Made in India
Book Name :Time Management
Author: Dr. Sudhir Dixit
આપણે બધા માથી મોટા ભાગના લોકો આજના સતત સ્પર્ધાત્મક સમય મા સમય ની તિવ્ર અછત અનુભવી રહ્યા છીએ. સમય બધા પાસે છે અને બધા પાસે સરખો જ સમય છે, છતાં કોઈની પાસે નથી. રોજે રોજ આપણી આસપાસ મોટા ભાગના લોકો ને એમ કહેતા સાંભળીએ છીએ કે મારે એટલો સમય જ નથી કે હું આ કામ કરી શકું. નિશ્ચિતપણે હું પણ આમા નો એક છુ. થોડા સમય પહેલા અમેઝોન પર પુસ્તકો નો પણ સેલ લાગ્યો હતો. 48 કલાક માટે અલગ અલગ સમયે ઘણા અલગ અલગ પુસ્તકો સારા એવા ઓછા મુલ્યે મળતા હતા. આગળ કહ્યું એમ સમય ની અછત ની સમસ્યા મને લાગુ પડે છે.આના ઉપાય માટે હિન્દી મા એક પુસ્તક નું ટાઇટલ મને રસપ્રદ લાગ્યું અને એના રિવ્યુસ પણ સારા હતા. 75 રૂપિયા નું એ પુસ્તક મને 49 મા પડ્યું. મંજુલ પબ્લીશીંગ હાઉસ દ્વારા પ્રકાશિત આ "ટાઈમ મેનેજમેન્ટ" એના મૂલ્ય કરતા અનેક ગણું મૂલ્યવાન છે. લેખક ડો. સુધીર દીક્ષિત, ટોટલ પેજીસ 127 પ્રથમ પ્રકાશન 2011 ના વર્ષ મા. સમય વ્યવસ્થાપન નું પુસ્તક બહુ જ ઓછા સમય મા વાંચી શકાય એ હેતુ થી જ એની લંબાઈ પણ માપની રાખવામાં આવી છે. ટોટલ 30 પ્રકરણ મા બહુ નાના નાના અને અત્યંત જરૂરી એવા તમામ મુદ્દાઓ કે જેની આપણે રોજેરોજ અવગણના કરીને જે પરિસ્થિતિ મા છીએ એનું સર્જન કર્યું છે એમને આવરી લઈને દરેક નું સમાધાન અને આયોજન મા સીધી રીતે જ કરવા જેવા કેટલાક મૂળભૂત ફેરફારો પર જોર આપવામાં આવ્યું છે. ટી. વી., ઇન્ટરનેટ, મોબાઈલ માટે વપરાતો સમય ક્યાંથી અને કઈ રીતે ખરીદવો અને એ ખરીદેલા સમય નું પૂરેપૂરું વળતર મળે એ માટે એનું આયોજન કઈ રીતે કરવું કેટલા સમય પહેલા કરવું, તેમજ આ આદત નું લાંબા સમય માટે કઈ રીતે પાલન કરવું એ વિશે બહુ ઓછા શબ્દો મા ઘણી વિસ્તૃત જાણકારી આપવાનો એક પ્રયાસ છે અને મહદ અંશે એમાં સફળતા પણ મળી છે. પુસ્તક આજે જ મારા સુધી પહોંચું છે. એક જ બેઠક મા પૂરું કરવા મજબુર કરે એવું મને લાગ્યું. જો તમને પણ સમય ના વ્યસ્થાપન ની સમસ્યા નડતી હોય તો આ પુસ્તક જરૂર વાંચવું જોઈએ.જો ના નડતી હોય તો સમય નો કઈ રીતે ઉપયોગ કરવો કે જેથી ભવિષ્ય મા કોઈ સમસ્યા ના નીવડે એના માટે પણ વાંચવું જોઈએ. બેસ્ટ સેલર રહ્યું છે કે નહીં એના વિશે જાણકારી લેવાનો પ્રયત્ન નથી કર્યો પરંતુ આ બધી માહિતી ઉપયોગી અને તાત્કાલિક ધોરણે થોડા કમિટમેન્ટ સાથે અમલ મા મૂકી શકાય એવી લાગી. થોડા દિવસ આના પર કામ જરૂર કરી શકાય. ફાયદો લાગે તો આગળ વધારી વધારે ફાયદાઓ લઈ શકાય. જો એમ બને તો પુસ્તક બેસ્ટ સેલર છે કે નહીં એ એટલું અગત્ય નું નથી. મારું એવું માનવું છે કે દરેક પુસ્તક એક સારા સમય માટે જ બન્યું હોય છે અને એમાં પણ અનેક લોકો ના સતત હકારાત્મક પ્રયાસો હોય છે એટલે પુસ્તક ની નેગેટિવ બાજુ જોવાનો જાણી જોઈને પ્રયત્ન કરવામા નથી આવ્યો.
A Book review by Dr. Ritesh Jadav
Comment
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com