કલાપીનો કેકારવ , છ અક્ષરનું નામ, બીજાં ઘણાં બધાં
3)મળેલ પુરસ્કાર:
ચાહકો -ભાવકોનો પ્રેમ મળ્યો છે,જાહેર સન્માનો થયા છે પરંતુ કોઈ પદ્ધતિસરના પુરસ્કાર મળ્યા નથી.
4)આપની પ્રથમ કવિતા:
મને યાદ છે ત્યાં સુધી 'દે દી હમે આઝાદી 'ના ઢાળમાં પ્રથમ કાવ્ય લખેલ જે . હાલ ઉપલબ્ધ નથી
5)કવિની મૂળભૂત જવાબદારી?
કવિની મૂળભૂત અને નૈતિક જવાબદારી એ છે કે તે મૌલિકતા ગુમાવ્યા વિના પોતીકો અવાજ બને કોઈ પણ પ્રકારનું માર્કેટિંગ કર્યા વિના પોતાની સંવેદનાને સાહિત્યિક મૂલ્યો જળવાય તે રીતે કાવ્ય સર્જન કરે.
6) આપના પ્રકાશિત કાવ્ય સંગ્રહો:
ગઝલ સંગ્રહ 'ગોરમ્ભા પછી' 1987 પ્રકાશક .મુદ્રા :અમરેલી
7)કવિતાના સર્જન પાછળ શું માહોલ કારણ બને?
કવિતા સર્જન પાછળ માહોલ કારણભૂત ન બની શકે.
8) ફુરસદની પળોમાં શું કરવાનું પસંદ કરો ?
ફુરસદની પળો જ છે હવે ,શિક્ષણ ખાતામાં 36 વર્ષની સેવા બજાવી 30/06/2014 ના વયનિવૃત થયેલ છું ઓશોનો સન્યાસી છું ક્ષણે ક્ષણ સભાનતાપૂર્વક જીવવાનું શક્ય ન બને તો પણ શક્ય તેટલી જાગૃતિ સાથે સંબંધોની જાળવણી અને લેખન ,વાંચન તથા ટીવી.જોવાનું
Comment
અભિનંદન આપને
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com